ગાંધીનગર, 16 જાન્યુઆરી 2020
રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)ના સહયોગથી નવું રસોડું બનાવવામાં આવ્યું છે. રોજ 50,000 બાળકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કામાં અક્ષય પાત્ર, મધ્યાહ્મ ભોજન (એમડીએમ) યોજનાના 33,375 લાભાર્થીઓને તથા આઈસીડીએસ કાર્યક્રમ અંતર્ગત 6000 બાળકોને ભોજન પૂરું પાડશે.
હાલમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, કલોલ અને ભુજમાં તેના 6 કેન્દ્રીત રસોડા છે. જેમાં 4.14 લાખ બાળકો અને મહિલાઓને ભોજન આપવામા આવે છે. હવે 4.64 લાખ થશે.
આ ભોજન ઉચ્ચત્મ કક્ષાના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસરીને તૈયાર કરવામાં આવશે.
ગુજરાતના પ્રમુખ જગનમોહન કૃષણ દાસએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં એક દાયકાથી વધુ સમયથી અક્ષયપાત્ર છે.
રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર રસોઇઘરનું જામનગરમાં બનાવી આપેલું છે. રાજ્ય સરકારની મધ્યાહ્ન ભોજન યોજના બિન-સરકારી સંસ્થા (NGO) અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્થા દ્વારા જ થશે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશનના શ્રી જગમોહન કૃષ્ણદાસા
રસોઇઘરની ઇમારત, રસોઈના સાધનો, ભોજન પહોંચાડવાના વાહનો ખરીદવા માટે કુલ રૂ. 8.5 કરોડનું ખર્ચ કર્યું છે. રિફાઇનરી કોમ્પલેક્સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ રૂ.1 કરોડ પણ આપશે.
અક્ષયપાત્રના વાઇસ-ચેરમેન ચંચલપતિ દાસે જણાવ્યું હતું કે, અમે આજે અમારું 55મું રસોડું છે. 20 વર્ષથી ફાઉન્ડેશન ભારતમાં ભોજપ આપે છે.
જામનગરના રસોડામાંનું અદ્યતન માળખું 2965 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. રાજ્યમાં ફાઉન્ડેશનનું 7મું કિચન તથા દેશમાં 55મું રસોડું છે. આરઓ વોટર પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ છે.
વર્ષ 2025 સુધી 5 મિલિયન બાળકો સુધી પહોંચવાનો લક્ષ્ય છે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન, ભારત ની એક બિનસરકારી સંસ્થા છે. ડિસેમ્બર , 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં અંકિત થયું છે. સામાજિક યોગદાન માટે સીએનબીસીનું સન્માન મળેલું છે.
બિન નફાકીય સંસ્થા આંધ્રપ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, ઓડિસા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં રસોડા ધરાવે છે. જેનું મુખ્ય કાર્યાલય બેંગ્લોરમાં છે.
જૂન 2000માં કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલમાં આવી ત્યારથી અક્ષયપાત્ર સંસ્થાએ સરકાર સાથે ભાગીદારી કરી છે. બેંગલુરુ, કર્ણાટકની 5 સરકારી શાળાનાં 1500 વિદ્યાર્થીઓને ભોજન આપવાથી આ કાર્યની શરૂઆત કરી. હાલ આ સંસ્થા 2017ની 12 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 19,039 શાળાઓના 1.8 મિલિયનથી વધુ બાળકોને પોષક ભોજન આપે છે.
સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન દ્વારા ભૂખમરો કે કુપોષણ સામે લડવાનો અને સામાજિક-આર્થિક રીતે વંચિત બાળકોના શિક્ષણના અધિકારને ટેકો આપવાનો છે.
ઇ.સ. 2000થી કોર્પોરેટરો, વ્યક્તિગત દાતાઓ મદદ કરે છે.
કોવિડ -19માં અત્યાર સુધીમાં, 10.7 કરોડ લોકોને ભોજન પીરસેલું છે.
2.45-લાખ – ખુશી કીટ
350 કરોડ – મિડ-ડે ભોજન આપ્યું છે.
1.63-કરોડ – આંગણવાડી ભોજનમાં ભોજન.
2014માં ધ ગ્લોબલ જર્નલ દ્વારા વિશ્વની ટોચની 100 એનજીઓમાં સ્થાન આપેલું છે.
નાણાકીય અહેવાલમાં શ્રેષ્ઠતામાં 5 વર્ષ ગોલ્ડ એવોર્ડ જીત્યો છે. હવે હોલ ઓફ ફેમમાં છે. ગામોમાં આંગણવાડી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણની પૂરવણી સક્ષમ કરવી
બ્રિટનની ગોડ માય સાયલેન્ડ પાર્ટનર નામની સંસ્થા સાથે મળીને અક્ષય પાત્ર ફાઉન્ડેશન બ્રિટનના બાળકોને ભોજન પૂરૂ પાડશે.
બ્રિટિશ પાર્લામેન્ટની એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં 30 લાખ બાળકો એવા છે જેમને સ્કૂલોમાં ખાસ કરીને રજાઓ હોય છે. ત્યારે ભોજનની જરુર પડતી હોય છે.