વલસાડના ધમપુરમાં ૨ શખ્સે સાથે એક કાર ઝડપાઈ જેમાં ૧૩.૮૦ લાખ રૂપિયાના ચલણી સિક્કા મળી આવ્યા છે. સ્થાનિક પોલીસે સિક્કા બાબતે પુર્ચ્પ્ચ કરતા બંને શખ્સો યોગ્ય જવાબ નાં આપી શકતા બંને શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ કારમાં થી ૬૯ કોથળામાં ૧૩,૮૦,૦૦૦ ના ભારતીય ચલણના સિક્કા મળી આવ્યા છે. જે વલસાડ થી સુરત લઈ જવામાં આવી રહ્યા હતા.
બંને આરોપી તેમજ સિક્કા ભરેલા કોથળા અને બોલેરો જીપ પોલીસે જપ્ત કરી છે. જો કે, સિક્કાની હેરાફેરી કરવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવે એમ છે.