પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો

જાફરાબાદ, 22 મે 2020

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જાફરાબાદમાં પથ્થરમારો
ખારવા સમાજના આગેવાનોના ઘર પર પથ્થરમારો થયો હતો. ખલાસીઓનો પગાર કાપવાના મુદ્દે કરાયો પથ્થરમારો. પરિસ્થિતી બેકાબૂ બનતા પોલીસે ટીયરગેસના 8 સેલ છોડ્યા હતા. પોલીસે શરૂ કર્યુ કોમ્બિંગ હતું.

બેકાબૂ બનેલાએ ટોળાએ પરિસ્થિતીને કાબૂ કરવા માટે 8થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા.આ સાથે પરિસ્થિતને કાબૂ કરવા માટે એલસીબી, એસઓજી સહિત કોસ્ટ વિસ્તારની પોલીસે કોમ્બિંગ શરૂ કર્યુ હતું.

માર્ચ 2020માં કોમી તોફાનો થયા હતા

12 માર્ચ 2020,ગુરુવારના રોજ અમરેલી જીલ્લાનાં જાફરાબાદમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા સામાન્ય અકસ્માતે વરવું સ્વરૂપ ધારણ કરી લેતા હિન્દુ – મુસ્લિમ સમાજનાં ટોળા સામસામે આવી જઈ પથ્થરમારો કરાયો હતો. બે બજારનાં ટોળાને વિખેરવાં ધસી ગયેલ જાફરાબાદ પોલીસ મથકનાં મહિલા પી.એસ.આઈ. પી.આઈ.તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઉપર પણ પથ્થરમારો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવતાં પોલીસે હળવો લાટીચાર્જ કરી ટોળાને વિખેરવાની કોશિષ કરી હતી.

આ ઘટનામાં કુલ ૫૮ વ્યક્તિઓની ધરપકડ કરી 2000નાં ટોળા સામે ફરીયાદ નોંધવામાં આવેલ છે. આ ઘટના બાદ એસ.પી. તુરત જ જાફરાબાદ દોડી ગયા હતાં. ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર વચ્ચે બંને કોમનાં ટોળાએ સામ સામો પથ્થરમારો કર્યા બાદ સર્જાયેલી તંગદિલી વચ્ચે આજે જાફરાબાદમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી સાંજના જાફરાબાદનાં નેસડી વિસ્તારમાં મુસ્લિમ સમાજનાં ઈમરાન ઉસ્માન મન્સુરીનાં બાઈક સાથે સંદિપ ભીમજીભાઈ શિયાળ સાથેનાં માણસોની કાર અથડાતાં અકસ્માત સર્જાયેલ હતો. અકસ્માત સર્જાયા બાદ બંને કોમનાં આગેવાનો દ્વારા કાવતરૂ રચી રોડ ઉપર ઉતરી આવેલ હતાં. સામાન્ય પ્રજાને ઉશ્કેરી ધાર્મિક લાગણી દુભાઈ તેવાં સુત્રોચ્ચાર સાથે બંને કોમનાં 2000 જેટલા માણસો ટોળાશાહી રૂપે સામ સામે આવી પથ્થરમારો શરૂ કરેલ હતો. ઘટનાની જાફરાબાદ પોલીસને જાણ થતાં મહિલા પી.એસ.આઈ. એચ.એચ. સેગલીયા હાજર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતાં. મહિલા પી.એસ.આઈ.ને અપમાનિત કરી બિભત્સ વર્તન કરી પથ્થરમારો કરી પી.એસ.આઈ.નું હેલ્મેટ તોડી નાખી હેડ કોન્સ. પી.ડી. કલુસરીયાનું પાકીટ પણ ઝુંટવી લેવામાં આવેલ હતું.

પરિસ્થિતિ વણસી ગઈ હતી. ઘટનાની અન્ય પોલીસ મથકોમાં જાણ કરી પોલીસનાં ધાડે ધાડા ઉતારી દેવામાં આવેલ હતાં. પરંતુ તે અરસામાં બેકાબુ બનેલા 2000નાં ટોળાએ પોલીસનાં વાહનો ઉપર પથ્થરમારો કરી મોટી નૂકશાની પહોંચાડેલ હતી. સાથો સાથ જાફરાબાદનાં પી.આઈ. જેઠવા ઉપર પણ ટોળાએ હૂમલો કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડેલ હતી. હેડ કોન્સ. કલસરીયાને પણ પથ્થરમારાથી ઈજા થયેલ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવેલ હતાં. તેમ છતાં પણ ટોળા બેકાબુ બન્યા હતાં. તેથી એકઝીકતયુટીવ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવી પોલીસ દ્વારા બળપ્રયોગ કરી ટોળાને વિખેરવામાં આવેલ હતું. ટોળાને ઉશ્કેરનારા સમાજનાં છ જેટલા આગેવાનો નાસી છુટેલ હતાં. પોલીસ 50 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવેલ હતી.