520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતાઓમાં મુંજવણ

ગાંધીનગર, તા.25 

એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સરકારમાં ટાટા કંપનીને બચાવવા માંગતા રાજનેતાઓમાં હડકંપ મચી ગયો છે.

ટાટાની તરફેણ

સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ ટાટા કંપનીની તરફેણ કરે છે. તેથી અધિકારી રજા પર ઊતરી જવું પડ્યું છે. ખરેખર તો ટાટાના આ ફ્રોડના કારણે વાહન વ્યવહાર વિભાગના આર.સી.ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવી જોઈતી હતી તે કર્યું નથી. જામનગરની એક કંપનીના રાજકીય નેતા ટાટાના બચાવમાં આવી ગયા છે.

આઈસર પાસેથી બસીસ ખરીદી

ટાટાએ એસટી નિગમ સાથે ચીટીંગ કરતાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા તુરંત આઈસર કંપનીની તે જ ક્ષમતાની ઓછા પૈસામાં 520 બસ લીધી છે. ટાટાની રૂ.19 લાખની બસ આઈસરની 18.50 લાખ જેટલી રકમથી ખરીદી છે.

માલ રિજેક્ટ કર્યો

ટાટાએ જે માલ બતાવેલો માલ જૂદો મોકલ્યો હતો. પહેલો લોટ 20 બસનો મોકલેલી આપ્યો હતો. જે  ધારવાડમાં ઈન્સ્પેક્શનમાં માલ નક્કી કર્યો હતો તે ન હતો. જે રીજેક્ટ કરી દેવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ ન લીધી

રાજ્ય પરિવહન નિગમના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગયા તો પોલીસે તે ફરિયાદ લીધી નથી. ફરિયાદની અરજી લીધી છે. પોલીસ ફરિયાદ ન લે તે માટે પણ દબાણ થઈ રહ્યું છે.

એસ ટી નિગમે ટાટા મોટર્સ સામે ફરિદ કરવાની સૂચના આપવામાં આવતાં કેટલાંક અધિકારીઓ રજા પર ઊતરી ગયા છે. કારણ કે ગાંધીનગરમાં આ કૌભાંડ સાથે ભાજપના નેતા અને સરકારમાં ટોચનું સ્થાન ધરાવતાં નેતા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.

520 બસ ખરીદવાની હતી

એક મીની બસ રૂ.19,07,500ની ખરીદવામાં આવી હતી. આવી કુલ 520 બસ રૂ.99.19 કરોડમાં ખરીદ કરવામાં આવી હતી. જે હલકી કક્ષાની આપી દેવામાં આવી હતી. ટાટા કંપનીએ 33એસ ઓન અલ્ટ્રા 7.5 ટી 42 ડબલ્યું બીનું મોડેલ સપ્લાય કરવાના દસ્તાવેજો જાહેર કર્યા છે. 10 માર્ચ 2019માં ટાટા કંપનીને માલ આપવા જણાવેલું હતું. 28 મે 2019ના રોજ ધારવાડ ખાતે ટાટાની ફેક્ટરીમાં જઈને મોડેલ તપાસીને તે ઓર્ડર આપેલો પણ ટાટાએ છેતરપીંડી કરીને આવો માલ મોકલી આપ્યો હતો.

નરોડાથી બસીસ પરત કરી

નરોડા ડેપો ખાતે 7 જૂન 2019માં ટાટા કંપનીએ 20 બસ મોકલી આપી હતી. તે નક્કી કરેલી બસ ન હોવાથી માલ રીજેક્ટ કર્યો હતો અને 20 બસ પરત મોકલી આપવામાં આવી હતી.

ટાટાના અધિકારીઓને ગાંધીનગર બોલાવાયા

રૂપાણી સરકારમાં આ કૌભાંડ ધ્યાન પર આવતાં 20 ઓગસ્ટ 2019માં ટાટા કંપનીના અધિકારીઓને ગાંધીનગર બોલાવેલા હતા. લેટ સપ્લાય પેનલ્ટી ના કરવામાં આવે તો ખરીદ હુકમ મુજબ બસીસ સપ્લાય કરવા મેટેની સહમતી આપેલી હતી. આમ ટાટા કંપની દ્વારા રૂ.99 કરોડની મીની બસીસ ખરીદીના ટેન્ડરમાં હલકી કક્ષાની બસીસના મોડેલો આપીને સરકાર સાથે કપટ, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું એસટી વિભાગે ગૃહ વિભાગ સમક્ષ જાહેર કર્યું છે.