સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021

ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણ કાંઠો, નદીઓના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે.

ક્ષારયુક્ત – આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ્રાવ્ય આલ્કલીની વિદ્યુત વાહકતા પ્રતિ મીટર દીઠ 4 ડેસી કરતા વધુ છે. સોડિયમની માત્રા 15% કરતા વધુ નથી.

ભારતમાં ખેતી માટેની જમીનો ખારી થઈ રહી છે. તેમાં દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે નુકસાન ગણવામાં આવે તો, 10 હજાર કરોડ રૂપિયાથી વધું થવા જાય છે. એક ખેડૂત પાસે સરેરાશ 3 હેક્ટર જમીન પ્રમાણે 3 ટન કૃષિ ઉત્પાદન એક ખેડૂત દીઠ ગુમવાવું પડે છે.

25 વર્ષથી ભાજપ સરકારમાં હોવા છતાં ખારી જમીન અટકાવવા બે ધ્યાન છે. કોંગ્રેસના 23 વર્ષના શાસનમાં પણ આવું જ થયું હતું.

કેન્દ્ર સરકારના આંકડા

દેશમાં 6.73 મિલિયન હેક્ટર જમીન ક્ષારીય છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતની કુલ 14.35 લાખ હેક્ટર જમીન ક્ષારિય જાહેર કરી છે. ખારાશ વાળી બીજી 16.8 લાખ હેક્ટર કેન્દ્ર સરકારે 2018માં જાહેર કરી હતી. જે દેશના કુલ ખેતીની જમીનના 56.84 ટકા છે. સમગ્ર દેશમાં ગુજરાત એક એવો પ્રદેશ છે જ્યાં ખારી જમીન કર વર્ષે 1થી 10 કિલો મીટર કાંઠાવા વિસ્તારોમાં વધી રહી.

કેન્દ્ર સરકારનો અહેવાલ

કેન્દ્ર સરકારની ભારતીય કૃષિ સંશોધન વિજ્ઞાન સંસ્થાના અહેવાલ પ્રમાણે દેશમાં 67 લાખ હેક્ટર ક્ષારીય જમીન જાહેર કરી છે તેમાં 56.6 લાખ ટન ખેત ઉત્પાદન ગુમવવું પડે છે. ટેકાના ભાવે રૂ.8000 કરોડ કૃષિ ઉત્પાદન ગુમાવવા પડે છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતો રૂ.4200 કરોડ ખારાશની જમીનના કારણે ઉત્પાદન ગુમાવી રહ્યાં છે.

દરિયા કાંઠે ખારા પાણી અંદર

ગુજરાતમાં 1640 કિલો મીટર દરિયો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર વિસ્તારોની લીલી નાંઘેર હવે સૂકી બની ગઈ છે. માંગરોળની જમીનમાં ખારા પાણી થઈ ગયા છે. તેથી ખેતી ખરાબ થઈ છે. દર વર્ષે 1થી 10 કિલો મીટર જમીનમાં ખારાશ આગળ વધે છે. વંથલી સુધી તે ખારાશ આવી ગઈ છે. આવું ગુજરાતના દરેક દરિયા કાંઠે થાય છે જ્યાં વરસાદ ઓછો પડે છે. માંગરોળમાં ખારાશ અટકાવવા દરિયા કાંઠે પાળા- દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ મૂકેલો તે અસરકારક  નથી. દરિયાઈ દિવાલ કરવી પડે તેમ છે. પણ બધે દિવાલ કરવી શક્ય નથી.

વેરાવળ 50 કિલો મીટર ખારા પાણી

માંગરોળનો સારો ચોરવાડનો બગીયો હતો. ત્યાં ખારાશ થઈ ગઈ છે. ચોરવાડમાં ગુલાબ, નાગરવેલ, સાફ થઈ ગયા ચીકુ અને નાળિયેરી વધે છે.

નદીના મુખ પ્રદેશ

ઓછા વરસાદ અને ઉપર બંધ બનવાના કારણે નદીના મુખ પ્રદેશમાં દરિયાના પાણી ભરતી વખતે આવે છે, તે ખારાશ વધારે છે. નર્મદા નદી છેલ્લું ઉદાહરણ છે.

રકાબીના પ્રદેશો

ભાલ અને ઘેડ વિસ્તારો એવા છે જ્યાં જમીન દરિયા સમકક્ષ હોવાથી ખારા પાણી ભરાઈ રહે છે. જવાહરલાલ નહેરુએ ભાલ સોઈલ રેક્વેલેશન યોજના બનાવી હતી. વિદેશના વિજ્ઞાનીઓ ત્યારે આવેલા હતા. ભાલની ખારી જમીનમાં સુધારો કરવાનો હતો. ઘણાં વર્ષો પ્રોજેક્ટ ચાલ્યો હતો. પણ આજે એવી જ હાલત છે.

ઘેડમાં  સૌરાષ્ટ્રની 4 મોટી નદીઓના પાણી આવે છે. છતાં ખરાબ હાલત છે. જ્યાં ચણા સિવાય કંઈ પાકતું નથી ત્યાં ખારાશ આવી ગઈ છે. ભરતી વખતે પાણી આગળ આવે છે. અમદાવાદ, બોટાદના ભાલ પ્રદેશમાં  વલ્ભભીપુર કે ધોળકામાં ખારાશ આગળ વધતી જાય છે. સૌરાષ્ટ્ર ટાપુ હતો ત્યારથી આ સમસ્યા છે. તેથી ખારાશ વધ્યા કરે છે.

નર્મદા નદી છેલ્લો દાખલો

નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બન્યા બાદ નર્મદા નદીમાં પાણી ઓછું આવવા લાગ્યું છે. ઉનાળામાં દરિયો 120 કિલો મીટર અંદર સુધી આવી જાય છે. તેથી આસપાસના વિસ્તારોની જમીન ખારી થઈ રહી છે. જો આવું લાંબુ ચાલશે તો લાખો હેક્ટર જમીન ખારી થઈ જશે. ગુજરાતની સાબરમતી સહિત મોટી નદીઓની આવી હાલત છે.

જ્યાં ખારાશ આગળ વધતી હોય ત્યાં ચેકડેમ બનાવવા જોઈએ

કચ્છ, દ્વારકાનું રણ

કચ્છના બન્ને રણની આસપાસના 6 જિલાઓમાં જમીનના પાણી ખારા છે. પાટણ ડિવિઝનમાં સમાવષ્ટિ પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને હારીજ તાલુકાના ક્ષારવાળી જમીન છે. જ્યાં હવે બીજો પાક થતો ન હોવાથી ખારેકના લાખો વૃક્ષો થયા છે. વિરમગામ, માંડલ , અમદાવાદ જિલ્લાના બે તાલુકામાં ખારી જમીન થઈ ગઈ છે. કચ્છમાં એક સમયે ચોખા થતાં હતા હવે ત્યાં ખારા પાણીની સમસ્યા છે.

કચ્છમાં ખારેકનાં 20 લાખ ઝાડ હોવાનો અંદાજ છે. કચ્છમાં અંદાજિત પાંચસો વર્ષથી ખારેકની ખેતી થાય છે.ખારેક એ કચ્છનું અગત્યનું ફળ ઝાડ છે.

સિંચાઈના બોર

મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ઉંડે સુધી બોર બનાવીને સિંચાઈના પાણી ખેંચવાથી ખારા પાણી આવે છે. ત્યાં જમીન હવે ખારી થવા લાગી છે. ગુજરાતમાં જ્યાં વર્ષોથી નહેરની સિંચાઈ છે ત્યાં ખેડામાં બંધની સિંચાઈના કારણે જમીનની ખારાશ ઉપર આવી છે. આવું દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હવે નર્મદા નહેરના કારણે 5 વર્ષ પછી જ્યાં સૌથી વધું પાણી ભરાઈ રહેતું હશે ત્યાં લાખો હેક્ટર જમીન ખારી થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં તે શક્યતા વધું છે. ઓછો વરસાદ પડવાથી પાણીની તંગી ઊભી થાય છે અને તેથી ભૂગર્ભના પાણી વધારે વપરાય છે.

નિષ્ણાંત શું કહે છે

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ કે બી કિકાણી કહે છે કે, ગુજરાતમાં વધતા-ઓછા પ્રમાણમાં લગભગ 58.41 લાખ હેક્ટર ક્ષારવાળી જમીન છે. નર્મદા નદીની હવે ગણવામાં આવે તો 60 લાખ હેક્ટર જમીન ખારી થઈ છે.

ખેતીને અસર

ખારી જમીનના કારણે બીજનો નબળો ઉગાવો થાય છે. રોપા કે કલમોની રોપણી કરવી મુશ્કેલ બને છે. જમીન સુકાઈ ત્યારે ચીકણી અને કઠણ થઈ જાય છે. તેને ખેડતા ન તૂટે એવા ઢેફાં બને છે. છોડ પોષકતત્વો લઈ શકતા નથી. તેથી કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ખેડૂતો માટે ખેતી આર્થિક પોષણમય ન રહેતા ખેડૂતો ખેતી છોડી દે છે અને જમીન બંજર બની જાય છે. પિયતવાળી જમીનને ખાલી રાખવાથી તેની ક્ષારિકતા વધી રહી છે. ઘાસનો ઉપયોગ જમીન પર કરવો આવશ્યક છે.

ઉપાય

નદી, નાળા પર મોટા બંધ બનાવવા, મોટા ચેક ડેમ બનાવવા અને દરિયા કાંઠે પાળા બનાવવા જોઈએ. દરિયા કાંઠે બંધ, ચેક ડેમ કે પાળા બનાવવા જોઈએ. ડાર્ક ઝોન જાહેર કરવા જોઈએ.

ખેતીના ઉપાયો

ક્ષારવાળી જમીનમાં ખેતી કરી શકાય એવા નવા કૃષિ પાકો છે.  જમીન તથા પિયતના પાણી પૃથ્થકરણ કરવા જોઈએ. ક્ષારો ઓછા કરવા જીપ્સમ, દેશી સેન્દ્રિય ખાતરો વાપરવા જોઈએ.  લીલો પડવાશ કરવો. જમીનના નિતાર વધારવી. જમીન અને હવામાનને અનુરૂપ પાકની પસંદગી થઈ શકે છે.

ખેતી માટે સેલીકોર્નીયા, પીંલુડી, જોજાબા, જેટ્રોફા અને શરૂના વાવેતર કરવા જોઈએ. તે જમીન સારી થાય પછી ખારાશ સામે ઝીંક જીલે એવા પાક વાવી શકાય છે. ઘઉંની એક જાત પણ આવી છે. ઉનાળું અને શિયાળું પાક ન લેવા. જમીનની નિતાર શક્તિ વધારવી જોઈએ. ઉંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લોલો પડવાશ નાંખવાથી નિતાર શક્તિ વધે છે. તેનાથી જમીન બગડતી અટકે છે.

આ પાક થઈ શકે

દિવેલા, સુગરબીટ, ખારેક, બોર, ચીકુ, કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, કસુંબી, પાલક, ટામેટા, આંબળા, દાડમ, જામફળ તથા કાળી જીરી, સુવા, ડાંગર, જવ જેવા કેટલાંક ઔષધિય પાકો લઈ શકાય છે. આ પાકોની ક્ષાર સહનશક્તિ પ્રમાણમાં વધારે છે.

આ પણ વાંચો

૧૨.૨ લાખ હેકટર જમીન વિસ્તારમાં ક્ષાર

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે

ખારી જમીન પર મીઠી ખારેક થવા લાગી

નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ

સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ

ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકારીના ખપ્પરમાં, વૈશ્વિકરણ પછીની અત્યંત ખરાબ સ્થિતી

https://allgujaratnews.in/gj/why-is-krishnas-karmabhumi-becoming-a-desert-whats-the-secret/

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રણસર કે રણકેર ?

આગામી દિવસોમાં ગુજરાતની સ્થિતી સારી નથી