[:gj]ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ[:]

[:gj]ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે.

આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહેવાના નિયમ બનાવી શકાય છે. BSNL અને એમટીએનએલને તેના ટેન્ડરમાં ફેરફાર કરવા જણાવવામાં આવ્યું છે. આ આદેશથી Huawei અને ZTEના વેપાર પર ભારે અસર પડશે. દેશના 5G ડિપ્લોયમેન્ટ્સથી આ બંને કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતીય ટેલિકોમ ઇક્વિપમેન્ટનું એન્યુઅલ માર્કેટ 12,000 કરોડ રૂપિયા છે. તેમાંથી એક ચતુર્થાંશ ભાગ પર ચીનનો કબજો છે. બાકીનામાં સ્વીડનની એરિક્સન, ફિનલેન્ડની નોકિયા અને દક્ષિણ કોરિયાની સેમસંગ કંપનીનો સમાવેશ થાય છે. ભારતી એરટેલ અને વોડાફોન બંને જ Huawei અને ZTE સાથે કામ કરે છે.

એક અધિકારીએ જણાવ્યું કે, અમને ટેલિકોમ મેન્યુફેક્ચર તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે ચીન ભારતીય ટેલિકોમ ઇક્વિપમેન્ટનું ઇમ્પોર્ટ નથી થવા દઈ રહ્યુ, પરંતુ પોતાના ટેલિકોમ ગિયરને સબસિડી આપે છે. જેના કારણે ભારતીય બજારમાં તેમના ભાવ ઓછા થઈ જાય છે. પરિણામે એવું બને છે કે, સ્વદેશી ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર આગળ નથી વધી શકતા.

તેમણે જણાવ્યુ કે, સરકાર દેશની સુરક્ષા માટે નિર્ણયો લઈ રહી છે. ટૂંક સમયમાં પ્રાઇવેટ પ્લેયર સાથે પણ વાત કરી ચીનને દૂર રાખવા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર જે થયું, તેનું પરિણામ ચીને સહન કરવું પડશે.

ભારતીય સૈન્ય પર હુમલો થયા પછી સરકાર રણનીતિક સેક્ટરથી ચીની કંપનીઓને દૂર રાખી શકે છે. એવી પણ આશંકા છે કે, આ કંપનીઓમાં ચીની સેનાનો પણ હિસ્સો છે. Huawei પર લાંબા સમયથી પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના ઇશારે કામ કરવાની શંકા છે.

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પાર આરોપો લાગવ્યા

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછ-પરછ

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્સ ક્વોરન્ટાઈન કરાય છે[:]