5 વર્ષમાં 10 લાખ લોકો વાહન અકસ્માતમાં ઘવાયા, દારુ કારણભૂત

દેશમાં દારૂ પીધેલી હાલતમાં વાહન અકસ્માતની ઘટનામાં પ્રથમ મહારાષ્ટ તો બીજા ક્રમે ગુજરાત

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુ પીને વાહન ચલાવી અકસ્માત કરવામાં ગુજરાત બીજા નંબર પર છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે 15 રાજ્યોના કરાયેલા સર્વેમાં દર 6 અકસ્માતે 1 અકસ્માત નશો કરેલા ડ્રાઇવીંગના કારણે થયો હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલગણા રાજયના વાહન ચાલકો નશો કરી અકસ્માત સર્જતા હોવાનું નોંધાયું છે.

ટ્રકના 20 ટકા ડ્રાઇવર, કાર ચાલક 20 ટકા અને બસના 19 ટકા ચાલક દારૂનો નશો કરી વાહન ચલાવતા હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. દારૂ પીધા વાહન ચાલકે એક વર્ષમાં 5,174 અકસ્માત કર્યા હતા. ગુજરાતમાં 2017-18માં ટ્રાન્સપોર્ટ માટે વપરાતા વાહનો 25.08 લાખ અને નોન ટ્રાન્સપોર્ટ તરીકે વપરાતા 2.08 કરોડ વાહનો મળીને કૂલ 2.33 કરોડ વાહનો છે. દર 3 વ્યક્તિએ એક વાહન છે.

19 ટકાને સજા

2017ના વર્ષ દરમિયાન 70 ટકા અકસ્માતની ઘટના વધુ સ્પ્રીડના કારણે નોંધાયા હતા. અકસ્માતની કુલ ઘટનામાં 3 ટકા બનાવ દારૂ પીવાના કારણે બન્યાનું નોંધાયું હતું. 53 ટકા ટ્રક ચાલકો દારૂ પીને ડ્રાઇવીંગ કરતી સમયે ઊંઘી જતા હોવાથી ગંભીર અકસ્માતની ઘટના બને છે. 2017ના વર્ષ દરમિયાન અકસ્માતની ઘટના મુજબ 98,600 એટલે કે 70 ટકા અકસ્માત વાહનો ગતિ મર્યાદા ઓળંગવાના કારણે થયા હતા. ઝડપ નિયમનું પાલન ન કરતા માત્ર 19 ટકા વાહન ચાલકોને સજા થાય છે.

2017માં માર્ગ અકસ્માતમાં 17 ટકા અને મૃત્યુમાં 10.41 ટકાનો ઘટાડો

ગુજરાતમાં વર્ષ 2016 કરતા વર્ષ 2017માં 12.7 ટકાના દરે માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો છે. જેના કારણે માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુઆંકમાં પણ 10.41 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

હેલ્મેટ ન પહેરવાથી માત્ર 106 લોકોના મોત

ગુજરાતમાં 2017માં હેલ્મેટ વગર વાહન ચલાવી 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 3 મહિલાઓ હતા. કારમાં સીટ-બેલ્ટ ન પહેર્યા હોવાને કારણે કુલ 105 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં 10,135 લોકો 2017માં મૃત્યુ પામ્યા હતા. રોજ 28 લોકોના મૃત્યુ થાય છે.

તરીકે આપણી સમક્ષ એક ભયજનક ચિત્ર ઉભું કરે  છે. સીટ-બેલ્ટ્સ નહીં બાંધવાને કારણે ભારતભરમાં 5,638 મૃત્યુ થયા હતા. અમદાવાદમાં 2016માં રૂ.3.29 કરોડનો દંડ કરાયો હતો. 2017માં દરમહિને લગભગ 67,500 લોકોને હેલ્મેટ નહીં પહેર્યા હોવાને કારણે ઈ-ચાલાન મોકવામાં આવ્યા હતા. રોજ 5 હજાર જેટલા ઈ-ચાલાન બનાવાયા હતા. જે પૈકી 45 ટકા ઈ-ચાલાન હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકોને ઈશ્યુ કરાયા હતા.

ગુજરાત માં 2018મા 18745 વાહન અકસ્માતમાં 7974 મૃત્યુ થયા હતા. દેશમાં દર કલાકે 17 લોકોના મૃત્યુ વાહન અકસ્માતમાં થાય છે જ્યારે દર કલાકે દેશમાં 55 વાહન અકસ્માતો થાય છે.

12 વર્ષમાં 12 લાખ લોકોને અકસ્માત

દર 18 નવેમ્બરે ‘ વર્લ્ડ રિમેમ્બરન્સ ડે એ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ઇમરજન્સી સેવા 108માં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 12 વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ 12.37 લાખ લોકોને સારવાર લીધી હતી.

રાજ્યમાં સૌથી વધુ માર્ગ અકસ્માત અમદાવાદમાં થાય છે. અમદાવાદમાં વર્ષ 2007થી ઓક્ટોબર 2018 સુધીમાં માર્ગ અકસ્માતમાં 2,04,773 લોકોએ 108ની સારવાર લેવી પડી હતી. જે રાજ્યમાં સૌથી વધુ છે. બિજા ક્રમે સુરતમાં 1,14,972 લોકોને અને ત્રીજા ક્રમે વડોદરામાં 87,913 લોકોને માર્ગ અકસ્માતમાં તાત્કાલિક સારવાર લેવી પડી હતી.

ગુજરાતમાં 79 ટકા પુરૃષો અને 21 ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. 21થી 30 વર્ષના સૌથી વધુ 32 ટકા અકસ્માત કરે છે. 31 થી 40 વર્ષના 22 ટકા લોકો હતા.

છેલ્લા 5 વર્ષમાં 10 લાખ ઘવાયા  

જિલ્લો  – ઇજાગ્રસ્તો

અમદાવાદ – 1,71,766

અમરેલી – 20,337

આણંદ – 38,066

અરવલ્લી – 6,133

બનાસકાંઠા – 28,629

ભરૃચ – 31,963

ભાવનગર – 35,748

બોટાદ  2,862

છોટાઉદેપુર – 5,906

દાહોદ – 30,522

દે.દ્વારકા        – 3,306

ગાંધીનગર – 39,318

ગીર સોમનાથ – 5,569

જુનાગઢ        – 30,528

જામનગર – 27,801

ખેડા – 34,841

કચ્છ – 27,153

મહેસાણા – 35,520

મહિસાગર – 5,560

મોરબી – 5,216

નર્મદા – 11,091

નવસારી – 23,681

પંચમહાલ – 35,375

પાટણ  – 17,517

પોરબંદર – 8,197

રાજકોટ – 65,332

સાબરકાંઠા – 34,902

સુરત – 95,801

સુરેન્દ્રનગર – 23,964

તાપી – 13,941

ડાંગ – 3,991

વડોદરા – 74,270

વલસાડ – 34,946

કૂલ – 10,29,148

(નોંધઃ 2013થી 2017ના 31 જુલાઇ સુધીમાં વાહન અકસ્માતના કેસમાં કેટલા ઘાયલોએ 108ની સારવાર લીધી તેના આંકડા છે.)

રોજ 22 લોકો મરે છે

છેલ્લા 6 વર્ષના આંકડા પ્રમાણે અકસ્માતમાં રોજના સરેરાશ 22 લોકોના મોત થાય છે. 2.35 કરોડ વાહનો છે જેની સામે માર્ગો સાંકડા બન્યા છે. ગુજરાત સરકારનો દાવો છે કે 2020 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. અકસ્માતોમાં સૌથી વધુ જીવ ગુમાવનારા વર્ગમાં 22 થી 35 વર્ષના યુવાનો છે.

કયા શહેરમાં કયા વિસ્તારમાં સૌથી વધુ અકસ્માત થાય છે ?

અમદાવાદ – બોડકદેવ, નવરંગપુરા, ગોતા, ચાંદખેડા, પ્રહલાદનગર ગાર્ડન, પાલડી, સીટીએમ ચાર રસ્તા, નરોડા, આરટીઓ સર્કલ, હાથીજણ સર્કલ

રાજકોટ – કાલાવાડ રોડ, ગ્રીનલેન્ડ સર્કલ, ત્રિકોણબાગ, ગોંડલ સર્કલ, હોસ્પિટલ ચોક, બેડીપરા, કુવાડવા, રેસક્રોસ, સરદાર પટેલ કોઠારિયા, ઢેબર રોડ

સુરત – વરાછા, કામરેજ, કડોદરા, પુનાગામ, ભાટર, અડજણ, કીમ, લિંમ્બાયત, અઠવા લાઇન, નવજીવન સર્કલ

વડોદરા – નર્મદા ભુવન, ગોત્રી ક્રોસ રોડ, કપુરાઇ એક્સ-રોડ, મંજલપુર, તરલાસી, પાણીગેટ, અલકાપુરી, સમા, પાદરા, છાણી

કયા વર્ષમાં અકસ્માત અને મોત

વર્ષ   –  અકસ્માત – મોત – ઘાયલ

1999 – 37,428 – 4687 – 25,033

2000 – 36,029 – 4539 – 24,316

2001 – 32,523 – 4502 – 22,023

2002 – 31,735 – 5094 – 34,415

2003 – 30,604 – 5,161 – 33,680

2004 – 30,630 – 5,423 – 34,436

2005 – 30,515 – 5,642 – 34,901

2006 – 31,515 – 6,161 – 33,984

2007 – 33,623 – 6,915 – 35,768

2008 – 33,671 – 7,070 – 35,722

2009 – 31,034 – 6,983 – 32,944

2010 – 30,114 – 7506 – 32,449

2011 – 30,205 – 8008 – 29,744

2012 – 27,904 – 7,812 – 27,612

2013- 25,391 – 7,613 – 24,846

2014-23,712 – 7,955 – 22,493

2015- 23,183 – 8,819 – 21,448

2016- 21,859 – 8,136 – 9,998 (19,998 હોવા જોઈએ)

2017- 19,819 – 7,289 – 16,802

2018- 18,745 – 7,974 – 17,477

 

અકસ્માત થવાના કારણો

-ચાર રસ્તા તથા વણાંક ઉપર વાહન ઊભું રાખ્યા વગર ને ધ્યાન રાખ્યા સિવાય રસ્તો ઓળંગવો.

-રોડ-ટ્રાફિકની પરિસ્થિતિ ધ્યાનમા; લીધા વગર વાહન ચલાવવું.

-અચાનક વાહન થોભાવવું.

-વિચાર મગ્ન થઇને વાહન ચલાવવું.

-બે વાહન વચ્ચે સલામત અંતર ન રાખવું

-ડાબી તથા જમણી સાઇડે વળવાનો ઇસારો કે લાઈટ કર્યા વાહન વાળી દેવું.

-ઝિબ્રા ક્રોસીંગની અવગણના કરવી

-નશો કરીને વાહન ચલાવવું.

-પાછળથી આવતા વાહનને જોયા વગર કારનો દરવાજો ખોલવો.

-ડ્રાઇવીંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી

-દુરના નંબર હોવા છતાં ચશ્મા ન પહેરવા

-માંદગી, અપૂરતી ઉંઘ તથા માનસિક તાણમાં વાહન ચલાવવું

-ભીના રસ્તા હોવા છતાં વધુ ઝડપ

-ઘસાઇ ગયેલા ટાયરો તથા ખામી ભરેલી બ્રેક.

– ગતિ મર્યાદાને ધ્યાનમાં લીધા વગર પૂર ઝડપથી વાહન ચલાવવું.

– એકાગ્રતા વગર વાહન હંકારવું.

-ગુજરાતમાં વાહનો સામે ટ્રાફિક પોલીસની સંખ્યા ખૂબ ઓછી હોવાથી

કેટલા વાહનો

1999-00 થી 2017-18 સુધીમાં વાહનો

વ્હીકલના પ્રકાર નોંધણી કરાવેલ વ્હીકલ

નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ  ૨,૦૭,૭૭,૯૩૫

દ્વિચક્રી વ્હીકલ  મોટરસાયકલ / સ્કૂટર્સ ૧૪૫૪૬૫૫૬

મોપેડ્સ ૨૫૦૬૫૪૮

મોટર કાર અને સ્ટેશન વેગન   ૨૭૩૨૩૧૬

જીપ    ૧૮૮૪૬૩

પોલીસ વેન    ૨૭૬૧

ટ્રેક્ટર  ૭૨૪૯૯૩

અન્ય   ૭૬૨૯૮

ટ્રાન્સપોર્ટ વ્હીકલ       ૨૫,૦૮,૪૮૩

ગૂડ્ઝ વ્હીકલ   ટ્રક / લોરી     ૩૮૦૭૫૩

ટેન્કર   ૩૫૪૯૨

ત્રણ પૈડાનું     ૩૬૪૨૭૭

અન્ય લાઇટ વ્હીલર    ૩૩૬૧૭૭

પેસેન્જર વ્હીકલ સ્કુલ બસ       ૭૧૨૫

બસ    ૬૪૪૧૧

મેક્સી કેબ      ૪૯૭૮૮

ખાનગી સેવા વાહનો    ૭૭૩૨

ટેક્સી   ૮૨૦૨૩

ઓટો રીક્ષા     ૭૮૮૭૭૦

એમ્બ્યુલન્સ     ૧૦૪૧૬

ટ્રેઇલર ૩૮૧૫૧૯

કુલ     ૨,૩૨,૮૬,૪૧૮

————

લાઈસન્સ

લાઈસન્સની ફાળવણી વર્ષ 1999-2000 થી 2016-2017 (લાખમાં)

વર્ષ –      શિખાઉ – ટકા વધી – કાયમી – ટકા વધી

૧૯૯૯ – ૦૦    – ૧૫.૩૮        –               ૧૩.૯૧  –

૨૦૦૦ – ૦૧    – ૮.૬૫         – ૪૪%         ૭.૪૭          – ૪૬%

૨૦૦૧ – ૦૨     – ૬.૮૮         – ૨૦%         ૬.૫૬           – ૧૨%

૨૦૦૨ – ૦૩     – ૭.૬૪         ૧૧%            ૬.૯૫           ૬%

૨૦૦૩ – ૦૪    – ૭.૬૮         ૧%             ૬.૪૬           – ૭%

2૦૦૪ – ૦૫   – ૮.૨૮         ૮%             ૬.૧૭           ૪%

૨૦૦૫ – ૦૬    – ૯.૦૧         ૯%             ૭.૩૩           ૧૯%

૨૦૦૬ – ૦૭    – ૯.૧૨          ૧%             ૬.૯૨           – ૬%

૨૦૦૭ – ૦૮    – ૮.૨૧          – ૧૦%         ૮.૧૭           ૧૮%

૨૦૦૮ – ૦૯    – ૯.૪૭         ૧૫%           ૧૨.૨૪          ૫૦%

૨૦૦૯ – ૧૦    – ૧૧.૭૫       ૨૪%           ૧૧.૮૪          – ૩%

૨૦૧૦ – ૧૧     – ૬.૯૨         -૪૧%          ૧૦.૧૬          – ૧૪%

૨૦૧૧ – ૧૨      – ૮.૦૪         ૧૬%           ૧૧.૮૦          ૧૬%

૨૦૧૨ – ૧૩      – ૮.૨૮         ૩%             ૧૩.૧૩           ૧૧%

૨૦૧૩ – ૧૪     – ૭.૫૭                -૯%            ૧૨.૩૧           -૬%

૨૦૧૪ – ૧૫    – ૭.૮૬         ૪%            ૧૧.૮            -૪%

૨૦૧૫ – ૧૬     – ૭.૮૯         -૦%           ૧૨.૨૩           -૪%

૨૦૧૬ – ૧૭     – ૮.૫૦         ૮%             ૧૩.૩૪          ૯%

સરેરાશ ૮.૭૩                   ૯.૯૩           –               ૧.૭૬