ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ
24 રાજ્યોના 151 જિલ્લાઓએ ફોર્ટિફાઇડ ચોખા ઉઠાવ્યા હતા; 6.83 એલએમટીનું વિતરણ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બીજા તબક્કામાં કરવામાં આવ્યું હતું
બીજા તબક્કામાં આઇસીડીએસ અને પીએમ પોષણ હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ 7.36 એલએમટી જથ્થો ઉપાડ્યો
આદરણીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ પર ભારત સરકારની દરેક યોજનામાં ફોર્ટિફાઇડ ચોખાના પુરવઠાની જાહેરાત કરી હતી
એક જ વર્ષમાં ફોર્ટિફાઇડ ચોખા માટે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ચોખાની મિલોની સંખ્યા 2690થી વધીને 9000 થઈ હતી
નવી દિલ્હી, તા.11-08-2022
ગુજરાતમાં સિકલસેલ અને એનિમિયા રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ચોખાનાં ફોર્ટિફિકેશન કાર્યક્રમના બીજા તબક્કામાં લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (ટીપીડીએસ) હેઠળ 24 રાજ્યોના 151 જિલ્લાઓએ ફોર્ટિફાઇડ ચોખા કેન્દ્રની એજન્સી પાસેથી લીધા છે. 1 એપ્રિલ, 2022થી શરૂ થયેલા આ તબક્કા અંતર્ગત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લગભગ 6.83 એલએમટીનું વિતરણ કરવામાં આવ્યું છે. પોષણ યોજના હેઠળ 7.36 એલએમટી જથ્થો લીધો છે. બીજા તબક્કામાં લગભગ 52 ટકા જિલ્લાઓએ અનાજ ઉપાડી લીધું છે.
અત્યાર સુધીમાં 17.51 એલએમટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોખાના ફોર્ટિફિકેશનનો સમગ્ર ખર્ચ વાર્ષિક આશરે રૂ. 2,700 કરોડનો છે અને તે કેન્દ્ર સરકાર ભોગવે છે. અનાજ કે દાળના લોટમાં પોષક તત્વો ઉમેરવા માટેના ચોખા મીલનો ખર્ચ 35થી 65 લાખ સુધી આવે છે.
એનિમિયાને દૂર કરવા અને શરીરમાં રહેલા આયર્ન સ્ટોર્સ સુધારવા માટે ફોર્ટિફાઇડ ચોખાની અસર અંગે ગુજરાતમાં તપાસ કરવામાં આવી હતી.
ગુજરાતમાં વર્ષ 2018-19માં 6-12 વર્ષની વયના 973 બાળકો જે શાળામાં મધ્યાહન ભોજન લેતા હતા. તેમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સરેરાશ હિમોગ્લોબિનમાં 0.4 ગ્રામ પ્રતી ડેસિલિટરનો વધારો થયો હતો. એનિમિયાના વ્યાપમાં 10% ઘટાડો થયો હતો. ફોર્ટીફાઈડ ચોખામાં વિટામિન ડી3,બી-12,આયર્ન તેમજ વિટામિન-A રાઈસ મીલમાં ઉમેરવા પ્રક્રિયા કરાય છે.
ફોર્ટિફાઇડ ચોખા એટલે કે ફોર્ટિફિકેશન એ ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ (એફઆરકે)ને ઉમેરવાની પ્રક્રિયા છે. જેમાં એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત સૂક્ષ્મ પોષકતત્ત્વો (આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી12)ને સામાન્ય ચોખામાં 100 કિલો કસ્ટમ મિલ્ડ ચોખા સાથે 1 કિલો એફઆરકેનું મિશ્રણ કરવામાં આવે લ છે. ફોર્ટિફાઇડ ચોખા લગભગ સુગંધ, સ્વાદ અને પોતમાં પરંપરાગત ચોખા જેવા જ હોય છે.
ચોખાની મિલિંગ વખતે ચોખાની મિલોમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. ચોખાના પોલિશિંગ વખતે નાશ પાંમેલા વિટામિન B12, B1, B6 અને વિટામિન E ના સ્થાને આયર્ન, ઝિંક, ફોલિક એસિડ, વિટામિન B12, વિટામિન A, જેવા તત્વોને ઉમેરવામાં આવે છે.
ચોખાનું ફોર્ટિફિકેશન એ ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ (ટીએટી) સાથે આહારમાં વિટામિન અને ખનીજનું પ્રમાણ વધારવા માટે એક ખર્ચ-અસરકારક અને પૂરક વ્યૂહરચના હોવાનું જણાયું છે. તે પોષક સુરક્ષા તરફનું એક પગલું છે. દેશમાં એનિમિયા અને કુપોષણ દૂર કરવા મદદ કરે છે. આ વ્યૂહરચના વિશ્વના ઘણા ભૌગોલિક વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે.
પ્રાયોગિક યોજનાને ત્રણ વર્ષના ગાળાની હતી. શરૂઆત 2019-20થી થઈ છે. આ યોજના માટે કુલ રૂ. 174.6 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય (MOCAFPD)નું 2018-19નું ખર્ચ અંદાજ ચોખા, ઘઉં અને દૂધના ફોર્ટિફિકેશન માટેનું કુલ વાર્ષિક બજાર રૂ. 3,000 કરોડથી વધુ છે.
ગુજરાતમાં ઘઉં આપો
ઘઉંના લોટમાં પણ ફોર્ટિફિકેશન થઈ શકે છે. પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 2021 માં ધોરણ 1 થી 8 સુધીના 51 લાખથી વધુ બાળકો માટે લગભગ 20,000 મેટ્રિક ટન ફોર્ટિફાઇડ ચોખાની જરૂરિયાતની સામે, રાજ્ય ચોખા ઉત્પાદક રાજ્યો પંજાબ અને હરિયાણામાંથી માત્ર 16,000 મેટ્રિક ટન ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરી શક્યું હતું. તેથી ગુજરાત સરકારે 2022માં 20 હજાર મેટ્રિક ટન ચોખાને બદલે ઘઉંની માંગ કરી હતી.
દેશમાં ઘઉંનો સરેરાશ માસિક માથાદીઠ 4,288 કિગ્રા (ગ્રામીણ) અને 4,011 કિગ્રા (શહેરી) વપરાશનો છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં વધુ ઘઉં વપરાય છે.
એકલા ફોર્ટિફાઇડ ચોખા રૂ. 1,700 કરોડનું ખાતરીપૂર્વકનું બજાર બનાવશે કારણ કે તેની પ્રક્રિયા અન્ય વસ્તુઓ કરતાં મોંઘી છે.
ગુજરાતને દર મહિને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા કેન્દ્રની યોજનામાં મળતા હતા, જે 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા કરાયા હતા. તેથી ગુજરાતે વિરોધ કર્યો હતો.
15 મી ઓગસ્ટ, 2021માં 13.67 એલએમટીની ફોર્ટિફિકેશનને મિશ્રણ કરવાની ક્ષમતા સાથે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ચોખાની મિલોની સંખ્યા 2690 હતી. જે હવે વધીને દેશની 9000 ચોખા મિલો થઈ છે. સંચિત માસિક ઉત્પાદન ક્ષમતા 60 એલએમટી છે એટલે કે ગયા વર્ષથી 4 ગણાથી વધુનો વધારો છે.
માર્ચ, 2023 સુધીમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 175 એલએમટી ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવાનું રહેશે. 2024 સુધીમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDS) અને મધ્યાહન ભોજન સહિત અનેક સરકારી યોજનાઓ હેઠળ પોષણયુક્ત ચોખાનું વિતરણ કરવામાં આવશે.
સંચિત વાર્ષિક ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ ઉત્પાદન ક્ષમતા ગયા વર્ષે 0.9 એલએમટી હતી તે 3.5 એલએમટી થઈ છે.
ફોર્ટિફિકન્ટ્સનાં પરીક્ષણ માટે એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત લેબ્સને ઓગસ્ટ 2021માં 20થી વધારીને 30 થઈ છે.
2020-21થી ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 145.93 એલએમટી ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરવામાં આવી છે.
ફોર્ટિફાઇડ ચોખા (Fortified Rice Kernel)
ફોર્ટિફાઇડ ચોખા એટલે એવા ચોખા, જેમાં શરીર માટે આવશ્યક પોષકતત્વોને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે. ચોખાને ફોર્ટિફિકેશન કરવા માટે ‘એક્સટ્રુઝન’ ને સૌથી સારી ટેકનોલોજી માનવામાં આવે છે. જેમાં એક્સટ્રુડર મશીનનો ઉપયોગ કરીને ફોર્ટિફાઈડ ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે.
એક્સટ્રક્શન ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
એક્સટ્રક્શન ટેકનોલોજીમાં ચોખાના લોટને સુક્ષ્મ પોષકતત્વો સાથે મિશ્ર કરી તેમાં પાણી ભેળવીને હિટીંગ ઝોનમાં ટ્વિન સ્ક્રૂ એક્સટ્રુઝન દ્વારા ફરીથી તેમાં ચોખાના આકાર જેવા કૃત્રિમ ચોખા બનાવાય છે. જેની લંબાઈ 5 એમએમ અને પહોળાઈ 2.2 એમએમ હોય છે.
દેશમાં દર બીજી મહિલા કુપોષિત છે અને દર ત્રીજા બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો નથી. ભારતમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ છે. ગ્લોબલ હંગર ક્રમાં 107 દેશોમાં ભારત 94માં સ્થાન પર છે.
ભારતમાં દર મહિને પ્રતિ વ્યક્તિ 6.8 કિલો ચોખાનો વપરાશ થાય છે. આ કારણોસર ગરીબોને પોષણયુક્ત ચોખાનું વિતરણ કરીને કુપોષણને દૂર કરી શકાય છે.
ફોર્ટિફિકેશનના માપદંડ
10 ગ્રામને 1 કિલો નિયમિત ચોખા સાથે મિશ્ર કરવામાં આવે છે.
પોષકતત્વો
પોષકતત્વો ઉમેરવાના રહેશે. આયર્ન (28 mg-42.5 mg), ફોલિક એસિડ (75-125 microgram) અને વિટામીન B-12 (0.75-1.25 microgram). 1 કિલો ચોખામાં ફોર્ટિફાઈડ ઝિંક (10 mg-15 mg), વિટામીન A (500-750 microgram RE), વિટામીન B-1 (1 mg-1.5 mg), વિટામીન B-2 (1.25 mg-1.75 mg), વિટામીન B-3 (12.5 mg-20 mg) અને વિટામીન B-6 (1.5 mg-2.5 mg) હોવા જોઈએ.
1 કલાકમાં 4-5 ટન ફોર્ટિફાઈડ ચોખાનું ઉત્પાદન કરવા માટે 15-20 લાખ રૂપિયાની જરૂરિયાત રહે છે.
ફોર્ટિફિકેશનનો ખર્ચ શું હશે?
ત્રણ સુક્ષ્મ પોષકતત્વો આયર્ન, ફોલિક એસિડ અને વિટામીન B-12ની સાથે FRKનું ઉત્પાદન કરવા માટેનો ખર્ચ પ્રતિ કિલો 0.60 રૂપિયા છે. ઓળખ માટે ફોર્ટિફાઈડ ચોખાને જ્યૂટ બેગમાં (‘+F’) પેક કરવામાં આવશે. તે બેગ પર “આયર્ન, ફોલિક એસિડ અને વિટામીન B12 સાથે ફોર્ટિફાઈડ” લાઈન લખેલી હોય છે.
આ ચોખા દેખાવમાં જાડા હોવાથી તેમજ તેને રાંધવા દરમિયાન તે ચીકણા થતા હોવાથી અમુક લોકો તેને પ્લાસ્ટિકના ચોખા સમજે છે પરંતુ તેમ હોતુ નથી. પ્લાસ્ટિકના ચોખા હોય તો પાણી ઉપર તરે છે, ફોર્ટિફાઇડ ચોખામાં એવું થતું નથી.