[:gj]ભારતના વિજ્ઞાની ડો.કૃષ્ણાએ કોરોનાની રસી તૈયાર કરી દીધી, કોના પર ટ્રાયલ કર્યા ? [:]

[:gj]દુનિયાના અનેક દેશો કોરોનાની રસી શોધવા પ્રયોગો અને દાવા કરી રહ્યાં છે. ભારતના વિજ્ઞાનીએ આવી રસી શોધી કાઢી છે. હવે ભારત કોરોનાને હરાવી શકે એવી સ્થિતીમાં આવીને ઊભું છે. રસીના તમામ ટ્રાયલ પૂરા થઈ ગયા છે. થોડા સમયમાં જ સમગ્ર દુનિયાનો જીવ વચાવી શકે એવી રસી તૈયાર થઈ ચૂકી છે.

ભારતે આ રસીનું નામ કોરો-વેક નામ આપ્યું છે. ભારત બાયોટેક કંપનીના અધ્યક્ષ ડો.કૃષ્ણા એલ્લાએ આ રસી તૈયાર કરી નાંખી છે. કૃષ્ણા કહે છે કે, દેશની આ સૌપ્રથમ રસી છે, જે કોરોના વાયરસના ચેપથી બચાવવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ રસીનું નામ કોરો-વેક રાખ્યું છે. તેના ટીંપા નાકમાં નાંખીને લેવામાં આવશે. હવે ભારતમાં ક્યાંય કોરોના નહીં રહે. દવા એટલી અસરકારક છે કે સામાન્ય ફ્લુ થતા પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

ભારત બાયોટેક કંપનીએ રસીના ક્લિનિકલ ટ્રાયલ અમેરિકામાં શરૂ કરી દીધા છે. અમેરિકામાં પ્રાણીઓ અને માણસોમાં ટ્રાયલ એકસાથે થાય છે. જેના કારણે રસીના સુરક્ષા માપદંડોની મંજૂરી લેવામાં વધુ સમય લાગતો નથી. એકવાર અમેરિકામાં સુરક્ષા માપદંડો અંગે મંજૂરી મળી જશે એટલા આ રસીને લોન્ચ કરી દેવાશે.

ઝિકા વાયરસ સામે લડવા માટે ભારત બાયોટેકે દુનિયાને પહેલી રસી આપી હતી. આ જ રીતે H1N1 ઈન્ફ્લુએન્ઝાના ચેપથી પણ બચાવવા માટે આ જ કંપનીએ ખૂબ જ ઝડપથી રસી તૈયાર કરી હતી.

ગુજરાત

આવું જ ગુજરાતના રાજકોટ ખાતે આવેલ જ્યોતિ સીએનસી(Jyoti CNC) એ માત્ર 10 દિવસમાં ‘ધમણ-1’ નામનું વેન્ટિલેટર બનાવ્યું છે. જે માંડ 1 લાખમાં મળે છે.

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો 48 કલાકમાં ખતમ કરી નાંખે એવી દવા શોધી છે. આરએનએ વાયરસ એ વાયરસોને કહેવામાં આવે છે કે જેમના જેનેટિક મટીરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યૂક્લિક એસિડ હોય છે. એચઆઈવી, ડેંગ્યૂ, ઇન્ફ્લુએન્ઝા અને ઝીકા વાયરસ જેવા તમામ વાયરસ સામે કારગર છે.

ચીનમાં કોરોનાની રસી

કોરોના મહામારીથી પીડિત ચીને 17 માર્ચે વાયરસ કોવિડ-19 માટે બનાવેલી રસીનું માનવ પરીક્ષણ શરૂ કર્યુ હતું. જેનાં પરિણામો સકારાત્મક મળી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ પરીક્ષણ માટે કુલ 108 લોકોને પસંદ કરવામાં આવ્યા હતાં. જે વેન્ટીલેટર્સ ઉપર હતાં અને તેમાંથી 14 દર્દીઓએ રસી પરીક્ષણની અવધિ પૂર્ણ કરી લીધી છે. 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રાખીને તેમને પોતાનાં ઘરે પરત પણ મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ હવે સ્વસ્થ હોવાનું કહેવાય છે. આ રસીને ચીનનાં સૌથી મોટા બાયો વોરફેર વિજ્ઞાની ચેન વી અને તેમની ટીમે બનાવી હતી.[:]