ગુજરાતના ઘરોમાં 3500 ટન સોનું, વર્ષે 100 ટન ખરીદી Adani produces 50 percent of Gujarat’s demand, or 50 tons of gold, in Kutch
અમદાવાદ, 30 ડિસેમ્બર 2025
ઊંચા ભાવના કારણે સોનું લેવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય ઘરોમાં એટલું સોનું પડ્યું છે કે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. બેન્ક મોર્ગન સ્ટેનલીએ અંદાજ લગાવ્યો હતો કે ભારતીય પરિવારો પાસે લગભગ 34 હજાર 600 ટન સોનું પડ્યું છે. હાલની બજાર પ્રમાણે તેની કિંમત લગભગ 5 ટ્રિલિયન ડોલર એટલે કે 450 લાખ કરોડ છે.દેશના લોકોની સરખામણીએ ગુજરાત પાસે 10 ટકા ગણવામાં આવે તો 3500 ટન સોનું હોઈ શકે છે. ફેબ્રુઆરી 2023ની સરખામણીએ ફેબ્રુઆરી-2024માં સોનાની આયાતમાં 154 ટકાનો વધારો થયો. 2023ના ફેબ્રુઆરીમાં ગુજરાતે 5.47 મેટ્રિક ટન સોનું આયાત કરેલું, 20254ના ફેબ્રુઆરીમાં 13.9 મેટ્રિક ટન સોનું ગુજરાતમાં આવ્યું.
2022-23 દરમિયાન 12 મહિનામાં 41.88 ટન સોનાની આયાત સામે, આ વર્ષે 2023-24 માં, એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન, 11 મહિનામાં 78.21 મેટ્રિક ટન સોનું ગુજરાતમાં ખરીદ્યું હતું.
કચ્છમાં અદાણી કંપનની તાંબાની ફેક્ટરી શરૂ થઈ તેમાં વર્ષે 50 ટન સોનું નિકળી રહ્યું છે. તેનો સીધો મતલબ કે ગુજરાતના લોકો સોનું ખરીદે છે તેના 50 ટકા અદાણી તેની ફેક્ટરીમાં પેદા કરી રહ્યાં છે.
દર વર્ષે 800થી 900 ટન સોનું ભારતમાં આયાત થાય છે, જે મોટા ભાગે આભૂષણ ઉદ્યોગ અને રોકાણ માટે વપરાય છે. જેમાં ગુજરાતમાં 10થી 12 ટકા આયાત થાય છે. ગુજરાત વર્ષે 100 ટન સોનું ખરીદતું હોવાનો અંદાજ છે.
વિશ્વમાં આશરે 244,000 મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે. જેમાંથી 187,000 મેટ્રિક ટન સોનું ઉત્પન્ન થયું છે અને 57,000 મેટ્રિક ટન સોનું હજુ પણ ભૂગર્ભમાં છે.
2025માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,500 પ્રતિ ઔંસ (અંગ્રેજી વજન) ભારતીય વજન મુજબ 1,42,700 પ્રતિ 10 ગ્રામ છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારતની GDP હાલમાં લગભગ 4.1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹370 લાખ કરોડ) છે.
2024થી RBI એ આશરે 75 ટન સોનું ખરીદ્યું છે. આનાથી RBI પાસે કુલ સોનાનો ભંડાર 880 ટન થયો છે. સોનાનો હિસ્સો હવે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં આશરે 14 ટકા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના ડેટા મુજબ ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો સોનાનો ખરીદદાર દેશ છે, ચીન 28 ટકા સાથે પ્રથમ સ્થાને છે તો ભારત 26 ટકા સાથે બીજા સ્થાને છે
ઓક્સફર્ડના એક રિપોર્ટ અનુસાર, વિશ્વના 11 ટકા સોનું એકલા ભારતીય પરિવારો પાસે છે. આ અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની અને IMFના કુલ સોનાના ભંડાર કરતાં વધુ છે.
ભારત પછી સાઉદી શાહી પરિવાર સૌથી વધુ સોનાનો માલિક છે. ગ્લોબલ બુલિયન સપ્લાયરના અહેવાલ મુજબ સાઉદી શાહી પરિવારે 1920ના દાયકામાં તેલની કમાણીથી મોટાપાયે સોનું ખરીદ્યું અને સેંકડો ટન સોનાના માલિક બન્યા.
સોનાના માલિકમાં ત્રીજા સ્થાને અમેરિકન રોકાણકાર જોન પોલસન છે. અનેક ટન સોનું ખરીદ્યું હતું. 2011 અને 2013ની વચ્ચે જ્યારે સોનાની કિંમત આસમાને પહોંચી હતી, ત્યારે પોલસને સોનામાંથી 5 અબજ ડોલરની કમાણી કરી હતી.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ઘરમાં રાખેલું સોનું એ બેકાર પૈસા કહી શકાય કારણ કે એ સોનું એક ‘આઇડલ એસેટ’ (એવી સંપત્તિ કે જેનાથી કોઈ કમાણી ન થાય) એવું છે.
ચાંદી 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રૅકોર્ડ તોડતાં 2,54,174ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગઈ હતી.
સોનું 1,40,444 રૂપિયાની સપાટીનો નવો રૅકોર્ડ બનાવ્યો હતો.
અમેરિકા પાસે 8133.5 મેટ્રિક ટન સોનું રિઝર્વ છે.
બીજા સ્થાને જર્મની પાસે 3359.1 મેટ્રિક ટન સોનું છે.
ઇટાલી સોનાના ભંડારમાં ત્રીજા સ્થાને, 2451.8 મેટ્રિક ટન સોનું છે.
ફ્રાન્સ 2,436.97,
રશિયા 2,335.85,
ચીન 2,264.32,
જાપાન પાસે 845.97 ટન સોનું છે.
ભારત 840.76 ટન સોનું છે.
નવમાં નંબરે નેધરલેન્ડપાસે 612.45 ટન,
તુર્કી પાસે 584.93 ટન સોનું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે 2025ના ટોપ 10 સોનાના ઉત્પાદક દેશોની યાદી જાહેર કરી હતી.
સૌપ્રથમ સ્થાન પર ચીન છે, જે 380.2 ટન સોનાનું ઉત્પાદન કરે છે. વિશ્વના 11 ટકા સોનાનું ઉત્પાદન શાંડોંગ, હેનાન અને જિયાંગ્ઝી પ્રાંતમાંથી થાય છે. દેશ ઘરેલુ અને વિદેશી સોનાની સંપત્તિમાં ભારે રોકાણ કરી રહ્યું છે.
બીજા સ્થાન પર 330 ટન સોનાના ઉત્પાદન સાથે રશિયા છે. સાયબેરિયા અને દૂર પૂર્વના વિશાળ ભંડારોએ તેને મજબૂત બનાવ્યું છે. રાજકીય અલગાવને કારણે ખનન પર નિર્ભરતા વધી છે.
284 ટન સોનાના ઉત્પાદન સાથે, ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તેમાં મોટો ભાગ ભજવે છે. અદ્યતન ટેકનિક અને સ્થિર નિયમોથી ઉત્પાદન મજબૂત રહ્યું છે. જૂની ખાણોના વિસ્તરણને 2024માં સહારો મળ્યો છે.
ચોથા સ્થાન પર કેનેડા 202.1 ટન સોનાના ઉત્પાદન સાથે આ યાદીમાં છે. ઓન્ટારિયો, ક્યુબેક અને બ્રિટિશ કોલંબિયા પ્રાંતોમાં સોનાનું ઉત્પાદન વધ્યું છે. મોટી કંપનીઓ સોનાને લાંબી રણનીતિનો ભાગ માનતી છે.
પાંચમા સ્થાન પર અમેરિકા 158 ટન સોનાના ઉત્પાદન સાથે આ યાદીમાં છે. નેવાડા રાજ્ય અહીંનું સોનાનું કેન્દ્ર છે. અમેરિકન ઉત્પાદકોને સોનાની ઊંચી કિંમતોનો લાભ મળ્યો છે, જેના કારણે એક્સપ્લોરેશનમાં રોકાણ વધ્યું છે.
છઠા સ્થાન પર ઘાના 140.6 ટન સોનાના ઉત્પાદન સાથે આ યાદીમાં છે. આફ્રિકાનો સૌથી મોટો સોનાનો ઉત્પાદક છે, મોટા ખાણો અને નાના સ્તરના કામોથી સોનાનું ઉત્પાદન થાય છે. સરકાર કારીગર ખનનને કાયદેસર બનાવવાની અને વિદેશી રોકાણ લાવવાની સુધારાઓ કરી રહી છે.
140.3 ટન સોનાના ઉત્પાદન સાથે મેક્સિકો આ યાદીમાં સાતમા સ્થાન પર છે. સોનોરા, જાકાટેકાસ અને ગ્યુરેરો જેવા વિસ્તારોમાં જૂની ખાણો મજબૂત રીતે ચાલી રહી છે. સારી ભૂગોળ અને કુશળ મજૂરોનો લાભ મળ્યો છે.
આઠમા સ્થાન પર ઇન્ડોનેશિયા છે, જે 140.1 ટન સોનાના ઉત્પાદન સાથે આ યાદીમાં છે. પાપુઆની ગ્રાસબર્ગ ખાણ અહીંનું મુખ્ય કેન્દ્ર છે. દેશે ખનનમાં સ્થાનિક ભાગીદારી વધારી છે, જેના કારણે રોકાણ પ્રભાવિત થયું છે, પરંતુ શુદ્ધ સોનાના નિકાસથી આવક અને વિદેશી મુદ્રા વધ્યા છે.
નવમા સ્થાન પર પેરુ છે, 136.9 ટન સોનાના ઉત્પાદન સાથે આ યાદીમાં છે. રાજકીય અસ્થિરતા અને વિરોધ પ્રદર્શનોથી આંચકો લાગ્યો છે. અહીં સોનાનો ઉદ્યોગ અર્થતંત્રનો મજબૂત સ્તંભ છે. કાજામાર્કા અને લા લિબર્ટાડ જેવા વિસ્તારો મુખ્ય છે.
દસમા સ્થાન પર ઉઝબેકિસ્તાન છે, જ્યાં 132 ટન સોનાનું ઉત્પાદન થાય છે. અહીં નાવોઈ માઇનિંગ જેવી સરકારી કંપનીઓ ઉત્તમ કામગીરી કરી રહી છે. દેશ આધુનિકીકરણ અને વિદેશી ભાગીદારીથી પોતાની ખનિજ સંપત્તિનો લાભ લઈ રહ્યો છે. હાલ ટોપ 10 સોનાના ઉત્પાદક દેશોની આ યાદીમાં ભારત સામેલ નથી.
ગુજરાતી
English





