અમદાવાદ શહેરમાં કોરોના ત્રીજા તબક્કામા છે. સપ્તાહમાં ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત છે. બે થી પાચં ટકા નાગરિકો પણ કોરોના ઝપટમાં આવે તો સારવાર કરવી મુશ્કેલ બની શકે છે. 20000 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે. 80 લાખની વસતીમાં 10 ટકા બિમાર પડે તો 8-10 લાખ લોકોને સારવાર આપી શકાય તેમ નથી. તેથી લોકો બહાર ન નિકળે. વેન્ટીલેટર એક હજારથી ઓછી છે. નાગરોકો દ્વારા લોકડાઉનનો યોગ્ય અમલ કરવામાં આવે તેવી અપીલ શહેર મેયર અને કમીશ્નરરે કરી છે
બે સપ્તાહ સંયમમાં રહેવું પડશે. લાખોની સંખ્યામાં કેસો આવવા લાગે તો અસક્ષમ બની શકે છે. મેયર બીજલબેન પટેલે જણાવ્યુંકે, પરિવારના સભ્યોને બહાર ન નિકળવા દો.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુંકે, 80 લાખ લોકોના શહેરમાં જો 1 લાખ જેટલા કેસ આવે તો મ્યુનિસિપલ તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. મોટાભાગની દુકાનો બંધ છે. પરંતુ હજુ પણ અનેક નાગરીકો જાણે કંઇ થયું જ ના હોય તેમ રસ્તા પર ફરી રહ્યા છે. એક વ્યક્તિ બહાર જાય છે તો તે તમામના જીવ જોખમમાં મુકે છે.
મોર્નિંગ વોક કે બાળકોએ પણ શેરીમાં નિકળી ગલી ક્રિકેટ રમવાની નથી. તમે ઘરમાં છો ત્યાં સુધી સુરક્ષીત છીએ. અત્યાર સુધી જે રીતે નાગરીકોએ સુચનોનું પાલન કર્યું છે તે રીતે આગામી દિવસોમાં પણ પાલન કરશો, તો આપણે આ રોગને હરાવી શકીશું. કમિશનરે ગઇકાલેની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યુંકે, ગઇકાલ જેવી ટોળા બહાર નિકળવાની ઘટના ફરીથી બનશે તો તમે સમગ્ર શહેરને મુશ્કેલીમાં મુકી શકો છો.
અમદાવાદ શહેરના 12 અને જિલ્લાનો 1 મળી કુલ 13 કેસ સામે આવ્યા છે. જે પૈકી એક કેસ રાજસ્થાન જયપુરનો વ્યક્તિ છે. 11 કેસ મુળ અમદાવાદના છે, તે પૈકી 10 લોકો વિદેશ જઇને પરત આવ્યા હોય તેવા છે.
એક વ્યક્તિ એવી છે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિના ઘરે કામ કરવા ગયા હોય અને સંસર્ગમાં આવ્યાને કારણે ફેલાયાની ઘટના બની છે. તમામ દર્દીઓના પરિવારને કોરન્ટાઇનમાં મુકી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 3976 દર્દીઓના સ્કિનીગ કરવામાં અાવ્યા છે જે પૈકી 934 દર્દીઓ હાલ હોમ કવોરેન્ટાઈનમાં છે.
જ્યારે એસવીપી હોસ્પિટલમાં 13 અને સિવિલ હોસ્પિટલમાં 06 દર્દીઓ શંકાસ્પદ દર્દીઅો સારવાર હેઠળ છે મ્યુ. અારોગ્ય વિભાગ અત્યાર સુધી કુલ 102 દર્દીઓ સેમ્પલની ચકાસણી કરી છે. જે પૈકી 12 પ્રોઝીટીવ છે. 73 નેગેટીવ આવ્યા છે. 14 સેમ્પલના રીપોર્ટ બાકી છે. મ્યુ.કોર્પો.ના અર્બન હેલ્થ સેન્ટોરમાં 75 ઈન્ટન ડોક્ટરોની ભરતી કરવામાં અાવી છે.