સમગ્ર દેશમાં ગુજરાત સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ, પણ યુવાનો માનવા તૈયાર નથી

ગાંધીનગર, 26 જૂન 2020

સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

શહેરી ક્ષેત્રમાં 15થી 59 વર્ષનીઆ સર્વે ભારત સરકારના વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત 4.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું. એવો દાવો સર્વેમાં કરવામાં આવ્યો છે. પણ વાસ્તવમાં ગુજરાતમાં આવું સારૂ ચિત્ર નથી. ગ્રેજ્યુએટ થયેલા 50 લાખ યુવાનો બેકાર છે એવો આરોપ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મૂક્યો છે.

30 લાખ લોકો ગુજરાત છોડીને હિજરત કરી ગયા છે. આમ સરકારનો સરવે કયા આધારે થયો છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં મોદીની કહ્યાગરી રૂપાણી સરકાર છે. જેનો ફાયદો ગુજરાતના બ્રાન્ડીંગ માટે મળી રહ્યો છે.

રાજ્યમાં MSME સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના 4.5 ટકાથી પણ ઘટીને 3.4 ટકા થઇ ગયો છે જે ગુજરાતની એક વિશિષ્ટ સિદ્ધિ છે.

ગુજરાતની તૂલનાએ અન્ય મોટા રાજ્યો કર્ણાટક 5.3 , મહારાષ્ટ્ર 6.6, તામિલનાડુ 7.2, આંધ્રપ્રદેશ 7.8, હરિયાણા 9 અને કેરાલા 11 તેમજ તેલંગાણા 11.50 ટકાનો બેરોજગારી દર ધરાવે છે.