24 રાજ્યો કરતાં અમદાવાદમાં ચેપી દર્દીઓ વધી ગયા, અર્ધલશ્કર મૂકવાની પ્રથમ ઘટના

અમદાવાદ, 7 મે 2020

કોટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને મૂકી દેવાતાં જુનું શહેર ભેંકાર બની ગયું છે. કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. અમદાવાદનાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા દેશના 24 રાજ્યો કરતાં પણ વધુ છે. શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 6625ને વટાવી ગઈ છે. મરણનો આંકડો પણ ચિંતાજનક દરે પહોંચતા તંત્રને દોડતા થવું પડ્યું છે.

કોરોનાના કારણે અર્ધ લશ્કરી દળોને કામ સોંપવામાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના છે. અમદાવાદની પોલીસ માટે આ નિષ્ફળતાની નિશાની છે.

15 મે એટલે કે અઠવાડિયા સુધી શહેરને સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદના સૌથી વધુ સંક્રમિત એવાં કોટ વિસ્તરની હાલત અત્યંત ખરાબ થતાં બીએસએફની ૪ કંપની અને એક કંપની આરપીએફ સહિતની વધારાની ફોર્સ પણ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. પેરામિલિટરી ફોર્સની કંપનીઓ વધતાં કોટ વિસ્તારમાં કેટલાંક સ્થળે અગાઉ નજરે પડતા નાગરિકોની પણ અવરજવર બંધ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનું ચુસ્ત અમલ શરૂ થતાં આજે વહેલી સવારથી જ શહેરની સડકો સુમસામ જોવા મળી હતી. અઠવાડિયા માટે દવા અને દૂધ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને કારણે ઉપરાંત હાલ સુધી ફક્ત રોડ ઉપર કડકાઈ બતાવતી પોલીસ અજ સવારથી જ શહેરનાં દરેક વિસ્તારનાં અંદરનાં ભાગો સુધી ઘુસીને લોકડાઉનનું પાલન કરાવતી નજરે પડી હતી.

અમદાવાદમાં સ્થતિ વધુ વકરતાં રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારનાં ધ્યાને પણ આ વાત આવતાં શહેરમાં કોરોના વાયરસને નાથવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓએ બેઠકોનો દોર ચલાવ્યો હતો. પોલીસતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

અમદાવાદ શહેર પોલીસે સવારથી જ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવતાં કેટલાંક વિસ્તારોમાં છેક અંદર સુધી ઘુસી જઈને કાર્યવાહી કરી હતી.  અગાઉ કરતાં વધુ પ્રમાણમાં ડ્રોન ઉડાવીને પણ પોલીસ તંત્ર દ્વારા પોતાના વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે.