ગાંધીનગર, 18 મે 2020
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા માટે શક્તિસિંહ નામના ઉંટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી કોંગ્રેસનો મામલો વધારે સ્ફોટક બની રહ્યો છે. સ્થિતી એવી છે કે અહેમદ પટેલના કારણે ગુજરાત કોંગ્રેસના બે ભાગલા થઈ શકે છે. તે માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.
શક્તિસિંહ ગોહીલનો ઊંટ તરીકે ઉપયોગ
કોંગ્રેસના સૂત્ર દ્વારા મળતી વિગતો પ્રમાણે અહેમદ પટેલનું હવે દિલ્હીમાં કંઈ ઉપજતું નથી. કારણ કે અહેમદ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચે મીઠા સંબંધો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જાણી ગયા છે. તેથી તેમને હવે ભરૂચ જિલ્લા પુરતાં સીમિત કરી દીધા છે. પણ અહેમદ પટેલ કોઈ પણ રીતે ફરીથી દિલ્હીના રાજકારણમાં પોતાનો હાથી પગ મજબૂત કરવા તૈયાર છે. જેમાં તેમના જમણા હાથ એવા શક્તિસિંહ ગોહીલનો ઊંટ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. શક્તિસિંહને મજબૂત કરીને અહેમદ પટેલ પોતાનું પલ્લું ભારે કરવા ગંદી રાજરમત રમીને ગુજરાત કોંગ્રેસને ફરી એક વખત મોટું નુકસાન કરવા તૈયાર થયા છે. allgujaratnews.in
ધારાસભ્ય સૂચના આપવી પડી
ભરતસિંહ સોલંકી પણ કોઈ પણ ભોગે રાજ્યસભામાં જવા માંગે છે. તેથી તેમણે શરૂઆતમાં શક્તિસિંહને મત આપવાના નામ નક્કી કરેલા એવા 12 ધારાસભ્યોને બોલાવીને પોતાને મત આપવા માટે કહ્યું હતું. જેની જાણ અહેમદ પટેલને થતાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક બોલાવી હતી અને તેમાં દરેક ધારાસભ્ય સૂચના આપવી પડી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સ્થાને ભરતસિંહ ?
તેમ છતાં કોંગ્રેસના ગંદી રાજરમત બંધ થતી નથી. ભરતસિંહને વિધાનસભાની પેટા ચૂંટણી લડાવીને લઈ જવાની નવી ગેમ શરૂ થઈ છે. તે વિધાનસભામાં જાય તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સ્થાને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે. કોંગ્રેસ પક્ષના નેતા કરીકે કોઈ પાટીદારને જવાબદારી આપવાની પણ ચર્ચા છે. પણ આ બધી કવાયત ભરતસિંહને ગળે ઊતરતી નથી. allgujaratnews.in
શંકરસિંહ અને ભરતસિંહ એક બનશે ?
રાજકીય ચાલમાં એક એવું નવું પરિબળ ઉમેરાયું છે કે, શંકરસિંહ અને ભરતસિંહ એક બને. શંકરસિંહ આમેય નવો પક્ષ બનાવવાની વેતરણમાં છે. તેમાં જો ભરતસિંહનો સાથ મળે તો કોંગ્રેસને તોડીને નવો રાજકીય પક્ષ ગુજરાતમાં બનાવવા માટે કોંગ્રેસના એક નેતા મહેનત કરી રહ્યાં છે.
કોંગ્રેસના બે ભાગલા
આ બધી રાજરમત પાછળ અહેમદ પટેલ કોંગ્રેસના વિલનની ભૂમિકામાં છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને તોડી રહ્યાં છે. તેઓ મોદીને મદદ કરવા માટે જાણીતા છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં પોતાનું ધાર્યું કરાવીને અહેમદ પટેલે મોદીને મદદ કરી છે. અહેમદ પટેલના કારણે મોદી દેશના વડાપ્રધાન બની શક્યા છે. હવે કોંગ્રેસના બે ભાગલા તરફ દોરી જનારા તરીકે અહેમદ પટેલ જવાબદાર બની રહેશે. allgujaratnews.in