સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી  આશાનું સોનેરી કિરણ 

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત  વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બે વર્ષ સુધી મલ્ટીપલ ઉત્પાદન કરીને ખેડૂતો તેને પોતાના ખેતરમાં ઉગાડી શકશે.

સોરઠ ગોલ્ડ

30 ટકા વધું ઉત્પાદન

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધન ડાયરેક્ટર ડો. વી પી ચોવટીયાએ જણાવ્યું હતું કે, 50 ટકા તેલ છે. ચોમાસામાં ઉભડી પ્રકારની સોરઠ ગોલ્ડ – જીજે 35 જાત ડોડવાનું સરેરાશ ઉત્પાદન 3177 કિલો આપે છે. સોરઠ ગોલ્ડ જીજે 7 જાત 2452 કિલોનું ઉત્પાદન આપે છે. તેના કરતાં 29.54 ટકા વધું ઉત્પાદન ગોલ્ડ આપે છે. સામજાત જીજેજી 9 2471 કિલો ઉત્પાદન આપે છે, જેનાથી સોરઠ ગોલ્ડ 28.59 ટકા વધું ઉત્પાદન આપે છે. ટીજી 37એ જાત 2758 કિલો ઉત્પાદન આપે છે, જેના કરતાં સોરઠ ગોલ્ડ 15.17 ટકા વધારે ઉત્પાદન આપે છે. દાણા, તેલ અને છોડ દીઠ ડોડવા વધું છે.

પાન ખાનારી ઇયળનો મુકાબલો કરે છે

પાન ખાનારી ઇયળથી થતું નુકસાન ઓછું થાય છે. સોરઠ ગોલ્ડ જાતમાં પાનના ટપકા, ગેરું, થડનો સુકારો, ઉગસુક રોગોનું પ્રમાણ બીજી જાતો જેટલું છે.

સોરઠ કિરણ

14 ટકા વધું ઉત્પાદન

એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન 2800 કિલો છે. જે જીજેજી 22 જાત 2459 કિલોનું ઉત્પાદન આપે છે, તેનાથી સોરઠ કિરણ જાત કરતાં 13.85 ટકા વધું છે. જીજી 20 જાત 2390 કિલોનું ઉત્પાદન આપે છે, જે કિરણ કરતાં 17.17 ટકા વધું છે. દાણાનું ઉત્પાદન તથા તેલનું ઉત્પાદન વધું છે. વળી દરેક છોડ દીઠ ડોડવાની સંખ્યા પણ વધું છે.

ઇયળ સામે પ્રતિકાર કરે છે

પાન ખાનારી ઇયળથી થતું નુકસાન કિરણમાં ઓછું થાય છે. રોગ સામે પ્રતિકાર શક્તિ છે. પાનના ટપકાનો રોગ, ગેરુંનો રોગ, થડના સુકારાનો રોગ અને ઉગસુકના રોગ બીજી જાતોની જેમ પ્રતિકાર કરે છે.

સરેરાશ 540 કિલો વધું ઉત્પાદન

ગુજરાતમાં 2020-21ના ચોમાસાના મગફળીનું સરેરાશ ઉત્પાદન 2637.34 કિલો એક હેક્ટર દીઠ મળવાનો અંદાજ કૃષિ વિભાગે જાહેર કર્યો છે. જેનાથી સોરઠ ગોલ્ટ 540 કિલો વધું ઉત્પાદન આપે છે. જે 17 ટકા વધું છે. આમ જો ગુજરાતના ખેડૂતો સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરે તો સરેરાશ 10 ટકા ઉત્પાદન પણ વધે તો 3 હજાર કરોડ રૂપિયાનો ફાયદો મળી શકે તેમ છે. ગયા ચોમાસામાં 20.72 લાખ હેક્ટરના વાવેતરમાં 54.65 લાખ ટન મગફળીના ઉત્પાદનની ધારણા હતી.

27થી વધીને 30 હજાર કરોડની મગફળી પાકી શકે

એક કિલોના હાલના ભાવ રૂપિયા 50 ગણવામાં આવે તો 2020-21માં એક એકરે રૂપિયા 1.32 લાખનું ઉત્પાદન થયું હોવાની સરકારી ધારણા છે. તે હિસાબે રાજ્યનું મગફળીનું કુલ ઉત્પાદન 54.65 લાખ ટન ભાવ રૂ.50 ગણતાં 550 કરોડ કિલોના રૂપિયા 27 હજાર કરોડનું ઉત્પાદન થયું હોઈ શકે છે. જેમાં 50 ટકા વિસ્તારમાં ગોલ્ડનું વાવેતર થાય તો 10 ટકાના ઉત્પાદન વધારા સાથે 2.70થી 3 હજાર કરોડનું ઉત્પાદન સીધું વધી જાય તેમ છે.

MAGFAL
MAGFAL

મગફળી ખાવાના ફાયદા

મગફળીમાં ફાયદો કરે એવા ફેટ્સ હોય છે, કોલેસ્ટ્રોલ, બ્લડ સર્ક્યુલેશન, લોહીની ઉણપ, ઉધરસ, ભૂખ ઓછી કરે, સાંધાના દુ:ખાવો, એનિમિયા, સુગર સંતુલિત કરીને વજન ઘટાડે છે. પેટની સમસ્યા, પાચન, કબજિયાતમાં રાહત.

ચામડી માટે

ચામડીના રોગો માટે કામ આવતું ઓમેગા – 6 ફેટી એસિડ મગફળીમાં હોય છે. ભારે નાસ્તો કર્યા પછી મગફળી ખવાય તો સુગરને અંકૂશ કરે છે. ચામડીના સેલ્સ માટે સારી, ચહેરાની રેખા ન પડે, રંગ જાળવે, ચમક રાખે, કરચલી વધતી નથી.

દૂધના માખણના બદલે મગફળીનું માખણ વાપરવાથી અનેક ફાયદા છે.

બદામના બધા ગુણ છે.

પલાળેલી મગફળી બાળકોને ખવડાવવાથી યાદ શક્તિ વધે છે.

હૃદયની બીમારી સામે ફાયદો કરે છે, સ્નાયુઓને મજબૂત કરે છે.

આંખોની રોશની સારી રહે છે. આંખો માટે સારું બીર્ટ કેરોટીન છે.

દાણા એનર્જીનો મોટો શ્રોત છે, નિયમિત 20-25 દાણા ખાવાથી મોટો ફાયદો થાય છે.

ખારી સીંગ ખાવાથી તુરંત મૂડ આવે છે.

મગજને ક્રિયાને સક્રિય રાખતું વિટામિન-બી 3 વધારે છે, જે યાદશક્તિ સારી બનાવે છે.

એન્ટિઓક્સીડેન્ટ્સ રોગ પ્રતાકાર શક્તિ વધારે એટલું હોય છે.

ગર્ભવતી મહિલાને માટે સારો ખોરાક છે.

મગફળીના દાણાને પાણીમાં પલાળી ખાવાથી ન્યુટ્રીએંટસ શરીરમાં પચી જાય છે.

પીઠના દુ:ખાવામાં સવારે પલાળી મગફળી ખાવાથી રાહત.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

તત્વો

આયરન, કેલ્શિયમ, જિંક, વિટામિન ઈ, વિટામિન બી-6, નીયાસીન, ફોલેટ, ઓમેગા-6, ઈંડા કરતા વધુ પ્રોટીન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, સેલેનિયમ છે. દાણામાં 426 કેલેરી, 5 ગ્રામ કોર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન, 35 ગ્રામ વસા છે.