પ્રદૂષિત પાણીને શુદ્ધ કરતાં બેક્ટેરિયા અમદાવાદની દેવાંગીએ શોધ્યા

Ahmedabad girl discovered bacteria while purifying polluted water अहमदाबाद की एक लड़की ने प्रदूषित पानी को शुद्ध करते समय बैक्टीरिया की खोज की

અમદાવાદ, 20 જૂલાઈ 2024
ગુજરાત વિશ્વ વિદ્યાલયમાંથી  પી.એચ.ડી. કરીને દેવાંગી શુક્લએ પાંચ વર્ષના રિસર્ચ બાદ દૂષિત પાણીથી જ ખરાબ પાણીને સ્વચ્છ કરવાનો ઉકેલ શોધી બતાવ્યો છે. જેમાં 70 ટકાથી વધુ પાણી ચોખ્ખું કરી શકાય છે. દૂષિત પાણીના બેક્ટેરિયાને દુષિત પાણીમાં ભેળવ્યા અને ખરાબ પાણીને શુદ્ધ કર્યું હતું.

8 મહિનામાં 160 પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા શોધ્યા હતા. જેમાંથી 12 બેક્ટેરિયા એવા અલગ તારવ્યા કે જે સારુ પરિણામ આપી શકે, દોઢ વર્ષ જેટલો સમય આ બેક્ટેરિયાના સ્વભાવને જાણવા થયો.

12 બેક્ટેરિયા પૈકી 4-4 બેક્ટેરિયાના 3 જૂથ બનાવ્યા. જેને D-1, D-2, D-3 નામ આપ્યુ. આ ત્રણ ગ્રુપ પૈકી D-1ના પરિણામ સૌથી વધુ હકારાત્મક હતા. પાણીના શુદ્ધિકરણની માત્રા D-1માં 95% , D-2માં 85%, D-3માં 75% જોવા મળી હતી.

બાયોરેમિડીએશન પદ્ધતિથી પાણીને ઓછા ખર્ચે શુદ્ધ કરી અને તેને પીવા સિવાયના ઉપયોગમાં લઈ શકાય છે. ઔદ્યોગિક પાણીને ચોખ્ખું કરવા લગભગ દોઢથી બે કલાક જેવો સમય લાગે છે.
ટાંકીમાં ભેગા કરાયેલા દૂષિત પાણીમાંથી જ બેક્ટેરિયા બનાવીને ફરી તેને ત્યાં જ પાણીમાં છોડવામાં આવે છે.
2015માં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સ વિભાગમાંથી ‘મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ઓફ ગુજરાત થ્રુ બાયોરેમિડીએશન’ અંગે સંશોધનની શરૂઆત કરી હતી.
બાયોરેમિડીએશન પદ્ધતિથી પાણીને ઓછા ખર્ચે શુદ્ધ કરી અને તેને પીવા સિવાયના ઉપયોગમાં લઈ શકાય છે.
આ સંશોધન માટે તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ફેલોશિપ હેઠળ આર્થિક મદદ પણ મળી.

ટેક્સટાઇલ અને કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાં ઘાતક કેમિકલની સાથે હેવી મેટલ હોય છે. જોખમી તત્વોને બેક્ટેરિયા મારફતે દૂર કરવામાં સફળતા મળી છે.