અમદાવાદ, 24 જુલાઈ 2020
અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ – ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે.
ગુજરાતની રૂપાણીની, ભારતની મોદીની સરકારો અને અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના મેયર પાસે કોઈ આયોજન નથી. ગુજરાતમાં જ્યારથી મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી ક્ષય રોગે માથું ઊંચક્યું છે. તેમાંએ આનંદી પટેલ અને વિજય રૂપાણીની શાસનમાં તો ક્ષય રોગે કાળો કેર વર્તાવાનું શરૂં કર્યું છે. હવામાં છોડાતાં વાહનોના ગેસ અને સીએનજી તેના માટે કારણભૂત હોવાનું કેટલાંક ખાનગી તબિબો માને છે.
ધુમ્રપાન, આલ્કોહોલનું વધારે પ્રમાણમાં સેવન, દુષિત હવા-પાણી તેમજ અપૌષ્ટીક આહારના કારણે ક્ષયરોગ થાય છે. અમદાવાદમાં 2010 થી 2019 સુધીના સમયગાળામાં ટી.બી.ના 98582 કેસ નોંધાયા છે. જે પૈકી 5541 દર્દીઓના મોત થયા છે.
છેલ્લા પાંચ વર્ષના દર્દીઓ અને તેના મોત:
વર્ષ | ક્ષયના દર્દી | મોત |
2015 | 9,284 | 534 |
2016 | 10,032 | 582 |
2017 | 11,576 | 744 |
2018 | 12,569 | 775 |
2019 | 12,948 | 723 |
6 ટકા મૃત્યુ પામે છે
2015થી 2019 સુધી ક્ષયના 55,648 દર્દી નોંધાયા હતા. જેમાં 3358 દર્દીના મોત થયા હતા.કોરોના વાયરસ એક દર્દી વધુમાં વધુ બે થી ત્રણ વ્યક્તિને ચેપ લગાડે છે. પણ અમદાવાદમાં એક ક્ષયના દર્દી 15 લોકોને ચેપ લગાડે છે. ખાસ કરીને શ્રમજીવી અને ઝુંપડપટ્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ભયાનક છે.
- જેમને ક્ષય થાય છે તેમાં 6 ટકા મોતને ભેટે છે. 94 ટકા સારા થાય છે.
- અમદાવાદમાં કોવિડ દર્દીઓનો મૃત્યુ દર પણ વધારે છે. વિશ્વમાં 2.50 ટકા મોત થાય છે.
- અન્ય દેશોમાં કે દેશના બીજા શહેરોમાં કોરોનાનો મૃત્યુ દર બે થી ત્રણ ટકા જ રહ્યો છે.
RSS દ્વારા ભાજપને હોસ્પિટલ પૂરી પાડવામાં આવી
ક્ષય રોગના દર્દીઓની સારવાર માટે ગીતામંદિર પાસે એક માત્ર હોસ્પીટલ હતી તેને પણ તોડી પાડવામાં આવી છે. જે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલી રાજકીય સંસ્થાને તે 1990માં આપી દીધી છે. બીજી કોઈ હોસ્પિટલ ક્ષય રોગ માટે અલાયદી નથી.
ક્યાં વધુ દર્દી
શહેરના શ્રમજીવી વિસ્તારોમાં ક્ષય રોગના કેસની સંખ્યા વધારે જાવા મળી રહી છે. બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં દર્દી વધું છે. 2015થી 2019 સુધી અમરાઈવાડી વિસ્તારમાં ક્ષયના 38019 દર્દી અને 197 મોત થયા હતા. બહેરામપુરામાં 4204 દર્દી અને 208 મૃત્યુ, ભાઈપુરામાં 2782 દર્દી અને 226 મરણ, રખિયાલમાં 3841 દર્દી અને 189 મોત, દાણીલીમડામાં 2514 કેસ તથા 149 મૃત્યુ, તેમજ અસારવામાં 3360 કેસ અને 248 મૃત્યુ નોંધાયા છે.
એક દર્દીનો ખર્ચ 7 લાખ રૂપિયા
ડ્રગ- રેસીસટન્ટ ટી.બી. (MDR) વધુ ઘાતક છે. અમેડીઆર ટી.બી. ના દર વરસે 600 જેટલા કેસ નોંધાયા છે. પૈકી 40 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. એમડીઆર ટી.બી.ના દર્દી 11થી 30 મહિના સુધી સારવાર આપવામાં આવે છે. 2016થી ક્ષયના દર્દીઓને બેડાક્યુલીન નામની દવા આપવામાં આવે છે. જેનો દર્દી દીઠ રૂ.7 લાખનો ખર્ચ થાય છે.
ક્ષયના દર્દીઓને પૌષ્ટીક આહાર માટે દર મહિને રૂ.500 બેંક ખાતામાં જમા થાય છે. 1 વર્ષમાં 10 હજાર દર્દીઓને રૂ.2.10 કરોડની સહાય આપવામાં આવી છે. ક્ષયચેપી રોગ છે. એક દર્દી દ્વારા રોગ છુપાવવામાં આવે તો તેની અસર 15 વ્યક્તિને થઈ શકે છે.
સ્વાઇન ફ્લૂ
અમદાવાદમાં 2017ના વર્ષમાં સ્વાઈનફ્લુના 2647 દર્દી હતા અને 150 દર્દીના મોત થયા હતા. 2018માં 777 દર્દી અને 29 મોત થયા હતા. 2019માં 1337 દર્દી અને 28 મોત થયા હતા. ક્ષયની સરખામણીમાં સ્વાઈન ફ્લ્યુના દર્દી અને મરણ ખુબ જ ઓછા છે. પણ મેયર બિજલ પટેલ ક્ષયમાં સદંતર નિષ્ફળ રહ્યાં છે.