કોરોના પછી ગુજરાતના લોકોની ઉંમર 70 વર્ષથી ઘટીને 67.5 વર્ષ થઈ ગઈ

After Corona, the age of the people of Gujarat has come down from 70 years to 67.5 years कोरोना के बाद गुजरात के लोगों की उम्र 70 साल से घटकर 67.5 साल हो गई

દેશમાં સરેરાશ અઢી વર્ષની ઉંમર ઘટી છે

રૂપાણી સરકાર અને મોદી સરકાર કોરોનામાં લોકોના આરોગ્ય જાળવવામાં નિષ્ફળ રહ્યાં

દિલ્હી, 21 જૂલાઈ 2024
ગુજરાતના લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું જે હવે અઢી વર્ષ ઘટીને 67.5 વર્ષનું થઈ ગયું છે.
એકેડેમિક જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે કોવિડ રોગચાળો વૃદ્ધ ભારતીયો ધરાવે છે. તે સમયે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતીને ઓળખવામાં અને લોકોને આરોગ્ય સેવા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યાં હતા. જેના કારણે ગુજરાતમાં માણસોના મોતનું પ્રમાણ વધ્યું છે અને માણસની સરેરાશ ઉંમર અઢી વર્ષ ઘટી છે. આ અત્યંત ગંભીર બાબત છે.

કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું. 20 વર્ષમાં  ગુજરાતના લોકોના સરેરાશ આયુષ્યમાં 4 વર્ષનો વધારો થયો હતો. દેશમાં 11 માં ક્રમે ગુજરાત છે. પુરુષનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 73 વર્ષ હતું. હવે તેમાં ઘટાડો થયો છે.

2020માં કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતમાં લોકોની ઉંમરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતમાં 2019 થી 2020 સુધીના આયુષ્યમાં સરેરાશ 2.6-વર્ષનો ઘટાડો જોવા મળ્યો છે. પુરૂષો 2.1 વર્ષની સરખામણીએ સ્ત્રીઓની 3.1 વર્ષ ઉંમર ઘટી ગઈ છે.

14 રાજ્યોના 23 ટકા પરિવારોનું વિશ્લેષણ કરીને આ અંદાજ રજૂ કર્યો છે.

2019ની સરખામણીએ 2020માં મૃત્યુ નોંધણીમાં લગભગ 4 લાખ 74 હજારનો વધારો થયો છે.

મૃત્યુદર યુવાન વ્યક્તિઓ અને સ્ત્રીઓમાં વધુ છે.

કોરોના રોગચાળાની ભયંકર પરિસ્થિતિને કોઈ ભૂલી શક્યું નથી. ગુજરાતમાં લોકો ટપોટપ મરી રહ્યાં હતા.
2019 થી 2020 દરમિયાન 29 માંથી 27 દેશોમાં જન્મ સમયે આયુષ્યમાં ઘટાડો થયો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 2.2 વર્ષ અને લિથુઆનિયામાં 1.7 વર્ષ પુરૂષોના ઓછા થઈ ગયા છે.
ઘટાડો મુખ્યત્વે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદરમાં વધારો અને સત્તાવાર COVID-19 મૃત્યુને કારણે થયો હતો.
2019ની સરખામણીમાં 2020માં મૃત્યુ નોંધણીમાં 4.74 લાખનો વધારો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2018 અને 2019માં મૃત્યુની નોંધણીમાં અગાઉના વર્ષોની સરખામણીમાં અનુક્રમે 4.86 લાખ અને 6.90 લાખનો વધારો થયો છે. સાયન્સ એડવાન્સ સ્ટડીમાં ગત વર્ષ કરતાં 2020માં આશરે 11.9 લાખ મૃત્યુનો ઊંચો મૃત્યુ દર નોંધાયો હતો.
ભારત સરકારે આ અહેવાલને ફગાવી દઈને ભ્રામક અહેવાલ કહ્યો છે.

બીજો એક અહેવાલ
યુ.એસ. સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME) ના ડેટાની તપાસ કરતા સંશોધકોએ 13 માર્ચ 2024માં જાહેર કર્યું હતું.
કોરોના રોગચાળાએ વૈશ્વિક સ્તરે આરોગ્યને ઘણી રીતે અસર કરી છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલુ રહી છે. તે આરોગ્યની ચિંતા વધારી રહી છે.
હૃદય, ફેફસા અને મગજને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. કોવિડ રોગચાળાએ વિશ્વભરમાં લોકોની સરેરાશ આયુષ્યમાં લગભગ 1.6 વર્ષનો ઘટાડો કર્યો છે. કોવિડની સૌથી ગંભીર આડ અસર છે.
કોવીડની આડઅસર છેલ્લી અડધી સદીમાં જોવા મળેલી કોઈપણ વસ્તુ કરતાં ઘણી વધારે છે.
આ અભ્યાસ વર્ષ 2020-2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. વિશ્લેષણમાં, 204 દેશોમાં લોકોના સ્વાસ્થ્ય પર તેની અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદર પુરુષોમાં 22 ટકા અને સ્ત્રીઓમાં 17 ટકા વધ્યો છે.
2019ની સરખામણીએ 2021માં કોરોના દરમિયાન પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ પાંચ લાખ બાળકોના મોત થયા હતા. IHME સંશોધક હેમવે હેમવે ક્વિ કહે છે કે, વિશ્વવ્યાપી કોરોના રોગચાળાએ વિવિધ દેશોમાં વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ચેતવણી આપી છે.
સંશોધકોનો અંદાજ છે કે કોવિડ 2020-2021 દરમિયાન 15.9 મિલિયન વધારાના મૃત્યુ માટે જવાબદાર હતો.

રાજ્ય મુજબ સરેરાશ આયુષ્ય

  • દિલ્હી – ૭૫.૯ વર્ષ
  • કેરળ – ૭૫.૨ વર્ષ
  • જમ્મુ કાશ્મીર – ૭૪.૨ વર્ષ
  • હિમાચલ પ્રદેશ – ૭૩.૧ વર્ષ
  • પંજાબ – ૭૨.૮ વર્ષ
  • મહારાષ્ટ્ર – ૭૨.૭ વર્ષ
  • તામિલનાડુ – ૭૨.૬ વર્ષ
  • પ.બંગાળ – ૭૨.૧ વર્ષ
  • ઉત્તરાખંડ – ૭૦.૬ વર્ષ
  • આધ્રંપ્રદેશ – ૭૦.૩ વર્ષ
  • ગુજરાત – ૭૦.૨ વર્ષ