કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર આપો

rupala parsottam agriculture minister, india
rupala parsottam agriculture minister, india

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા ‘સ્વામીનાથન આયોગ’ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી.

ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક કલેક્ટરને ફરિયાદ કરી શકશે. જેનો ૩૦ દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.

યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે.

રૂપાલા આ પ્રશ્નોના જવાબ તો આપો

જો ખેડૂતોનું હીત જ કરવું હતું તો, સ્વામીનાથનની ભલામણોનો આ કાયદામાં કેમ સમાવેશ ન કર્યો.

કંપનીઓ ખેડૂતોની સ્થાનિક ભાષામાં કરારો કરવાના બદલે મોટાભાગની કંપનીઓ અંગ્રેજી ભાષામાં કરાર કરે છે.

કંપની કરાર ન તોડે અને ખેડૂત ગમે ત્યારે કરાર રદ કરી શકે એવી જોગવાઈ કેમ નથી.

તમામ ખર્ચ કંપનીઓ આપે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ તમામ ખર્ચ ખેડૂતોએ કરવાનું હોય ત્યાં ખેડૂતોની સલામતી માટે જોગવાઈ કેમ નથી.

ખેડૂત સિવાયના કોઈ પણ ખેતીની જમીન ખરીદી શકે છે, ગરીબોની જમીન હવે ઉદ્યોગપતિઓ ખરીદી ન લે તેની જોગવાઈ કેમ નથી.

આ કાયદાથી ગરીબ ખેડૂતોની જમીન કોર્પોરેટ કંપનીઓ અને પૈસાથી સંપન્ન ખેડુતો ખેતીની જમીન પર પ્રભુત્વ મેળવે તો શું.

કરાર કરતાં ખેડૂતો અને કંપનીઓ પર દેખરેખ રાખી શકે એવી મોનીટરીંગ બોડી નથી.

ખેડૂતો સાથે છેતરપીંડી કરીને ભાગી જતી કંપનીઓ અંગે સજાની જોગવાઈ કેમ નથી.

ત્રણ કૃષિ કાયદાથી ખેડુતોનું શોષણ કરનારી કંપનીઓ કે ખાનગી કંપનીઓને વેગ મળશે, એવું ન થાય તેની જોગવાઈ કેમ નથી.

કૃષિક્ષેત્ર એ રાજ્ય સરકારનો વિષય છે. તેમ છતાં કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરી તેના પર કાયદો બનાવ્યો છે.

માર્કેટિંગ યાર્ડ કાયદામાં સુધારો, આવશ્યક ચીજવસ્તુઓ ધારો અને ફાર્મિંગ એકટમાં સુધારો કર્યો છે. તો કંપનીઓ સામે પગલાં ભરવા ઈપીસીમાં સજાની જોગવાઈ કેમ ન સુધારી.

ખેડૂતો પાસેથી સ્સ્તી વસ્તુ લઈને ગોડાઉનોમાં ભરીને કંપનીઓ વેચશે તો તેની સામે કાળાબજાર ધારા પ્રમાણે કડક જોગવાઈ કેમ ન કરી.

માર્કેટિંગ યાર્ડના વેપારીઓને હઠાવીને હવે કંપનીઓને વેપાર કરવાની છૂટ આપી છે. એપીએમસી બંધ ન થાય તેવું રક્ષણ કેમ ન કર્યું.

APMC એકટ હટાવવાથી મોટી મોટી કંપનીઓ ગેમ ત્યાંથી ગમે તેટલો માલ ખરીદી શકશે, ઈચ્છા મુજબ ચાહે એટલો માલનો સંગ્રહ કરી શકશે. એમાં સરકારનો કોઈ કંટ્રોલ કમ ન રાખ્યો.

25 – 50 કંપનીઓ સાથે મળી એની ઈચ્છા મુજબ ભાવ આપી માલ ખરીદી લેશે. પછી તેનો વેચાણ ભાવ પણ કંપનીઓ નકકી કરશે. આમ ખરીદી અને વેચાણમાં શોષણ થશે. તે અટકાવવા માટે કેમ કોઈ જોગવાઈ ન કરી.

ખેડૂત કંપની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરી શકશે નહીં. આવું કેમ કર્યું તમે.

20 – 25 વર્ષના કરાર ખેતર ભાડે લઈને કરશે. ખેડૂતોના ખેતર પર કંપનીઓ શરતોને આધીન લૉન ઉપાડશે. તેની તો સ્પષ્ટતા કરો.

ઉત્તર ગુજરાતના ખેડૂતોનો કિસ્સો જગ જાહેર છે. પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર 4.5 કરોડનો દાવો કર્યો. ત્યારે કેમ તમારી સરકાર ખેડૂતોની મદદને ન આવી.

માલ ખરીદનાર કંપની છે. એટલે બિલ આપશે. એટલે જીએસટી લાગશે જીએસટી પછી ખેડૂતો ઇન્કમટેક્ષના દાયરામાં આવશે. એટલે અત્યાર સુધી ઇન્કમટેક્ષ મુક્ત રહેલું ખેતી ક્ષેત્ર હવે ઇન્કમટેક્ષના દાયરમાં આવી જશે. તે અંગે કેમ કંઈ કહેતા નથી.

કાયદાથી સરકારે આ કંપનીઓને છૂટો દોર આપ્યો છે. કંપનીઓ પર કંટ્રોલ કરવાની જગ્યાએ ખેડૂતો પર કંટ્રોલ કરી દીધો છે. સરકારનો આ કંપનીઓ ઉપર કોઈ કંટ્રોલ કેમ નથી.

ઓછામાં ઓછા આટલા ભાવ ખેડૂતોને આપવા જ જોઈએ આવી કોઈ જોગવાઈ આ કાયદામાં કેમ નથી.

કોઈ વાંધો પડે તો ખેડૂત કંપની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરી શકશે નહીં, એવી જોગવાઈ શા માટે .

કંપનીઓ ધારશે ત્યારે કરાર રદ્દ કરી શકશે. ને ખેડૂત એવું નહિ કરી શકે. કેમ આવું.

કરાર કરી કંપનીઓ ખેતર ભાડે લઈને કરશે. ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતને નવરો કરી દેશે. ખેડૂતના જ ખેતરમાં ખેત મજુર થઈ ને રહી જશે એ વાત સાચી.

સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે અને ગરીબો રાસન લેવા કંપનીઓ પાસે જશે.

ભગવા અંગ્રોજો કરતાં ધોળા અંગ્રેજો સારા હતા, એવું આ કાયદાથી થયું હોવા છતાં કાયદા રદ કેમ કરતાં નથી.

રૂપાલાએ એમએસપી અંગે જણાવ્યું હતું કે, કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે.

વર્ષ 2020-21 માં ડાંગરની MSP રૂ.1,868, ઘઉંની રૂ.1,925, અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSPથી ખરીદીનો ભાવ રૂ.5,275, રાયડાની રૂ,4,650 પ્રતિ કવિન્ટલ છે. ભાજપાની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSPમાં અંદાજીત 40% જેટલો વધારો કર્યો છે.

દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં રૂ.15 હજાર કરોડની ટેકાના ભાવથી ખરીદી કરી છે.

છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ડાંગર અને ઘઉં રૂ.8 લાખ કરોડ, 112 લાખ મેટ્રિક ટન કઠોળની MSPથી ખરીદી કરવામાં આવી છે.