[:gj]પિતા-માતા જયા-અમિતાભની અભિમાન ફિલ્મની રીમેકમાં ઐશ્વર્યા-અભિ[:]

Aishwarya-Abhi in the remake of the father-mother Jaya-Amitabh's pride film

[:gj]સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ અભિમાનની રીમેક બનાવવા માટની તૈયારી હવે કરવામાં આવી રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તેની રીયલ લાઇફ પત્નિ અને વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી એશને લેવાની હિલચાલ ચાલી રહી છે. એક ફેસબુક ચૈટ પર અભિષેકે હાલમાં આ પ્રકારની કોઇ હિલચાલ ચાલી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. અભિષેકને ઓફર કરવામાં આવી છે.

વિતલા વર્ષોની અભિમાન ફિલ્મમાં એક મેજિક છે. જેને એમ જ રહેવા દેવામાં આવે તે જરૂરી છે. સાથે કામ કરવાની બાબત અને આ પ્રકારની મુવી બનાવવાની બાબત ખુબ મુશ્કેલ છે. અભિષેક બચ્ચનની પાસે વધારે કોઇ ફિલ્મ આવી રહી નથી. તે ફ્લોપ સ્ટારની યાદીમાં પણ આવી ગયો છે. જાે કે તેની પાસે નાની નાની ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. મુખ્ય સ્ટાર તરીકે તેને લેવા માટે કોઇ નિર્માતા નિર્દેશક હિંમત કરી રહ્યા નથી. અમિતાભ બચ્ચનને હજુ પણ શ્રેણીબદ્ધ સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. બીજી બાજુ અભિષેક કરતા એશને પણ ફિલ્મો મળી રહી છે. તે છેલ્લે અનિલ કપુરની સાથે નજરે પડી હતી.

મોટી સફળ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. એશ બોલિવુડમાં લગ્ન બાદ બીજી ઇનિગ્સ ખુબ પહેલા શરૂ કરી ચુકી છે પરંતુ તેને સફળતા મળી રહી નથી. એશને પણ મોટી અને સ્ટાર અભિનેતા સાથે કોઇ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે.[:]