એ ટીમ ભાજપ છે, તેની બી ટીમ 6 પક્ષો છે, જેમાં કોંગ્રેસ પણ બી ટીમ છે

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે. કોંગ્રેસની કોઈ બી ટીમ નથી, કારણ કે ગુજરાતના લોકો કહે છે કે ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષો, કોંગ્રેસને મોટું નુકશાન કરશે. ભાજપ શહેરી વિસ્તારમાં જીત મેળવશે. પણ ગ્રામ્ય વિસ્તારમાં હારના ભયના કારણે અન્ય પક્ષોને આગળ કરી રહી હોવાનો આરોપ છે.

પાર્ટીઓને પ્રોત્સાહન આપીને જીતની બાજી તેની તરફ વધારવા માગે છે. જેમાં આદમી પાર્ટી, બીએસપી, એસપી, શિવસેના, એનસીપી કે ઓવૈસીના પક્ષો છે. જે ભાજપને નહીં પણ કોંગ્રેસને નુકશાન કરશે. કોંગ્રેસ માટે અપક્ષો પણ મોટો પડકાર છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદીયાએ ગુજરાતના વિવિધ શહેરોમાં રોડ-શો કર્યો છે. કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. આમ આદમી પાર્ટીએ રાજ્યની મહાનગરપાલિકામાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે। એનસીપીએ પણ ઉમેદવારો ઉભા કર્યા છે. સમાજવાદી પાર્ટી અને બીએસપીના ઉમેદવારો ઉભા છે.

ભરૂચના ધારાસભ્ય છોટુ વસાવાએ ઓવૈસીની પાર્ટી સાથે જોડાણ કરીને ચોક્કસ સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે જે સરવાળે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનું કામ કરી શકે છે. તેમની ઓલઇન્ડિયા મજલીસ એ ઇત્તિહાદુલ મુસ્લીમીન એટલે કે એઆઇએમઆઇએમ પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ અને કોંગ્રેસના બળવાખોરો આ પાર્ટીઓમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે. શિવસેના તમામ બેઠકો પર નહીં પણ ચોક્કસ સ્થાનો પર ચૂંટણી લડી રહી છે.

કેટલીક પાર્ટીના નેતાઓ ભાજપના સંપર્કમાં છે, તેઓને કોંગ્રેસના ગઢ ગણાતી બેઠકો પર ઉમેદવારો ઉતારેલા છે.