અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહેલા જેટલું ધમધમે છે

અમદાવાદ, 3 નવેમ્બર, 2020

અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ત્યારબાદ અમદાવાદ-ગાંધીનગર માર્ગ – અગા માર્ગ – એસ.જી.રોડ અને પ્રહલાદનગર વિસ્તારમાં સૌથી વધું રોજગાર છે.

શહેરના 28 જોબ ક્લસ્ટરોમાં નોકરીની સંખ્યા 10,615 થી લઈને ક્લસ્ટરમાં મહત્તમ 1.9 લાખની નોકરી સુધીની છે. જોબ ક્લસ્ટરો શહેરમાં 1.25 ચો.કિ.થી માંડીને 5 ચો.કિ.મી.માં છે. આ આશરે 0.75 ચોરસ કિ.મી. દીઠ ઓછામાં ઓછી 300 થી વધુ નોકરીઓ માટે પ્રવાસ કરે છે.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકારે અમદાવાદના ટ્રાવેલ-જોબ ડેન્સિટી ડેટાને આર્કિટેક્ચર એન્ડ અર્બનિઝમના હાલની બાબતોના ત્રીજી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કર્યા હતા. એવો અહેવાલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર પોલ જ્હોન દ્વારા આપવામાં આવ્યો છે.

શહેરની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 16 જોબ ક્લસ્ટરો છે. જેમાં મુખ્યત્વે આસપાસના ઔદ્યોગિક ઝોન અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગો દ્વારા પ્રભાવિત છે. આ ક્લસ્ટરોમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 100 થી 210 જેટલી નોકરી હોય છે.

અહમદાબાદની શક્તિ

ફોર્બ્સ મેગેઝિન 2010 અનુસાર ત્રીજા નંબરનું સૌથી ઝડપથી વિકસિત શહેર.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ભારતનું શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગનો મુખ્ય આધાર અને રાજ્યના ઓદ્યોગિક અને નાણાકીય વિકાસનું એન્જિન.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર અમદાવાદ પ્રથમ ભારતીય શહેર બનશે
ગુણવત્તાયુક્ત જળ, સ્વચ્છતા અને ગટર સેવાઓ
ગુણવત્તાવાળી જાહેર પરિવહન પ્રણાલી
નાણાકીય રીતે વ્યવસ્થિત શહેર
સંવેદનશીલતા સાથે શહેરી ગરીબને સમાવવા સહિતનું શહેર.
ઇકોલોજીકલ મૈત્રીપૂર્ણ અને ઉર્જા કાર્યક્ષમ
ટૂંકી મુસાફરીનું અંતર ધરાવતતું કોમ્પેક્ટ શહેર.
વિકાસ અને રોજગાર નિર્માણ માટે મજબૂત આર્થિક લોકોનું મૂડીકરણ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્રનો ડેટા – વસ્તી ગણતરી 2011
ઘર: 1179823
વસ્તી: 5577940
પુરુષ વસ્તી: 2938985
સ્ત્રી વસ્તી: 2638955
0 થી 6 વર્ષ સુધીની વસ્તી: 621034
0 થી 6 વર્ષની વચ્ચે પુરુષ વસ્તી: 336063
0 થી 6 વર્ષ વચ્ચેની સ્ત્રી વસ્તી: 284971
સાક્ષર વસ્તી: 4376393
સાક્ષર પુરુષ વસ્તી: 2402523
સાક્ષર સ્ત્રી વસ્તી: 1973870
નિરક્ષર વસ્તી: 1201547
નિરક્ષર પુરૂષ વસ્તી: 536462
નિરક્ષર સ્ત્રી વસ્તી: 665085

DATA OF A.M.C. AREA – CENSUS 2011 વસતી ગણતરી 2011
Name of Ward Total no. of House Holds Total Population Total Literate Population Total Illiterate Population
વોર્ડ ઘર વસતી ભણેલા અભણ
KHADIA 11525 49408 41890 7518
KALUPUR 11023 53630 44768 8862
DARIYAPUR 13170 63664 52300 11364
SHAHPUR 14006 68150 50412 17738
RAIKHAD 13552 66855 51133 15722
JAMALPUR 12459 66246 53674 12572
PALDI 18855 83109 71921 11188
VASNA 27754 123116 95243 27873
GANDHIGRAM 16138 68911 57110 11801
NAVRANGPURA 12839 55647 44699 10948
S.P.STADIUM 16979 75051 61046 14005
NARANPURA 20829 88032 75991 12041
NAVAVADAJ 17237 77814 64999 12815
JUNAVADAJ 16290 75687 54772 20915
SABARMATI 14362 68566 52338 16228
DUSHSWAR 12946 66470 46877 19593
MADHUPURA 13308 66778 51072 15706
GIRDHARNAGAR 12742 64713 51809 12904
ASARWA 10523 55983 41870 14113
NARODA ROAD 14896 79926 58706 21220
SARASPUR 13491 68670 53047 15623
POTALIYA 18156 88907 70636 18271
KUBERNAGAR 20538 104358 76961 27397
SARDARNAGAR 25483 124548 93743 30805
SAIJPUR 18372 89953 67625 22328
THAKKARBAPANAGAR 29056 137446 113647 23799
NARODA MUTHIYA 23919 109922 87744 22178
BAPUNAGAR 17766 93835 73142 20693
RAKHIAL 13454 76838 56521 20317
GOMTIPURA 13223 70015 53193 16822
RAJPUR 13684 79409 56605 22804
AMRAIWADI 16573 80638 60420 20218
BHAIPURA 24720 114146 87559 26587
NIKOL 28852 137840 109729 28111
ODHAV 29817 137543 103038 34505
KHOKHRA 15896 69545 58945 10600
MANINAGAR 21516 95481 79631 15850
KANKARIA 13740 67110 51184 15926
BAHERAMPURA 15886 81636 55992 25644
DANILIMDA 32026 165731 115770 49961
BAGEFIRDOSH 32763 153558 126276 27282
VATVA 35480 164730 121661 43069
ISANPUR 34211 159181 125275 33906
KALI 20757 94077 73959 20118
RANIP 24960 120152 97898 22254
CHANDLODIA 26320 120137 94470 25667
GHANTLODIA 47229 206893 174106 32787
THALTEJ 21749 98240 80618 17622
BODAKDEV 18529 76574 66534 10040
JODHPUR 22766 95444 81024 14420
VEJALPUR 63639 295075 232972 62103
SARKHEJ 14740 72727 50705 22022
LAMBHA 23200 104001 70159 33842
RAMOL 25824 122449 98585 23864
NAVANARODA 32280 153285 126225 27060
MOTERA 7339 33824 27366 6458
CHANDHEDA 20436 96266 80798 15468
TOTAL 1179823 5577940 4376393 1201547