દૂધ ક્રાંતિ કરનારા ડો.વર્ગીસ કુરીયન ક્યારેય દૂધ નહોતા પીતા, કારણ કે એમણે દૂધ નહોતું ભાવતું. અમૂલ અને એનડીડીબી દ્વારા દૂધના ઉત્પાદનની શ્વેતક્રાંતિ કર્યા બાદ હવે પશુના પોદળાથી એક નવી ક્રાંતિ શરૂ કરી છે. આ ક્રાંતિથી મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે વધું એક આર્થિક આવક ઊભી કરી શકે તેમ છે. તેના ગુજરાતમાં બે ગામમાં પ્રોયોગો કર્યા હતા, જે સફળ રહ્યાં હતા. આ ક્રાંતિ છાણથી ખેતર સુધીની છે. જે સ્વેતક્રાંતિનું એટલે કે ઓપરેશન ફ્લડનું આખું એક ચક્ર પૂરું કરે છે. આ નવી ક્રાંતિમાં ઘર ચૂલો, છાણની રબડીની આવક અને ખેતરમાં 20-26 ટકા સુધી ઉત્પાદન વધારી શકે એવી અદભૂત સાયકલ એનડીડીબી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે દૂધની ક્રાંતિ સાથે જોડાયેલી છે. સ્વેત ક્રાંતિને આગળ વધારી રહી છે. ગુજરાતના બે ગામમાં તેના પ્રયોગ કરાયા હતા તે સફળ થયા છે. આ આખી યોજનનો અમલ અમૂલ પેટર્ન પ્રમાણે સહકારી સંસ્થા તરીકે શરૂ થશે. ભારત સરકાર રસ લઈ રહી છે. આવતા સિઝનમાં અમલી બનશે.
જે એક બાયોગેસ ક્રાંતિ છે. જો તેનો દરેક પશુ પાલક અમલ કરે તો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 3 કરોડ લોકોને મફત ગેસ મળશે. દીવાબત્તી મફત થશે. છાણની રબડી વેચીને રોજની રૂ.20થી 50 કરોડની આવક કરી શકાશે.
કુદરતી કે નૈસર્ગિક ખેતી
વળી રબડીનો ખેતીમાં તેનો ઉપયોગ કરીને 20થી 26 ટકા સુધી કૃષિ ઉત્પાદન વધારી શકાય તેમ છે. જેનો અબજો રૂપૃયાનો ફાયદો થઈ શકશે. વળી રૂ.600 કરોડના રાસાયણિક ખાતર નહીં વાપરીને એટલી બચત કરી શકાશે. એકદમ કુદરતી કે નૈસર્ગિક ખેતી શક્ય બનશે. આખી એક સાયકલ છે, જે મહિલાઓ દ્વારા સંચાલિત છે. ગોબર ગેસ બનાવીને તેમાંથી નિકળતી છાણની રબડીને વેચીને મહિલાઓ 3 પશુએ રોજના રૂ.100 કમાઈ શકે છે. આ નવી ક્રાંતિ મહિલાઓ દ્વારા થઈ રહી છે. જેનું આખું માળખું એનડીડીબીએ તૈયાર કરી નાંખ્યું છે જેનો અમલ અમૂલ કરશે. કોરોના રોગચાળો હળવો થાય એટલે હવે થોડા દિવસોમાં અમલ શરૂ થશે.
ખેતરની નવી ક્રાંતિ
ડો.કુરીયને આખું જીવન એક અજાણી જગ્યા પર વિતાવેલું હતું. સેવેલા સ્વપ્નનું ભારત ઘડવા માટે તેમણે દિવસ-રાત કામ કર્યું હતું. દેશ આઝાદ થયો ત્યાર પછી તરત તેમનું કામ ચાલુ થયું. તેમનું સ્વપ્ન હતું કે ભારત ભૂખ અને ગરીબીમાંથી છુટકારો મેળવીને સમગ્ર વિશ્વના રાષ્ટ્રોમાં અગ્રણી રાષ્ટ્રનું સ્થાન મેળવે. એ દિવસો હવે આવી રહ્યાં છે. કારણ કે દૂધથી ઘર અને ખેતરની નવી ક્રાંતિ હવે આવી રહી છે.
મહિલાઓની આઝાદી
ગુજરાતમાં દૂધ ક્રાંતિ પછી હવે ગેસ પશુના છાણના ઉદ્યોગની ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે. તેના છાણનો આખો ઉદ્યોગ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં દૂધાળા 2.70 કરોડ પશુમાંથી 99 લાખ ગાય, 1 કરોડ ભેંસ છે. 40 ટકા નકામા છાણને બાદ કરતાં સરેરાશ 10 કિલો છાણ મળી શકે તેમ છે. રોજના 20 કરોડ કિલો છાણ મળી શકે છે. છાણમાંથી હવે નવો બિજનેસ શરૂ થઈ રહ્યો છે. જે શ્વેત ક્રાંતિ જેટલો મહત્વ ધરાવે છે. કારણ કે તે શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલો તો છે, પણ મહિલાઓની આઝાદી સાથે જોડાયેલો છે.
કેવી છે એ ક્રાંતિ ?
(વધું આવતા અંકે)