રાજ્યના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે.
જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ કુલ ૧૬ર કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં જનઅભિયાન હાથ ધરાશે.
રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૦ થી ૬ વર્ષની વયજુથના ૩પ.પર લાખ બાળકો પૈકીના અતિ નબળા અલ્પપોષિત બાળકોના પોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજવર્ગો, સેવાભાવી સંસ્થાઓ, NGO પાલક વાલી બની ઉપાડે અને ‘એક પાલક એક બાલક’ના ઉદાત્ત અભિગમથી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખે તેવું પ્રેરક સુચન પણ કર્યું હતું. આંગણવાડીના કોઇ એક અતિ નબળા અલ્પપોષિત બાળકના તેઓ સ્વયં પાલક વાલી બનશે.
પોષણયુકત ગુજરાત એ સરકારના મહિલા-બાળકલ્યાણ વિભાગની જ નહિ સમગ્ર તંત્રના બધા વિભાગોની સહિયારી જવાબદારી છે.
એનિમીક કન્ડીશનયુકત કિશોરીઓને લોહતત્વયુકત આહાર-દવાઓ, સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર તેમજ આંગણવાડીઓના ભુલકાંઓના પોષણ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કરીને મહિલા બાળ કલ્યાણ વિભાગનું બજેટ રૂ. ૩ હજાર કરોડ સુધી વિસ્તાર્યુ છે.