અમદાવાદ મેટ્રોમાં રોજના દોઢ લાખ મુસાફરો
17/01/2026
ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 3 વર્ષમાં 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.
વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખ મુસાફરોએ મેટ્રોમાં સવારી કરી હતી.
કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન 2 દિવસમાં રેકોર્ડ 4.11 લાખ મુસાફરોએ મેટ્રોમાં બેઠા હતા. આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો અને રથયાત્રા જેવા કાર્યક્રમો દરમિયાન મુસાફરોની સંખ્યા 1.6થી 2.1 લાખ નોંધાઈ હતી.
અમદાવાદ–ગાંધીનગર મેટ્રોનું 68 કિમીનું નેટવર્ક, 53 સ્ટેશન છે. મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત 68 કિમીનું મેટ્રો નેટવર્ક હવે 53 સ્ટેશનોને આવરી લે છે.
Ahmedabad Metro fare is ₹1 per KM, 1.5 million passanger daily
રોજના દોઢ લાખ મુસાફરી કરે છે
અમદાવાદ, 15 ઓગસ્ટ 2025
અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેન 99.84 ટકા સમયસર દોડે છે.
અમદાવાદ મેટ્રો રેલનો પ્રથમ તબક્કો નવેમ્બર 2014માં કામ શરૂ થયું અને માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 5.5 કિમીનો પ્રથમ ભાગ શરૂ થયો હતો.
2022માં 32 કિમીની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.
બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો 28.2 કિમીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.
મોટેરાથી સેક્ટર- 1 અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો હતો.
સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો હતો.
હવે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ શરૂ થઈ જતા કુલ 68 કિ.મી.ની મેટ્રો રેલ બની જશે.
જેમાં 54 રેલ મથક છે. ભારતના 6.8 ટકા મેટ્રો ગુજરાતમાં છે.
મેટ્રોનું ભાડું રૂ. 5થી રૂ. 40 સુધીનું છે.
એક કિલોમીટર સરેરાશ રૂ. 1નું ભાડું વસુલ કરે છે.
મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી તકનીકો છે.
ડાયમંડ સિટી સુરતમાં 40.35 કિમી લાંબી મેટ્રો લાઇન બની રહી છે.
ભારતમાં
ભારતમાં મેટ્રો રેલની કુલ લંબાઈ 1,000 કિલોમીટર છે. ચીન અને યુએસ પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ છે. 2014માં 248 કિલોમીટર મેટ્રો હતી. 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો છે.
દિલ્હી મેટ્રોનું ભાડું
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનું ભાડું ઓગસ્ટ 2025માં સામાન્ય દિવસોમાં ભાડાના દરો.
0-2 કિમી સ્લેબ માટે રૂ. 11 છે.
12-21 કિમી વચ્ચેની મુસાફરી માટે ભાડુ રૂ. 43 છે.
21-32 કિમી સ્લેબ માટે ભાડું રૂ. 54 છે.
32 કિમીથી વધુની મુસાફરી માટે સૌથી વધુ ભાડું રૂ. 64 છે.
મુંબઈ
મુંબઈમાં રિલાયંસ મેટ્રોનું ભાડું રૂ.10થી 40 છે. મહિનાના પાસનું ભાડું રૂ. 775થી 1375 છે.
બેંગલુરુ
બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) અનુસાર, બે કિલોમીટર સુધીની મુસાફરી માટે લઘુત્તમ ભાડું રૂ.10 અને 25 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી માટે રૂ. 90 ભાડું છે.
હૈદરાબાદ
હૈદરાબાદ મેટ્રો રેલમાં ભાડું બે કિલોમીટર સુધી રૂ. 11 અને 24 કિલોમીટર સુધીનું ભાડું રૂ. 65 છે.
અમદાવાદ મેટ્રો રેલ
અમદાવાદ મેટ્રો રેલના મોદીના સમયના કૌભાંડો
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કારના પૈસા આપવા પડશે
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કારના પૈસા આપવા પડશે
શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત
શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત
અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે
અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે
અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી નહીં
અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ
અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ
અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન
https://allgujaratnews.in/gj/20-years-delay-in-ahmedabad-metro-lifeline-to-win-elections/
અમદાવાદ મેટ્રોને 20 વર્ષથી ખોટના ખાડામાં નાંખતા મોદી
જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી
બોપલ, સનાથલ, નરોડા સુધી મેટ્રો રેલ નંખાશે, મેટ્રોની 30 સ્ટોરી વાંચો
પ્રવાસન વિભાગે મેટ્રોના મુસાફરોને ‘ટુરિસ્ટ’ બતાવી ગોલમાલ કરી
21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે
21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે
ગુજરાતી
English





