867 સુપર બજારને હોમ ડિલીવરી માટે મંજૂરી

નગરો-મહાનગરોમાં મળીને કુલ 867 સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે 3511 વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે. રાજ્યમાં 16043 કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે 864 ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે.

સેલ્ફ સેફટી માટે  N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સેલ્યુઝ પ્રોડકટસ ચાંગોદર દૈનિક 25 હજાર માસ્કનું ઉત્પાદન કરે છે.

રાજ્યમાં ચાર મહાનગરોમાં ડેડીકેટેડ કોરોના-કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. હવે રાજ્યના 29 જિલ્લામથકોએ 100 બેડની આવી કોવિડ હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ટૂંક જ સમયમાં આગામી 4-5 દિવસમાં શરૂ થશે.

રાજ્યમાં લોકડાઉનની 13માં દિવસની સ્થિતીની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં સોમવારે 199 લાખ લીટર દૂધની આવક અને 46 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.

65 હજાર કવીન્ટલ શાકભાજીનો જે આવરો થયો છે તેમાં બટાટા 17 હજાર, ડુંગળી 18 હજાર અને અન્ય લીલા શાકભાજી 25 હજાર કવીન્ટલ છે. 399 કવીન્ટલ સફરજન, 1318 કવીન્ટલ કેળાં અને 12 હજાર અન્ય ફળફળાદિ સાથે 14 હજાર કવીન્ટલ ફળોની આવક થઇ છે.

8 મહાનગરો અને 162 નગરપાલિકાઓના 1406 વોર્ડઝમાં ડોર ટુ ડોર કલેકશન, શેરી સફાઇ વગેરે માટે 40 હજારથી વધુ સફાઇકર્મીઓ ફરજરત છે.

બે ટાઇમ ભોજન પુરૂં પાડવા સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી અત્યાર સુધીમાં 51 લાખ ફૂડ પેકેટસ વિતરણ થયા છે.