અમદાવાદમાં 850 મોત, કઈ હોસ્પિટલમાં કેટલાં મોત થયા ?

અમદાવાદ, 16 મે 2020

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજયા છે. આ વાસ્તવિકતા છે .

કોરોનાથી મૃત્યુના આંકડાનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે શહેરની સિવિલ હોસ્પિટલમાં એસવીપીની સરખામણીમાં ત્રણ ગણા મૃત્યુ થઈ રહ્યા છે . તે ચિંતાજનક છે . એસવીપીમાં અત્યાર સુધી 106 દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે . જયારે સિવિલમાં 306 દર્દીઓ મૃત્યુ પામ્યા છે .

આમ ક્યાંકસિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણના દર્દીઓની સારવારમાં ખામી હોય તેવું જણાય છે. મોત થવાના કારણો તપાસ કરી સુધારવું અનિવાર્ય છે , શહે૨ માં 850 દદીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે , જે પૈકી ત્રણ મોટી સરકારી હોસ્પિટલમાં 434 દર્દીઓના મોત થયા છે જે સરકારી હોસ્પિટલમાં સારવારની સ્થિતિ પર પ્રશ્ન ઉભો કરે છે , તેનાથી શહેરની સરકારી હોસ્પિટલોમાં ઉત્તમકક્ષાની સારવાર અપાય અને દર્દીઓના જીવ બચાવાય તે જરૂરી છે .