અમદાવાદની જગન્નાથ રથયાત્રા બંધ, દર વખતની જેમ આ વર્ષે હથિયારો મળી આવ્યા

અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે યાત્રા બંધ રાખ્યા પહેલાં હથિયારોનો મોટો જથ્થો હંમેશની જેમ આ વર્ષે મળી આવ્યો હતો. રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા 80 લાખની આસપાસના હથિયારો જપ્ત કર્યા.

ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી કુલ 9 આરોપીઓની અટકાયત તેમજ 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા હથિયારોની કિંમત 80 લાખની આસપાસ છે.

54 જેટલા હથિયારો સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગના હથિયારો ઓટોમેટિક અને વિદેશી છે. અમદાવાદ અને અમરેલી સહિતની જગ્યાઓ પરથી હથિયાર ઝડપાયા છે. મહત્વનું છે કે, કચ્છમાં મોરના શિકારમાં પકડાયેલા આરોપીની તપાસ બાદ હથિયારના તસ્કરીનું રેકેટ ઝડપાયુ છે.

મોટી સંખ્યામાં હથિયારો ઝડપાવવા મામલે ATSના ACPએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું, વાંકાનેરના મુસ્તાક બ્લોચ પાસેથી હથિયાર મળ્યા છે. ઈસ્કોન ચાર રસ્તા પાસે આવવાના હતા. પૂછપરછ દરમિયાન રેકેટ સામે આવ્યું હતું. અત્યાર સુધી 54 વિદેશી હથિયારો મળ્યા છે. 80 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. વાંકાનેર, ચોટીલા, જામનગર, અમરેલી સહિત 35 જગ્યાએ ઓપરેશન હાથ ધરાયું હતું. કચ્છમાંથી પણ એક રાયફલ કબજે લેવાઈ હતી. આ હથિયારો સુલતાન અને સમીર સજ્જુ ગોટીવાલાની હત્યા માટે મધ્યપ્રદેશથી હથિયાર લવાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલે કે, ક્રાઈમબ્રાંચે રથયાત્રા પૂર્વે ગેંગવોરને નિષ્ફળ બનાવી છે.