સિંહોની સંખ્યાની ગણતરી મુજબ રાજ્યમાં હાલમાં 891 સિંહ નોંધાયા છે.
અમદાવાદ, ગુજરાત, 4-3-2026
ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે જે અગાઉ થયેલી સંખ્યાની ગણતરી કરતાં 32.19 ટકા વધુ છે. અમે માર્ચ મહિનામાં સિંહોની ગણતરી શરૂ કરી હતી. ત્યાર પછી 10 મેથી 13 મે દરમિયાન સમગ્ર સ્ટાફ, ઘણા બધા સ્વયંસેવકો અને ગામવાસીઓએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો હતો.
દર પાંચ વર્ષે ડાઇરેક્ટ બીટ કાઉન્ટ પદ્ધતિથી સિંહોની ગણતરી કરવામાં આવે છે. આ વખતે 16મી સિંહની ગણતરી કરવામાં આવી હતી. તેમાં 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35,000 ચોરસ કિમી વિસ્તારને આવરી લેવાયો હતો. સિંહોની ગણતરીમાં કુલ 535 ગણતરીકારો, મદદનીશો, સ્વયંસેવકો, સરપંચો મળીને 3855 લોકો જોડાયેલા હતા.
છેલ્લે 2015માં ગુજરાતમાં સિંહોની પૂર્ણ કક્ષાની ગણતરી કરવામાં આવી હતી.
2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહની ગણતરી હાથ ધરી શકાઈ નહોતી. તેની જગ્યાએ વનવિભાગના આશરે 1400 કર્મચારીઓએ પાંચ અને છ જૂન, 2020 ના રોજ સિંહોની ગણતરી હાથ ધરી હતી. ત્યાર પછી સિંહોની સંખ્યામાં 217નો વધારો થયો છે.
ગણતરી મુજબ ગુજરાતમાં 196 નર, 330 માદા, 140 સબ-ઍડલ્ટ (બાળસિંહ કરતાં મોટા, પરંતુ પુખ્ત સિંહ કરતાં નાના) સિંહ છે, જ્યારે 225 બાળસિંહ છે.
છેલ્લે 15મી ગણતરી કરવામાં આવી ત્યારે ગુજરાતમાં 674 સિંહ હતા જેમાં 260 માદા, 161 નર, 93 સબ-ઍડલ્ટ સિંહ હતા અને 137 બાળસિંહ નોંધાયાં હતાં.
ગુજરાતમાં સિંહોની ગણતરી જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લામાં કરવામાં આવી હતી.
ગુજરાતનો વન વિભાગ છેલ્લાં 30 વર્ષથી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની ગણતરી કરે છે અને આ વખતે પણ તે જ પદ્ધતિનો ઉપયોગ થયો હતો.
ગુજરાતનું વનવિભાગ ગીરનાં જંગલ અને તેની આજુબાજુમાં વસતા એશિયાઈ સિંહોની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરે છે.
આ વર્ષે સિંહોની વસ્તીનો અંદાજ કાઢવા માટે 10 મેથી 13 મે એમ ચાર દિવસ દરમિયાન લાયન પૉપ્યુલેશન ઍસ્ટિમેશન ઍક્સર્સાઇઝ એટલે કે સિંહની સંખ્યાનો અંદાજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
સિંહો પરિવારમાં રહેતા માંસાહારી પ્રાણીઓ હોવાથી તેમની વસ્તીનો કયાસ કાઢવાનું કામ એકલા રહેતા દીપડા કે વાઘની ગણતરી કરવાની તુલનાએ સરળ છે. પરંતુ, સિંહો ટેરિટોરિયલ એટલે કે પોતાની એક હદ-સીમા બાંધી રહેનાર પ્રાણી છે અને એક સિંહ પરિવારની હદ સો ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલ હોઈ શકે છે.
રાજ્ય સરકારની યાદી મુજબ ગીરના એશિયાઈ સિંહોની પ્રથમ ગણતરી 1936 માં હાથ ધરાઈ હતી. 2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહની ગણતરી હાથ ધરી શકાઈ નહોતી.
વનવિભાગના આશરે 1400 કર્મચારીઓએ પાંચ અને છ જૂન, 2020 ના રોજ સિંહોની ગણતરી હાથ ધરી હતી. પાંચ અને છ જૂન વચ્ચેની રાત પૂનમની રાત હોવાથી તેને પૂનમ અવલોકન, 2020 તેવું નામ આપવામાં આવ્યું હતું. 2020નાં તારણોનો ચિતાર આપતા અહેવાલમાં પાનાં નં. 3 (ત્રણ) પર જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનો વનવિભાગ 1963થી સામાન્ય રીતે દર પાંચ વર્ષે સિંહોની ગણતરી નિયમિત રીતે કરતો આવ્યો છે.
પૂનમ અવલોકનના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું, “1963માં થયેલી ગણતરી સિંહોનાં પગલાંના આધારે કરાઈ હતી અને જે સિંહો દેખાય તેને રંગ લગાવી તેમના પર નિશાન કરવાના પ્રયત્નો પણ કરાયા હતા.”
ગુજરાતમાં વનવિભાગ રક્ષિત વનોને વહીવટી સરળતા ખાતર નાનાં-નાનાં એકમોમાં વિભાજિત કરે છે. તે મુજબ બીટ એટલે કે એક નાનો ભૌગોલિક વિસ્તાર સૌથી નાનો વહીવટી એકમ બને છે અને સામાન્ય રીતે તેની જવાબદારી બીટ ગાર્ડ ઉપર હોય છે.
બે-ત્રણ બીટ ભેગા કરીને એક રાઉન્ડ બનાવાય છે અને બે-ત્રણ રાઉન્ડ મેળવીને એક રેન્જ એટલે કે એક પરિક્ષેત્રનું નિર્માણ કરાય છે અને તેના રક્ષણની જવાબદારી રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (પરિક્ષેત્ર વન અધિકારી) એટલે કે આર.એફ.ઓ પર હોય છે.
આવી કેટલીક રેન્જ મળીને એક ડિવિઝન એટલે કે એક વનવિભાગનું નિર્માણ કરાય છે, જેની જવાબદારી નાયબ વનસંરક્ષક (ડેપ્યુટી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ) પર હોય છે. આવા અમુક વિભાગોને મેળવીને એક સર્કલ એટલે કે એક વર્તુળનું નિર્માણ કરાય છે જેના રક્ષણની જવાબદારી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (વનસંરક્ષક) કે ચીફ કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (મુખ્ય વનસંરક્ષક) પર હોય છે.
ગુજરાતનો વનવિભાગ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વાઇલ્ડલાઇફ સર્કલ (વન્યપ્રાણી વર્તુળ), ટેરિટોરિઅલ ફૉરેસ્ટ સર્કલ (પ્રાદેશિક વનવર્તુળ), સોશ્યિલ ફૉરેસ્ટ્રી સર્કલ (સામાજિક વનીકરણ વર્તુળ) જેવાં વર્તુળોમાં વિભાજિત કરે છે. જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળમાં ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, શેત્રુંજી અને પોરબંદર વન્યપ્રાણી વિભાગોનો સમાવેશ થાય છે.
2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહોની ગણતરી હાથ ધરી શકાઈ ન હતી. તેની જગ્યાએ સામાન્ય રીતે વનવિભાગના કર્મચારીઓ દર મહિને કરે છે તે પૂનમ અવલોકનને વિસ્તૃત સ્વરૂપ આપી તે કવાયતને સિંહોની ગણતરી તરીકે ગણવામાં આવી હતી.
સુલતાન જેમણે સિંહોને મરતા બચાવ્યા
ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધ એશિયાટિક લાયન’ નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રા લખે છે, ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન બની રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય તે વખતના જૂનાગઢના નવાબ સાહેબ સર મહમદ મહાબતખાનજી ત્રીજાને જાય છે. તેઓ ન હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ન હોત.
મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન સિંહો માટે આફત લાવ્યું હોવાનું ઇતિહાસકારોનું માનવું છે.
મુગલ અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા અને તેમનો આ શોખ સિંહો માટે કાળ સાબિત થયો હતો.
એક સમયે હાલના પાકિસ્તાનથી લઈને વર્તમાન બિહાર સુધી ફેલાયેલા સિંહોનું નિકંદન નીકળી ગયું અને સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા જ સીમિત રહી ગયા.
સિંહોને સૌથી વધુ નુકસાન બ્રિટિશકાળ દરમિયાન થયું. અંગ્રેજો શિકાર માટે બંદૂકનો ઉપયોગ કરતા હતા, બંદૂકો સુલતાનોના પારંપરિક શિકાર કરતાં સિંહો માટે વધુ વિનાશક નીવડી.
અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટિશ અધિકારીઓ અને સ્થાનિક રાજવીઓ માટે સિંહનો શિકાર એ ‘શક્તિનું ખરું પ્રતીક’ માનવામાં આવતું હતું. એટલે જ એ સમયે સિંહોના સંરક્ષણની વાત જ સ્વીકાર્ય નહોતી.
ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધ એશિયાટિક લાયનમાં કરાયેલી નોંધ અનુસાર 1871માં જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાએ એ વખતના બૉમ્બેના ગવર્નર સર સૅયમૉર ફિત્ઝગેરાલ્ડને ગીરના જંગલમાં શિકાર માટે આમંત્રણ આપ્યું હતું.
સિંહના સંરક્ષણ ખરી શરૂઆત મહાબતખાનના પુત્ર રસુલખાને કરી. નવાબ રસુલખાન બહુ મોટા શિકારી હતા પણ એમણે ક્યારેય સિંહનો શિકાર નહોતો કર્યો.
એમના પુત્ર મહાબતખાન ત્રીજા પણ પિતાની માફક અઠંગ શિકારી હતા. જોકે, તેમણે પણ સિંહના શિકારથી પોતાની જાતને દૂર જ રાખી હતી.
1870 સુધી એ સમયગાળો હતો કે જ્યારે સિંહના શિકાર માટે ઇનામો જાહેર કરવામાં આવતાં હતાં. આ સમય દરમિયાન સિંહના શિકાર માટે નવાબની મંજૂરી પણ મળતી હતી.
સમગ્ર ઘટનાક્રમમાં ‘ટર્નિંગ પૉઇન્ટ’ 1890માં આવ્યો, જ્યારે ડ્યુક ઑફ ક્લૅરન્સે ગીરની મુલાકાત લીધી. એ વખતે પ્રથમ વખત નવાબને ખ્યાલ આવ્યો કે સિંહના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.
1900ની સાલમાં ગીરમાં શિકાર માટે આવેલા લૉર્ડ કર્ઝનને જ્યારે સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરા અંગે જાણ થઈ ત્યારે દાખલો બેસાડવા તેઓ જાતે જ સિંહના શિકારથી દૂર રહ્યા.
બર્મા ગેમ પ્રિઝર્વેશન ઍસોસિયેશનમાં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું હતું, “જો સિંહોને બચાવવામાં આપણે નિષ્ફળ રહ્યા તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.”
લુપ્ત થવા આવેલા સિંહો અંગે બ્રિટિશ ઇન્ડિયા દ્વારા પ્રગટ કરાયેલી એ પ્રથમ ચિંતા હતી. કારણ કે ‘કાઠિયાવાડ ગૅઝેટિયર’ અનુસાર 1884માં ગીરમાં 10થી 12 સિંહો જ બચ્યા હતા.
સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતાં જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાનું શરૂ કરી દીધું.
એ વખતના એજન્સી નોટિફિકેશનમાં નવાબ મહાબતખાનજી બીજાએ પ્રજા અને યુરોપિયનોને સિંહનો શિકાર ન કરવાની ભલામણ કરી.
1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા. તેમણે સિંહને ‘રાજ્યાશ્રય’ આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.
એમના 13 વર્ષના શાસન દરમિયાન માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો.
સિંહોના સંરક્ષણ સામે સૌથી મોટી સમસ્યા જૂનાગઢ રાજ્યના સીમાડાની હતી. જૂનાગઢના રજવાડાએ તો સિંહના શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો પણ બીજા રાજવીઓનું શું?
જૂનાગઢને અડીને આવેલાં બીજાં રજવાડાંમાં બેરોકટોક સિંહનો શિકાર થતો હતો.
જૂનાગઢના સિમાડાની પેલે પાર રાજવીઓ માંચડા બાંધતા અને સિંહોનો શિકાર કરતા હતા. જેના પર નવાબનો કોઈ જ અંકુશ નહોતો, એટલે જૂનાગઢના નવાબે બ્રિટિશ સરકાર સામે ધા નાખી અને તેમને બ્રિટિશ સરકારનું પીઠબળ મળ્યું.
આમ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.
1950 આવતાં સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.
ભારતને સ્વતંત્રતા મળતાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું અને તેઓ પાકિસ્તાન જતા રહ્યા. ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધ એશિયાટિક લાયનમાં જણાવાયું છે કે મહાબતખાન પાકિસ્તાન જતા રહેતા ગીરના સિંહો નોંધારા થઈ ગયા.
સિંહોનો શિકાર ફરીથી શરૂ થયો. 1952માં ‘ઇન્ડિયન બૉર્ડ ઑફ વાઇલ્ડ લાઇફ’ની રચના થઈ અને વન્યસંપદા બચાવવા માટેના કાયદા અમલમાં આવ્યા. એનાથી શિકારીઓને ખાસ ફેર ના પડ્યો. 1983 સુધી શિકારના પરવાના મળતા રહ્યા અને અન્ય વન્યપ્રાણીઓ સાથે સિંહોનો પણ શિકાર થતો રહ્યો.
આખરે સરકારે છેક 1983માં ગીરના તમામ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો.
ગુજરાત સરકાર સિંહોનાં સંરક્ષણમાં નિષ્ફળ રહી છે?
9 જૂલાઈ 1969ના દિવસે ભારત સરકારે સિંહોને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કર્યા હતા. જોકે, 18 નવેમ્બર 1972ના રોજ આ સ્થાન વાઘને આપી દેવાયું.
આ રીતે અમુક વર્ષો સુધી ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું બિરુદ હાંસલ કરનારા એશિયાઈ સિંહો ક્યારેક મધ્યપૂર્વ એશિયાથી લઈને પૂર્વ ભારત સુધી ફેલાયેલા હતા. એ વખતે પૃથ્વી પર સિંહોની ત્રણ પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી.
એમાંની બે પ્રજાતિ આફ્રિકાના સહરાના રણના ઉત્તર અને દક્ષિણમાં તેની હાજરી નોંધાવતી હતી. જ્યારે ત્રીજી પ્રજાતીનો વસવાટ મધ્ય-પૂર્વ એશિયાથી લઈને ભારત સુધી ફેલાયો હતો.
ત્રણ પ્રજાતિમાં સહરાના દક્ષિણ વિસ્તારમાં રહેતા સિંહો સૌથી ભાગ્યશાળી નીવડ્યા હતા.
જ્યારે સહરાના ઉત્તરે વસતી પ્રજાતિને કિસ્મતનો સૌથી ઓછો સાથ મળ્યો અને તેઓ નામશેષ થઈ ગયા.
આમાંથી મધ્ય-પૂર્વ એશિયાથી લઈને ભારત સુધી ફેલાયેલા સિંહો એ જ ગીરના ‘એશિયાટિક લાયન્સ’.
ગુજરાતમાં સંખ્યા વધવા છતાં સિંહ અસુરક્ષિત?
અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર જીલ્લાનાં ઘણાં ગામોના ખેડૂતો આજકાલ સિંહો સાથે અનુકૂલન સાધી રહ્યા છે.
1995થી ગીરના જંગલથી બહાર નીકળેલા સિંહ હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
આઝાદી પછી, 1968માં માત્ર 177 સિંહો હતા.
મહેસૂલી વિસ્તાર એટલે ખેતર, મકાન, ગામ, ગૌચર વગેરેની જમીનો. આ મહેસૂલી વિસ્તારમાં સિંહોના જીવ પર જોખમ રહે છે.
તેમજ માણસ અને સિંહ વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 2017માં વિધાનસભામાં ગુજરાતનાં વન ખાતાનાં મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહોના મોત થયા છે.
સિંહોમાંથી 32 સિંહો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ વિશે સુઓ મોટો નોંધ લીધી હતી.
ગીર જંગલમાં સિંહો અને માલધારીઓ સાથે રહી શકે છે, પરંતુ મહેસૂલી જમીન પર ચિત્ર કંઈક જુદું જ છે.
સિંહ આવતા હોવાથી ખેતર માટે મજૂરો મળતા નથી, તેમજ અવારનવાર સિંહોના આકસ્મિક મૃત્યુ માટે જંગલ ખાતાના અધિકારીઓ ખેડૂતને પરેશાન કરતા હોય છે.
મહેસૂલી વિસ્તારમાં સિંહો સુરક્ષિત નથી. સિંહનાં મૃત્યુ ખુલ્લા કૂવામાં પડી જવાથી, ઇલેક્ટ્રિક ફેન્સિંગથી, રોડ અકસ્માત તેમજ રેલવે અકસ્માતથી થાય છે.
ગુજરાતના એશિયાટિક સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો અને ગીર જંગલનાં સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે.
પરિણામે સિંહના આકસ્મિક મોત થઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૩૨ સિંહના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.
ઇલેક્ટ્રિક ફેન્સિંગ પાકને નીલગાય અને જંગલી ભૂંડ જેવાં પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતો તેમના ખેતરની ફરતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરે છે.
ફેન્સિંગને અડવાથી અનેક વન્ય પ્રાણીઓનાં મૃત્યુની ઘટનાઓ નોંધાઈ છે.”
સામાન્ય રીતે જંગલી જાનવરની અવરજવર રાત્રે થતી હોય છે, અને હાઈ-વે પર વાહનો ખૂબ ઝડપથી પસાર થતા હોય છે, માટે અહીં અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી હોય છે.
ખુલ્લા કૂવા – ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રજૂ કરેલા એક સોગંધનામા પ્રમાણે 2016 અને 2017માં 9 સિંહો ખુલ્લા કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યાં છે.
રેલવે અકસ્માત – સુરેન્દ્રનગર-પીપાવાવ રેલવે લાઇન અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે. અમરેલી જિલ્લામાં ઘણાં સ્થળોએ સિંહની અવરજવર છે. આ રેલવે લાઇન પર અનેક વખતે સિંહના અકસ્માત થયા છે.
સરકારે અનેક જગ્યાએ આ રેલવે લાઇનની બન્ને બાજુ રેલિંગ બનાવી દીધી છે, જેથી સિંહ રેલવેના પાટા પર આવી ન શકે.
રેલિંગથી સિંહની અવરજવર પર રોક લાગી ગઈ છે અને તેનાથી તેમની શિકાર કરવાની ક્ષમતા પર અસર પડી રહી છે.
રેલવે અકસ્માતને રોકવા માટે રેલવેમાં એવા ડિવાઇસ ફિટ કરવામાં આવે કે જે પાટા પર સિંહની મૂવમૅન્ટને લાંબા અંતરથી પણ જાણી શકે.
ગુજરાત વિધાનસભામાં સિંહોનાં મૃત્યુના ખુલાસા બાદ ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો નોંધ લઈને સરકારના અધિકારીઓને સમન્સ કર્યા હતા.
સરકાર અને લોકોના પ્રયાસોથી જ સિંહની વસ્તીમાં વધારો થયો છે, અને આ વધારો દુનિયાભરના લોકો માટે એક કેસ સ્ટડી તરીકે છે.
પ્રોજેક્ટ ટાઇગરની જેમ જ પ્રોજેક્ટ લાયન પણ શરૂ કર્યો છે, આ પ્રોજેક્ટમાં બૃહદ ગીરમાં રહેતા સિંહનાં રક્ષણ માટે કામ કરવામાં આવે છે.
બૃહદ ગીરમાં સિંહ અનેક જોખમ વચ્ચે રહે છે. અનેક વખત લોકો તેની મજાક કરે છે, તો ઘણી વખત સિંહને પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે.
સિંહ જ્યારે બીમાર હોય, વૃધ્ધ થઈ જાય ત્યારે તે માનવ વસ્તી તરફ આવે.
ગીરના જંગલમાં તે આવી જ રીતે માલધારીઓના નેસ તરફ જતા હતા અને તેમની ગાય કે વાછરડાનો શિકાર કરતા હતા.
નવા વિસ્તારો છે, તેમાં પણ સિંહ આવી જ રીતે માનવ વસાહતની નજીક જાય છે, પરંતુ નેસમાં રહેતા માલધારી જેટલી સિંહના સ્વાભાવની જાણકરી ન હોવાને કારણે લોકો તેનાથી ડરી જાય છે અને સંઘર્ષ થાય છે.
જોકે સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં લોકોએ સિંહને આવકાર્યો પણ છે.
સિંહથી એક ચોક્કસ અંતર રાખવામાં આવે અને તેને પરેશાન ન કરીએ તો સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો ન કરે.
ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલા ‘કેગ’ના (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ) રિપોર્ટમાં સિંહો માટે નવો જંગલ વિસ્તાર બનાવવામાં અસફળ રહેલી રાજ્ય સરકારની કમ્પ્ટ્રોલર ઑડિટર જનરલે ઝાટકણી કાઢી છે.
ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસ સિંહોની સંખ્યા 2011માં 308 હતી. વર્ષ 2015માં આ સંખ્યા 356 સિંહોની હતી.
આ રિપોર્ટ પ્રમાણે સિંહોની વસતીમાં 2015 પ્રમાણે 54.6 ટકાનો વધારો થયો હતો. આ વધતી વસતીને કારણે સિંહો અભયારણ્યની બહાર નીકળી ગયા છે.
ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, જૂનાગઢ રેન્જએ નવેમ્બર 2005માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે સિંહોની સંખ્યા વધતી જતી હોવાથી નવા પ્રોટેક્ટેડ એરીયા બનાવવાની જરૂર છે.
જોકે આટલા વર્ષોથી રાજ્ય સરકાર આ રજૂઆત પર હજી સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી.
ભાવનગર અને અમરેલી જીલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા, ખાંભા, અને સાવરકુંડલાની આશરે 30,152 હેક્ટર જમીનને ‘સર ધરમકુમારસિંહજી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુઅરી તરીકે જાહેર કરવામાં આવે.
જૂનાગઢ જીલ્લામાં 2008માં 178.87 ચોરસ કિલોમીટર જગ્યા પ્રોટેક્ટેડ એરીયા તરીકે જાહેર કરી. એ સિવાય હજી સુધી સિંહો માટે કોઈ પણ વધારાની જગ્યા જાહેર કરવામાં આવી નથી.
કેગ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જંગલ ખાતા દ્વારા નવેમ્બર 2010માં મહેસૂલ વિભાગને પ્રોટેક્ટડ એરીયા માટે ગૌચરની જમીન આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી પરંતુ મહેસૂલ વિભાગે કોઈ પણ પ્રકારે પહેલ કરી ન હોવાથી, સિંહોની સંખ્યા માનવ વિસ્તારોમાં વધી રહી છે.
સિંહોની 32 ટકા સિંહો ગીર અભયારણ્યની બહાર રહે છે. અભયારણ્યની બહાર રહેવાથી આ સિંહોના આકસ્મિક મૃત્યુ પણ થતા હોય છે.
રાજ્ય સરકારના આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના મૃત્યુ થયા છે.
અમરેલી જિલ્લાના સિંહોના વિસ્તારમાં સેક્શન એ,બી અને સી એમ ત્રણ રેલવે લાઇન પસાર થાય છે.
કેગના રિપોર્ટ પ્રમાણે 2012થી 2014 વચ્ચે પાંચ અલગ-અલગ ઘટનાઓમાં સિંહોના મૃત્યુ થયા છે.
ઘટના ટાળવા પચીસ કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરવામાં આવી છે.
ત્યારબાદ પણ આઠ અલગ-અલગ ઘટનાઓમાં સિંહો જે-તે સમયે ફેન્સિંગ પાર કરીને રેલવે ટ્રેક પર આવી ગયા હતા.
કેગના રિપોર્ટ પ્રમાણે આ ફેન્સિંગ સિંહોના રેલવે ટ્રેક પર થતા આકસ્મિક મૃત્યુ રોકવામાં નિષ્ફળ રહી છે.
અભયારણ્યની આસપાસનો ઇકો-સેન્સિટીવ ઝોન ઘટી જતા સિંહોને તકલીફ થઈ છે.
અભયારણ્યની બહારના વિસ્તારમાં વધારાનો ફોરેસ્ટ સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વેટરનરી હોસ્પિટલ, રેસ્ક્યુ સેન્ટર વગેરે બનાવવાની તાકીદની જરૂરિયાત છે.
જંગલ ખાતાની સાથે સાથે કેગના રિપોર્ટમાં ગુજરાત સરકારની માઇનીંગ પોલીસીની પણ ઝાટકણી કાઢવામાં આવી છે. માઇનીંગ લીઝને મોનિટર કરવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી.
2003 પછી ગુજરાત સરકારની માઇનિંગ પોલીસીની સમીક્ષા આજ દિન, 2018 સુધી થઈ ન હતી.
જસ્ટિસ મદન લોકુરની અધ્યક્ષતાવાળી બૅન્ચે સરકારને કહ્યું કે સિંહોનાં મૃત્યુ થવાં એ ખૂબ જ ગંભીર બાબત છે.
સુપ્રીમ કોર્ટે સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે આ મોત પાછળનું કારણ તાત્કાલિક શોધવામાં આવે અને સિંહોને બચાવવામાં આવે.
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે, વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહ મૃત્યુ પામ્યા, તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા.
દલખાણિયા અને જશાધર રેન્જમાં તારીખ 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ 11 સિંહોનાં મૃત્યુ થયાં હતાં.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, સિંહોનાં મૃત્યુનાં કારણો આંતરિક લડાઈ, રેસપીરેટરી અને હિપેટિક ફેલ્યૉર હતાં.
સિંહોનાં મૃત્યુની આ ઘટના બાદ આ વિસ્તારમાં સિંહોને રેસ્ક્યૂ સેન્ટર પર લાવી તેમના લોહી સહિત અલગઅલગ નમૂના લેવામાં આવ્યા હતા.
આ નમૂનાઓને પુણેની નેશનલ વાઇરોલૉજી અને જૂનગાઢની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સિંહોના મેડિકલ રિપોર્ટ્સ મુજબ ચાર સિંહોના શરીરમાં વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. જ્યારે છ સિંહોનાં શરીરમાં ટીક્સ (લોહી પીતી જીવાત)ના પ્રોટોઝોઆ ઇન્ફૅક્શનું પ્રમાણ જોવા મળ્યું હતું.
ચાર સિંહોમાંથી ‘સીડીવી (કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ)’ જોવા મળ્યો છે. આ વાઇરસ કૂતરાઓની લાળમાં જોવા મળે છે.
એક સિંહોના શરીરમાંથી પણ કેનિન ડિસ્ટેમ્પર જેવો વાઇરસ મળી આવે તો એ ખતરનાક સાબિત થઈ શકે છે.
વર્ષ 1992-93માં આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા સેરેન્ગેટી નેશનલ પાર્કમાં આ વાઇરસને કારણે થોડા સમયમાં જ એક હજાર સિંહોનાં મૃત્યુ થયાં હતાં. એટલા માટે આ વાઇરસને કારણે વધુ સિંહોનાં પણ મોત થઈ શકે છે.
વાઇરસ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ મુદ્દે વન વિભાગમાં નું કહેવું કંઈક અલગ જ છે.
સિંહોનાં મોત સમગ્ર ગીરમાં નથી થઈ રહ્યાં, પરંતુ માત્ર દલખાણિયા રેન્જમાં જ થઈ રહ્યાં છે.
સીડીવી વાઇરસ કેટલો ભયાનક છે અને તેની કારણે શું થઈ શકે છે એ બાબત પણ ગંભીર છે.
સીડીવી વાઇરસ તમામ પ્રાણીઓનાં શરીરમાં મળી આવે છે. એટલે સુધી કે મનુષ્યોનાં શરીરમાં પણ જોવા મળે છે. જ્યારે આ વાઇરસને યોગ્ય વાતાવરણ મળે, ત્યારે તે સક્રિય થાય છે.
ગેરકાયદેસર રીતે યોજાતા લાયન શો અન્ય રેન્જમાં થતા હોવાથી દખાણિયા રેન્જમાં થયેલા સિંહનાં મૃત્યુને લાયન શો સાથે જોડી ન શકાય.
મોટાભાગે આ વાઇરસ બિલાડીની પ્રજાતિઓના પ્રાણીઓમાં જોવા મળે છે.
સિંહો જંગલની બહાર રખડતા રખડતા સ્થાનિક વિસ્તારમાં આવી જતા હોય અને કૂતરા-બિલાડીના સંપર્કમાં આવતા હોય, તેમનામાં આ વાઇરસ લાગુ પડવાની શક્યતાઓ વધી જાય છે.
સિંહોના શિકારને કૂતરાં કે બિલાડી ખાતા હોય છે. જ્યારે સિંહો ફરીથી તેમનો શિકાર ખાવા પરત ફરે છે, ત્યારે આ વાઇરસ તેમનાં શરીરમાં ફેલવવાની સંભાવના વધી જાય છે.
રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર હોય, તે વિસ્તારના કૂતરાઓને રસી આપવાથી આ સમસ્યાને પહોંચી વળી શકાય છે.
વર્ષ 2008માં એશિયાટિક સિંહોને ઇન્ડેન્જર શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં ગીરમાં સિંહોની કુલ સંખ્યા 523ની આસપાસ હતી.
ઉત્તર પ્રદેશથી આઈવીઆરઆઈ (ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના ત્રણ નિષ્ણાંતો, દિલ્હી ઝૂના પાંચ નિષ્ણાંતો અને ઇટાવા, ઉત્તર પ્રદેશ ખાતેના લાયન સફારીથી બે નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે.
550 કર્મચારીઓની 140 ટીમોને બીમાર સિંહોને શોધવા માટે કામે લગાડી છે.
સિંહોની બીમારીને પહોંચી વળવા અમેરિકાથી રસી પણ મંગાવવામાં આવી છે.
મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા, જેને કારણે જૂનાગઢમાં એશિયાઈ સિંહોની સંખ્યા ઘટવા લાગી હતી.
સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા તત્કાલિન જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાનું શરૂ કરી દીધું.
એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો. ત્યારબાદ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.
1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.
20થી 30 સપ્ટેમ્બર 2018ના સમયગાળામાં 10 સિંહોનાં મોત થયાં.
અમરેલી જિલ્લાના સિંહોના વિસ્તારમાં સેક્શન એ, બી અને સી એમ ત્રણ રેલવે લાઇન પસાર થાય છે. પાંચ મુખ્ય કારણોસર સિંહોનાં મૃત્યુ થાય છે.
ખુલ્લા કૂવામાં પડવાથી થતાં સિહોનાં મૃત્યુ, ખેતરોની ફરતે લાગેલા હાઈ વોલ્ટેજ વીજ કરંટથી થતાં મૃત્યુ, રેલવે અકસ્માત તેમજ રોડ અકસ્માત સિંહોનાં મૃત્યુના મુખ્ય કારણો છે.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે ગીરના સિંહોને મધ્ય પ્રદેશ ખસેડી દેવામાં આવે.
ગુજરાતની તત્કાલીન મોદી સરકારે સુપ્રીમમાં દલીલ કરી હતી કે સિંહો ‘ગુજરાતનું ગૌરવ’ છે તેને મધ્ય પ્રદેશ ખસેડવા યોગ્ય નથી.
ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગીરના સિંહોના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે. તમામ પ્રયાસો કર્યા બાદ પણ તેમને આ મુશ્કેલીમાંથી ઉગારવામાં સરકાર નિષ્ફળ રહી છે.
વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે સિંહોના સ્થળાંતર મુદ્દે આદેશ આપ્યો હોવા છતાં ગુજરાત સરકાર તેમનું સ્થળાંતર શા માટે નથી કરી રહી.
————–
૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫
May 17, 2025
અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે.
ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, ગણતરીકાર શ્રીઓ, ઓબ્ઝર્વર શ્રી સહિત ૫૧૧ સ્વંય સેવકશ્રીઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.
સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.
૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.
ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે.
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ કામગીરી અન્વયે ૮ રિજિયનમાં રિજનલ અધિકારીશ્રી, ઝોનલ અધિકારીશ્રી, સબ ઝોનલ અધિકારીશ્રી, ગણતરીકાર શ્રી, મદદનીશ ગણતરીકાર શ્રી, ઓબ્ઝર્વર શ્રી, સ્વંય સેવકો સહિત અંદાજે ૨,૯૦૦ થી વધુ માનવબળ ફરજ બજાવે છે.
રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ-૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને ૩૦૪ જેટલા સિંહ, વર્ષ-૨૦૦૧માં ૩૨૭, વર્ષ-૨૦૦૫માં ૩૫૯, વર્ષ-૨૦૧૦માં ૪૧૧, વર્ષ-૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે વર્ષ-૨૦૨૦માં ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી.
મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
……………………..
જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી,
સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ
……………………..
Ø ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી
Ø વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે
Ø રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે
Ø હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
……………………..
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આવતીકાલ તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ તા.૧૦ થી ૧૧ મે અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ:-
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.
મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે, તેમ ગીર ફોરેસ્ટ, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.
00000000
https://allgujaratnews.in/gj/16th-lion-population-estimation-2025/
પોરબંદરના બરડામાં સિંહ સફારી પાર્ક શરૂ
October 29, 2024
पोरबंदर के बरदा में लायन सफारी पार्क का शुभारंभ Lion Safari Park launched in Porbandar’s Barda
ગુજરાતમાં ચાર સિંહ સફારી પાર્ક થયા, બીજા 8 બનાવવા દરખાસ્ત
બરડાના સફારી પાર્કમાં સિંહોના મોત કેમ થઈ જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 29 ઓક્ટોબર 2024
બરડા જંગલ સિંહ સફારીમાં હવે સિંહ જોવા મળે છે. ગુજરાતનું ચોથું સિંહ સફારી પાર્ક 17 ઓક્ટોબર 2024થી શરૂ થયું છે. ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જ્યાંથી કિલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે ત્યાંથી બરડા જંગલ સફારી શરૂ થાય છે. કપુરડીથી ચારણ આઈ બેરિયરથી થઈ અજમાપાટ અને ભુખબરા નેશ સુધી 27 કિ.મી.નો બરડા સફારીનો માર્ગ છે. 29મી ઓક્ટોબરથી શરૂ થયો છે.
જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી વાતાવરણ બરડા જંગલ સફારીમાં છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફેલાયેલો છે.
એવી ટીકા થઈ રહી છે કે, વન પ્રધાન મુળુ બેરાના મત વિસ્તાર ભાણવડથી સફારી પાર્કની શરૂઆત ખોટી રીતે કરાઈ છે. ખરેખર પોરબંદરથી તેની શરૂઆત થવી જોઈતી હતી.
ગીરમાંથી લાવીને 1 નર અને 5 માદા, 2 પાઠડા લાવવામાં આવ્યા છે. અહીં અગાઉ 6 સિંહ હતા. અત્યારે કેટલાં છે તે અંગે વન વિભાગ મૌન છે. અહીં સિંહોના મોત થઈ જતાં હોવાની ઘટનાઓ બની છે.
એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક સ્થળ બની ગયું છે. 40 સિંહો રહી શકે તેટલી ક્ષમતા છે. એક નર, 5 માંદા અને 2 સિંહ બાળને સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બરડા અભ્યારણ્યને સંભવિત સાઈટ તરીકે આ અગાઉ જાહેર કરી હતી. 5 કિ મી ના વિસ્તારમાં સિંહ દર્શન સાસણ પેટર્ન પર સવાર સાંજ થાય છે.
પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે. ચોક્કસ પ્રકારની જીપ્સીની સુવિધા બરડા જંગલ સફારીના રૂટ ઉપર જવા માટે 6 મુસાફરો ધરાવતી વનવિભાગની ખુલ્લી જીપ્સી છે. ગાઇડ છે.
ગુજરાતમાં 674 સિંહો છે. વર્ષ 1879માં સિંહોનું એક ટોળું બરડા અભયારણ્યમાં જોવા મળ્યું હતું. 143 વર્ષ પછી, 19 જાન્યુઆરી, 2023ના રોજ એક નર એશીયાઇ સિંહે કુદરતી રીતે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં પોતાના આવાસસ્થાન તરીકે વસવાટ કર્યો છે, જે એક ઐતિહાસિક ઘટના કહી શકાય.
બરડા વન્યજીવ અભયારણ્યમાં 368 વનસ્પતિ પ્રજાતિ છે. જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિ છે. ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 9 ટકા છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિ છે.
લગભગ 14 દાયકા પછી જંગલના વિસ્તાર ફરી એક વખત સિંહ આવી ગયા છે.
અભયારણ્યમાં 22 સસ્તન પ્રાણીની જાત, સિંહ, દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા, હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ છે.
પક્ષીઓની 269 પ્રજાતિ, જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો છે.
રૂ. 2800 ફી
પરમીટ ફી રૂપિયા 400, ગાઈડ ફી રૂપિયા 400 તેમજ જીપ્સી ફી રૂપિયા 2000, પરમીટ ટિકિટ બુકિંગ કાઉન્ટર ખાતેથી મળે છે. અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓ 215 ચોરસ કિમી છે. જેમાં 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ સંરક્ષિત છે.
પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી 170 કિ.મી. અને અમદાવાદ 430 કિ.મી. થાય છે.
અભયારણ્યથી ભાણવડ અને પોરબંદર રેલવે મથકે ઉતરીને જઈ શકાય છે. પોરબંદરથી 40 કિ.મી., ભાણવડ 7 કિલો મીટર અને જામનગર 82 કિ.મી. છે. રાજકોટ એરપોર્ટ 190 કિ.મી. છે.
સવારે 6 કલાકથી સાંજે 4 વાગે સુધી મુલાકાત લઈ શકે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
નજીકમાં નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના 0286-2242551 ઉપર સંપર્ક કરી શકાય છે.
99 કરોડનો પ્રોજેક્ટ
વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રૂપિયા 99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો, જેમાં બરડા ડુંગરમાં સિંહો માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની NTCA સંસ્થા હેઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય રખડતા કુતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.
સિંહોના મોત
ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)થી 45 જેટલા સિંહનો મોત થયા બાદ નવું ઘર બનાવવું જરૂરી હતું. સિંહોની પ્રજાતિને બચાવવા જુનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નરસિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ્ત હતા. સાતવિરડા ખાતે બે નર એ-વન તથા નાગરાજા, બે માદા સરિતા તથા પાર્વતી તથા તાજા જન્મેલા બે બચ્ચા એમ કુલ છ ,સિંહ હતા.
સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બન્નેનું 3 એપ્રિલ 2019માં ખુદ તેની માતાના કારણે જ મોત નિપજયું હતું. તાજા જન્મેલા સિંહ બાળોને સિંહણ મોઢામાં લઈ ફેરવતી હોય છે આ બચ્ચાઓને આ રીતે ફેરવતી વખતે વધુ દબાણ અપાઈ જતાં ઇજા થયેલ જોવા મળેલ હતી. સકકરબાગ ખાતે આ બન્ને બાળસિંહના પોસ્ટમોર્ટમ થતાં ગંભીર ઈજાઓ જોવા મળેલ હતી. એક બચ્ચાને છાતીના ભાગે તથા બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ઈજા જોવા મળેલી. પ્રથમ વખતના બચ્ચાઓની સંભાળ રાખતી વખતે બિલાડી કુળના પ્રમાણીઓમાં આ પ્રકારની ઘટનાઓ કયારેક બનતી હોય છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ બચ્ચાઓને બહારનું દૂધ પીવડાવવામાં આવતું હતું.
ઘાતક બરડો
બરડાના જંગલમાં ભૌગોલિક સ્થિતિ જ એવી નથી કે ત્યાં સિંહ લાંબો સમય જીવી શકે. સાથે સાથે પથરાળ વિસ્તાર હોવાનાં કારણે આવા વિસ્તારમાં સિંહો ચાલી ન શકે અને તેના પગ છોલાઈ જાય તેને કારણે પણ સિંહોને આ વિસ્તારમાં જીવવું દુષ્કર બની જાય.
સિંહ યુનિટ
પોરબંદર પાસે બરડા વન્યજીવન અભયારણ્યમાં પ્રોજેક્ટ લાયન હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા 40 સિંહો રાખવા કહ્યું હતું.
લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-2 બનાવવામાં આવેલા હતા. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલા છે. એન્કલોઝરમાં સિંહોને અનુકૂળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં આવેલ અને આ વિસ્તાર સિંહો માટે અનુકૂળતા હોવાનું જણાયું છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે.
નવા સફારી બનશે
2024માં સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે.
ગીરમાં સાસણ, દેવળીયા, બરડા અને ધારી પાસેનું આંબરડી સિંહ સફારી છે. સરકાર આગામી સમયમાં રાજ્યમાં 12 સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા-કેવડિયા જિલ્લામાં નવા સફારી પાર્કને મંજુરી આપ્યા બાદ આગામી સમયમાં અંબાજી, વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક બની શકે છે.
કચ્છ
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારના મત પ્રમાણે નારાયણ સરોવર પાસે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનશે. પ્રવાસન અને સિંહ બ્રીડીંગ સેન્ટર માટેનો પ્રોજેક્ટ છે.
ઉના
દીવ નજીક ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. અહીં લાયન સફારી બનશે. ઉના તાલુકાના નલિયા-માંડવી દીવથી 8 કીમી થાય છે. જેની 9 મહિના અગાઉ જાહેરાત થઈ ચૂકી છે.
સર્વોચ્ચ અદાલતની મંજૂરી લેવાશે
બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની 400-400 હેકટર જમીન પર બનાવવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં દરખાસ્ત કરાશે. જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે અદાલતની પરવાનગી અનિવાર્ય છે.
3 સફારી પાર્ક
હાલ જૂનાગઢ અને અમરેલી ગીરમાં બે સફારી પાર્ક છે. સકકરબાગ ઝૂ બ્રિડીંગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક છે. રાજકોટ પાસે બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં રાંદરડા નર્સરી નજીક 28 હેક્ટરમાં સફારી પાર્ક બની રહ્યો છે.
સફારી પાર્ક
જુનાગઢમાં દેવળિયા સફારી પાર્ક છે. અમરેલીના ધારીથી 7 કિલોમીટર દૂર ગીરના આંબરડીમાં ગુજરાતનો બીજો સફારી પાર્ક 4000 હેક્ટરમાં ફેલાયેલો છે.
રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવના ઝૂની પાસે 28 હેક્ટરમાં રૂ. 30 કરોડના ખર્ચે લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી રાજકોટ મહાપાલિકાને આપી છે. ફેન્સીંગ વોલના કામો થયા છે. હવે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં સિંહ બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે. અહીં 50થી વધુ સિંહોનો જન્મ થયો છે. ઝૂમાં 12 સિંહો છે.
ફોક વચન
અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી હતી પણ કંઈ ન કર્યું. વાપીમાં વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન પ્રધાન રમણ પાટકરે અમદાવાદમાં સિંહ વસાવવાની જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા માટે સિંહનો ઉપયોગ થઈ રહ્યો છે.
5 વર્ષ પછી 2023માં અમદાવાદમાં ફરી જાહેરાત કરી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ.250 કરોડના ખર્ચે 500 એકરમાં ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ગાઢ જંગલ અને ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર બહાર પડાયા હતા.
નર્મદા બંધ પાસે કેવડિયામાં મુખ્ય નહેર તરફ 6 કિમી દૂર 100 હેક્ટર વિસ્તારમાં સિંહ અને વાઘ સફારી પાર્ક બનવાના હતા. ZSL લંડન ઝૂમાં જોવા મળતા પ્રદર્શનો જેવા જ પ્રદર્શન બનાવવાના હતા. કેવડિયા જંગલ સફારીમાં પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી 24 કિલોમીટર દૂર 400 હેક્ટર જંગલ ખાતાની જગ્યામાં લાયન પાર્ક બનાવવાની જાહેરાત 2018માં વન પ્રધાન ગણપત વસાવાએ કરી હતી. 2022માં શરૂ કરી દેવાના હતા. કંઈ ન થયું.
વસ્તી
6 વર્ષમાં સિંહોની વસ્તીમાં 30 ટકાનો વધારો થયો છે.
2015માં 511 સિંહ હતા. 2020માં પૂનમ અવલોકનની ગણતરીમાં 674 જેટલા સિંહ હતા. 2022માં 736 સિંહ હતા. 2024 સુધીમાં સિંહોની વસ્તી 850 થવાની સંભાવના છે.
હિજરત
1,412 ચો.કી.મી. ગીર જંગલ છોડીને સિંહ બહાર આવી રહ્યા છે. પોરબંદર, રાજકોટ,ગોંડલ, ચોટીલા સુધી આવી જાય છે. તેથી એશિયાટિક સિંહ સૌરાષ્ટ્રના ગીર જંગલ બહાર અન્ય વિસ્તારોમાં વસાવાઈ રહ્યા છે. 7 જિલ્લામાં સિંહ આવી ગયા છે. ગીર અભયારણ્યની બહાર 400 જેટલા સિંહ હોવાનું અનુમાન છે. ગીરમાં વૃક્ષો વધી જતાં તેઓ બહાર આવે છે. તેથી ભાવનગર પાસે શેત્રુંજી નદીના કાંઠાના કેટલાક ભાગને અભ્યારણ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મોત
2020-21માં 123, વર્ષ 2020 -22માં 113 અને 22-2023 માં 89 જેટલા સિંહના મૃત્યું થયા હતા.
વાયરસ
ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસનાં કારણે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે વન પ્રધાને રાજીનામું આપ્યું ન હતું. સિંહ જોખમમાં આવી પડે તેમ છે.
ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી રહ્યા છે
October 4, 2024
गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone?
દિલીપ પટેલ
ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024
10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. 650 સિંહ છે જેમાં મોટા ભાગના રક્ષિત જંગલોની બહાર રહે છે.
2016માં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2024માં 40% ઈકો સેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે આ ખતરો બની જશે.
ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1 લાખ 84 હજાર 466 હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિ.મી. વિસ્તારનો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’માં સમાવેશ થતો હતો
ઝોનમાં 24 હજાર હેક્ટર વન વિસ્તાર અને 1 લાખ 59 હજાર હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ કરાયો હતો.
પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ હવે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઇકો-સેન્સિટિવ ઝોનમાં ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 196 ગામ તેમજ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવરજવર વાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી 59 ગામો છે.
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી 72 ગામો છે.
ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી 65 ગામો છે.
196 ગામોના 24 હજાર 680 હેક્ટર વન વિસ્તાર તથા 1 લાખ 59 હજાર 786 હેક્ટર બિન-જંગલ વિસ્તાર છે.
ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો 1468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો ધ્યાને લેવામાં આવી હતી. સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરિડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
માઈનીંગ લીઝો અને સ્ટોન ક્રશરો ચાલી રહ્યા છે.
1 વર્ષ પહેલાં જ ઇકો સેન્સીટીવ ઝોન વિસ્તારોમાં ગેરકાયદેસરની 76 ખાણોને લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં આદેશથી નિષ્ણાંતોની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. જે તપા કરવાની હતી. તે અંગે કોઈ જ વિગતો સરકારે જાહેર કરી નથી.
2015માં ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજી રાજકુમાર સુતરિયા દ્વારા કરાઈ હતી જે 2020માં નિકાલ કરાઈ હતી. સરકારે સોગંદનામું કર્યું હતું. જસ્ટિસ આર.એમ. છાયા અને જસ્ટિસ વી.બી. માયાણીની ખંડપીઠ હતી. ખાણ અને ખનીજ વિભાગે એકમની ખનન માટેની લીઝની કાયદેસરની માન્યતા ચાલુ હોય તે સિવાય કોઇને પણ ગીરના પાણિયા મટિયાલા વન્યજીવ અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં ખનન કામ માટેની મંજૂરી અપાશે નહીં. 67 માઇનિંગ ક્વોરીને અપાયેલી ઓલ ટાઇમ રોયલ્ટી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં માઇનિંગની મંજૂરી આપવાની રહેશે નહીં.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનો અમલ કરવાનો થાય છે. માઈનિંગ લીઝ પૂર્ણ થઈ હોય તેમને બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જુલાઈ 2023માં ગીર ઇકો-સેન્સિટિવ ઝોન 3.32 લાખ હેક્ટર વિસ્તાર રાખવાની જાહેર હિતની અરજી બિરેન પઢ્યા દ્વારા કરાઈ હતી જેમાં માટે નવેસરથી પ્રસ્તાવ રજૂ કરવા સરકારને HCનો આદેશ કરાયો હતો.
હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે ઇકો-સેન્સિટિવ ઝોન મામલે સુપ્રીમ કોર્ટના ટી.એન. ગોદાવર્મનના કેસમાં આપેલા ચુકાદાના આધારે સરકાર નવેસરથી પ્રસ્તાવ કરે એવો આદેશ કરાયો હતો. અહેવાલ ચોથી સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા કહેવાયું હતું.
રાજ્ય સરકારે અગાઉ એક ડ્રાફ્ટ નોટિફિકેશન કર્યું હતું અને 3 લાખ 32 હજાર હેક્ટર વિસ્તાર ગીર નેશનલ પાર્કમાં ઇકો સેન્સિટિવ ઝોન માટે રખાશે એવું જાહેર કરાયું હતું. ડ્રાફ્ટને પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. દરમિયાન નવો પ્રસ્તાવ કરી જમીનનો વિસ્તાર ઘટાડીને 1 લાખ 17 હજાર હેક્ટર કર્યો હતો.
એવું કારણ હતું કે, ઈકો સેન્સેટીવ ઝોન સામે ધારી સહિત 125 ગામોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું.
2017નો કાંડ
એમઓઇએફ 2011ની જોગવાઇઓનો પણ ભંગ થતો રહ્યો હતો. 10 કિ.મી. ચો.મી.નો વિસ્તારને ઇકોસેન્સેટિવ ઝોન હતો, ત્યારે 3 લાખ 32 હજાર 881 હેક્ટર જમીન હતી.
અચાનક 10 કિ.મી. ચો.મી.ના વિસ્તારને ઘટાડીને 0.500 કિ.મી. એટલે કે 500 મીટર કરી દેવાયો હતો. જેને કારણે માત્ર 1 લાખ 14 હજાર હેક્ટર વિસ્તાર રહ્યો હતો. 250 તળાવો અને 750 પાણીના સ્ત્રોત વન્ય પ્રાણીઓ માટે હતા. તે ઘટીને 50થી 100 થઈ ગયા હતા. વિસ્તારને નાનો કરી દઇ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલંધન કર્યું હતું. તેથી વડી અદાલતે રાજ્ય સરકાર ઇકો સેન્સેટીવ ઝોનના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
ખાણો
ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં નવો પ્રસ્તાવ અમલમાં મુકાય તો ત્યાં ખાણો ખોદવામાં આવે એવી શંકા હતી. ગીર સોમનાથ વિસ્તારમાં ગેરકાયદે 150 માઇનિંગ ખાણ છે. 2022માં ઇકોસેન્સેટીવ ઝોનમાં ચાલતી છ ગેરકાયદેસર ખાણો બંધ કરાવી હતી.
મોત
ફેબ્રુઆરી 2024 સુધીના બે વર્ષમાં 239 સિંહના મોત થયા હતા જેમાં 126 સિંહબાળ હતા. જેમાં 29 સિંહનાં અકુદરતી મોત થયાં છે. જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી 7 સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા હતા. લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. સરકારી આંકડા પ્રમાણે આ વિસ્તારમાં 100 જેટલા સિંહો વસવાટ કરે છે, અને સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે.
બરડા વાઇલ્ડલાઇફ સેન્કચ્યુઅરીમાં 40 જેટલા સિંહોનું સ્થળાંતર કરવાની યોજના છે.
અમિત જેઠવાની હત્યા
ગીર જંગલને અડીને આવેલા કોડીનાર તાલુકામાં સિમેન્ટ કંપનીએ લાઈમ સ્ટોનની ગેરકાયદે ખનન પ્રવૃતિ ચાલુ કરતા ઘાંટવડ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. ઘાંટવડ, કંસારીયા, ચીડીવાવ ગામોએ વાંધો લીધો હતો.
ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ, કંસારીયા, નગડલા, જામવાળા, હરમડીયા, એનીલવડ, પીછવા, પીછવી જેવા ગીરના 120 ગામોના વિસ્તારોમાં જમીનમાં ભરપુર લાઈમસ્ટોનનો ખજાનો દટાયેલો પડયો છે. અહીં ખાણ માફીયાઓ દ્વારા ગેરકાયદે લાઈમ સ્ટોન કઢાતો હતો તેથી જાહેર માહિતી અધિકાર કાયદાના ચળવળકાર અમિત જેઠવાએ વાંધો લીધો હતો. આરટીઆઈ કાર્યકરે ગીરની પ્રાકૃતિક સંપ્રદા લુંટાતી બચાવવા અભીયાન ઉપાડયું હતું. 2008માં સરકારે પગલાં લેવા પડ્યા હતા અને 2010માં અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યામાં ભાજપના સાંસદ દીનુ બોઘા સોલંકી સંડોવાયેલા હતા. આજે આ ગામોમાં ચુનાના પથ્થરોની ખાણો ગેરકાયદે ભાજપના ચોક્કસ નેતાઓ દ્વારા ખોદી કાઢવામાં આવી રહી છે.
રૂપાણીનું કાંડ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન ખાણ માટે વિજય રૂપાણીએ આપી દીધી હતી. જે ખરેખર તો 10 કિ.મી. સુધીના વિસ્તારમાં આપી શકાય નહીં. તેમ છતાં જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે ત્યાં શીવ મીનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા માટે જમીન આપીને રૂપાણી સરકારે મોટું કૌભાંડ કર્યું હતું. ઘંટવડમાં જમીન આપીને સિંહ સાથે રમત રમી હતી.
રૂપાણી સરકારે જમીન આપીને તેની મંજૂરી આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ભલામણ પણ કરી હતી.
રિસોર્ટ
ગીર આસપાસ 80 જેવા રિસોર્ટ આવેલા છે. જે મોટા ભાગે ભાજપના નેતાઓના કે તેમના સગાઓના છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પણ રિસોર્ટ બનાવી રહ્યાં છે.
અનાર પટેલ કાંડ
અનાર પટેલનો પણ રિસોર્ટ પ્રોજેક્ટ અહીં હતો. ગીરમાં અનાર પટેલ સાથે સંકળાયેલી તત્કાલિક કંપનીનીને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ રિસોર્ટ માટે મંજરી આપવામાં મદદ કરી હતી. અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી, ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.4000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું પણ તપાસ થઈ નથી.
https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%ab%81/
અનાર પટેલ બાદ રૂપાણીનું ગીર જંગલ જમીન કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97/
ગીરમાં રિસોર્ટને સીલ મારવાનું શરુ થતાં માલિકો ગાંધીનગર પહોંચ્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%80%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0/
https://allgujaratnews.in/gj/dinu-bhogha9/
ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર
September 9, 2024
300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर
8 સપ્ટેમ્બર 2024
2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે.
2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજાર વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
સિંહોની ગણતરી પર ગુજરાત રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે, 51.04 ટકા સિંહો જંગલની અંદર રહે છે, જ્યારે 47.96 ટકા સિંહો વનવિસ્તારની બહાર રહે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનવિસ્તારની બહાર 13.27 ટકા સિંહો ખેતીની જમીનવાળા વિસ્તારોમાં, 2 ટકા રહેણાક વિસ્તારોમાં અને 0.68 ટકા ખાણ અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ જોવા મળે છે.
કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં 555 સિંહોનાં મોત થયાં છે. તત્કાલીન પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે 2019માં 113 સિંહોનાં મોત થયાં હતાં. જ્યારે 2020, 2021, 2022 અને 2023માં અનુક્રમે 124, 105, 110 અને 103 સિંહોનાં મોત થયાં હતાં.
કાઠિયાવાડ ગૅઝેટિયર અનુસાર વર્ષ 1884માં 10થી 12 સિંહ જ બચ્યા હતા. ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ‘એશિયાટિક લાયન : અ સક્સૅસ સ્ટૉરી’ નામથી માહિતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પછી પહેલી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે આ સંખ્યા 285 પર પહોંચી ગઈ હતી.
ગીરના જંગલમાં વસતા સિંહો ઘણી વાર જંગલની બહાર નીકળી જતા હોય તેવા વીડિયો વાઇરલ થતા હોય છે.
નિષ્ણાતોનું માનીએ તો ચોમાસામાં સિંહોનું જંગલમાંથી બહાર નીકળી જવાનું પ્રમાણ વધી જતું હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણો પણ હોય છે.
ચોમાસામાં ગીરની હરિયાળી, ગીચ જંગલ સહિત અનેક કારણો આમાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે.
સિંહને ખુલ્લી હવા માફક આવે છે અને આથી તે ચોમાસામાં ગીચ અને ઘનઘોરથી જંગલથી દૂરના વિસ્તારોમાં રહેવા ચાલ્યો જાય છે.
સિંહો ગીરનું જંગલ છોડીને બીજે કેમ જતા રહે છે એ જાણવા માટે બીબીસીએ ગીર વનવિભાગ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.
જૂનાગઢ મુખ્ય વનસંરક્ષક (વન્ય પ્રાણી) આરાધના સાહુ છે.
ચોમાસામાં વરસાદને કારણે જંગલમાં ભેજનું પ્રમાણ હોય છે, ક્યાંક પાણી ભરાઈ ગયાં હોય છે. આથી સિંહો સૂકા પ્રદેશ કે ટેકરીવાળા વિસ્તારોને વધુ પસંદ કરતા હોય છે.
વરસાદમાં જંગલમાં કેટલાંક જીવડાં કે મચ્છરોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તે પ્રાણીઓને પરેશાન કરતાં હોય છે. આથી પ્રાણીઓ જ્યાં મચ્છરો વગેરેનું પ્રમાણ ઓછું હોય ત્યાં જવાનું વધારે પસંદ કરતા હોય છે.
સિંહો સામાન્ય રીતે જંગલ કે જંગલ જેવા અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ રહેવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક વાડી વિસ્તારોમાં પણ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે.
સિંહો ઘણી વાર જંગલ છોડીને આસપાસનાં ગામો કે રસ્તા પર જોવા મળતા હોય છે.
એવું નથી કે માત્ર ચોમાસામાં સિંહો આ રીતે જંગલ છોડીને જતા હોય છે. સિંહોના કેટલાક ચોક્કસ કૉરિડૉર હોય છે, ગીર-ગિરનાર સક્રિય કૉરિડોર છે. ગીર-મિતિયાળા, સાવરકુંડલા વગેરે સક્રિય કૉરિડૉર છે. તો સિંહો આવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરતા હોય છે.
નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે હવે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. સમય જતાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, એવામાં સિંહો માટે હરવાફરવાના વિસ્તારો સીમિત થતા જાય છે.
વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોશી છે. સંખ્યા વધી જવાને લીધે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. તેથી ગીરની બહારના વનવિસ્તાર એટલે કે બૃહદ ગીરમાં સિંહો ટહેલતા હોય છે. બૃહદ ગીરમાં શિકાર માટે પશુની સંખ્યા પણ વધારે છે. તેથી સિંહ મારણ માટે પણ થોડી અનુકૂળતા રહે છે. ચોમાસામાં તો તેઓ બૃહદ ગીરમાં ખાસ જોવા મળે છે.
ચોમાસામાં વનવિસ્તાર ઘનઘોર થઈ જાય છે. વરસાદને લીધે ત્યાં માખી, મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, જે સિંહોને કનડે છે. જંગલની બહાર બૉર્ડર પરનો જે ખુલ્લો વિસ્તાર હોય ત્યાં માખી, મચ્છરનો એટલો ઉપદ્રવ હોતો નથી. આથી સિંહ જંગલમાંથી એવા ખુલ્લા વિસ્તારોમાં જતા રહે છે.
માખી-મચ્છરના ત્રાસથી કંટાળીને ચોમાસામાં સિંહ ક્યારેક રોડ ઉપર પણ આવી જાય છે. ત્યાં માખી મચ્છર ઓછા નડે છે.
ખુલ્લા વિસ્તારોમાં સિંહોના જવાનું બીજું એક કારણ એ પણ છે કે ગીરની બહારના વિસ્તારોમાં ચોમાસા પછીના દિવસોમાં શિકાર પ્રમાણમાં સરળતાથી મળી રહે છે.
ચોમાસાને લીધે જંગલને અડીને આવેલા ખુલ્લા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળે છે તેથી ઢોર પણ ત્યાં ચરવા આવતાં હોવાથી સિંહને ત્યાં શિકાર પણ મળી રહે છે.
ગીરનું જંગલ ઝાડીઝાંખરા અને વૃક્ષોથી ભરેલું છે. જ્યારે આફ્રિકાના જંગલમાં ઘાસનાં મેદાનો પ્રમાણમાં વધારે છે. ઉનાળામાં ગીરનું જંગલ સૂકું હોય છે જે સિંહને વધુ માફક આવે છે.
ઉનાળામાં ગીરનું જંગલ થોડું ખુલ્લું હોય છે તેથી શિકાર દેખાય અને એને પકડવામાં પ્રમાણમાં સરળતા રહે છે. ચોમાસામાં જંગલ ઘનઘોર થઈ જતાં સિંહને શિકાર કરવામાં પણ તકલીફ પડે છે. તેથી પણ તેઓ જંગલ બહાર જાય છે.
ગુજરાતમાં સિંહોને જંગલની આસપાસના વિસ્તારોમાં પાળેલાં પશુઓ આરામથી મળી આવે છે. સિંહ મૂળે ઘાસિયા કે ખુલ્લા જંગલનું પ્રાણી છે. તેને ઝાડીઝાંખરાની ગીચતા માફક નથી આવતી. તેથી જ ચોમાસામાં જંગલની બહાર ખુલ્લામાં જોવા મળે છે.
સિંહ વિશે ભગવદ્ગોમંડલ શું કહે છે.
હિંસા કરનાર પ્રાણી. પુરાણમાં કહેલું છે કે, ક્રોધવશાની પુત્રી શાર્દૂલાને પેટે આ હિંસક જાતિ ઉત્પન્ન થઈ છે. બધાં પ્રાણીઓમાં તે વધારે શક્તિમાન, ઉદાર અને માનવાળો હોઈને વનરાજ કે પશુઓનો રાજા કહેવાય છે. ઇરાન, હિંદ અને આફ્રિકાનાં ગરમ જંગલોમાં આ પ્રાણી થાય છે.
તેને મૃગૈંદ્ર, પંચાસ્ય, હર્યક્ષ, કેસરી, ચિત્રકાય, મૃગદ્વિષ, હરિ, મૃગરિપુ, મૃગદ્રષ્ટિ, મૃગાશન, પુંડરીક,પંચનખ, કંઠીરવ, મૃગપતિ, પંચાનન, પલલભક્ષ પણ કહે છે. સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો. ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા. ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે.
મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે. સૌરાષ્ટર્માં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિઅ અને આફ્રિકામાં માલૂમ પડે છે. એશિઅમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨(હાલ ની સંખ્યા 523) સિંહો છે. સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે.
ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને વેલિયા કે વેલર અને ઊંચા દેહવાળાને ગધૈયા એવાં નામ આપ્યાં છે. એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે. આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે.
સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે. રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે.
છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે. સિંહને એશિઅના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. એશિયન સિંહની કેશવાળી આછી ને પૂર્ણ વિકસિત દશામાં છેડેથી કાળી હોય છે. સેનિગાલના સિંહોને યાળ હોતી નથી. નાકથી પૂછડીના છેડા સુધી સિંહ નવ ફૂટથીયે લાંબો ને લગભગ ૫૦૦ રતલ વજનનો હોય છે. માદા નર કરતાં એકાદ ફૂટ નાની હોય છે. બંનેની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે; જેમાં શિંગડા જેવો સખત કાંટો હોય છે.
સિંહને હિંદીમાં શેર બબર, ગુજરાતમાં ઊંટિયો વાઘ ને સોરઠમાં સાવજ કહે છે. તે રેતાળ, સપાટ ને ખડકાળ તથા થોર અને પાણી કાંઠે ઊંચા ઘાસવાળી ખુલ્લી ભૂમિમાં વસે છે. અધિક બળવાન ને અતિશય હિંમતવાન તથા સાંકડી જગ્યામાં યે આસાનીથી સારું કૂદી શક્તો હોવા છતાં સિંહ વાઘ જેટલો ચપળ નથી. વળી ખુલ્લામાં સામે મોંએ મોં-ફાડીને હુમલો કરવાની તથા હંમેશા ધોરી માર્ગે જ આવજા કરવાની તેની ટેવ શિકારીને ઘણી અનુકૂળ નીવડે છે. દિવસ આખો એ ટાઢે છાંયે આરામ લે છે ને ગોરજ ટાણે ઊભા થઈ શિકારની શોધમાં નીકળે છે ત્યારે ગર્જનાઓ કરતા રહેવાની તેને ટેવ છે. તેનો ડણકવાનો સમય સાંજ અને ભળકડું ખાસ છે, છતાં રાતમાં તેઓ ડણકતા સાંભળવામાં આવે છે.
તેની ગર્જના મેઘગર્જના જેવી અત્યંત મોટી અને ગંભીર હોય છે. તેઓની ચોક્કસ પ્રજનન ઋતુ નથી, પરંતુ ગીરમાં વધારે ભાગમાં સિંહસિંહણોનો સંયોગ ઓકટોબર નવેંબર માસમાં થાય છે અને સિંહણો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે. જે બચ્ચાંનો જન્મ વર્ષાઋતુ દરમિયાન થાય તેઓ ઘણે ભાગે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની અછતને લઈ લાંબું નભતાં નથી. સિંહણ જ્યારે અઢી ત્રણ વર્ષની થાય ત્યારે જુવાનીમાં આવે છે અને એ અરસામાં તે બચ્ચાંને જન્મ આપે છે. તેનો ગર્ભાધાનનો સમય ચારેક માસનો છે. સિંહણ એકી સાથે બે બચ્ચાંને જન્મ આપે છે પણ ક્યારેક તેમાં એકાદનો વધારો પણ દેખાઈ આવે છે. બે વિયાજણ વચ્ચે ઓછામાં ઓછું દોઠ કે બે વરસનું અંતર હોય છે. એક વર્ષે બચ્ચાંના દુધિયા દાંત પડી બીજા આવવા શરૂ થાય છે. બચ્ચાંના ઉછેરમાં સિંહ પણ પૂરતો ભાગ લે છે અને આખા કુટુંબનું પોષણ કરે છે. સિંહ અને વાઘનો સંયોગ કરાવીને લાઈગર નામની વર્ણસંકર પ્રજા પણ ઉપજાવાઈ છે.
https://allgujaratnews.in/gj/300-lions-out-of-the-forest-in-monsoon/
આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપાણીએ તપાસનું ફિડલું વાળી દીધું
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%ab%80%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-900-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c/
કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા
September 2, 2024
સિંહો માટે જગ્યા કરવા મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાં આવેલા ગામોના મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત પરિવારોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરાયાને 23 વર્ષ વીતી ગયા છે. પણ એ સિંહો ગુજરાતથી હજી સુધી ગયા નથી. પાયરા સહિત 24 ગામો છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સહિતના રાજકિય નેતાઓ કેવા નિષ્ઠુર છે તેનું આ ઉદાહરણ છે.
લેખક – પ્રિતિ ડેવિડ
તંત્રી – પી શાંતિનાથ
સિંહો આવવાના હતા. તે પણ છેક ગુજરાતથી. અને બીજા બધાએ તેમનો પ્રવેશ સરળ બનાવવા ખસી જવાનું હતું. અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની અંદર આવેલા પાયરા જેવા ગામડાઓને એ બધું શી રીતે પાર પડશે એનો કોઈ ચોક્કસ ખ્યાલ ન હોય તો પણ વિચાર તરીકે એ સારો હતો.
70-72 વર્ષના રઘુલાલ જાટવ કહે છે, “આ સિંહોના આવ્યા પછી આ વિસ્તાર પ્રખ્યાત થઈ જશે. અમને ભોમિયા તરીકે નોકરી મળશે. અમે આસપાસના વિસ્તારમાં દુકાનો અને ભોજનશાળાઓ ચલાવી શકીશું. અમારા પરિવારો ફૂલશે-ફાલશે.” તેઓ કુનો પાર્કની બહાર આગરા ગામમાં અમારી સાથે વાત કરી રહ્યા હતા.
રઘુલાલ કહે છે, “અમને સિંચાઈની સુવિધાવાળી સારી ગુણવત્તાની જમીન, ઓલ-વેધર રોડ્સ (બારમાસી પાકી સડક), આખા ગામ માટે વીજળી, અને તમામ નાગરિક સુવિધાઓ મળશે.”
તેઓ કહે છે, “સરકારે અમને આવી ખાતરી આપી હતી.”
અને તેથી પાયરાના લોકો અને 24 ગામોના લગભગ 1600 પરિવારોએ કુનો નેશનલ પાર્કમાં આવેલા તેમના ઘરો ખાલી કર્યા. તેઓ મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત અને ગરીબ ઓબીસી હતા. તેમને (અકારણ) ખૂબ ઉતાવળે વિસ્થાપિત કરાયા હતા.
ટ્રેક્ટરો લાવવામાં આવ્યા, અને વનવાસીઓએ તેમના ચાલુ ઘરબાર ઉતાવળે છોડી દેવા પેઢીઓથી ભેગી કરેલી ચીજવસ્તુઓનો ખડકલો કર્યો. પ્રાથમિક શાળાઓ, હેન્ડપંપ, કૂવાઓ અને તેમણે પેઢીઓથી ખેડેલી જમીન બધુંય પાછળ રહી ગયું. પશુઓને પણ પાછળ છોડવા પડ્યા. કારણ કે જંગલના પૂરતા ચરાઈના સંસાધનો વિના પશુઓને ચારો નીરવો બોજારૂપ બની રહે.
પોતાના દીકરાના ઘરની બહાર ચારપાઈ પર બેઠેલા રઘુલાલ કહે છે, “સરકારે જુઠ્ઠું બોલીને અમને છેતર્યા.” તેમનો ગુસ્સો પણ હવે તો ઠંડો પડી ગયો છે. સરકાર પોતે આપેલા વચનોનું પાલન કરે તેની રાહ જોઈનેય તેઓ હવે થાકી ગયા છે. દલિત સમુદાયના રઘુલાલ જેવા હજારો ગરીબ, છેવાડાના લોકોએ તેમની જમીનો, તેમના ઘરો, તેમની આજીવિકા ગુમાવી દીધી છે.
પરંતુ રઘુલાલનું નુકસાન એ કુનો નેશનલ પાર્કનો ફાયદો ન હતો. સિંહનો હિસ્સો કોઈનેય મળ્યો નથી. ખુદ સિંહોને પોતાને પણ નહીં. તેઓ ક્યારેય આવ્યા જ નહીં.
એક સમયે સિંહો મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતના જંગલોમાં ફરતા હતા. જોકે, આજે એશિયાટિક સિંહ (પેન્થેરા લીઓ લીઓ) માત્ર ગીરના જંગલોમાં અને ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ વિસ્તારમાં ગીરના જંગલોની આસપાસના 30000 ચોરસ કિલોમીટરને આવરી લેતા વિસ્તૃત મેદાનોમાં જ જોવા મળે છે. એ વિસ્તારના છ ટકાથી પણ ઓછો – 1883 ચોરસ કિમીનો – વિસ્તાર એ તેમનું છેલ્લું સુરક્ષિત રહેઠાણ છે. આ હકીકત વન્યજીવન જીવવિજ્ઞાનીઓ અને (પર્યાવરણ) સંરક્ષણવાદીઓ માટે ભારે ચિંતાનો વિષય છે.
અહીં નોંધાયેલા 674 એશિયાટિક સિંહો વિશ્વની અગ્રણી સંરક્ષણ એજન્સી આઈયુસીએન દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરાયા છે. અને વન્યજીવન સંશોધક ડૉ. ફૈયાઝ એ. ખુડસર ઝઝૂમી રહેલા ગંભીર જોખમ તરફ નિર્દેશ કરે છે. તેઓ કહે છે, “સંરક્ષણ જીવવિજ્ઞાન સ્પષ્ટપણે સૂચવે છે કે (કોઈ એક પ્રજાતિની) એક નાની વસ્તીને એક જ જગ્યાએ પ્રતિબંધિત કરવામાં આવે તો તે (પ્રજાતિ) લુપ્ત થવાના વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરે છે.”
ખુડસર સિંહો સામેના અનેક જોખમોનો ઉલ્લેખ કરી રહ્યા છે. આમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો પ્રકોપ, જંગલની આગ, આબોહવા પરિવર્તન, સ્થાનિક બળવો વગેરેનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે આવા જોખમો આ લુપ્તપ્રાય પ્રજાતિની વસ્તીનો ખૂબ ઝડપથી નાશ કરી શકે છે. ભારત માટે તે એક દુઃસ્વપ્ન સમાન હશે કારણ કે આપણા સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીકો અને સીલ પર સિંહની છબીઓનું પ્રભુત્વ છે.
ખુડસર ભારપૂર્વક જણાવે છે કે સિંહો માટે વધારાના રહેઠાણ તરીકે કુનો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ કહે છે તેમ: “આનુવંશિક સામ્યતાને પ્રોત્સાહિત કરવા માટે આ સિંહોના જૂના ભૌગોલિક પ્રદેશોમાં થોડા સિંહોનો પુન:પ્રવેશ કરાવવો જરૂરી છે.”
1993-95 ની આસપાસ સ્થાનાંતરણ યોજના તૈયાર કરવામાં આવી હતી. એ યોજના હેઠળ કેટલાક સિંહોને ગીરથી 1000 કિલોમીટર દૂર કુનોમાં ખસેડવામાં આવનાર હતા. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુઆઈઆઈ – WII) ના વડા ડૉ. યાદવેન્દ્રદેવ ઝાલા કહે છે કે નવ સંભવિત સ્થાનોની સૂચિમાંથી આ યોજના માટે કુનો સૌથી વધુ યોગ્ય હોવાનું જણાયું હતું.
ડબ્લ્યુઆઈઆઈ એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ્સ એન્ડ ક્લાયમેટ ચેઈન્જ – એમઓઈ એફસીસી – MoEFCC) અને રાજ્યના વન્યજીવન વિભાગોની તકનીકી શાખા છે. આ સંસ્થાએ સરિસ્કા અને પન્નામાં વાઘ, બાંધવગઢમાં ગૌર અને સતપુરામાં બારાસિંગાના પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ રવિ ચેલ્લમ કહે છે, “કુનોનું એકંદર કદ [અંદાજે 6800 ચો. કિ.મી.ની આસપાસનો સંલગ્ન રહેઠાણ વિસ્તાર], ત્યાં માનવીય વિક્ષેપનું પ્રમાણમાં નીચું સ્તર, તેમાંથી પસાર થતા કોઈ ધોરીમાર્ગો નથી, આ બધા કારણોએ તેને (સિંહોના સ્થાનાંતરણ માટેનું) આદર્શ સ્થાન બનાવ્યું.” તેમણે ચાર દાયકાથી આ શક્તિશાળી સસ્તન પ્રાણીઓની – સિંહોની – હિલચાલનું નિરીક્ષણ કર્યું છે.
તેઓ કહે છે, બીજા સકારાત્મક પરિબળોમાં: “વસવાટની સારી ગુણવત્તા અને વિવિધતા – ઘાસના મેદાનો, વાંસ, ભીની બાગાયત જમીનના ટુકડા. અને તે ઉપરાંત ચંબલ [નદી]ની બારમાસી વિશાળ ઉપનદીઓ અને શિકારની વિવિધ પ્રજાતિઓ પણ છે. આ બધાને કારણે આ અભયારણ્ય સિંહોને આવકારવા તૈયાર હતું.”
જો કે તે પહેલા હજારો લોકોને કુનો અભયારણ્યમાંથી બીજે ખસેડવા પડશે. તેઓ જેના પર નિર્ભર હતા તે જંગલોથી માઇલો દૂર તેમને વિસ્થાપિત અને સ્થાનાંતરિત કરવાનું કામ થોડા જ વર્ષોમાં કરવામાં આવ્યું હતું.
આજે ત્રેવીસ વર્ષ પછી પણ સિંહો હજીય દેખાયા નથી.
કુનોની અંદરના 24 ગામોના રહેવાસીઓ માટે સંભવિત વિસ્થાપનનો પ્રથમ સંકેત 1998માં આવ્યો હતો. તે સમયે અહીં આસપાસના વન રક્ષકોએ આ અભયારણ્યને – માનવ હાજરી વિનાના – રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવાની વાત કરવાનું શરૂ કર્યું હતું.
મંગુ આદિવાસી પૂછે છે, “અમે કહ્યું કે અમે [ભૂતકાળમાં] સિંહો સાથે રહેલા છીએ. વાઘ અને બીજા પ્રાણીઓ સાથે પણ રહ્યા છીએ, તો પછી અમને (અહીંથી) શા માટે ખસેડવામાં આવે છે?” તેઓ 40-42 વર્ષના સહરિયા છે, અને વિસ્થાપિત થયેલા લોકોમાંથી છે.
1999 ની શરૂઆતમાં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના વન વિભાગે કુનો સીમાની બહારની જમીનના મોટા વિસ્તારો સાફ કરવાનું શરૂ કર્યું. વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને જે સી બેમફોર્ડ એક્સેવેટર્સ (જેસીબી) વડે જમીનને સમતળ કરવામાં આવી.
જે.એસ. ચૌહાણ કહે છે, “સ્થળાંતર સ્વૈચ્છિક હતું, મેં વ્યક્તિગત રીતે તેની દેખરેખ રાખી હતી.” 1999 માં તેઓ કુનોના જિલ્લા વન અધિકારી હતા. હાલમાં તેઓ મધ્યપ્રદેશના મુખ્ય વડા વન સંરક્ષક (પ્રિન્સિપલ ચીફ કર્ન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ – પીસીસીએફ – PCCF) અને મધ્યપ્રદેશના મુખ્ય વન્યજીવન અભિરક્ષક છે.
વિસ્થાપનની (કડવી) ટીકડીને મીઠી બનાવવા માટે દરેક પરિવારને કહેવામાં આવ્યું હતું કે તેમના એકમને ખેતીલાયક અને સિંચાઈની સુવિધાવાળી બે હેક્ટર જમીન મળશે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુરુષ સભ્યો પણ આ (જમીન મેળવવા) માટે પાત્ર ગણાશે. આ ઉપરાંત તેઓને નવું મકાન બનાવવા 38000 રુપિયા અને તેમનો સામાન ખસેડવા માટે 2000 રુપિયાની આર્થિક સહાય મેળવવાનો પણ હક રહેશે. તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમના નવા ગામોમાં તમામ નાગરિક સુવિધાઓ ઉપલબ્ઘ હશે.
અને ત્યારબાદ પાલપુર પોલીસ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું. 43 વર્ષના સૈયદ મેરાજુદ્દીન કહે છે કે, “આ વિસ્તારમાં ડાકુઓનો ડર હોવાથી લોકો ચિંતામાં હતા.” તે સમયે તેઓ આ વિસ્તારમાં એક યુવાન સામાજિક કાર્યકર તરીકે કાર્યરત હતા.
આ યજમાન ગામોને (વિસ્થાપિતોના) આ ધસારા બાબતે કે પછી હવે સમતળ કરી દેવાયેલા જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ બાબતે ન તો વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે ન તો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હતું
વિડિઓ જુઓ: કુનોના લોકો: ક્યારેય ન આવેલા સિંહો માટે વિસ્થાપિત
1999 નો ઉનાળો આવી પહોંચ્યો. લોકો તેમના આગામી પાકનું વાવેતર કરવાની તૈયારીમાં હતા ત્યારે પાકનું વાવેતર કરવાને બદલે કુનોના રહેવાસીઓએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું. તેઓ આગરા અને તેની આસપાસના વિસ્તારોમાં આવી પહોંચ્યા અને વાદળી પોલિથીનની બનેલી કઢંગી ઝૂંપડીઓમાં પોતાના ઘરો વસાવ્યા. અહીં તેઓ આગામી 2-3 વર્ષ રહેવાના હતા.
મેરાજુદ્દીન કહે છે, “મહેસૂલ વિભાગે શરૂઆતમાં વિસ્થાપિતોને જમીનના નવા માલિકો તરીકે સ્વીકાર્યા ન હતા અને તેથી દસ્તાવેજો જારી કરવામાં આવ્યા ન હતા. આરોગ્ય, શિક્ષણ અને સિંચાઈ જેવા બીજા વિભાગોને કામકાજ શરૂ કરવામાં બીજા 7-8 વર્ષ લાગ્યાં.” તેઓ આધારશિલા શિક્ષા સમિતિના સચિવ બન્યા. તે નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે જે યજમાન ગામ આગરામાં વિસ્થાપિત સમુદાય સાથે કામ કરે છે અને તેમને માટે એક શાળા ચલાવે છે.
23 વર્ષ પછી પણ અધૂરા રહેલા વચનો પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવતા પીસીસીએફ ચૌહાણ સ્વીકારે છે કે “ગામનું પુનર્વસન એ વન વિભાગનું કામ નથી. સ્થળાંતરની જવાબદારી સરકારે લેવી જોઈએ તો જ વિસ્થાપિતોને સંપૂર્ણ લાભ એકસાથે મળી શકે. તમામ વિભાગોએ લોકો સુધી પહોંચવું જોઈએ. એ આપણી ફરજ છે.”
શ્યોપુર જિલ્લાની વિજયપુર તહેસીલના ઉમરી, આગરા, અર્રોડ, ચેંતીખેડા અને દેવરી ગામોમાં 24 વિસ્થાપિત ગામોમાંથી હજારો લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ યજમાન ગામોને (વિસ્થાપિતોના) આ ધસારા બાબતે કે પછી હવે સમતળ કરી દેવાયેલા જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ બાબતે ન તો વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે ન તો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
રામ દયાલ જાટવ અને તેમનો પરિવાર જૂન 1999માં આગરાની બહાર પાયરા જાટવ કસ્બામાં સ્થળાંતરિત થયા. કુનો પાર્કના મૂળ પાયરાના હાલ 52-53 વર્ષના આ રહેવાસી આ નિર્ણય બાબતે હજી આજે પણ પસ્તાય છે. તેઓ કહે છે, “પુનઃસ્થાપનથી અમને કોઈ લાભ થયો નથી. અમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને હજી આજે પણ કરીએ છીએ. આજે પણ અમારા કૂવાઓમાં પાણી નથી, અમારા ખેતરો માટે વાડ નથી. અમારે તબીબી કટોકટીના મોટા ખર્ચ ઉઠાવવા પડે છે અને નોકરી મળવી મુશ્કેલ છે. આ ઉપરાંત બીજી પણ ઘણી સમસ્યાઓ છે.” “તેઓએ ફક્ત પ્રાણીઓ માટે સારું કર્યું પણ અમારા માટે કંઈ સારું ન કર્યું.” એમ કહેતા તેમનો અવાજ ધીમો થઈ જાય છે.
રઘુલાલ જાટવ કહે છે કે સૌથી મોટો ફટકો ઓળખ ગુમાવવાનો છે: “આજકાલ કરતા 23 વર્ષ થઈ ગયા અને અમને જે વચન આપવામાં આવ્યું હતું તેમાંનું કંઈ હજી સુધી નથી મળ્યું, અમારી પોતાની સ્વતંત્ર ગ્રામસભાઓ પણ અહીં અગાઉથી કાર્યરત ગ્રામસભાઓમાં વિલીન કરી દેવામાં આવી છે.”
તેઓ પોતાના ગામ પાયરા સહિત 24 ગામોના વિલીનીકરણ સામે લડી રહ્યા છે. રઘુલાલના જણાવ્યા અનુસાર 2008માં નવી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી ત્યારે પાયરાએ મહેસૂલી ગામ તરીકેનો તેનો દરજ્જો ગુમાવ્યો. ત્યારબાદ તેના રહેવાસીઓને ચાર કસ્બાઓમાં અગાઉથી કાર્યરત પંચાયતોમાં સામેલ કરી દેવામાં આવ્યા. “આ રીતે અમે અમારી (પોતાની સ્વતંત્ર) પંચાયત ગુમાવી.”
પીસીસીએફ ચૌહાણનું કહેવું છે કે આ એક એવી પીડા છે જેનો ઈલાજ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે, “વિસ્થાપિતોને તેમની પોતાની પંચાયત પાછી આપવા માટે મેં સરકારના ઘણા લોકોનો સંપર્ક કર્યો છે. હું તેમને [સરકારના વિભાગોને] કહું છું, ‘તમારે આવું નહોતું કરવું જોઈતું હતું.’ આ વર્ષે પણ મેં પ્રયત્ન કર્યો હતો.”
તેમની પોતાની (સ્વતંત્ર) પંચાયત વિના, વિસ્થાપિતોને તેમના અવાજો (લાગતાવળગતાઓને) સંભળાવવા જટિલ કાનૂની અને રાજકીય સંઘર્ષનો સામનો કરવો પડે છે.
મંગુ આદિવાસી કહે છે કે વિસ્થાપન પછી “જંગલના દરવાજા અમારા માટે બંધ થઈ ગયા. પહેલા તો અમે ચારા તરીકે ઘાસ વેચતા હતા, પરંતુ હવે વેચવાની વાત તો દૂર રહી, અમને પોતાને જ એક ગાય પાળવા માટેય પૂરતું ઘાસ મળતું નથી.” હવે ચરાઈ જમીન, બળતણ માટેના લાકડાં, લાકડા સિવાયની વન પેદાશો વગેરેની પણ મળતાં નથી.
સામાજિક વિજ્ઞાની પ્રો. અસ્મિતા કાબરા વિરોધાભાસ તરફ ધ્યાન દોરે છે: “લોકોને તેમના ઘર છોડવા માટે ફરજ પાડવામાં આવી હતી કારણ કે [જે સિંહો આવવાના છે એવું મનાતું હતું તેમને કારણે] પશુધનના સંભવિત નુકસાન વિશે વન વિભાગ ચિંતિત હતું. પરંતુ આખરે ઢોર-ઢાંખરને તો ત્યાં જ છોડી દેવા પડ્યા કારણ કે તેમના માટે (જંગલની) બહાર કોઈ ચરાઈ/ગોચર જમીન જ નહોતી.”
જેમ જેમ ખેતી માટે જમીન સાફ કરવામાં આવતી ગઈ તેમ તેમ વૃક્ષોની હારમાળા વધુ ને વધુ દૂર ખસતી ગઈ. 23 વર્ષના શિક્ષક અને વિસ્થાપિત સહરિયાને જ્યાં સ્થળાંતરિત કરાયા છે તેવા ગામોમાંના એક અહરવાણીના રહેવાસી કેદાર આદિવાસી કહે છે, “હવે અમારે બળતણ માટે લાકડાં લેવા 30-40 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. શક્ય છે કે અમારી પાસે અનાજ હોય, પરંતુ તેને રાંધવા માટે લાકડાં ન હોય.”
હાલ 52-53 વર્ષના ગીતા અને 62-63 વર્ષના હરજાણીયાએ લગ્ન કરીને અભયારણ્યમાં રહેવા માટે શ્યોપુરની કરાહલ તહેસીલમાં આવેલા પોતાના ઘર છોડી દીધા ત્યારે તેઓ બંને ખૂબ જ નાના હતા. ગીતા કહે છે “[હવે] અમારે લાકડું લેવા માટે ટેકરીઓ ઉપર જવું પડે છે. તેમાં અમારે આખો દિવસ લાગે છે અને અવારનવાર વન વિભાગ દ્વારા અમને અટકાવવામાં આવે છે. તેથી અમારે સાવચેત રહેવું પડે છે.”
કાબરા યાદ કરે છે કે મામલો થાળે પાડવાની તેમની ઉતાવળમાં વન વિભાગે મૂલ્યવાન વૃક્ષોને અને ઝાડીઓને કચડી નાખ્યા હતા. કુનો અને તેની આસપાસના વિસ્થાપન, ગરીબી અને આજીવિકાની સુરક્ષા પર પીએચડી કરનાર સામાજિક વૈજ્ઞાનિક ઉમેરે છે કે, “જૈવવિવિધતાના નુકસાનની ક્યારેય ગણતરી કરવામાં આવી નથી.” તેઓ આ પ્રદેશ અંગેના અગ્રણી સંરક્ષણ વિસ્થાપન નિષ્ણાત ગણાય છે.
ગુંદર અને રેઝિન એકત્ર કરવા ચિર અને બીજા વૃક્ષોની પહોંચ ગુમાવવી એ એક મોટો ફટકો/મોટું નુકસાન છે. ચિરનો ગુંદર સ્થાનિક બજારમાં 200 રુપિયે વેચાય છે, અને મોટા ભાગના પરિવારો લગભગ 4-5 કિલો રેઝિન એકત્ર કરી શકતા હતા. કેદાર કહે છે, “તેંદુના પાન [જેમાંથી બીડી બનાવવામાં આવે છે તે]ની જેમ વિવિધ પ્રકારના ગુંદરના રેઝિન પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા. તે જ પ્રમાણે બીલ, અચાર, મહુઆ, મધ અને કંદમૂળ પણ (પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા). આ બધાથી અમારી ખોરાક અને કપડાંની જરૂરિયાતો પોષાતી. એક કિલો ગુંદરના બદલામાં અમે પાંચ કિલો ચોખા લઈ શકતા હતા.”
હવે કેદારના માતા કુંગાઈ આદિવાસી જેવા ઘણા, જેમની પાસે અહરવાણીમાં માત્ર થોડાક જ વીઘા વરસાદ આધારિત જમીન છે, તેઓને દર વર્ષે કામ માટે મોરેના અને આગ્રા શહેરોમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેઓ દર વર્ષે કેટલાક મહિનાઓ માટે બાંધકામના સ્થળોએ મજૂરી કરે છે. 52-53 વર્ષના કુંગાઈ કહે છે, “નબળી સિઝનમાં અહીં ખેતીને લાગતું કોઈ કામ મળી શકે તેમ ન હોય ત્યારે અમારામાંથી દસ કે 20 લોકો સાથે (કામની શોધમાં) જઈએ.”
15 મી ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ‘ પ્રોજેક્ટ લાયન ’ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી “દેશમાં એશિયાટિક સિંહોનું ભવિષ્ય સુરક્ષિત થશે.”
2013 માં સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ્સ એન્ડ ક્લાયમેટ ચેઈન્જ – એમઓઈ એફસીસી – MoEFCC) ને સિંહોને સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. અદાલતે કહ્યું હતું કે સિંહોનું સ્થાનાંતરણ “આજથી 6 મહિનાના સમયગાળામાં” થવું જોઈએ અને કારણ એ જ હતું જે લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણમાં ટાંકવામાં આવ્યું હતું. એટલે કે દેશમાં એશિયાટિક સિંહોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે. ત્યારથી તે આજ સુધી (અદાલતના) આદેશનું પાલન કરવામાં અને કેટલાક સિંહોને કુનો મોકલવામાં ગુજરાત સરકાર કેમ નિષ્ફળ રહી છે તે અંગે કોઈ ખુલાસો અપાયો નથી.
ગુજરાત વન વિભાગની વેબસાઈટ પર પણ સ્થાનાંતર અંગે કોઈ જ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી. અને 2019 માં એમઓઈએફસીસીની અખબારી યાદી માં ‘એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ’ માટે 97.85 કરોડ રુપિયાના ભંડોળની જાહેરાત કરાઈ હતી. પરંતુ તેમાં માત્ર ગુજરાત રાજ્યનો ઉલ્લેખ છે.
15 મી એપ્રિલ, 2022 ના રોજ દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા 2006 માં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને નવ વર્ષ પૂરા થયા. પીઆઈએલમાં “ગુજરાત સરકારને રાજ્યના કેટલાક એશિયાટિક સિંહોને કુનો સ્થાનાંતરિત કરવા દિશાનિર્દેશ આપવા” ની વિંનતી કરવામાં આવી હતી.
ડબલ્યુઆઈઆઈના ઝાલાએ જણાવ્યું હતું, “સર્વોચ્ચ અદાલતના 2013 ના ચુકાદાને પગલે કુનોમાં સિંહોના પુનઃપ્રસારની દેખરેખ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે છેલ્લા અઢી વર્ષથી આ નિષ્ણાત સમિતિની બેઠક મળી જ નથી. અને ગુજરાતે એક્શન પ્લાન સ્વીકાર્યો નથી.”
તો બીજી તરફ, કુનોને આ વર્ષે આફ્રિકન ચિત્તાના આગમન માટેના સ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યારે સર્વોચ્ચ અદાલતના આ જ ચુકાદામાં જણાવ્યા પ્રમાણે, “કુનોમાં આફ્રિકન ચિત્તાઓને દાખલ કરવાનો એમઓઈએફસીસીનો આદેશ કાયદાની નજરમાં ટકી શકતો નથી અને તે રદ કરવામાં આવે છે.”
પ્રોજેકટ લાયન પરના 2020ના અહેવાલ મુજબ આ સંદર્ભમાં સંરક્ષણવાદીઓની ગંભીર ચેતવણીઓ સાચી ઠરી રહી છે. ડબલ્યુઆઈઆઈના અહેવાલો અને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારોએ આ પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલમાં કહેવાયું છે કે “ગીરમાં તાજેતરમાં બેબેસિઓસિસ અને સીડીવી [કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ]ના પ્રકોપને કારણે છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 60 થી વધુ સિંહોના મોત થયા છે.”
વન્યજીવ જીવવિજ્ઞાની રવિ ચેલ્લમ કહે છે, “માત્ર માનવીય અહંકાર જ સ્થાનાંતરણને અટકાવી રહ્યું છે.” તેમણે સ્થાનાંતરણનો નિર્ણય લેવામાં સર્વોચ્ચ અદાલતની ફોરેસ્ટ બેન્ચના નિષ્ણાત વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. સંરક્ષણ વૈજ્ઞાનિક અને મેટાસ્ટ્રિંગ ફાઉન્ડેશનના સીઈઓ ચેલ્લમ સિંહોને સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા અને તેમાં થતા વિલંબના કારણો પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ચેલ્લમ બાયોડાયવર્સિટી કોલાબોરેટિવના સભ્ય પણ છે. તેઓ કહે છે, “સિંહો ભારે સંકટના સમયગાળામાંથી પસાર થયા છે, અને હવે તેમની વસ્તીમાં વધારો થયો છે. પરંતુ કમનસીબે સંરક્ષણની બાબતે તમે ક્યારેય બેદરકાર ન રહી શકો. ખાસ કરીને લુપ્તપ્રાય પ્રજાતિઓના કિસ્સામાં – કારણ કે ખતરા તો હંમેશા હાજર જ હોય છે. આ શાશ્વત તકેદારીનું વિજ્ઞાન છે.”
મંગુ આદિવાસી કુનોમાં પોતાનું ઘર ગુમાવવા બાબતે મજાક કરે છે, પરંતુ તેમના અવાજમાં હાસ્ય નથી. સરકાર તેના વચનો પૂરા કરે અથવા તેમને પાછા ફરવા દે તેવી માગણી સાથેના એક વિરોધ પ્રદર્શનમાં તેમણે માથા પર થોડી લાઠીઓ પણ ખાધી છે. “ઘણી વખત અમે વિચાર્યું કે અમે પાછા જઈ શકીશું.”
15 મી ઓગસ્ટ, 2008 ના રોજ થયેલો વિરોધ એ ન્યાયોચિત વળતર મેળવવા માટેનો અંતિમ પ્રયાસ હતો. રઘુલાલ કહે છે, “[પછી] અમે નક્કી કર્યું કે અમને આપવામાં આવેલી જમીન અમે છોડી દઈશું અને અમારે અમારી જૂની જમીન પાછી જોઈએ છે. અમે જાણતા હતા કે એક કાયદો છે કે જે અમને વિસ્થાપનના 10 વર્ષની અંદર પાછા ફરવાની મંજૂરી આપે છે.”
એ તક ગુમાવ્યા પછી પણ રઘુલાલે હાર નથી માની અને પરિસ્થિતિને સુધારવા માટે પોતાના પૈસા અને સમય ખર્ચ્યા છે. તેઓ ઘણી વખત જિલ્લા અને તહેસીલ કચેરીમાં ગયા છે. તેઓ તેમની (સ્વતંત્ર) પંચાયતના કેસની દલીલ કરવા માટે ભોપાલમાં ચૂંટણી પંચ સુધી જઈ ચૂક્યા છે. પરંતુ તેનાથી કંઈ વળ્યું નથી.
કોઈ રાજકીય અવાજ ન હોવાને કારણે વિસ્થાપિતોને અવગણવાનું અને ચૂપ કરી દેવાનું સરળ બની ગયું છે. રામ દયાલ કહે છે, “કોઈએ અમને પૂછ્યું પણ નથી કે અમે કેમ છીએ, અમને કોઈ સમસ્યા છે કે કેમ, અમારે કશાની જરૂર છે. કોઈ અહીં આવતું નથી. જો અમે વન વિભાગની કચેરીમાં જઈએ તો ત્યાં કોઈ અધિકારી અમને મળતા નથી. અમે તેમને મળીએ ત્યારે તેઓ અમને ખાતરી આપે છે કે તેઓ તરત જ અમારું કામ કરી આપશે. પરંતુ છેલ્લ્લા 23 વર્ષથી કંઈ જ કરવામાં આવ્યું નથી.”
કવર ફોટો: સુલતાન જાટવ પાયરામાં જ્યાં એક સમયે તેમના પરિવારનું જૂનું ઘર હતું તે જગ્યાએ બેઠા છે, હવે તે ઘર નથી.
આ લેખ માટે જરૂરી સંશોધનમાં અને અનુવાદોમાં અમૂલ્ય મદદ કરવા બદલ પત્રકાર સૌરભ ચૌધરીનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક
https://allgujaratnews.in/gj/kuno-gir-lion/
ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા
August 1, 2024
Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે. 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી. માત્ર સિંહ જ નહીં પણ, વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવામાં આવશે.
કચ્છ
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારના મત પ્રમાણે નારાયણ સરોવર પાસે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનશે. પ્રવાસન અને સિંહ બ્રીડીંગ સેન્ટર માટેનો પ્રોજેક્ટ છે.
ઉના
દીવ નજીક ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. અહીં લાયન સફારી બનશે. ઉના તાલુકાના નલીયા-માંડવી દીવથી 8 કીમી થાય છે. જેની 9 મહિના અગાઉ જાહેરાત થઈ ચૂકી છે.
સર્વોચ્ચ અદાલતની મંજૂરી લેવાશે
બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની 400-400 હેકટર જમીન પર બનાવવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં દરખાસ્ત કરાશે. જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે અદાલતની પરવાનગી અનિવાર્ય છે.
3 સફારી પાર્ક
હાલ જૂનાગઢ અને અમરેલી ગીરમાં બે સફારી પાર્ક છે. સકકરબાગ ઝૂ બ્રિડીંગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક છે. રાજકોટ પાસે બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં રાંદરડા નર્સરી નજીક 28 હેક્ટરમાં સફારી પાર્ક બની રહ્યો છે.
સફારી પાર્ક
જુનાગઢમાં દેવળિયા સફારી પાર્ક છે. અમરેલીના ધારીથી 7 કિલોમીટર દૂર ગીરના આંબરડીમાં ગુજરાતનો બીજો સફારી પાર્ક 4000 હેક્ટરમાં ફેલાયેલો છે.
રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવના ઝૂની પાસે 28 હેક્ટરમાં રૂ. 30 કરોડના ખર્ચે લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી રાજકોટ મહાપાલિકાને આપી છે. ફેન્સીંગ વોલના કામો થયા છે. હવે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં સિંહ બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે. અહીં 50થી વધુ સિંહોનો જન્મ થયો છે. ઝૂમાં 12 સિંહો છે.
બીજું ઘર બરડો
પોરબંદર પાસે બરડા વન્યજીવન અભયારણ્યમાં પ્રોજેક્ટ લાયન હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા 40 સિંહો રાખવા કહ્યું છે. કેટલાંક લાવવામાં આવ્યા છે. બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાનાં જંગલોમાં રહી શકે. બરડામાં સિંહ છેલ્લે 1879 સુધી હતા. બરડા અભયારણ્યમાં સિંહને વસાવવાનો સરકારનો પ્રોજેક્ટ સફળ થયો નથી. બરડા વિસ્તારની માનવવસ્તીને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે.
ફોક વચન
અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી હતી પણ કંઈ ન કર્યું. વાપીમાં વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન પ્રધાન રમણ પાટકરે અમદાવાદમાં સિંહ વસાવવાની જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા માટે સિંહનો ઉપયોગ થઈ રહ્યો છે.
5 વર્ષ પછી 2023માં અમદાવાદમાં ફરી જાહેરાત કરી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ.250 કરોડના ખર્ચે 500 એકરમાં ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ગાઢ જંગલ અને ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર બહાર પડાયા હતા.
નર્મદા બંધ પાસે કેવડિયામાં મુખ્ય નહેર તરફ 6 કિમી દૂર 100 હેક્ટર વિસ્તારમાં સિંહ અને વાઘ સફારી પાર્ક બનવાના હતા. ZSL લંડન ઝૂમાં જોવા મળતા પ્રદર્શનો જેવા જ પ્રદર્શન બનાવવાના હતા. કેવડિયા જંગલ સફારીમાં પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી 24 કિલોમીટર દૂર 400 હેક્ટર જંગલ ખાતાની જગ્યામાં લાયન પાર્ક બનાવવાની જાહેરાત 2018માં વન પ્રધાન ગણપત વસાવાએ કરી હતી. 2022માં શરૂ કરી દેવાના હતા. કંઈ ન થયું.
વસ્તી
6 વર્ષમાં સિંહોની વસ્તીમાં 30 ટકાનો વધારો થયો છે.
2015માં 511 સિંહ હતા. 2020માં પૂનમ અવલોકનની ગણતરીમાં 674 જેટલા સિંહ હતા. 2022માં 736 સિંહ હતા. 2024 સુધીમાં સિંહોની વસ્તી 850 થવાની સંભાવના છે.
હિજરત
1,412 ચો.કી.મી. ગીર જંગલ છોડીને સિંહ બહાર આવી રહ્યા છે. પોરબંદર, રાજકોટ,ગોંડલ, ચોટીલા સુધી આવી જાય છે. તેથી એશિયાટીક સિંહ સૌરાષ્ટ્રના ગીર જંગલ બહાર અન્ય વિસ્તારોમાં વસાવાઈ રહ્યા છે. 7 જિલ્લામાં સિંહ આવી ગયા છે. ગીર અભયારણ્યની બહાર 400 જેટલા સિંહ હોવાનું અનુમાન છે. ગીરમાં વૃક્ષો વધી જતાં તેઓ બહાર આવે છે. તેથી ભાવનગર પાસે શેત્રુંજી નદીના કાંઠાના કેટલાક ભાગને અભ્યારણ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મોત
2020-21માં 123, વર્ષ 2020 -22માં 113 અને 22-2023 માં 89 જેટલા સિંહના મૃત્યું થયા હતા.
વાયરસ
ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસનાં કારણે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે વન પ્રધાને રાજીનામું આપ્યું ન હતું. સિંહ જોખમમાં આવી પડે તેમ છે.
https://allgujaratnews.in/gj/two-lion-safaris-approved-in-gujarat-3-not/
સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે
June 21, 2021
તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો
સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું
ચેન્નાઈ
તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વેરિએન્ટને ‘ડેલ્ટા’ નામ આપ્યું છે. પાર્ક દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. બાયોલોજીકલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું કે ચાલુ વર્ષે 11મેના ડબલ્યુએચઓએ વાયરસ બી.1.617.2 વેરિએન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો અને આ વેરિએન્ટ વધુ ચેપી હોવાનું જણાવ્યું હતું.
24મે તેમજ 29મેના રોજ સાત સિંહોના સેમ્પલ ભોપાલ સ્થિત આઈસીએઆર- રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાને મોકલ્યા હતા. સંસ્થાએ 3 જૂનના જણાવ્યું કે કેટલાક સિંહોના સેમ્પલની તપાસ કરતા સંક્રમણ હોવાનું જણાયું છે. ત્યારબાદ આ સિંહોની સારવાર હાથ ધરાઈ હતી.
સિંહો જે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા તેનું સંસ્થા દ્વારા જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામમાં જણાયું કે સિંહો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા.
ચાર નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મતે ચાર સિંહો પૈંગોલિન લિનિએજ B.1.617.2થી સંક્રમિત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આને ડેલ્ટા વાયરસનું નામ આપ્યું છે. ઉલ્લેખીય છે કે ચાલુ વર્ષે નવ વર્ષની સિંહણ નીલા અને 12 વર્ષના સિંહ પદ્મનાથનનું કોરોનાને લીધે મોત થયું હતું.
ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વેરિએન્ટને ‘ડેલ્ટા’ નામ આપ્યું છે. પાર્ક દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. બાયોલોજીકલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું કે ચાલુ વર્ષે 11મેના ડબલ્યુએચઓએ વાયરસ બી.1.617.2 વેરિએન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો અને આ વેરિએન્ટ વધુ ચેપી હોવાનું જણાવ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આને ડેલ્ટા વાયરસનું નામ આપ્યું છે. ઉલ્લેખીય છે કે ચાલુ વર્ષે નવ વર્ષની સિંહણ નીલા અને 12 વર્ષના સિંહ પદ્મનાથનનું કોરોનાને લીધે મોત થયું હતું.
ગીર અને આસપાસ 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની સંખ્યા 674 છે.
હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવ્યા બાદ 6 મે 2021માં ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહોનું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. એવી જાહેરાત કરી હતી પણ પછી શું થયું તે વિગતો જાહેર થઈ નથી.
રાજકોટ ઝૂમાં 16 સિંહ, 2 સાદા અને 8 સફેદ મળી કુલ 10 વાઘ, મગર, દીપડા, વાનર સહિત 450 જેટલા પશુઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓનું ઓબ્ઝર્વેશન કરતા હાલ તમામ પ્રાણીઓ સ્વસ્થ છે. કોઇ પણ પશુમાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી.28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંહ કે વાઘનું ટેસ્ટિંગ કરવું સરળ નથી હોતું. તેમના ટેસ્ટિંગ કરવા માટે તેમને બેભાન કરવા પડતા હોય છે અને ત્યારબાદ તેમનું કોરોના ટેસ્ટિંગ થઇ શકે છે.
આંતરરાષ્ટ્રીય ટીમે કહ્યું કે જો ભવિષ્યમાં આવા ચેપને ટાળવું હોય તો જંગલી પ્રાણીઓના બજારોમાં પ્રાણીઓના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઇએ.
પેંગોલિન એ પરંપરાગત દવાઓમાં ખોરાક અને ઉપયોગ માટેના સૌથી સામાન્ય ટ્રાફિકવાળા સસ્તન પ્રાણીઓમાંનું એક છે.
બેટ્સને કોરોના વાયરસનો મૂળ સ્રોત માનવામાં આવે છે, જ્યાંથી કોરોના વાયરસ કેટલાક અન્ય જીવતંત્ર દ્વારા મનુષ્ય સુધી પહોંચ્યો. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા નવા સંશોધન પેપરમાં સંશોધનકારોએ જણાવ્યું છે કે તેમના આનુવંશિક ડેટા દર્શાવે છે કે ‘આ પ્રાણીઓની વધારાની કાળજી લેવી જોઇએ અને બજારોમાં તેમના વેચાણ પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ.’
સંશોધનકારોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના ઉદભવમાં તેમની ભૂમિકાને સમજવા અને ભવિષ્યમાં માણસોમાં તેમના ચેપના જોખમ વિશે જાણવા માટે, ચાઇના અને દક્ષિણપૂર્વ એશિયાના જંગલોમાં મળતા પેંગોલિનની વધારાની દેખરેખ જરૂરી છે.
કેવી રીતે કોરોના ફેલાય છે
ચીનના કેટલાક વિસ્તારમાં, આકાશમાં ફરતું બેટ, તેની પૂંછડી દ્વારા કોરોના વાયરસના અવશેષો છોડ્યું, જે જંગલમાં જમીન પર પડ્યું. એક જંગલી પ્રાણી, સંભવત the પેંગોલિન, તેને સુગંધિત કરે છે અને તે દ્વારા તે અન્ય પ્રાણીઓમાં ફેલાય છે.
ચેપગ્રસ્ત પ્રાણી માનવના સંપર્કમાં આવ્યો અને એક વ્યક્તિને તે રોગ થયો. આ પછી તે વન્યપ્રાણી બજારના કામદારોમાં ફેલાવા લાગ્યું અને આનાથી વૈશ્વિક ચેપનો જન્મ થયો.
સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે કોરોના વાયરસ પ્રાણીઓથી ફેલાય છે. ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના પ્રોફેસર એન્ડ્રુ કનનહિમ્ કહે છે કે ઘટનાઓની સાંકળને જોડવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ શોધ ‘જાસૂસ વાર્તા’ જેવી લાગે છે.
કનિંગહામ મુજબ, ઘણા જંગલી પ્રાણીઓ કોરોના વાયરસનું સાધન બની શકે છે, પરંતુ ખાસ કરીને બેટ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કોરોના વાયરસનો શિકાર છે.
પરંતુ આપણે તેના ચેપ અથવા ફેલાવા વિશે કેટલું જાણીએ છીએ? જ્યારે વૈજ્ .ાનિકો દર્દીના શરીરમાં નવા વાયરસને સમજી શકશે, ત્યારે ચાઇનીઝ બેટ સંબંધિત પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
સસ્તન પ્રાણી દરેક ખંડ પર જોવા મળે છે. તેઓ ભાગ્યે જ જાતે બીમાર પડે છે પરંતુ આ જંતુઓ ખૂબ જ ઝડપથી ફેલાય છે. યુનિવર્સિટી લંડન (યુસીએલ) ના પ્રોફેસર કેટ જોનાસના કહેવા પ્રમાણે, એવા ઘણા પુરાવા છે કે ઘણા કિસ્સાઓમાં બેટ પોતાને બદલી ગયા છે. તે કહે છે, “જ્યારે ચામાચીડિયા બીમાર પડે છે, ત્યારે તેઓ મોટી સંખ્યામાં વાયરસ સાથે ટકરાતા હોય છે. તેમાં કોઈ શંકા નથી કે બેટની જીવવાની રીતમાં વાયરસ ખીલે છે.
નોટિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન બોલ કહે છે કે તેઓ સસ્તન પ્રાણી છે, તેથી સંભવ છે કે તેઓ કાં તો સીધા અથવા તો કોઈ બીજા દ્વારા મનુષ્યને ચેપ લગાવી શકે.
બીજો પઝલ એક રહસ્યમય પ્રાણીની ઓળખ વિશે છે જેના શરીરમાંથી કોરોના વાયરસનો ચેપ ચીનના વુહાનમાં ફેલાયો. એક શંકાસ્પદ વ્યક્તિ પેંગોલિન છે. તે પેંગોલિન વિશે કહેવામાં આવે છે કે તે વિશ્વભરમાં સૌથી વધુ દાણચોરી કરે છે. તે લુપ્ત થવાની આરે છે.
એશિયામાં તેની વધુ માંગ છે. તેનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવાઓના ઉત્પાદનમાં થાય છે. ઘણા લોકો ખૂબ જ ઉત્સાહથી તેનું માંસ પણ ખાય છે. પેંગોલિન્સમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તે નવલકથા માનવ વાયરસ જેવું જ છે. માણસોમાં ચેપ ફેલાય તે પહેલાં બેટ અને પેંગોલિન વાયરસ વચ્ચે આનુવંશિક વિનિમય થયો હતો?
નિષ્ણાતો આ બાબતે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા સાવચેતી રાખી રહ્યા છે. પેંગોલિન પરના અધ્યયનો સંપૂર્ણ ડેટા હજી બહાર પાડવામાં આવ્યો નથી. તેથી તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
પ્રોફેસર કનિંગહામ કહે છે કે પેંગોલિનની પૃષ્ઠભૂમિ અને તેનાથી સંબંધિત સંશોધન ખૂબ મહત્વનું છે. ઉદાહરણ તરીકે, જ્યાંથી પ્રાણીઓ લેવામાં આવ્યા હતા અથવા કોઈ એક પ્રાણી ક્યાંકથી અથવા માંસના બજારમાંથી લેવામાં આવ્યો હતો.
પેંગોલિન્સ અને અન્ય વન્યપ્રાણીઓ, જેમાં અનેક જાતિના ચામાચીડિયાઓનો સમાવેશ થાય છે, તે બધા માંસ બજારોમાં વેચાય છે. પ્રોફેસર કનિંગહામ કહે છે કે અહીં વાયરસને એક જીવમાંથી બીજા જીવમાં જવાનો મોકો મળે છે. તે કહે છે, “એક જીવમાંથી બીજા જીવાણુ ફેલાવવા માટે ભીનું બજાર શ્રેષ્ઠ સ્થાન છે. અહીં માનવો પણ ચેપ લગાવે છે.
ચીનના વુહાનનું આ બજાર કોરોના વાયરસના ફાટી નીકળ્યા બાદ બંધ કરાયું હતું. એક વન્યપ્રાણી વિભાગ હતો, જ્યાં જીવંત પ્રાણીઓ અને તેનું કાપેલ માંસ વેચવામાં આવતું હતું. અહીં lsંટ, કોઆલા અને પક્ષીઓનું માંસ પણ મળ્યું હતું.
‘ધ ગાર્ડિયન’ ના અહેવાલો અનુસાર વુહાનની એક દુકાન પર વરુ, કંકણ, વીંછી, ઉંદર, ખિસકોલી, શિયાળ, સિવિટ, જંગલી ઉંદર, સલામંડર, ટર્ટલ અને મગરનું માંસ મળી આવ્યું હતું.
જ્યાં સુધી આપણે જાણીએ છીએ, બેટ અને પેંગોલિન અહીં સૂચિબદ્ધ નથી, પરંતુ ચીનને આ વિશે માહિતી છે.
અહીં કયા પ્રાણીનું માંસ વેચાયું તે જાણી શકાયું નહીં. પ્રોફેસર બોલ કહે છે, “જો ચેપ એકવાર ફેલાયો હોય, તો તમે તે જાણવાની ઇચ્છા રાખો છો કે તે ફરીથી થશે કેમ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આપણે જાણવું જોઈએ કે પ્રાણીની કયા જાતિમાંથી ચેપ ફેલાય છે.
તાજેતરનાં વર્ષોમાં, અમે ઘણા પ્રકારના વાયરસના સંપર્કમાં આવ્યા છીએ. ઇબોલા, એચ.આય.વી, સાર્સ અને હવે કોરોના વાયરસ. પ્રોફેસર જોનાસ કહે છે કે વન્યજીવનથી ચેપી રોગોનો વધારો કદાચ માનવોના લોભને પણ દર્શાવે છે. પ્રોફેસર જોનાસના જણાવ્યા મુજબ મનુષ્ય તેમના જીવન પર અતિક્રમણ કરી રહ્યું છે. તે કહે છે, “આખો લેન્ડસ્કેપ બદલાઇ રહ્યો છે. તાજેતરના વર્ષોમાં જે રીતે માનવ વસ્તી નવા વાયરસના સંપર્કમાં આવી છે તે ભૂતકાળમાં ક્યારેય આવી નહોતી.
પ્રોફેસર કનિંગહામ કહે છે, “જો આપણે જોખમોનું કારણ સમજીએ, તો પછી આપણે વસ્તુઓ શરૂઆતમાં જ નિયંત્રિત કરી શકીએ છીએ.” તે પણ જરૂરી છે. તે કહે છે, “જંતુ ખાનારા બેટ મોટી સંખ્યામાં જંતુઓ ખાય છે. તેઓ મચ્છર અને જીવજંતુઓને ખવડાવે છે જે પાકને નુકસાન કરે છે. તે જ સમયે, ફળના બેટ ઝાડ પર પરાગ છંટકાવ કરીને અને તેના બીજ ફેલાવીને કામ કરે છે. સ્વાભાવિક છે કે, રોગને કાબૂમાં રાખવા માટે તેમને મારવાની જરૂર નથી.
કોરોના વાઇરસ
વર્તમાન કોરોના વાયરસની જેમ જ સાર્સ 2002-2 માં સાર્સ દ્વારા અનુસરવામાં આવ્યો હતો. સાર્સ સમયે પણ વન્યપ્રાણી બજારમાં અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં ચીન, વિયેટનામ અને દક્ષિણપૂર્વ એશિયાના અન્ય ભાગોમાં જંગલી પ્રાણી બજારો પર પ્રતિબંધ પૂર્ણ થઈ ગયો. ચીને ફરી એકવાર વન્યપ્રાણીસૃષ્ટિથી બનેલા ઉત્પાદનોના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉત્પાદનોનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક, ફર અને પરંપરાગત દવાઓમાં થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, આ સમય પ્રતિબંધ કાયમ માટે હોઈ શકે છે.
તે સંભવ છે કે આ રોગના ફેલાવા અને હજારો મૃત્યુ માટે જવાબદાર શું છે તે આપણે ક્યારેય બરાબર જાણી શકતા નથી. પૂર્વ એન્ગલિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડાયના બેલ કહે છે, “જો આપણે સજાગ થઈશું, તો પછીના ખતરનાક વાયરસથી બચી શકીશું. અમે વિવિધ દેશોના પ્રાણીઓ, વિવિધ આબોહવા અને વિવિધ જીવનશૈલી એક સાથે લાવી રહ્યા છીએ. અમે પાણીમાં રહેતા સજીવો અને ઝાડ પર રહેતા લોકોનું મિશ્રણ કરી રહ્યા છીએ. આપણે આ બધું રોકવાની જરૂર છે. “
https://allgujaratnews.in/gj/lion-gir-corona/
સિંહોનો શિકાર કરતી ગેંગ 20 ફાંસલા સાથે ઝડપાઈ, સિંહણે હુમલો કર્યો ત્યારે ખબર પડી
February 6, 2021
LION
LION
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગીરના જંગલમાં કેટલાક ઇસમો દ્વારા સિંહ અને વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સુત્રાપાડાના પ્રાચીના ખાંભા રેવન્યુ વિસ્તારમાં કેટલાક શિકારીઓએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મુક્યા હતા. ફાંસલામાં એક સિંહબાળ ફસાઇ ગયું હતું. 13 વર્ષ પછી આટલી મોટી ગેંગ પકડાઈ છે. સ
ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાની જુદી જુદી જગ્યાઓમાંથી 12 બાળકો અને 8 મહિલા સહિત કુલ 56 જેટલા વ્યક્તિઓને ડિટેઈન કરવામાં આવ્યા છે,
સિંહનો શિકાર કરવામાં આવતો હોવા બાબતે આશંકા વ્યક્ત કરીને વનવિભાગના અધિકારીઓએ સમગ્ર ગીર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો.
ફાંસલા મૂકનારા ઈસમોને પકડવા માટે જંગલમાં ઠેર-ઠેર જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
વન વિભાગે 4 ઇસમોને 5 ફેબ્રુઆરી 2021માં પકડ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરીને શિંહોર, ભાવનગર અને બગદાણામાંથી ફાંસલા, માંસ અને પ્રાણીઓના હાડકા મળી આવ્યા હતા. મુદ્દામાલ સાથે વનવિભાગના અધિકારીઓએ 12 બાળકો અને 8 મહિલા સહિત કુલ 34 લોકોની ધરપકડ કરી છે.
શિકારીઓએ અલગ-અલગ 20 જગ્યાઓ પર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મૂક્યા હતા. તેથી અધિકારીઓએ આ ફાંસલાઓને શોધી કાઢ્યા હતા.
વનવિભાગે હબીબ પરમાર, અસલમ પરમાર, રાજેશ પરમાર અને મની પરમાર નામની મહિલા સહિત 4 ઈસમોની ધરપકડ કરી હતી. ગીરના જંગલમાં અલગ-અલગ ટીમોને મોકલી હતી. જંગલના ગામોના મોબાઇલ લોકેશનના આધારે પોલીસે 12 બાળકો, 8 મહિલા અને 5 પુરુષો સહિત કુલ 25 લોકોની અટકાયત કરી હતી.
પાલીતાણાના બગદાણા ગામમાં 4 ઇસમોને પકડી પાડયા હતા. ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાંથી 5 ઇસમોને પકડ્યા હતા. વન વિભાગે અત્યાર સુધીમાં કુલ 38 લોકોની ધરપકડ કરી છે.
ગેંગ દવા, તેલ અને લોકોની સારવાર કરવા માટે ઔષધિ બનાવવા માટે શિયાળ, સસલા, સિંહનો શિકાર કરતાં હતા. સિંહની તસ્કરી કરતાં હોય તેવા પૂરાવા શોધવામાં આવી રહ્યાં છે. હજુ કોઈ પૂરાવો પણ મળ્યો નથી.
4 ફેબ્રુઆરી 2021માં સુત્રાપાડામાં દંગા નાખીને રહેતા પરપ્રાંતીય શખ્સોએ શિકાર માટે ગોઠવેલ ફંસલામાં સિંહબાળ ફ્સાઈ જતા તેની માતા સિંહણે એક શખ્સ પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.
વન વિભાગે સિંહબાળને ફંસલામાંથી મુક્ત કરાવીને એક મહિલા સહીત 4ને પકડી લીધા હતા.
વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગીર પૂર્વ-પશ્ચિમ, સાસણ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી રેન્જના સ્ટાફ્ને તાકીદ કરવામાં આવી હતી.
6 ફેબ્રુઆરી 2021 સુધી ગુજરાતના વન્ય પ્રાણીની સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બહારના જિલ્લા, રાજ્યોમાંથી આવેલાની તપાસ કરવા કહેવામાં આવ્યું છે.
દંગા, રહેઠાણો, પાડવો નાખીને રહેતા લોકોને ચેક કરવામાં આવી રહ્યાં છે. ઔષઘીય દવાઓ વેંચતા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવી રહ્યાં છે. એસટી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળે ચેક કરવા સૂચનાઓ બૃહદ ગીર ટાસ્ક ફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે.
એક વર્ષની ઉમરના સિંહબાળને રેવન્યુ વિસ્તારમાં ફંસલામાંથી મુક્ત કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવીને સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સિંહબાળની માતા સિંહણે સવારે 40 વર્ષના હબીબ શમશેર પરમાર શખ્સ પર હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી આ શખ્સ અંગે હોસ્પિટલે પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.
ઈજાગ્રસ્ત શખ્સ અને તેની સાથે રહેલી મહિલા સહીત 4 વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. વેરાવળ થઈને જૂનાગઢ સારવાર માટે જતા હતા ત્યારે વન વિભાગે તેઓને જૂનાગઢના વાડલા પાસેથી પકડી પાડયા હતા.
મુળ મધ્યપ્રદેશના વતની છે. સુરેન્દ્રનગરના થાનના વતની હોવાનું કહે છે.
ઘણા સમયથી અહી દંગા નાખીને રહેતા હતા.
ગીરમાં સિંહના શિકારની 2007માં ઘટના બની હતી. ત્યાર બાદ આવી ઘટના બની છે. 2007માં મધ્ય પ્રદેશની મહિલા સહિત 17 લોકોને સીઆઈડી ક્રાઈમની યુનિટે ધરપકડ કરી હતી. આ વ્યક્તિઓએ 6 જેટલા સિંહોનો શિકાર કર્યો હતો.
ડીસીએફ્ સુનીલ બેરવાલ છે.
સિંહબાળને સારવાર અર્થે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલું જયાં હજુ તેની સારવાર ચાલી રહી છે.
https://allgujaratnews.in/gj/a-gang-of-lion-poachers-in-gir-lioness-attacked-20-trap-caught/
ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે
December 4, 2020
ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020
674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ – વિદેશમાં 350 સિંહ પાંજરામાં લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આમ કુલ 465 ગીરના સિંહ પાંજરામાં પૂરાઈ રહે છે.
શકકરબાગ ઝૂ
115 માંથી જૂનાગઢ સાકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 85 સિંહો પાંજરામાં પૂરી રખાયા છે. વિશ્વમાં ગીર સિંહનું એક માત્ર મોટું બ્રિડિંગ સેન્ટર સક્કરબાગ ઝૂ છે. અહીંથી દર વર્ષે 7થી વધુ સિંહ જન્મે છે. કોડિનેટિંગ ઝૂ તરીકે ઓળખાય છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને સિંહો આપવામાં આવે છે. જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં 1863માં 198 હેક્ટરમાં બનાવવામાં આવ્યું હતું.
એક વર્ષ પહેલા સક્કરબાગથી 30 સિંહ-સિંહણને બીજા ઝૂને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ 54 સિંહ રહ્યાં હતા. 2020માં તે વધીને 85 થઈ ગયા છે.
lion gir
lion of gir , Gujarat
1 હજાર પ્રાણી સંગ્રહાલય
વિશ્વમાં સામાન્ય લોકો માટે ખુલ્લા હોય એવા મોટા 1 હજાર પ્રાણી સંગ્રહાલય છે. જેમાં ગીરના સિંહ મોકલવામાં આવે છે તે સક્કરબાગ ઝૂથી મોકલાય છે. આવા 350 સિંહ ગુજરાત બહારના પાંજરામાં રહેતા હોવાનું અનુમાન છે.
વસતી 2020
2020માં સિંહોની સંખ્યા 674 છે. વર્ષ 2015માં 523 સિંહ હતાં, 5 વર્ષમાં 150 સિંહનો વધારો થયો છે. અત્યાર સુધીની સૌથી વધુ વધારો છે. 161 સિંહ, 260 સિંહણ, 116 પુખ્ત બચ્ચા અને 137 બચ્ચા છે. 240 સિંહ બાળ બે વર્ષથી ઓછી વયના છે. વસ્તીમાં 28.87 ટકાનો વધારો થયો છે. 2010 થી 2015માં વિકાસ દર 27 ટકા હતો. પ્રાણીના ભૌગોલિક ક્ષેત્રમાં 36 ટકાનો વધારો થયો છે. 40 ટકા સિંહો વન વિસ્તારની બહાર રહે છે. 2015માં 532 માંથી 200 સિંહો ખુલ્લા વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. જે હવે 270 સિંહ વન વિસ્તારની બહાર રેવન્યુ વિસ્તારમાં રહે છે.
વિસ્તાર
ગીર જંગલના 1600 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહોનું ઘર છે. 2015 માં 22,000 ચોરસ કિલોમીટર અને 2020માં વધીને 30,000 ચોરસ કિ.મી. સિંહોની ગણતરી કરી હતી. 36 ટકાનો વધારો નોંધાયો છે. 1883 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહો માટે સચવાયો હતો.
વર્ષે 125 લોકો પર હુમલા
2014-15માં સિંહના હુમલાથી 125 લોકો ઘાયલ થયા હતા. 1000 જેટલા પ્રાણીઓ તેમનો શિકાર બન્યા હતા. તેમ છતાં સિંહ પર ગીરના લોકો ક્યારેય હુમલો કરતાં નથી કે મારી નાંખતા નથી. તેથી સિંહ બચ્યા છે. 2016 થી 2017 ની વચ્ચે કુલ 184 સિંહોના મોત થયા હતા. ઓક્ટોબર-નવેમ્બર 2018 માં, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) ને કારણે 40 સિંહો મૃત્યુ પામ્યા હતા.
https://allgujaratnews.in/gj/115-lion-in-gujarat-and-350-in-foreign-countries-lion-kept-in-cages/
ગુજરાતમાં સિંહનું રાજ, વાઘ ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જ..!!!
July 30, 2020
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે. જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે બાલી, જાવા, કેસ્પિયન આ 3 વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં સાઈબેરિયન, ઈન્ડિયન, સાઉથ ચાઈના ટાઈગર, મલયાન, ઈન્ડો ચાઈનીઝ ટાઈગર, સુમાત્રણ જેવી પ્રજાતિ હયાત છે. ગુજરાતના જંગલ વિસ્તારમાં વાઘ ના હોવાનું કારણ છે ગુજરાતની આબોહવા. ગુજરાતમાં ગરમી વધારે સમય હોય છે જે વાઘને અનુકૂળ નથી હોતી.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે વાઘને પાણીમાં રહેવું ગમે છે અને ઠંડી જગ્યા વધારે પસંદ કરે છે. તે પોતાની માટે જાતે ખોરાક શોધે છે તેથી તેને મહેનતુ કહેવામાં આવે છે. વાઘની વિશેષતા એ પણ છે કે વાઘ ક્યારેય આગળથી વાર નથી કરતાં, પોતાના શિકાર માટે તે પાછળથી વાર કરે છે. વર્ષ 2010માં 29મી જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ હતું ઘટતી જતી વાઘની સંખ્યા. ગુજરાતમાં આબોહવા માફક ના હોવાને કારણે વાઘની સંખ્યા નથી. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં જ વાઘની સંખ્યા વધારે છે.
https://allgujaratnews.in/gj/lions-rule-in-gujarat-tigers-only-live-in-zoo-english-hindi-gujarati-news/
8 સિંહ રાજુલા શહેરમાં ઘસીને સોસાયટીમાં ફરવા લાગ્યા
June 15, 2020
રાજુલા, 14 જૂન, 2020,
ગુજરાતના રાજુલામાં રહેણાંક વસાહત નજીક સિંહો કેવી રીતે મુક્તપણે ફરતા હોય છે. રખડતા કૂતરાની જેમ સિંહ તમારા માર્ગને પાર કરે તે સામાન્ય રીતે કોઈ રહેણાંક વિસ્તારમાં અપેક્ષા રાખે તેવું નથી, પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સિમેન્ટ મોજરો દ્વારા સ્થપાયેલી વસાહતોમાં રહેતા લોકો મોડી રાજાના મહેમાનોનું મનોરંજન કરે છે. શુક્રવારની મોડી રાતે આવું જ એક દ્રશ્ય પીપાવાવ બંદરને અડીને આવેલા કોવાયામાં અલ્ટ્રેટેકની ગુજરાત સિમેન્ટ કંપનીની કોલોનીના રહેવાસીઓના કાયમ કાયમ માટે રહેશે. એક જાડા જાડાંવાળા નર સિંહે રાત્રિના અવધિમાં કોલોનીના પ્રવેશદ્વાર પાસેના એટીએમ કિઓસ્કથી આરામથી ચાલતા જ રહેવાસીઓના ઉત્સાહનું સ્તર વધારવાનું નક્કી કર્યું છે. અસરકારક રીતે એક ક્લિક-સમજશકિત રહેવાસી તેના મોબાઇલ ફોન પર આ વિસ્તારમાં જંગલી બિલાડીની રોપણી કરતો વિડિઓ શૂટ કરવાનો ભાગ્યશાળી હતો.
ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો
June 13, 2020
ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે.
સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે મોણવેલ ગામની સીમમાં એકસાથે 7 સિંહ આવી ચઢ્યા હતા. ખેડૂત કનુભાઈ કોટડીયાના ફાર્મ હાઉસમાં બનેલી આ ઘટના છે. જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
જેમાંથી ૨ સિંહોએ ઓરડીના લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું. જ્યારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા હતાં. જો કે અંદર પ્રવેશ કરી ન શક્યા. જેથી ચોરની જેમ સિંહો 50 ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા હતા. અંદર જવા માટે બાધારૂપ બનેલા પતરાઓને તેઓએ તોડી પાડયા હતા. આમ, ફરજામાં ઘૂસવામાં સફળ થયેલા સિંહોએ બળદનું મારણ કર્યું હતું.
0000000000
140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ
June 11, 2020
ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી
ગાંધીનગર, 11 મે 2020
સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમાં પણ 36 ટકાનો વધારો થયો છે. 2001 થી અત્યાર સુધીમાં સિંહોની વસતી લગભગ ડબલ થઈ ગઈ છે અને તેના ફૂટપ્રિન્ટ નિશાનમાં ચાર ગણો (400 ટકા) વધારો થયો છે. સિંહોની સંખ્યાને સત્તાવાર નહીં ગણાય. 1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા.
નર સિંહ કરતા માદા સિંહની સંખ્યા વધારે છે. 161 નર સિંહ સામે 260 માદા છે.
સિંહ છે. સિંહોની વસ્તીમાં અત્યાર સુધીમાં સૌથી મોટો વધારો થયો છે. ગીરના સિંહની 2015 ની ગણતરીમાં સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 થઈ છે. સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં થઈ તેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.
કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49 માદા પાઠડા, 22 વણઓળખાયેલા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30000 ચો.કિમી થયું છે. 5 જૂન બપોરે બે વાગ્યાથી 6 જૂન બપોરે બે વાગ્યા સુધી સિંહોનું પૂનમ અવલોકન કરવામાં આવ્યું હતું. કવાયતમાં 1400 કર્મચારીઓ જોડાયા હતા. 13 વિવિધ વિભાગ પાડવામાં આવ્યા.
બે ડઝન સિંહના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે બાબેસિઓસીસ નામના રોગના લીધે છેલ્લા ત્રણ મહિનામાં જ બે ડઝન જેટલા સિંહના મોત નિપજ્યાં હતા. જ્યારે ઓક્ટોબરથી નવેમ્બર 2018માં સીડીવીના કારણે 40 સિંહના મોત થયા હતા.
2020માં સિંહોની સંખ્યા
પુખ્ત સિંહો
વર્ષ નર માદા
2015 109 201
2020 161 260
બચ્ચા
2015 140
2020 1૩7
પાઠડા નર માદા વણ ઓળખાયેલ
2015 ૩2 28 1૩
2020 45 49 22
સિંહોની સંખ્યાને સત્તાવાર નહીં ગણાય
સિંહોની વસતી અને વિસ્તરણનું અવલોકન
વર્ષ વસ્તી વિસ્તરણ – ચો.કિલોમીટર
1990 284 6600
1995 ૩04 10000
2001 ૩27 12000
2005 ૩59 1૩000
2010 411 20000
2015 52૩ 22000
2020 674 ૩0000
30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો
વર્ષ સિંહ
1936 287
1950 227
1955 290
1963 285
1968 177
1974 180
1979 205
1985 239
1990 284
1995 304
2001 327
2005 359
2010 411
2015 523
2020 674
2020માં સિંહોની વસતી ગણતરી ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિકથી હાથ ધરવાની હતી.
12 સિંહની વસતી
1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. હવે 1000થી વધું હોઈ શકે છે.
બે વર્ષમાં 222 સિંહના મોત
1-6-2017થી 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા હતા.
2015માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થઈ હતી. આ અગાઉ 2010માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 411 હતી. 2010ની 411ની સરખામણીએ 2015માં સિંહોની સંખ્યામાં 112 એટલે કે 27 ટકાનો વધારો થયો હતો.
2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે. મોનીટરીંગ કરવા 70 રેડિયો કોલર જર્મનીથી મંગાવી લગાવાયા છે. 2010ની તુલનાએ 27 ટકા વૃદ્ધિ થઈ હતી. જેમાં 109 પુખ્ત સિંહ, 201 સિંહણો અને 213 બાળ સિંહ મળી કુલ 523 સંખ્યા પહોંચી છે.
ગીર જંગલ બહાર – બૃહદ ગીર
સિંહોના વિસ્તાર ગીર અભ્યારણ તથા ગીર નેશનલ પાર્કથી વધીને સૌરાષ્ટ્ર 9થી 10 જિલ્લાઓ, બૃહદ ગીરમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા પોરબંદર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે. 1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.
222ના મોત
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 જેટલા સિંહોના મૃત્ય થયા હતા, જેમાં 23 સિંહો અકુદરતી મોત પામ્યા હતી. બે વર્ષમાં મૃત્યુ પામેલા સિંહો પૈકી 90 સિંહબાળ હતા જેઓ ઇન ફાઈટ અથવા તો ઓછા સર્વાઈવલ રેટને કારણે મૃત્યુ પામ્યા હતા. સિંહનો સરેરાશ મૃત્યુ દર વસતીના 10% જેટલો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં ફાટી નીકળેલા CVD રોગચાળાના મોત થયા હતા. છતાં સિંહોની સંખ્યા 700ને પાર હતી.
2015માં 523 સિંહો હતા, જે આ વખતે બે ગણા થઈ જવાની શક્યતા છે. સિંહોની ગણતરીનું કામ મે 2020માં હાથ ધરાશે. સિંહોની સંખ્યા 1100થી 1200 હોવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવે છે. વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા નિયમિત રીતે સંખ્યા ગણવામાં આવે છે. સાત જિલ્લામાં જોવા મળેલા સિંહોના પગલાં પરથી આ અંદાજ વ્યક્ત કરાયો છે. સુરેન્દ્રનગરના ચોટિલથી 20 કિમી દૂર દેડુકી ગામમાં પણ બે સિંહ જોવા મળ્યા હતા.
500 સિંહોને માઈક્રો-ચિપ્સ લગાવાઈ છે
માઈક્રો-ચિપ્સ લગાવવામાં આવી હોય તેવા સિંહોની સંખ્યા વધીને 500એ પહોંચી ગઈ છે. તેમની વસ્તી વધી હોવાનો મજબૂત પુરાવો છે. બીજા 150 જેટલા 3થી 13 વર્ષના સિંહો પકડાયા નથી. 3 વર્ષ કરતા નાના અને 13 વર્ષથી ઉપરના 400 જેટલા સિંહોને ઉમેરીએ તો આંકડો 1,000ને પાર કરે છે. લોકોમાં ભય અને ગુજરાત બહાર લઈ જવાનો ભય હોવાથી તથા સમુહોના દબાણથી બચવા સિંહોની સાચી સંખ્યા જાહેર થતી નથી.
https://allgujaratnews.in/gj/in-140-years-the-population-of-12-lions-increased-to-674-in-gujarat/
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ 11 લાખ ખર્ચ
March 16, 2020
ગાંધીનગર, 16 માર્ચ 2020
કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિંહોને માટે નાણાં આપવા માટે થપ્પડ મારી રહ્યાં છે. જેનો અવાજ રિલાયન્સના ડાયરેક્ટરે પ્રશ્નો પૂછીને સંભળાવ્યો છે.
એક સિંહ પાછળ ખર્ચ
કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ આપ્યા છે. એક સિંહ પાછળ 3 વર્ષમાં રૂ. 6,11,854 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.2 લાખનું ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકારનું ખર્ચ ગણવામાં આવે તો તે રૂ.6 લાખ થાય છે આમ ગુજરાતના એક સિંહ પાછળ રૂ.8 લાખનું ખર્ચ સરકારો કરી રહી છે.
એક વાઘ પાછળ ખર્ચ
એવું જ વાઘનું છે. વાઘ પાછળ સિંહ કરતાં 5.50 ગણુ ખર્ચ સરકારો કરી રહી છે. એક વાઘ પાછળ રૂ.34,05,527 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.11 લાખ સરકાર ખર્ચ કરે છે જે માણસ પાછળ થતાં ખર્ચ કરતાં વધું છે.
સિંહ કરતાં વાઘ પાછળ વધું ખર્ચ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. 32 કરોડનું ફંડ આપ્યું છે. કૂલ રૂ.1042 કરોડ ખર્ચ કર્યું છે.
કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રૂ. 4.98 કરોડ, રૂ. 5.59 કરોડ અને રૂ. 21.42 કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.
મોદીની નીતિને ખૂલ્લી કરતાં નથવાણીએ જણાવ્યું હતું કે, “સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. 350 કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.”
98 કરોડની સિંહ પાછળ ફાળવણી
ગંભીર રીતે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવા માટે રીકવરી પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્ર પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજનાના એશિયાટી લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ અન્વયે 2018-19થી શરૂ કરીને 2020-21 સુધીના ત્રણ વર્ષ માટે રૂ. 97.85 કરોડની ફાળવણી ધરાવતા એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.
સિંહ કરતાં વાઘ વધ્યા
સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી. આમ સિંહ કરતાં વધની વસતી વધારવામાં સફળતા મળી છે. જે ગુજરાતની 25 વર્ષથી શાસન કરતા ભાજપ અને નરેન્દ્ર મોદી માટે મોટી લપડાક છે.
માનવ શિકારની સહાય
માનવ મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 5 લાખ, ગંભીર ઇજા માટે રૂ. 2 લાખ અને નજીવી ઇજા માટે રૂ. 25,000 કરવામાં આવી છે, જ્યારે મિલકત/પાકને થયેલા નુકસાનનો ખર્ચ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ ચૂકવવાનો રહે છે.
પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ માર્ચ 16, 2020ના રોજ રાજ્યસભામાં કેટલીક માહિતી આપી હતી.
https://allgujaratnews.in/gj/another-slap-to-gujarat-rs-2-lakh-a-year-for-a-lion-and-11-lakh-for-a-tiger/
સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા
December 19, 2019
13 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 850 ગુના પ્રાણી સામેની હિંસાના નોંધાયા
આણંદમાં અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2018 અને 2019ના બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી હતી. પરિણામે ઊંઘમાંથી જાગેલી રાજ્ય સરકાર હવે એકશનમાં આવી ગઈ હતી. પણ, વન્ય પ્રાણીઓ માટે જુનાગઢ હવે અત્યંત સંવેદનશીલ બની ગયું છે. સમગ્ર ગુજરાતમાં જૂનાગઢમાં સૌથી વધું ગુના બની રહ્યાં છે. 2002થી કડક કાયદો આવ્યો તેમાં છેલ્લાં 13 વર્ષમાં સમગ્ર રાજ્યમાં વન્ય પ્રાણીઓને પરેશાન કરવા કે શિકાર કરવાના ગુના ગંભીર બની રહ્યા છે. આજ સુધીમાં નોંધાયેલા કૂલ 1800 ગુનામાંથી 852 ગુના જૂનાગઢમાં નોંધાયા છે. આ આંકડો ગીરનું જંગલ અને સિંહ પર જોખમ બતાવે છે. આમ સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ અત્યંત સંવેદનશીલ છે.
ભારતીય વન્ય જીવ સંરક્ષણના કાયદા હેઠળ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને રોકવા માટે ગુના નોંધવામાં આવે છે. વન્ય જીવ સંરક્ષણનો કડક નવો કાયદો, 2002 અમલમાં આવ્યો ત્યારથી ગુનેગારોને સખ્ત સજા છે. જંગલી પ્રાણી, પક્ષી અને વૃક્ષોનું રક્ષણ કરવાનો હેતુ છે.
વન્ય જીવની સુરક્ષા માટે અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 તૈયાર કરવામાં આવી છે. અનુસૂચિ 1ના પ્રાણી માટે આકરી સજા થાય છે. અનુસૂચિ 3 અને અનુસૂચિ 4- આ કાયદા હેઠળ પણ વન્ય પ્રાણીઓને સુરક્ષા આપવા માટે છે. સૂચિમાં આવનારા પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર દંડ ઓછો કરવામાં આવે છે.
જો સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો હશે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જેમાં 10,000થી 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
શિકાર કરવા પર દંડ 50 લાખ સુધીની થઈ શકે છે.
અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે. આ સૂચિમાં ડુક્કરથી લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જંતુ અને સરીસૃપનો સમાવેશ થાય છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.
અનુસૂચિ બેમાં સામેલ વન્ય જંતુઓની શિકાર પર સજાની જોગવાઈ છે. આ સૂચિના ભાગ એકમાં ઘણા પ્રકારના વાંદરા, લંગુર, જંગલી કુતરા, કાચિંડાનો સમાવેશ થાય છે. સૂચિના ભાગ બેમાં અગોનોટ્રેચસ એનડ્રયુએસી, અમર ફૂસી, અમર એલિગનફુલા, બ્રચિનસ એક્ટ્રીપોનીલ સહિત અનેક પ્રાણીઓ સામેલ છે.
સર્કલ વાઈસ વન્ય જીવન ગુના ના કેસો
વર્ષ જૂનાગઢ કચ્છ જૂનાગઢwl કૂલ (તમામ સર્કલ સાથે)
2001-02 21 14 34 81
2002-03 34 12 34 112
2003-04 22 12 55 129
2004-05 27 27 39 157
2005-06 20 16 26 109
2006-07 32 14 24 123
2007-08 57 12 36 165
2008-09 53 14 53 192
2009-10 42 9 32 198
2010-11 35 9 13 139
2011-12 14 24 25 128
2012-13 41 30 31 167
2013-14 20 19 32 120
કૂલ ગુના 418 212 434 1820
સર્કલ વાઈસ વન્ય જીવ સામેના 2001થી 2013 સુધીના ગુના
200 ગાંધીનગર
129 વલસાડ
112 સુરત
82 વડોદરા wl
71 મહેસાણા
40 અમદાવાદ
38 ભરૂચ
37 વડોદરા
36 રાજકોટ
2 જામનગર
9 ઉત્તરગુજરાત
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%85%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%97%e0%ab%80%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-850-%e0%aa%97%e0%ab%81/
સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી
December 12, 2019
સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી.
વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિંહોની વસતી ગણતરી ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિકથી હાથ ધરવામાં આવશે.
સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં થઈ તેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.
12 સિંહની વસતી
1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા.
બે વર્ષમાં 222 સિંહના મોત
1-6-2017થી 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા હતા.
2015માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થઈ હતી. આ અગાઉ 2010માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 411 હતી. 2010ની 411ની સરખામણીએ 2015માં સિંહોની સંખ્યામાં 112 એટલે કે 27 ટકાનો વધારો થયો હતો.
2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે. મોનીટરીંગ કરવા 70 રેડિયો કોલર જર્મનીથી મંગાવી લગાવાયા છે. 2010ની તુલનાએ 27 ટકા વૃદ્ધિ થઈ હતી. જેમાં 109 પુખ્ત સિંહ, 201 સિંહણો અને 213 બાળ સિંહ મળી કુલ 523 સંખ્યા પહોંચી છે.
ગીર જંગલ બહાર – બૃહદ ગીર
સિંહોના વિસ્તાર ગીર અભ્યારણ તથા ગીર નેશનલ પાર્કથી વધીને સૌરાષ્ટ્ર 9થી 10 જિલ્લાઓ, બૃહદ ગીરમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા પોરબંદર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે. 1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.
222ના મોત
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 જેટલા સિંહોના મૃત્ય થયા હતા, જેમાં 23 સિંહો અકુદરતી મોત પામ્યા હતી. બે વર્ષમાં મૃત્યુ પામેલા સિંહો પૈકી 90 સિંહબાળ હતા જેઓ ઇન ફાઈટ અથવા તો ઓછા સર્વાઈવલ રેટને કારણે મૃત્યુ પામ્યા હતા. સિંહનો સરેરાશ મૃત્યુ દર વસતીના 10% જેટલો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં ફાટી નીકળેલા CVD રોગચાળાના મોત થયા હતા. છતાં સિંહોની સંખ્યા 700ને પાર હતી.
કયા વર્ષોમાં કેટલા સિંહનાં મોત થયાં?
વર્ષ મોત
2009-10 45
2010-11 44
2011-12 37
2012-13 48
2014-15 54
2016-17 104
2017-18 80
2018-19
બે ગણો વધારો
2015માં 523 સિંહો હતા, જે આ વખતે બે ગણા થઈ જવાની શક્યતા છે. સિંહોની ગણતરીનું કામ મે 2020માં હાથ ધરાશે. સિંહોની સંખ્યા 1100થી 1200 હોવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવે છે. વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા નિયમિત રીતે સંખ્યા ગણવામાં આવે છે. સાત જિલ્લામાં જોવા મળેલા સિંહોના પગલાં પરથી આ અંદાજ વ્યક્ત કરાયો છે. સુરેન્દ્રનગરના ચોટિલથી 20 કિમી દૂર દેડુકી ગામમાં પણ બે સિંહ જોવા મળ્યા હતા.
500 સિંહોને માઈક્રો-ચિપ્સ લગાવાઈ છે
માઈક્રો-ચિપ્સ લગાવવામાં આવી હોય તેવા સિંહોની સંખ્યા વધીને 500એ પહોંચી ગઈ છે. તેમની વસ્તી વધી હોવાનો મજબૂત પુરાવો છે. બીજા 150 જેટલા 3થી 13 વર્ષના સિંહો પકડાયા નથી. 3 વર્ષ કરતા નાના અને 13 વર્ષથી ઉપરના 400 જેટલા સિંહોને ઉમેરીએ તો આંકડો 1,000ને પાર કરે છે.
લોકોમાં ભય અને ગુજરાત બહાર લઈ જવાનો ભય હોવાથી તથા સમુહોના દબાણથી બચવા સિંહોની સાચી સંખ્યા જાહેર થતી નથી.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a4%e0%ab%80-1-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be/
સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલતાની સાથે ભય
November 19, 2019
અમદાવાદ, તા. 18
એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલતાની સાથે ભય પ્રસર્યો છે. આ અંગે ભાવનગર વન વિભાગના ડીસીએફ સંદીપકુમારે પણ પુષ્ટિ કરી છે. તેમણે એવું પણ જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં 60 થી 66 સિંહો વસવાટ કરી રહ્યા છે.
ગુજરાતનું ગીરનું જંગલ એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા સહિતના અન્ય વન્ય પશુઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહી છેલ્લા કેટલાક સમયથી સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સિંહ પોતાનો વિસ્તાર શોધવા માટે ગીરના જંગલની બહાર નીકળી રહ્યા છે. ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહો પોતાનું નવું રહેણાંક બનાવી રહ્યા છે. સિંહો ગીર છોડીને શેત્રુંજી નદીના કિનારે કિનારે આગળ વધીને ભાવનગર જિલ્લાના જેસર અને પાલિતાણા સુધી પહોંચી ગયા છે.
જ્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના લીલીયા અને ક્રાંકચ વિસ્તારમાં વસવાટ કરતાં સિંહો પણ પોતાનું રહેણાંક શોધી રહ્યા છે, જેમાં કેટલાક સિંહ લાઠી સુધી પહોંચી ગયા છે. અન્ય કેટલાક સિંહ શેત્રુંજી નદીના કાંઠા પરથી સુરનગર, સમઢીયાળા, સાંઢિડા થઈને ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલા સણોસરા લોકભારતી સુધી પહોંચી ગયા છે.
સ્થાનિક રહીશ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ મહિનાથી એક સિંહ અને ત્રણ સિંહણે સણોસરા લોકભારતી અને સાંઢિડા વચ્ચે આવેલા ડુંગરાળ વિસ્તારોમાં પોતાનું રહેણાંક બનાવ્યું છે. રાત્રિના સમયે સિંહ અને સિંહણ પોતાના ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભય અને ગભરાટની લાગણી પ્રસરી છે.
ગારિયાધારથી આગળ વધ્યા હોય શકે છે: ડીસીએફ સંદીપકુમાર…
આ અંગે ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક-ડીસીએફ સંદીપકુમારે પુષ્ટિ કરતાં જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલિતાણા, ગારિયાધાર,તળાજા અને સિહોર પંથકમાં સિંહોની વસ્તી છે. જેથી સણોસરા અને સાંઢિડા વચ્ચે જોવા જે સિંહ જોવા મળી રહ્યા છે તે સંભવત: ગારિયાધાર કે સિહોરના થાળા તરફથી આવ્યા હોય તેવું માની શકાય છે.
ભાવનગર જિલ્લામાં 60થી 66 સિંહ..
ગીરનું જંગલ છોડીને સિંહો બહાર નીકળી રહ્યા છે ત્યારે શેત્રુંજી નદીના કિનારાના સહારે સિંહો ભાવનગર જિલ્લામાં પહોંચી ગયા છે. જેમાં હાલમાં ભાવનગર જિલ્લાનાપાલિતાણા, જેસર, મહુવાના દરિયા કિનારા વિસ્તાર, સિહોર અને ગારિયાધાર તાલુકામાં સિંહોની વસ્તી જોવા મળી રહી છે. આ અંગે ભાવનગરના નાયબ વન સંરક્ષક ડૉ. સંદીપકુમારે જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં મહુવા, જેસર, પાલિતાણા, સિંહોર અને ગારિયાધાર પંથકમાં 60 થી 66 સિંહોની વસ્તી જોવા મળી છે. સિહોરના થાળા વિસ્તારમાં રહેતા એક સિંહ પોતાનો વિસ્તાર છોડીને નવો વિસ્તાર વિકસાવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%a3/
સિંહોને બચાવતી લેડી ટારઝન રસિલા
November 16, 2019
સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર તરીકે રસીલા નામની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. જંગલમાં ઈજા પામેલ, બીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ્રાણીઓની માવજત કરવાનું તેમનું કામ અને શોખ છે. સાહસી રસીલાએ 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. વિશ્વના કોઈ પણ વાઇલ્ડ-લાઇફ પાર્કના રેસ્ક્યુ-મિશન્સ કરતાં આ સંખ્યા વધારે છે.
2019માં નવ મહિનાના પુત્રને લઈને ઘણી વખત રેસ્ક્યૂ ઓપરેશન માટે જાય છે. ગુજરાતના ગીરની એવી જાંબાઝ મહિલા જે ગીરની સિંહણ તરીકે ઓળખાય છે. રસિલાને લેડી ટારઝનનું બિરુદ મળી ચૂક્યુ છે. 2008થી 2013 સુધીમાં 173 રેસ્ક્યુ ઓપરેશન્સ, 390 વન્ય પ્રાણી છોડવાની કામગીરી, 100 વન્ય પ્રાણીઓની સારવાર કરી હતી.
રેસ્ક્યુ-ટીમ જંગલના 1800 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ઘાયલ પ્રાણીઓને અને માણસોને બચાવવા અને એમને મેડિકલ સારવાર આપવાની કામગીરી સંભાળે છે. કોઈ પણ સિંહ જખમી હાલતમાં ન રહે અને એનો જખમ જીવલેણ નીવડે એ પહેલાં ઘા રુઝાઈ જાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી આ ટીમને સોંપવામાં આવી છે. 51 મહિલા ફૉરેસ્ટ ગાર્ડ્સની પ્રથમ બૅચ 2007માં નિયુક્ત કરવામાં આવ્યી હતી. 1997માં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરાઈ હતી ત્યારથી કોઈપણ મહિલા આ પોસ્ટ પર રહી નથી.
નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર રસીલાના માતા નાના-મોટા કામ કરીને શિક્ષણ આપવેલું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હિન્દીમાં સ્નાતક છે. વર્ષ 2007માં તેમની સામે બે જગ્યાએથી સરકારી નોકરીની ઓફર હાજર હતી; પહેલી ગીર નેશનલ પાર્કમાં રક્ષા સહાયક(રેસ્ક્યૂ ઓફિસર)તરીકેની અને બીજી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. પ્રાણી પ્રેમના કારણે તેમણે રેસ્ક્યૂ ઓફિસર તરીકેની નોકરી સ્વીકારી હતી.
પ્રથમ વખત તેણે જોયુ કે એક ટેકરી ઉપર સિંહના ગળામાં કાંટા વાગેલા હતા. જે દૂર કરવા પડે તેમ હતા. ખાઈ શકતો ન હોથી તે નબળો પડી ગયો હતો. આ સિંહને બચાવવા બપોરના આશરે ચારના સુમારે જંગલમાં તેમની ટીમ પહોંચી ગઈ. તેને પાંજરે પૂરવામાં આવે તો જ કાંટા દૂર કરી શકાય તેમ હતા. એક પાડાના બચ્ચને પાંજરામાં મૂકી દીધો અને સિંહ તેમાં લેવામાં લાકડી રસીલાના માથામાં વાગી અને તે નીચે પડી ગઈ સિંહ ભાગી છૂટ્યો.
સિંહને આખી રાત શોધવામાં કાઢ્યો આખરે તેને પાંજરામાં પૂરીને તેના ગળામાંથી કાંટા-ઝાંખરા દૂર કરતા સવારના પાંચ વાગી ગયા. પહેલું બચાવકાર્ય સફળ થયું હતું. તેને એક નવી દિશા મળી હતી.
સાહસી રસીલાએ 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. જેમાં દીપડા અને સિંહની સાથે અજગર, મગર, પંખીઓ અને વાનર છે. જંગલના પ્રાણીઓની સાથે રહેવું એટલે મોતને હાથમાં લઈને ફરવા બરાબર છે. પ્રાણીઓની સાથે પ્યારભર્યો વ્યવહાર કરવાથી તેઓ મિત્ર બની જાય છે. દીપડો સરળતાથી કાબૂમાં આવી જાય છે. જ્યારે વાનરને પકડવો વિકટ છે. તે આપણા હાથમાંથી લાકડી લઈને આપણને મારવા લાગે. અચાનક નજદીક આવીને થપ્પડ પણ મારી દે, તો ક્યારેક હાથમાંથી બંદૂક ઝૂંટવીને તમારી સામે તાકે પણ ખરો.
વન્યપ્રાણીને ખાસ પ્રકારે બનાવેલ પાંજરામાં આવવામાં ડર પણ રહેતો નથી. સરળતાથી મળતો શિકાર ખાવા તેઓ પાંજરામાં આવે ત્યારબાદ તેમની યોગ્ય સારવાર કરીને તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે. તેથી સિંહ કે દીપડા ભરોસાની સાથે પાંજરામાં આવી જાય છે.
રમત-ગમત, ચેસ અને ફોટોગ્રાફીની સાથે અનેક એવૉર્ડ વિજેતા છે. અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે. સાદું જીવન, ઉચ્ચ વિચારો તથા અબોલ પ્રાણીઓનો પ્રેમ મેળવવા સદાય કામ માટે તૈયાર હોય છે.
28 વર્ષની ઉંમરે ફૉરેસ્ટ ગાર્ડ રસીલાએ અન્ય મહિલા ગાર્ડ્સ સાથે મળીને 600 રેસ્ક્યુ-મિશન્સ પાર પાડ્યાં હતાં. ગીરની આ મહિલા ફૉરેસ્ટ ગાર્ડ્સના જીવન અને મિશન વિશેનું કવરેજ ડિસ્કવરી ચૅનલની સિરીઝ ‘ધ લાયન ક્વીન્સ ઑફ ઇન્ડિયા’માં તે ચમકેલા છે.
બચાવ વિભાગના વડા બનાવાયા
33 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હવે હેડ છે. રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ મહિલા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી એમ ચાર જિલ્લામાં એક વર્ષમાં 700થી પણ વધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
2008માં વાઢેરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બેક ઓફિસની કામગીરી સોંપાઈ હતી. પણ સિંહોની વચ્ચે કામ કરવાનું ગમતું હોવાથી તેમણે 24 કલાકની ફિલ્ડ જોબ ફોરેસ્ટ ગાર્ડની નોકરી પસંદ કરી હતી. 11 વર્ષમાં રસીલા વાઢેરે 1100 જંગલી પ્રાણીઓની બચાવ કામગારી કરી છે.પહેલા તેઓ અભયારણ્ય નિરિક્ષક તરીકે બઠતી આપી હતી. હવે તે બચાવ વિભાગના વડા છે. બચાવના તમામ ઓપરેશન ઉપર દેખરેખ રાખે છે. હવે સિંહ માનવીય વસાહતની વધારે નજીક પહોંચી જતાં આ તેમનાં માટે બચાવ અને મોટો વિસ્તાર એક પડકાર છે. ગીરમાં તે 18 ટ્રેકર સાથેની ટીમને લીડ કરે છે. પણ તેમની જોબ ફક્ત ચાર જિલ્લા સુધી જ સીમિત નથી.
રાજકારણનો પડછાયો કેમ ?
ગુજરાતમાં જ્યાં પણ રેસ્ક્યૂનો કોલ આવે છે, અને કોઈ એક્સપર્ટ ઉપલબ્ધ નથી હોતાં ત્યારે ટીમ એ સ્થળોએ પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે.
સેલ્ફી ભારે પડી
રસિલાએ બે સિંહ સાથે મોબાઈ ફોનથી સેલ્ફી લીધી હતી ત્યારે વિવાદ સામે આવ્યો હતો. છે. સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. લોકોએ તેમની ટીકા કરી હતી. જોકે, ફેસબુક પર વિવાદ વધતા તેમણે પોતાની આ પોસ્ટ હટાવી દીધી હતી. તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%9a%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b2%e0%ab%87%e0%aa%a1%e0%ab%80-%e0%aa%9f%e0%aa%be%e0%aa%b0%e0%aa%9d/
રબારિકા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરતાં પાંચ લોકો ઝડપાયાઃ 25 હજારનો દંડ
November 2, 2019
અમરેલી,તા:01
છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ફરિયાદો વનવિભાગને મળી હતી. તેમજ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવીને આવા તત્વો લોકો પાસેથી પૈસા પડાવી રહયા હતા. જેની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત વનવિભાગ સતર્ક બન્યું હતું. તેમજ આવા તત્વોને ઝબ્બે કરવા માટે ઓપરેશન ચલાવી રહ્યા હતા. આવી જ રીતે અમરેલીના ખાંભાના રબારીકા રેન્જમાં જંગલ માં ગેરકાયદેસર સિંહ દર્શન કરી રહેલા પાંચ શખ્સો અભિષેક સાવલીયા,બાવનોલ,અવિનાશ સાવલીયા,સંદીપ સાવલીયા અને પ્રવીણ સાવલીયાને વન વિભાગે ઝડપી લીધા હતા.ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં તેમને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.વનવિભાગની કાર્યવાહીને કારણે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.વનવિભાગે પણ ગીરમાં આવતા પ્રવાસીઓને ગેરકાયદે સિંહદર્શન ના નામે ચાલતા ગોરખધંધા થી સાવધાન રહેવા પ્રવાસીઓને અપીલ કરી છે.અગાઉ પણ આવી રીતે કેટલાય પ્રવાસીઓને લૂંટતાં લાલચી લોકો સામે વનવિભાગે કાર્યવાહી કરી હતી.
000000000
જૂનાગઢના સાત સિંહોને ઉત્તર પ્રદેશ ટ્ર્ક દ્વારા મોકલાયાં
September 24, 2019
જૂનાગઢ,તા.23
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને ઉત્તર પ્રદેશ મોકલાયા છે. ઉત્તર પ્રદેશના ઈટાવાના લાયન સફારી પાર્કમાં સાત સિંહો મોકલાવામાં આવ્યાં છે. રાજ્યો વચ્ચેના વન્ય પ્રાણીઓના આદાન પ્રદાનના ભારતીય ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અનુસાર સિંહો મોકલાયા છે. આ અંતર્ગત આ સિંહો ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં મોકલાયાં છે. જે સાત સિંહોને મોકલવામાં આવ્યાં છે તેમાં બે નર સિંહ અને પાંચ માદા સિંહોને મોકલવામાં આવ્યાં છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ઉત્તરપ્રદેશ ઝૂ ઓથોરિટીની એક ટીમ સિંહોને લેવા પહોંચી હતીં. સક્કરબાગ ઝૂ ઓથોરીટી સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન સાથે આ સાત સિંહોને ઉત્તર પ્રદેશના ઉટાવા મોકવામાં આવ્યાં છે. ટ્રક મારફતે સાત સિંહોને મોકલવામાં આવ્યાં હતાં. ખૂબજ સાવચેતી અને તકેદારી સાથે દરેક સિંહના પાંજરાને ટ્રકમાં વ્યવસ્થિત પણે ગોઠવીને તેને મોકલવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશના ઇટાવા પહોંચતા સુધીમાં સિંહનો ઉપર દેખરેખ રાખી શકાય તે માટે ટ્રકમાં સીસીટીવી કેમેરા પર ગોઠવાયાં છે. જેથી સિંહોની સલામતી અને તમામ હિલચાલ ઉપર નજર રાખી શકાય. લાંબા રૂટ ઉપર જવાનું હોવાને કારણે રસ્તા ઉપર પણ કોઇ અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓના આદાનપ્રદાન અંતર્ગત હવે ઉત્તરપ્રદેશના ઝુના અન્ય પ્રાણીઓને સક્કરબાગ ઝૂને સોંપવામાં આવશે.
0000000000000
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું
September 15, 2019
અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિંગ પર નીકળેલી વનવિભાગની ટીમને કરી હતી.
સિંહ કૂવામાં પડવાની જાણ થતાં જ સરસિયા રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક મનાવાવ ખાતે દિલુભાઈની વાડી ખાતે પહોંચી હતી, જ્યાં ખાલી કૂવામાં 4 સિંહ હોવાની ખરાઈ કરી હતી. ઘટનાની ખરાઈ બાદ અન્ય ટીમને પણ સાધનસરંજામ સાથે ત્યાં બોલાવાઈ હતી. 100 ફૂટ ઊંડો કૂવો હોવાથી શરૂઆતમાં રેસ્ક્યૂ ટીમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આખરે ડીસીએફના માર્ગદર્શનમાં યોગ્ય સંકલન સાધી સ્થાનિકોની મદદ લેવાઈ હતી અને સિંહોનું રેસ્ક્યૂ શરૂ કરાયું હતું, જેમાં તમામ ચાર સિંહને કોઈપણ જાતના નુકસાન વિના 100 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આ તમામ સિંહને ગીર પૂર્વ વનવિભાગ દ્વારા તાત્કાલિક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાલમાં ચાલુ છે.
વાડીના 100 ફૂટ ઊંડા ખાલી કૂવામાં પડેલા તમામ ચાર સિંહની સ્થિતિ હાલમાં સ્થિર છે, જેમને સારવાર બાદ ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે.
ગુજરાતમાં સિંહોના મૃત્યુમાં વધારો
July 16, 2019
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી ૪૩ સિંહ, ૬૫ સિંહણ, ૮૫ સિંહબાળ અને ૬ પાઠડાના કુદરતી અને ૯ સિંહ, ૯ સિંહણ અને ૫ સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૪૦% સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે તેવો ખુલાસો આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્યશ્રી શૈલેષ પરમારના તારાંકિત પ્રશ્નના જવાબમાં થયો હતો.
શ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે. સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ ૫૨૩ની સંખ્યા સામે ૨૨૨ સિંહોના મૃત્યુ નોંધાયા છે, જે રાજ્ય સરકારની સિંહોના સંરક્ષણ અંગે નિષ્ફળતા છતી કરે છે. સિંહદર્શન માટે દેશ-વિદેશથી આવતા ટુરીસ્ટો માટે ગેરકાયદેસર ‘લાયન શો' યોજીને સિંહોની પજવણી કરવામાં આવે છે. રાત્રિના સમયે સિંહો પાછળ ગાડી દોડાવીને, સિંહોને કુકડા-બકરા બતાવીને વગેરે રીતે સિંહોની પજવણી થાય છે, જેના અનેક વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ પણ થયેલા છે.
શ્રી પરમારે જણાવ્યું હતું કે, આજે સિંહ પોતાના કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલમાંથી બહાર આવી છેક દરિયાકાંઠા તથા તેની આજુબાજુના ગામોમાં આવી ગયા છે. જો સિંહ કુદરતી નિવાસસ્થાન છોડી માનવવસ્તીના સંપર્કમાં આવશે તો તેમનામાં વાયરસ ફેલાવાનો પણ ભય રહેલો છે. અગાઉ સિંહોમાં વાયરસ ન ફેલાય તે માટે જંગલમાં રહેતા માલધારીઓને ઢોરઢાંખર સહિત વિસ્થાપિત કરી અન્ય જગ્યાએ વસાવવામાં આવ્યા હતા. હવે જ્યારે સિંહ પોતાનું કુદરતી નિવાસસ્થાન જંગલને છોડી માનવવસ્તી તરફ આવી રહ્યા છે ત્યારે સિંહોમાં પુનઃ વાયરસ ન ફેલાય તે જોવાની જવાબદારી સરકારની છે. તાજેતરમાં સિંહોના થયેલ મૃત્યુ પણ કંઈક આવી જ રીતે થયા છે, જેની પણ તપાસ કરવી અત્યંત જરૂરી છે.
રાજ્ય સરકારે ગેરકાયદેસર ‘લાયન શો' બંધ કરાવી, જવાબદારો સામે કડકમાં કડક પગલાં લઈ રાજ્યના ગૌરવ સમા સિંહોની પજવણી બંધ કરાવવી જોઈએ. સિંહો તેમના કુદરતી નિવાસસ્થાન એવા જંગલમાં જ રહે તે માટે અને સિંહોના સંરક્ષણ-સંવર્ધન માટે ચોક્કસ પગલાં લેવાની માંગણી શ્રી શૈલેષ પરમારે કરી હતી.
0000000000000
100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો
July 12, 2019
સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દેવામાં આવ્યા છે ત્યારે ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીંડા જેના કારણે સિંહો પરેશાન જોવા મળી રહ્યા હતા અને ખાંભા નજીક ના ડુંગર વિસ્તારમાં બે સિંહણ અને સાત બચ્ચા નું ગ્રૂપ વાસવાટ કરી રહ્યું છે જેમાં એક સિંહણ ને વન વિભાગ દ્વારા ગળામાં કોલોર આયડી પહેરાવવામાં આવ્યું હતું જે સિંહણ પેહરાવેલ GPS કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો હતો જેના કારણે સિંહણ પરેશાન જોવા મળી રહી હતી અને આ કોલોર આયડી પટ્ટો લટકતો હોય તેવી તસ્વીર પણ કેમેરામાં કેદ થઇ હતી ત્યારે આ અંગે સ્થાનિક સિંહ પ્રેમીઓ દ્વારા વન વિભાગ ને જાણ કરવા માં આવી હતી ત્યારે ચાર પાંચ દિવસ પહેલા જ ગીર માં બે કોલોર આયડી પટ્ટા પેહરાવેલ સિંહના પણ મોત નિપજી ચુક્યા છે ત્યારે આમ વન વિભાગ દ્વારા સિંહો ને લગાવેલ GPS કોલોર આયડી પ્રત્યે મોનોટરિંગ નો અભાવ જોવા મળી રહ્યો હતો અને કોઈપણ જાત નાં સંશોધન અને નિષ્ણાતો ની સલાહ સુચન વગર સિંહો ને રેડિયો કોલર થી સજ્જ કરવાનું કાર્ય વનવિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ નાં કોર્ટમિત્ર દ્વારા સિંહો ને રેડિયો કોલર પહેરાવવાનું સુચન કરવામાં આવ્યું. સરકાર અને વનવિભાગે રંગેચંગે કોઈપણ રીતની તૈયારી કર્યા વગર રેડિયો કોલર લગાવવાનું કાર્ય ચાલું કરી દીધું. સિંહો ને ટ્રેનક્યુલાઈઝ કરીને બેહોશ સિંહો ને રેડીયો કોલર પહેરાવવામાં આવી રહ્યાં છે. સિંહો પર બેહોશી ની દવાની આડઅસર થી સિંહોનું આયુષ્ય ઘટી શકે છે. હોશમાં આવેલ સિંહ ને ગળાનો પટ્ટો મુશ્કેલી રૂપ લાગે છે.
અહીં વનવિભાગ ની બેદરકારી થી એક સિંહણ ને લગાવેલ રેડિયો કોલર નો પટ્ટો ખુલી ગયેલ દેખાય છે. આ ઘટના એ સાબિત કરે છે કે, નિષ્ણાતો ની મદદ વગર સિંહોને બેહોશ કરી જેમ તેમ રેડિયો કોલર પહેરાવવામાં આવી રહ્યા છે
ત્યારે આ રેડીઓ કોલર ખામ્ભા નજીક સિંહણ ના ગળા માં તૂટી ગયેલ હોય તેવું દેખાઈ આવે છે ત્યારે આ કોલર થી વન તંત્ર ને ફાયદો થાય કે નુકશાન તે જોવું રહ્યું પરંતુ ચોક્કસ આ કોલર સિંહો માટે બોજ હોય તેમ સિંહો સતત પગ મારી તેને દૂર કરી રહ્યા છે જેથી ખામ્ભા ના સિંહો ના ગ્રુપ માં એક સિંહણ નો રેડિયો કોલર તૂટેલો જુવા મળી રહ્યો છે.
00000000000
અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીંડા.
July 12, 2019
ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો.
સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન.
ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ.
ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર પરના 100 થી વધુ સિંહોને GPS કોલોર આઈડી પહેરવામાં આવ્યા છે.
ગીરમાં 50 થી વધુ સિંહો રેડિયો કોલોર લગાવ્યા પણ મોનીટરિંગનો અભાવ.
સિંહની સુરક્ષા કરતા વનવિભાગની બેદરકારી જોવા મળી.

0000000000000
સિંહ માટે લડતો અમિત જેઠવા સિંહની જેમ મર્યો અને દિનુને આજીવન કેદ કરાવી
July 11, 2019
૩૧ ડિસેમ્બર ૧૯૭૫માં જન્મ થયો હતો અને યુવાન વયે ૨૦ જુલાઇ ૨૦૧૦માં તેમનું મોત થયું હતું. અમિત જેઠવા સિંહની રક્ષણ માટે તેઓ કાયમ સરકાર સાથે લડી પડતાં હતા. પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીરના જંગલો માટે સક્રિય હતા. ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય હતા. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ચિંકારા શિકારના કેસમાં પાંચ વર્ષની સજા થઈ તે કેસમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. જંગલ અને મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. કુનો અભયારણ્યમાં સિંહને ન મોકલવા અભિયાન ચલાવ્યું હતું. ૨૦૧૦માં સતિષ શેટ્ટી આરટીઆઈ બહાદુરી પુરસ્કાર, એનડીટીવીનો પર્યાવરણ પુરસ્કાર અપાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્રી સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.
રાજકારણ
૨૦૦૭માં જેઠવા ગુજરાત વિધાનસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
૨૦૧૦માં તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં નિષ્ક્રિયતા માટે કેસ કરેલો. તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.
દિનુ સોંલકીના ભત્રીજા શીવા સોંલકી તાલુકા પંચાયતના સભ્ય નહીં હોવા છતાં સામાન્ય સભામાં હાજરી આપતા હતા જે અંગે અમીતે વિરોધ કરતા તેમની હાજરી અટકાવી દેવામાં આવી હતી.
આમ તો અમીત જેઠવાની લડાઈની શરૂઆત 2001થી થઈ હતી પરંતુ 2007માં અમીત જેઠવાએ વિધાનસભાની ચુંંટણીમાં ઉમેદવારી કરી હતી અને દિનુ સોંલકી વિરૂધ્ધ થયેલી ફોજદારી ફરિયાદની માગણી ચુંટણી પંચ સામે કરી હતી.
ભાજપ સરકારે સોલંકીને બચાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. પણ વડી અદાલત અને સીબીઆઈની તપાસના કારણે ભાજપના ટોચના નેતાઓ બચાવી શક્યા ન હતા.
ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ એક નિવેદન આપ્યું હતું. દિનુબોધાએ જાહેર કર્યું હતું કે મને કોંગ્રેસના અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કાવતરામાં ફસાવ્યો છે. હું અને મારો ભત્રીજો નિર્દોષ છીએ.
અગાઉ તેમણે રાજ્યમાં લેન્ડ સેટલમેન્ટ હાથ ધરવા, ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો માટે લોકાયુક્તની નિમણૂંક કરવી, રાજ્યમાં માહિતી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સફળ પીઆઈએલ કરી હતી.
0000000000000000
5 વર્ષમાં 405 સિંહોના મોત, શિકાર થયો છતાં નથી થયો
July 3, 2019
ગાંધીનગર : ગુજરાતના સાસણ ગીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 405 જેટલા સિંહોના મોત થયાં છે. આ મોતમાં સિંહબાળની સંખ્યા 154 થવા જાય છે. રાજ્યના વન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 344 સિંહોના મોત કુદરતી રીતે થયા છે જ્યારે 70 સિંહોના મોત વિવિધ કારણોસર અકુદરતી રીતે થયાં છે. સિંહણની સંખ્યા 132 છે.
કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવા સિંહોમાં 108 નર છે અને 108 માદા સિંહ છે જ્યારે 128 સિંહ બાળના મોત થયાં છે. સિંહોના અકુદરતી મોતમાં કુવામાં પડવાથી, રેલ્વે અકસ્માત અને અન્ય કારણો છે. વન વિભાગે એ બાબતનો ઇન્કાર કર્યો છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહનો શિકાર થયો છે. સિંહના શિકારની એકપણ ઘટના સામે આવી નથી. શિકાર થયો છે છતાં શિકાર ન થયો હોવાનું વન વિભાગ સ્ટષ્ટ રીતે કહે છે. પણ લોકો કહે છે કે નખ અને ચામડા ચોરનારી ગેંગે કબૂલાત કરી છે કે, સિંહના શિકાર થાય છે.
રાજ્યમાં સિંહોની સંખ્યા 1968માં માત્ર 177 હતી જ્યારે 2015ની છેલ્લી ગણતરી પ્રમાણે સિંહો વધીને 523 થયા હતા. હવે સિંહોની ગણતરી 2020માં થવાની છે ત્યારે વન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે સાસણ ગીરમાં સિંહોની સંખ્યા 600ના આંકડાને પાર પહોંચી ચૂકી છે.
ગયા વર્ષે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને ઇનફાઇટના કારણે ત્રણ મહિનામં 37 સિંહોના મોત થયાં હતા. સિંહોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે. સરકારે ચાલુ વર્ષના બજેટમાં એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના ઉપરાંત અદ્યતન હોસ્પિટલ, સિંહ એમ્બ્યુલન્સ, સીસીટીવી નેટવર્ક, રેડિયો કોલર, ડ્રોન સર્વેલન્સ માટે 123 કરોડની એક યોજના બનાવી છે.
સિંહોના મોતની વિગતો
વર્ષ સિંહ બાળસિંહ
2013-14 50 32
2014-15 50 29
2015-16 52 28
2016-17 56 43
2017-18 43 22
કુલ 251 154
000000000000000000
શેત્રુંજય નદીમાં પૂર આવશે તો 20 સિંહ તણાઈ જશે
June 17, 2019
તમામ તસવીરો – દિલીપ જીરૂકા
હાલ વરસાદી સિઝન માથે દસ્તક દઈ રહી છે અને વાયુ વાવા જોડા ની અસર હાલ સમગ્ર ગીર અને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે વર્તાઈ રહી છે જેથી અહીં વરસાદ ના વધામણાં થયા છે ત્યારે અમરેલું ના બૃહદ ગીર માં આવેલ શેત્રુંજી નદી ના પટ માં વસતા 20 થિ વધુ સાવજો ને વરસાદ પહેલા અહીં થિ ખસેડવા જરૂરી છે . અહીં અમરેલી ના ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી નદી પસાર થઈ છેક પાલીતાણા સુધી પહોંચે તે નદી ના પટ માં ગીર ના 20 સાવજો એ પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે અને રોજ બરોજ મારણ મળી જતા અહીં નદી માં જ આ સાવજો એ વસવાટ કર્યો છે વળી શેત્રુંજી નદી માં ઠંડક વધુ હોવાથી સાવજો અહીં જ પડ્યા રહે છે ત્યારે આ 20 જેટલા સાવજો પર હાલ ખતરો તોળાઈ રહ્યો છે અહીં શેત્રુંજી નદી ચેક ગીર માંથી નીકળી અહીં આવે છે જેથી વરસાદ થતાંજ અહીં નદી માં અચાનક પુર આવી જતું હોય છે જેથી નદી માં સાવજો ને ખસેડવા માટે ખાસ હિમાંશુ ભટ્ટ સહિત ના પ્રકૃતિ પ્રેમી ઓ માંગ કરી રહ્યા છે
અમરેલી જિલ્લામાં ના બૃહદ ગીર માં લીલીયા નાના લીલીયા ક્રાકચ શેઢાડા બવાડા લોકા . લોકી જુનાસાવર ખાલપર ઘોબા પીપરડી સહિત ના ગામો આવેલા છે જે મા સાવરકુંડલા નોર્મલ રેન્જ અને અમરેલી વિસ્તરણ વિભાગ દ્વારા આ બને રેન્જ નું સંચાલન થાય છે ત્યારે અમરેલી વિસ્તરણ વિભાગ ના સાવજો હાલ શેત્રુંજી નદી માં વસવાટ કરી રહ્યા છે જેને ખાસ પુર પહેલા નદી માં થી અન્ય સ્થળાંતર કરવા જરૂરી છે 2015 માં આવેલ ભયાનક પુર માં શેત્રુંજી નદી માં થી11 જેટલા સિંહો તણાઈ મૃત્યુ પામ્યા તા ત્યારે હાલ 20 થી વધુ સિંહો નો શેત્રુંજી નદી આસપાસ વસવાટ છે જે સાવજોપર પુર નો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વન વિભાગ અમરેલી દ્વારા આ સાવજો પર વોચ રાખવી જરૂરી છે અને સમયાંતરે અહીં થિ ખસેડવા જરૂરી છે . ત્યારે વન વિભાગ દ્વારા અહીં ઊંચા ટેકરા પણ બનવવા માં આવ્યા છે પરંતુ સિંહો પુર આવતા આ ટેકરા પર ચડે તે એક પ્રશ્ન છે ત્યારે જરૂરી હાલ એ છે કે અહીં થી આ સાવજો ને ખસેડવા માં આવે જેથી ગીર ના સાવજો નું રક્ષણ થઇ શકે . કેનાઇન ડિસ્ટમ્બર ને કારણે 23 જેટલા સિંહો ગત વર્ષે જ મૃત પામ્યા હતા ત્યારે વધુ સિંહો ને ખોવા નો વારો આવે તે પહેલાં અહીં નદી માંથી અન્ય ખસેડવા હાલ પર્યાવરણ વિર્દો પણ માંગ કરી રહ્યા છે.
00000000000000
કર્ણાટક-આંધ્રપ્રદેશને ગીરના સિંહો આપી દેવાશે
June 1, 2019
કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવા ગુજરાતના વન વિભાગે મંજૂરી આપી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ ૧ માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે.
ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગાર્ડન – મૈસૂર આ પ્રાણીઓની સામે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 1 નર અને 1 માદા હિપોપોટેમસ, 1 નર અને 2 માદા ગોર, બ્લેક સ્વાનની 1 જોડી તેમજ 1 નર રેડ નેક્ડ વૉલબી જેવા વન્ય પ્રાણીઓ આપશે.
સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહની 1 જોડી, ડોમિસાઇલ ક્રૅન અને રોઝી પૅલિકેનની 1-1 જોડી, ઝીબ્રા ફ્રીન્ચની બે જોડી, બાર્કિંગ ડિઅરની 1 જોડી તેમજ થામીન ડિઅરની 1 જોડી, સ્પુનબિલની 1 જોડી, ચિંકારાની 2 જોડી આંધ્રપ્રદેશમાં તિરૂપતિના એસ.વી. ઝુઓલોજિકલ પાર્કને એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશનું આ એસ. વી. ઝુઓલોજિકલ પાર્ક તેને મળનારા ગુજરાતના વન્ય પ્રાણીઓ સામે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જૅકલની 1 જોડી, સ્લૉથ બેઅરની 1 જોડી, ઇન્ડિયન ગોરની 1 જોડી તેમજ 1 નર બેંગાલ વ્હાઇટ ટાઇગર અને પોર્ક્યૂપાઇનની 1 જોડી આપશે.
000000000000000
સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?
May 17, 2019
અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે.
ગીરના જંગલોમાં ફરી એક વખત સિંહ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના આબલિયાળામાં 6 માસના એક સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો. જેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સિંહ બાળના નખ કોઈ કઢી ગયું હતું. વન વિભાગનું કહેવું છે કે સિંહ બાળનું મોત કુદરતી હતુ, જો કે તેના નખ ગાયબ થતા વનવિભાગની વાત આશંકા ઉપજાવે તેવી છે. જો કુદરતી મોત હોય તો તેના નખ કોણ લઇ ગયું છે.
બીજી તરફ ગીરમાં સિંહોની પજવણીના અનેક વીડિયો પણ સામે આવ્યાં છે. ત્યારે અહીં સવાલ એ છે કરોડો રૂપિયાનું બજેટ હોવા છંતા આખરે સિંહોની સુરક્ષા કેમ નથી કરવામાં આવતી.
અગાઉ કેટલાં બાળ સિંહ મોતને ભેટ્યા હતા ?
1 – ગીર સોમનાથ જિલ્લાના જસાધાર રેન્જના ફેરડા વિસ્તારમાંથી જીવાભાઇ પાંચાભાઇનાં આંબાના બગીચામાં ઝાડ નીચે ચાર માસના સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.
2 – ગિર સોમનાથના ખિલાવડમાં બે મહિનાના 1 સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિક ની થેલીમાંથી મળી આવ્યો હતો.
3 – વેરાવળ વડોદરા ડોડિયામાં સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.
4 – ખાંભાનાં તુલશીશ્યામાં રેન્જના ભાણીયા રાઉન્ડમાં ત્રણ માસનાં સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.
5 – જેસર પાસેના રેવન્યુ જંગલ વિસ્તારમાં સિંહ બાળનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડો હોવાની
6 – ખાંભાના ઈંગોરાળાની સીમમાંથી એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો.
7 – સોમનાથ-કોડીનારમાં કુવા માંથી સિંહ બાળનો મૃતદેહ મળીયો
8 – તાબે ન થયેલી સિંહણનાં બે બચ્ચાને ફાડી ખાધા બાદ, સિંહે ધરાર મેટીંગ કર્યું હતું.
000000000000000
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ
May 14, 2019
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતનાં મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં સિંહનાં રહેણાંક વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિ તથા શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે મોનીટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય નવ સંરક્ષક ડી.ટી વસાવડા, જૂનાગઢ રેન્જ હેઠળનાં પોલીસ અધિક્ષક, વીજતંત્રનાં અધિકારી, રેલવેનાં અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
ફાઇબર બ્રેક્સ ઓપ્ટિકલ કેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં ચાલકને સિંહોનાં આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોનાં ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે.
000000000000
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાંટમાં સિંહણ આવી
May 9, 2019
કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક કંપનીના પટા પાસે સિંહણ લટાર મારી ચારે તરફ લોકો સિંહણને જોતા રહૃાા અને બાવળની કાટ તરફ સિંહણ નીકળી ગઈ. આ પ્રકારે ખુલા વાહનોના માર્ગે સિંહણ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય સાથે દૃોડધામ મચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ત્યારબાદૃ આખી રાત ગામ આસપાસ રહી વહેલી સવારે કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક કંપની નજીક આવેલ અહીંના પરપ્રાંતીય માણસોની કોલોની અને ખાસ કરી અહીં નોકરી કરતા લોકોની રેસિડેન્ટ કોલોની આવેલી છે. ત્યાં પાછળના ભાગેથી સિંહણ આવી ચડી અને ગેટ પર રહેલી સિક્યુરિટીઓમા દૃોડધામ મચી ગઇ હતી. જો કે આ ઘટના ક્રમ મંગળવારે સવારે બન્યો હતો. રાજુલા વનવિભાગને જાણ થતાં વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક અહીં દૃોડી ગયો હતો અને વનવિભાગ પહોંચે તે પહેલા અહીંથી સિંહણ લટાર મારી નીકળી ગઈ હતી.
0000000000000000
વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે
May 7, 2019
દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અહીની જનતા હવે સિંહોને જોઇ શકશે.
છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં 11 સિંહ લઇ જવાની વાત ચાલુ હતી પરંતુ મંજૂરી ન મળતા વાત અટકી અને હવે 8 સિંહ લઇ જવાની મંજૂરી મળી છે. ઝૂ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ સિંહોને મોકલવામાં આવશે અને સામ ત્યાથી અન્ય કેટલાક પ્રાણીઓ જૂનાગઢ લાવવામાં આવશે.
5 વર્ષમાં 31 સિંહ આપી દેવાયા
સક્કરબાગ ઝૂમાં માર્ચ 2018 સુધાના 5 વર્ષમાં 11 રાજ્યો અને 2 દેશોને 41 પ્રાણી અને 7 પક્ષી આપ્યા હતા. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ 31, દિપડા 3, શિયાળ 1, સફેદ પીઠ ગીધ 6, સફેદ મોર 6 જુદા-જુદા 17 જેટલા ઝુને આપવામાં આવ્યા છે.
ભારતનું સૌથી જુનું પ્રાણી સંગ્રહાલય
સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં સ્થાપના થઇ હતી. જે ભારતના જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. એશિયાઇ સિંહ માટે મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ 198 હેક્ટરમાં છે. પ્રાણીઓનું આદાન-પ્રદાન અહીંથી કરવામાં આવે છે. સિંહ અને ગીધનું સંવર્ધન કેન્દ્ર છે.
અનેક પ્રાણીઓ લવાયા જે સિંહ બરાબર નથી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બારાશીંગા, હોગ ડીઅર, બ્લુ એન્ડ યેલો મકાઉ, ગોલ્ડન ફિજન્ટ, ગોરલ હરણ, બ્લેક જેકોબીન પીજીયન, રેડ જંગલ ફાઉલ, સારસ, શાહમૃગ, વરૂ, શાહૂડી, સનકૂનુર, કાલીજ ફિજન્ટ, રેડ નેક્ડ વોલાબી, આફ્રીકન કેરાકલ, માઉસ ડીઅર, કીંગ કોબ્રા, ભારતીય કાળા કાચબા, બ્લેક સ્વાન, એકલેકટસ પેરોટ, ગોફીન કોકેટુ, એમેઝોન પેરોટ, લીલા મોર, સ્કાર્લેટ મકાઉ જેવા દેશ અને વિદેશના પક્ષી-પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ મા સતત એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ ચાલતો હોય છે. અહીં જે પ્રાણી લવાયા છે તે સિંહની કિંમત બરાબર નથી. ખોટનો ધંધો ગુજરાત કરે છે.
ક્યા ઝૂ માંથી લાવવામાં આવ્યા
પ્રાગ ઝુ,લંડન ઝુ, લખનૌ ઝુ, છટબીર ઝુ પંજાબ, સીલ્વાસા લાયન સફારી પાર્ક દાદરા નગર હવેલી, ઉદયપુર ઝુ રાજસ્થાન, હૈદરાબાદ ઝુ,મીની ઝુ પીપલી હરીયાણા, ઈટાવા લાયન સફારી પાર્ક, પીલીકુલા ઝુ મેંગ્લોર,જયપુર ઝુ રાજસ્થાન, માચિયા બાયોલોજી પાર્ક જોધપુર ઝુ રાજસ્થાન, મૈસુર ઝુ, પુના ઝુ મહારાષ્ટ્ર, નંદનકાનન ઝુ ભુવનેશ્વર બિહાર, ઈન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર જેવા રાજ્યો અને દેશોમાંથી એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ હેઠળ વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. પણ તે સક્કરબાગ ઝૂના સિંહના મૂલ્ય પ્રમાણે નથી.
35થી વધું સિંહ છે
એપ્રિલ 2017 સુધીની વિગતો પ્રમાણે 35 વધુ સિંહનો વસવાટ છે. જેમા 5 સિંહ 15 સિંહણ અને બાકીના બચ્ચાઓ છે. જે કેદ કરીને રાખવામાં આવેલા છે.
00000000000000
પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી
May 6, 2019
ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને એક સ્થાનિક યુવક સેલ્ફી લઇ રહ્યો હતો. સાથે જ તેને સિંહ સાથેનો એક વીડિયો પણ બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
નોંધનિય છે કે સિંહ જંગલની બહાર પાણીની શોધમાં આવે છે. જેને લઇને જંગલ ખાતાની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. પાણીની તમામ પ્રકારની વ્યવસ્થા ફોરેસ્ટ ખાતાએ કરવાની હોય છે તેમ છંતા સિંહ હવે બહાર નીકળી રહ્યાં છે.
ગીર ફોરેસ્ટમાં અત્યારે 600 જેટલા સિંંહો છે. એમને એક તો આ વિસ્તાર ટૂંકો પડે છે તો સાથો સાથ પાણીના કારણે વલખાં મારવા પડતાં હોવાથી સિંહ આજુબાજુનાં ગામો અને ગીર ફોરેસ્ટના નેસમાં ઘૂસીને હુમલો કરે એવી શકયતા હોવાથી સિંંહોને ગીર ફોરેસ્ટમાં જ પાણીની સગવડ કરી આપવી હિતાવહ લાગતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંગલી પ્રાણીઓની હાલત કફોડી બની છે. ગીરના રાજા કહેવાતા સિંહને પાણી પૂરતું જોઈતું હોય છે. જો કે ઉનાળામાં પાણી વિના સિંહની હાલત કફોડી બનતી હોય છે ત્યારે હાલ ૨૦ જેટલા સિંહ, પાઠડા, બચ્ચાઓ, સિંહણ ટોળામાં પાણી માટે વિચરણ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ગીર જંગલની સરહદ પર આવેલા ગામડામાં આ સિંહો પાણીની શોધમાં આવી ચડ્યા હોવાનું માનવામાં આવે છે.
000000000000000
24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ
April 20, 2019
ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગયા હતા અને સિંહોની સંખ્યા ઘટી ગઇ હતી, જો કે વનવિભાગે તાત્કાલિક અન્ય સિંહોને રસી આપીને બચાવી લીધા હતા. અને હવે આવેલા નવા આંકડાઓ મુજબ ગીરમાં સિંહોની સંખ્યા વધતા સિંહ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ સંસ્થાઓમાં આનંદ છવાઇ ગયો છે.
0000000000
સિંહોના બીજા ઘર બરડામાં બચ્ચાનો જન્મ થયોને બે દિવસમાં મૃત્યુ પામ્યા
April 6, 2019
સિંહોની પ્રજાતિને બચાવવા જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નર સિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ્ત હતા.
હાલમાં સાતવિરડા ખાતે બે નર એ-વન તથા નાગરાજા, બે માદા સરિતા તથા પાર્વતી તથા તાજા જન્મેલ બે બચ્ચાં એમ કુલ છ ,સિંહ છે.
લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-ર બનાવવામાં આવેલ છે. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલા છે. એન્કલોઝરમાં સિંહોને અનુકુળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં અવોલી અને આ વિસ્તાર સિંહો માટે અનુકુળતા હોવાનું જણાયેલ છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે.
સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બન્નેનું 3 એપ્રિલ 2019માં ખુદ તેની માતાના કારણે જ મોત નિપજયું છે. તાજા જન્મેલા સિંહ બાળોને સિંહણ મોઢામાં લઈ ફેરવતી હોય છે આ બચ્ચાઓને આ રીતે ફેવરતી વખતે વધુ દબાણ અપાઈ જતાં ઈજા થયેલ જોવા મળેલ હતી. સકકરબાગ ખાતે આ બન્ને બાળસિંહના પોસ્ટમોર્ટમ થતાં ગંભીર ઈજાઓ જોવા મળેલ હતી. એક બચ્ચાને છાતીના ભાગે તથા બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ઈજા જોવા મળેલ. પ્રથમ વખતના બચ્ચાઓની સંભાળ રાખતી વખતે બિલાળી કુળના પ્રમાણીઓમાં આ પ્રકારની ઘટનાઓ કયારેક બનતી હોય છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ બચ્ચાઓને બહારનું દુધ પીવડાવવામાં આવતું હતું.
0000000000000000000
સિંહે 20 મિનિટ સુધી ટ્રેન અટકાવી દીધી
April 6, 2019
અમરેલી-વેરાવળ વચ્ચે જંગલમાં મીટરગેજ રેલ્વે ટ્રેક પર જંગલના પ્રાણીઓ આવી ચઢે છે. સિંહ પણ ઘણી વખત રેલવે પર દેખાય છે. કેટલાંક કપાઈ મર્યા છે. પણ હવે ઉનાળાનીગરમથી માનવી, પશુ, પક્ષીઓ ગરમીથી પરેશાન છે. 3 સિંહો ગરમતી બચવા માટે છાયડો શોધતાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા. રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલગાડીમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ તેની મજા લીધી હતી અને સિંહની રાજાશાહીનો વિડિયો ઉતાર્યા હતા. પસાર થતી ટ્રેનનાં ચાલકે પોતાની ટ્રેન અટકાવી દેવી પડી હતી. 20 મિનીટ સુધી સિંહ રેલ્વે ટ્રેક ઉપર ટકી રહ્યાં હતા. પછી તેઓ ત્યાંથી ખસી ગયા હતા. રેલ્વે ટ્રેક અને ટ્રેનને વિડીયોમાં જોતા આ વેરાવળ-ધારી વચ્ચે જંગલ વિસ્તારમાં આ ઘટના બની હતી.
00000000000
સિંહના 14 નહોર સાથે તુલસીશ્યામ પાસે એક વ્યક્તિ ઝડપાયો
April 2, 2019
14 ફેબ્રુઆરી 2019ના દિવસે તુલસીશ્યામ જંગર રેંજમાં નાનદીવેલા વિસ્તારમાંથી એક નર સિંહના મૃતદેહ પરથી 14 સિંહ નખ (નહોર) કાઢી લેનાર 45 વર્ષના વશરામ સાર્દુલ ધાપાની ધરપકડ કરવામાં આવી છે.
વન વિભાગના 11 લોકોની એક ખાસ તપાસ ટુકડી બનાવવામાં આવી હતી. એક કિ.મી. વીસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્તારમાં ચોકી ગોઠવવામાં આવી હતી. પચપચીયા ગામનાં વશરામ નામની વ્યકિતની સઘન પુછપરછ કરતા તેનાં ખેતરની નજીક થોરની વાડ પાસેથી 14 સિંહ નખ મળી આવેલા હતા. સેડયુલ વનનાં સિંહના 14 નખ અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
000000000000000
ધારી ગીર આસપાસ સિંહનો નખ રૂ.2 લાખમાં વેંચાય છે
March 26, 2019
રાજુલાનાં ટાવર ચોક વિસ્તારમાં કોઈ પરપ્રાતિય ટોળકી દ્વારા રૂદ્રાક્ષની માળા અને સ્ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્સીકની ટીમ ઘ્વારા તપાસ કરતાં તે ન્હોર બનાવટી હોવાનું માલું થયેલું હતું. આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલો હતો. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા.20 હજારનો દંડ વસુલ કરવામાં આવેલો હતો.
ફરી ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના નખ રૂ.1 થી 2 લાખમાં વહેંચતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહૃાો છે ત્યારે હાલ ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહના નખ વહેંચવાનો ગોરખ ધંધો ચાલું થયો છે. ત્યારે થોડા વર્ષો પહેલા ગીર અને જંગલમાં મધ્યપ્રદેશની શિકારી ટોળકી સક્રીય થઈ હતી. સિંહોના શિકાર થયા હતા. સિંહોના નખ વહેંચાયા હતા. ભાવનગરમાંથી પણ નખ વહેંચતી ગેન્ગ વન વિભાગે પકડી પાડેલી હતી. ત્યારે ખાંભાના કોઠારીયા રાઉન્ડમાં એક સિંહનો રપ દિવસ કરતા વધારે દિવસથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો અને જેમના 14 નખ હાલ લાપતા છે. ત્યારે સિંહોના સંરક્ષણ માટે ખતરો ઉભો થયો છે અને ગીરમાં નખ વહેંચવાની ચર્ચાથી સિંહપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.
ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહૃાો છે. ત્યારે હાલ ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહના નખ વહેંચવાનો ગોરખ ધંધો ચાલું થયો હોવાનું જાણવા મળી રહૃાું છે. ત્યારે થોડા વર્ષો પહેલા ગીર અને જંગલમાં એમપીના શિકારી ટોળકી સક્રીય થઈ હતી અને સિંહોના શિકાર થયા હતા અને સિંહોના નખ વહેંચાયા હતા. ત્યારે હાલ ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના નખ એક લાખથી બે લાખમાં વહેચાતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ખાંભા-તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં નાનદીવેલા વિસ્તારમાં આજથી 40 દિવસ પહેલા 1પ ફેબ્રુઆરીના રોજ વન વિભાગને કોહવાયેલી હાલતમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જે એટલી હદે કોહવાયેલ હતો કે વન વિભાગને આ સિંહના અવશેષો ભેગા કરવા પડયા હતા અને સિંહના નખ માત્ર 4 મળી આવેલ હતા અને બાકીના 14 નખ મળી ન આવ્યા. ત્યારે વન વિભાગ ઘ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે અને વન વિભાગ ઘ્વારા ગાર્ડ ફોરેસ્ટર અને આરએફઓ પરિમલ પટેલના ખુલાસા માગ્યા હતા અનેનોટીસ પાઠવી હતી અને સિંહના 14 નખ લાપતા હોવાથી વન વિભાગને પગ નીચે રેલો આવ્યો હતો અને સિંહના કોહવાયેલ મૃતદેહ મળ્યાના 4 દિવસ બાદ વન વિભાગે એફઆરઓ છોડયો હતો. ત્યારે જુનાગઢ સીસીએફ વસાવડા ખાંભા દોડી આવ્યા હતા અને ખાંભા-તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડ પર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે વન વિભાગમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે હંમેશા વન વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું હોય અને વન વિભાગે જણાવ્યું હતું કે, સિંહનું મોત કુદરતી રીતે થયું છે અને સિંહના ચાર-પાંચ નખ મળી આવ્યા છે અને આ ઘટના જંગલ વિસ્તારમાં બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ છે નહી અને જંગલી પ્રાણી ઝરખ, નોળીયો, ઘોરખોદયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
સ્થાનિક સ્ટાફ ઘ્વારા સ્કેનીંગ ચાલું કરવામાં આવેલ છે અને નખ મળી આવશે પરંતુ આજ દિન સુધી મૃતસિંહના નખ ગોતવામાં વન વિભાગ અસફળ રહૃાું છે. ખાંભા-તુલસીશ્યામ રેન્જના કોઠારીયના નાનદીવેલા વિસ્તારમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાના 40 દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહના 14 નખ હાથ લાગ્યા નથી. ત્યારે વન વિભાગે આસપાસના વિસ્તારમાં 4 દિવસથી સ્કેનીંગ કરવામાં આવ્યું છેઅને આસપાસના ખેડૂત અને માલધારીઓની વન વિભાગ ઘ્વારા સઘન પુછપરછ કરી છે. તેમ છતાં આ નખનો વન વિભાગ પતો લાગેલ ન હતો. ત્યારે ગીર લાઈન નેચર ઘ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ હતી.
00000000000000
મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર થયો હતો
February 21, 2019
તુલસીશ્યામાં નાનદીવેલા વિસ્તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી. સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વસાવડા ખાંભા દોડી આવ્યા હતા.
સિંહને 18 નખ હોય છે. આગળના પગમાં 4-4 અને પાછળના પગમાં 5-5 નખ હોય છે.
અગાઉ સિંહના નખ માટે પકડાયેલી ટોળકી
ખાંભા તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડ પર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું આવ્યું છે. સિંહનું મોત કુદરતી રીતે થયું છે, એવું જાહેર પણ કરી દીધું હતું. જંગલ વિસ્તારમાં ઘટના બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ બન્યું નથી. જંગલી પ્રાણી ઝરખ, નોરિયો, ઘરખોડયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
નખ માટે તપાસ થઈ રહી છે અને નખ મળી આવશે એવું જાહેર કર્યું હતું. પણ હજુ સુધી નખ મળ્યા નથી. કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાનાં છ દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહનાં 14 નખ હાથ લાગ્યા નથી. આસપાસના વિસ્તારમાં ચાર દિવસથી તપાસ કરી હતી. ખેડૂત અને માલધારીઓની પૂછપરછ કરી હતી. જે કોઈ દોષિત હશે તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે. એવું સીસીએફ દ્વારા જાહેર કરાયું હતું.
હથિયારો સાથે નખ ચોર પકડાયો હતો
19 ફેબ્રુઆરી 2019માં હથિયારોના ગુનામાં ઝડપાયેલા જાફર બારાન અને બારાન ઉમર બ્લોચ શેમરડી વાળા સામે અગાઉ ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરવો, સિંહના નખ કાઢી લઈ વેચી દેવામાં પકડાયો હતો.
ડિસેમ્બરમાં પણ નખ પકડાયા હતા
આ અગાઉ 8 ડિસેમ્બર 2018માં પણ જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે 3 શખ્સોની વન વિભાગે ધરપકડ કરી હતી. એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી હતી. ભાવનગરનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને 2 નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા હતા. દાના દેવાયત ગરાણીયા અને જીલુ ભીખા કામલીયા વન વિભાગે રંગે હાથે ઝડપી લીધા હતા.
નખ સિંહના હોવાનું આરોપીઓ પહેલાં કહેતાં હતા પણ તે દીપડાના હોવાનું વેટનરી લેબોલેટરી અને FSL દ્વારા પાકું કર્યું હતું.
તળાજામાં સિંહના નખ વેચતા પકડાયા
તળાજા મહુવા વન વિભાગે તપાસમાં 15 નખ કબ્જે લીધા હતા. પાણિયાના શખસ કનું રામભાઈ વાળાને નખ સાથે ઝડપી લીધો હતો. નખ તાલાલાના રાયડી ગામના દાના દેવાયત ગરણિયા પાસેથી લીધા હતા. નખ પાણિયાના જંગલમાં આવેલા માલી માતાના મંદીર પાસે નેરામાં પડેલ મૃત સિહના હાડપિંજર માંથી કાઢી લીધા હતા. પાણિયા વિસ્તારમાં એક સાવજ મરી ત્યાં સુધી સ્થાનિક ફરજ પરના કર્મચારીને ખબર પડી ન હતી.
6 વર્ષ પહેલાં પણ આવી ઘટના બની હતી
ધારીના પાનિયા રેન્જમાંથી 6 વર્ષ પહેલા એક સિંહના મૃતદેહ માંથી નખ લીધા હોવાની ઘટના બહાર આવી હતી.
27 માર્ચ 2015માં સિંહના નખ વેંચવાના મામલે મહિલા ફોરેસ્ટરના જેઠ સહિત બેની અટક કરી હતી. વિસાવદર વન વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થઈ હતી.
બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું જ નથી?
આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણત્રીનો પ્રારંભ થનાર હોઇ વનખાતા દ્વારા સિંહનું લોકેશન મેળવવા પેટ્રોલિંગ કરવું પડતું હોય છે. પરંતુ વનખાતા દ્વારા બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું નહીં હોય કે સિંહનો મૃતદેહ 10 દિવસ સુધી રઝળતો રહ્યો એવો સવાલ સંબંધિતોમાં ચર્ચાઇ રહ્યો છે.
વર્ષ 2007મા બાબરીયા વિડીમા પરપ્રાંતિય ગેંગે નખ માટે સાત સાવજનો શિકાર કર્યો હતો.
22 માર્ચ 2010માં
મૃત સિંહના ગુમ થયેલા 2 નખમાંથી 1 નખ મળ્યો હતો. ઉના નજીક બાબરીયા રેન્જ વિસ્તારનાં જંગલમાંથી કોહવાયેલી હાલતમાં 14 વર્ષના નર સિંહના દેહમાંથી એક નખ બે નખ ગુમ થયા હતા.
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-14-%e0%aa%a8%e0%aa%96-%e0%aa%97%e0%ab%81%e0%aa%ae-%e0%aa%a5%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab/
0000000000000000
સિંહોમાં મરઘીથી વાયરસ ન ફેલાય તે માટે સરકારનું નિષ્ણાંતોની મદદથી આયોજન
January 29, 2019
ગીર જંગલ અને જંગલ બહાર વાયરસથી એક પછી એક એમ કુલ 25થી વધારે વનરાજોના મોત થયા હતા. ગીર અને તેના આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વાયરસ ન ફેલાય તે માટે નિષ્ણાંતોની મદદથી તકેદારી રાખવામાં આવી રહી છે અને ખુલ્લા કુવા પર પેરાપેટ વોલ બનાવવામાં આવશે તેવી રજૂઆત કરી છે. લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શક્યતા છે. હાઈકોર્ટ ગેરકાયદેસર લાયન શો અને સિંહોની પજવણીથી લાલઘૂમ થઈ છે.
ઈલેક્ટ્રિક ફેન્સીંગથી થતા સિંહના મોત અટકાવવા માટે પગલા લેવામાં આવ્યા છે. ખુલ્લા કુવામાં સિંહ પડી જવાના બનાવો અવાર-નવાર બને છે. જેથી આવા ભયજનક કુવા પર માર્ક કરીને તેની ઉપર પેરાપેટ વોલ બનાવવામાં આવશે.
સરકારે વધુમાં રજૂઆત કરી હતી કે, ગીર અને તેની આસપાસના વિસ્તારમાં કોઈ પ્રકારનો વાઈરસ ન ફેલાય તેના માટે નિષ્ણાંતોની આગેવાનીમાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી મંગળવાર સુધી મુલત્વી રાખી છે. હાઈકોર્ટેમાં અગાઉ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અંદાજે 30થી 40 પેજનો જવાબ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારનો જવાબ વાચવા માટે અરજદારના વકીલે સમય માગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર જંગલમાં સાવજોના મોતથી વન વિભાગ દોડતું થઈ ગયું હતું. ભેદી વાયરસથી વનરાજોના મોત થયા સિંહપ્રેમીઓમાં પણ નારાજગી ફેલાઈ હતી. દરમિયાન ગેરકાયદે સિંહદર્શનનો પર્દાફાશ થયો હતો.
ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.
સિંહોનાં લોહીના નમૂના અને મૃત્યુ પામેલા સિંહોનાં ટીસ્યુનાં નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એન.આઇ.વી.) પુનાના રિપોર્ટમાં ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે 6 કેસોમાં વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલા રિપોર્ટમાં TICKSથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફેક્શન જોવા મળ્યા છે. આ તમામ ઈન્ફેક્શન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પૂરતું મર્યાદિત જોવા મળ્યું છે.
સંશોધન દરમ્યાન ચાર પ્રકારના ચેપી અને ગંભીર વાયરસ સામે આવ્યા હતા. જેમાં ફેલાઈન પારવો નામના વાયરસમાં સિંહને ડાયેરિયા, વોમેટિંગ, ટેમ્પરેચર, લોહીવાળા ઝાડા થતા હોય છે. કેનાઈન ડીસ્ટેમ્પર વાયરસમાં સિંહોને નાકમાંથી પાણી આવે, તાવ, ઉલટી, ઝાડા, ઉધરસ, ભૂખ ન લાગવી જેવા ચિન્હો જોવા મળે છે અને ઈમ્યૂનો ડીફેસ્યન્સિમાં સિંહોને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે અને તેના કારણે તમામ પ્રકારના રોગ લાગુ પડવાની શક્યતાઓ વધી જતી હોય છે. તમામ વાયરસમાં એક જ પ્રકારના ચિન્હો જોવા મળતા હોય છે, પણ વાયરસ અલગ અલગ પ્રકારના હોય છે.
ગંભીર બીમારીઓ સામે વનવિભાગ પાસે તેને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજી અને લેબ હોવી ખૂબ જ જરૃરી છે.
00000000000000000
40 સભ્યોની માતા સિંહણનો કોલર આઈડી પટ્ટો દૂર કરાયો
January 28, 2019
સિંહપ્રેમીઓને ગર્વ છે કે રાજમાતા સિંહણ હવેગળામાં લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બૃહદગીરમાં વસતું 40 થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામાં 11 વર્ષ પહેલા વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટોટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા કોલર આઈડી લગાવાનો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં તે પટ્ટો દુર કરાયો ન હતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી.
જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોમાં ક્રાંકચ પંથકનાં પા્રઈડની એન્ડ અનોખી ઓળખ છે. તેવી જ રીતે 40 સાવજોના આ પ્રાઈડમાં રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમાં સૌપ્રથમ આજ સિંહણ આવી હતી. અને હાલમાં અહી વસતા તમામ સાવજો તેનો જ પરીવાર છે. આસિંહણ 18 વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે. અને વર્ષ ર008માં સરકારના આદેશ દ્વારા આ સિંહણનાં ગળામાં રેડીયો કોલર પહેરાવયો હતો.
રેડીયોકોલરના કારણે આ સંસ્થાને તે સિંહણનું મુવમેન્ટની સતત જાણકારી મળતી રહે છે. તથા તેની ફુડપેર્ટન, ટેરેટરી સહીની બાબતોની પણ માહીતી મળતી રહે છે. આ રેડીયો કોલરની કિંમત અંદાજે બે લાખ રૂપિયા જેટલી હોતી હોય છે. પણ આ સિંહણને પહેરાવ્યાના બે વર્ષના જ આ રેડીયોકોલજર બંધ થઈ ગયો હતો. અને આમ છતા તેને દુર કરવામાં આવ્યો નહોતો પણ તાજેતરમાંજઆ સિંહણના ગળામાં રેડીયોકોલર બેલ્ટ જોવા મળતો નથી અને એ બાબતે સ્થાનીક આર.એફ.ઓ. પ્રજાપતિ સાથે વાત થતા તેણે જણાવ્યું હતું કે હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. જે તુટી ગયા હોવાનું મનાય રહયું છે. સ્થાનીક પ્રકૃતિપ્રેમી મનોજ જોષીએ પણ જણાવેલ કે હાલ થોડા સમયથી આ સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. સાથો સાથ એમ પણ જણાવેલ કે આ સિંહણની ઉમર હાલમાં ધણી વધુ હોય તો સ્થાનીક વનવિભાગે તેની વિશેષ કાળજી લેવી જોઈએ.
સામાન્ય રીતે રેવન્યું વિસ્તારોમાં સાવજો નજરે પડી જાય તો લોકોના ટોળા એકઠા થઈ જાય છે. જો કે રેડીયો કોલર સિંહણની એટલી ઘાક હતી કે લોકો રેડીયો કોલર સિંહણને જુએ તો સિંહદર્શન કરવાનું માંડી વાળતા.
0000000000000
કરોડો રૂપિયાની સહાય પણ બૃહદગીરમાં સિંહોને પીવાનું પાણી નથી
January 21, 2019
ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાના રેવન્યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે.
અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના રાજા ગણાતા સિંહો પણ પીવાના પાણી માટે ઓશિયાળા બની ગયા છે. ઓણસાલ ઓછા વરસાદને કારણે આ બૃહદગીર જંગલના વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદી સુકીભઠ થઈ ગઈ હોય. ત્યારે આ શેત્રુંજી નદીના કાંઠે જ વિહરતા સાવજોની દશા માઠી બેઠી છે. સિંહોના પીવાના પાણીના પોઈન્ટો જે વનવિભાગે બનાવ્યા છે જે પાણીના પોઈન્ટ એકદમ ખાલીખમ હોવાથી સિંહોને ના છુટકે પાણી માટે ગ્રામીણ વિસ્તારમાં આવવું પડે છે. ત્યારે સિંહોની પણ ભરશિયાળે પાણી માટે દશા કફોડી થઈ છે.ત્યારે આ ક્રાંકચના વિસ્તારોમાં 1998થી સિંહોનો નવો વસવાટ શરૂ થયોને બુહદગીરનું જંગલ સ્થપાયું ત્યારથી સિંહો માટે જાગૃત્ત સિંહપ્રેમી શેત્રુંજી નદીના પટ્ટમાં વીરડો ગાળીને સિંહ માટે પાણી ભરી રહૃાા છે.
જે કામ વનવિભાગનું છે તે કામ સિંહપ્રેમી સિંહોને બચાવવા કરી રહૃાા છે પણ સિંહોના પીવાના પાણીના પોઈન્ટમાં પાણી ભરતા નથી તે વાસ્તવિકતા છે. ત્યારે સિંહો પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પણ વનવિભાગની ઉદાસીનતાને કારણે સિંહોને ભરશિયાળે પાણી માટે વલખા મારવા પડે છે પણ વનતંત્રના અધિકારી સિંહોના પાણી માટે અઠવાડીયાનો સમય કહી રહૃાા છે.
જેનું કામ જ ફકત સિંહોનું ઘ્યાન રાખવું, સિંહોને સગવડતા આપવાનું છે તે વનવિભાગ સિંહોના વિસ્તારમાં સિંહો પ્રત્યે ગંભીર નથી.
0000000000000
અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી
January 11, 2019
29 Oct 2018,
અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો
કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ફસાણા છે અહીં બૃહદ ગીર માં ક્રાકચ ગામ એ પ્રતાપ દુધાત નું વતન છે અને અહીં જ તેમની ચારસો વીઘા થિ વધુ તેની બાપ દાદા ની જમીન આવેલી છે ત્યારે આ અવિસ્તાર માં ઘણા સિંહો નો કાયમી વસવાટ છે તેથી સ્થાનિક ધારાસભ્ય દુધાત અને સુરત ના ઉદ્યોગ પતિ ભગીરથ પીઠવડી વાળા અંકિત કાછડિયા સહિત ના સિંહ પ્રેમી ઓ અહીં લાયન શો કરી સિંહો સાથે સેલ્ફી લીધી હતી અને તે સિંહો સાથે ના ફોટા સોશ્યલ મીડીયા માં વાઇરલ થતા અનેક તર્ક વિતર્ક થવા પામ્યા હતા ત્યારે હવે
00000000000
રેલ્વે ટ્રેક પર 3 સિંહોના મોત
December 18, 2018
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે.
ગત રાત્રીના 11.40 આસપાસ બોટાદથી પીપાવાવ તરફ જઈ રહેલી એક માલગાડીની અડફટે બે બાળ સિંહ અને એક સિંહણ મળી ત્રણના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં ટ્રેઈનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હોવાની વાતો બહાર આવી છે અને જેને લઈને આ ઘટના સર્જાઈ છે. ત્યારે આ વિસ્તાર ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતો હોય ત્યારે રેલવેના ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા આ બાબતે પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું અને કહ્યું હતું કે આ ઘટના રાત્રીના બની છે અને આ માર્ગના અનેક વિસ્તારો કે જ્યાં સિંહો ટ્રેક પર આવી જવાની પૂરી શક્યતા રહેલી છે. આ સંજોગોમાં ટ્રેઈન 45 કિમી પર કલાકની સ્પીડે ચાલે છે. સંપૂર્ણ ટ્રેક પર આ સ્પીડ લાગુ નથી, પરંતુ આ બનાવ રાત્રીના સમયે બન્યો હોય અને ત્યારે વિઝીબીલીટી પણ ઓછી હોય જેથી ગાડીની સ્પીડ ઓછી હોય અને ટ્રેઈનના પાયલટ દ્વારા બ્રેક મારવા છતાં આ ઘટના બની હતી અને જેમાં ત્રણ સિંહોના મોત નીપજ્યા હતા. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું કે રેલવે અને વનવિભાગ દ્વારા 2014માં એક જીપીઓ સાઈન કરવામાં આવ્યો અને થોડા નિયમોનું પાલન કરવાનું હોય છે. સિંહો હાલ તેના મૂળ રહેઠાણ તરફથી અન્ય વિસ્તારો તરફ જઈ રહ્યા છે ત્યારે વનવિભાગે પોતાના ટ્રેકરની મદદથી આ વિસ્તારમાંથી પસાર થતી લોકલ ટ્રેઈનના પાયલટ સાથે સંપૂર્ણ સંકલનમાં રહેવાનું છે. જો સિંહ ટ્રેક કે તેની આસપાસ હોય તો તેની જાણકારી પણ ટ્રેઈન પાયલટને આપવાની છે. જેથી સ્પીડ વધુ ઓછી કરી શકાય અને હોર્ન સાથે ટ્રેઈન પસાર કરી શકાય અને જરૂર પડે જો સિંહ ટ્રેક પર હોય તો ટ્રેઈન અટકાવી પણ શકાય.
આ બાબતે રેલવે વિભાગ દ્વારા એવા વિસ્તારો કે જ્યાં સિંહ ટ્રેક પરથી પસાર થાય ત્યારે સિંહને દૂરથી ઓળખી શકાય તે બાબતે ખાસ ટ્રેઈનીંગ આપવામાં આવે છે અને જેના કારણે 6 જેટલી ઘટનામાં 17 જેટલા સિંહોને બચાવવામાં સફળ પણ રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.
00000000000000000
સિંહોનું મોતનું તાંડવ ચાલું, બીજા બે સિંહના મોત સાથે 34 મોત
December 16, 2018
ધારી ગીર પૂર્વમાં 23 સિંહનું અને 3 સિંહનું પિપળવા રેન્જમાં મળીને 26 સિંહના મોતનું તાંડવ હજુ ચાલુ છે. કૂલ મળીને ધારી રેન્જમાં કૂલ 34 સિંહ મોતને ભેટ્યા છે. ફરી એક વખત બે સિંહબાળના મોત થયા છે. ઈનફાઈટ થવાથી મુખ્યત્વે સિંહબાળના મોત થયા છે. સાવરકુંડલા રેન્જની વડાલ વીડીમાં 4 માસના સિંહબાળનું ઈનફાઈટ મોત થયું હતું અને પાણીયા રેન્જના ગોરાળા વિસ્તારમાં સિંહ અને સિંહણના મેટિંગ પિરીયર્ડ સમયે સિંહ સાથે ઈનફાઈટમાં 10 માસના સિંહબાળનું મોત થયાનું વન વિભાગે જાહેર કર્યું છે. આમ અહીં 31 સિંહના મોત થયા છે.
ધારી ગીર પૂર્વમાં દલખાણીયા એક જ રેન્જમાં 23 જેટલા સિંહોના મોત થયા હતા. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડમાં ત્રણ સિંહબાળના મોત થયા હતા. રાજુલાના વાવેરામાં એક સિંહનું ઈનફાઈટમાં મોત થયું હતું. માળીયાહાટીનામાં એક સિંહનું મોત થયેલું હતું. આઠ દિવસ પહેલા સાવરકુંડલાના વડાલ વીડીમાં 4માસના સિંહબાળનું મોત થઈ ચૂકયું હતું.
આમ ધારી ગીર પૂર્વમાં ઈનફાઈટમાં સિંહબાળના મોતના બનાવોમાં વધારો થયો છે.
27 નવેમ્બર 2018માં બે સિંહબાળના મોત મળીને 8 જેટલા સિંહ અને સિંહબાળના મોત ઈનફાઈટમાં થયેલા છે. ખડાધારનાં સિંહપ્રેમી રમેશભાઈ બોઘરાએ વન સચિવ અધિકારી ડો. રાજીવ ગુપ્તાને પત્ર પાઠવીને જંગલ અને સિંહને બચાવી લેવાની માંગ કરી છે.
અભ્યારણમાં સિંહ દર્શન માટે નવા છુપા રસ્તા તૈયાર કરવામાં આવેલા છે.
દાધિયુ, સાથર, બાવળો, ડેડકીયો, હોડી અને પારસીયા વિસ્તારમાં પણ આવી જ રીતે ઘાસ તેમજ જંગલ કાપવામાં આવી રહ્યાં છે.
ઉપરનાં અધિકારીઓ ઢાંકપિછોડો કરવા માંગતા હોય ગાંધીનગરથી આ વિસ્તારમાં તેમજ અગાઉના પત્રથી જાણ કરેલ વિસ્તારમાં વિડીયો શુટીંગ કરીને કપાયેલા વૃક્ષોના થડ ગણવાની માંગણી થઈ છે. ગાંધીનગરથી તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. જેના પર અહીં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
વન કર્મચારીઓ દ્વારા અભ્યારણમાં આવેલા રસ્તાઓ ઉપર રાજકોટ, સુરત, મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાંથી સિંહ દર્શન માટે એજન્ટો રાખી તેમને અહીં બોલાવીને લાખો રૂપિયાનો ધંધો કરવામાં આવી રહ્યો છે. સિંહોની જીંદગી ઘણી જોખમી બની ગઈ છે. તેમજ સિંહોને દોડાવીને સર્કસ જેવા ખેલ કરાવવામાં આવી રહ્યાં છે. અભ્યારણ બચાવવા જંગલવિસ્તારના કાઠાના ગામડાના લોકોનો પણ વિરોધ છે. ભ્રષ્ટાચાર વ્યાપક થઈ રહ્યો છે.
000000000000
સરકારને એક વેધક સવાલ, સિંહો કેમ બની રહ્યાં છે હિંસક
December 1, 2018
ગીરનાં જંગલોમાં વસતાં ડાલામથ્થાંઓ આજકાલ હિંસક બની ગયાં છે. વનરાજ કેમ હિંસક બન્યાં તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે. સિંહ પ્રેમીઓ રાજ્યનાં વન વિભાગ ઉપર અને રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યાં છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા આ મામલે કોઈ ફોડ પાડવામાં નથી આવતો. સિંહ હિંસક બન્યાંનો બનાવ છેલ્લાં અઠવાડિયામાં બે વખત બન્યાં હોવાનું બહાર આવ્યું છે. જેમાં શુક્રવારે અમરેલીનાં ખાંભાનાં નીંગાળા ગામે બે ખેડૂતો પાછળ સિંહ-સિંહણે પીછો કર્યો હોવાનું બહાર આવતાં સિંહ પ્રેમીઓ અને વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.
સાવજો કેમ બની રહ્યાં છે હિંસક
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ખાંભાના નીંગાળા ગામે બે ખેડૂતોની પાછળ સિંહ-સિંહણે પીછો કર્યો હતો. ત્યારે છેલ્લા 4 દિવસથી સિંહ-સિંહણ ધારી વિસ્તારમાં ડેરા તંબુ તાણીને બેઠેલા જોવા મળી રહ્યાં છે. આ ઘટનાને લઈને આસપાસ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ વનવિભાગ ઘટના સ્થળે ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં સાસણ નજીક આવેલા વિશ્વ વિખ્યાત દેવળીયા સફારી પાર્કમાં ગુરૂવારે બનેલી ઘટનાએ સમગ્ર વનતંત્રને હચમચાવી દીધું હતું. બે સિંહોએ એક વનકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો અને અન્ય બેને ઘાયલ કરી દીધા હતા. ગૌરવ અને ગૌતમ નામના બંને સિંહને તો પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. પરંતુ બે સિંહણ હજુ ધૂંધવાયેલી હોવાનો ખતરાસૂચક ઘટસ્ફોટ થયો છે. આ મામલે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જંગલનાં કાયદાની ઐસી તૈસી કરીને રાજ્ય સરકાર દ્વારા ટૂરિઝમનાં વિકાસ માટે જે રીતે મોટા પ્રમાણમાં ગીરનાં જંગલોની આસપાસ હોટેલો અને રિસોર્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેને કારણે રાફડાંની માફકો હોટેલો અને રિસોર્ટ જંગલ વિસ્તારમાં શરૂ થયાં છે અને તેનાં કારણે જંગલનો વિસ્તાર સાંકડો થતો ગયો છે. આ કારણસર સાવજો અને અન્ય વન્ય જીવોને પોતાનાં વિસ્તાર નાનો થતાં તેઓ હિંસક બન્યાં હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ નીકળ્યું હોવાનું વન વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ નામ ન લખવાની શરતે Khabarchhe.comને જણાવ્યું હતું.
વન વિભાગનો લૂલો બચાવ
વનવિભાગ ભલે પોતાની ભૂલ સ્વીકારતું નથી પરંતુ આ બનાવમાં વારંવારની રંજાડ અને સિંહોને પૂરતો ખોરાક લેવાનો સમય નથી મળતો તેવા કારણોસર સિંહો છછેડાયા હોવાનું સિંહ પ્રેમી અને વન્યજીવનાં નિષ્ણાત મનીષ વૈદ્યએ Khabarchhe.comને જણાવ્યું હતું. બનાવને નજરે જોનારના કહેવા મુજબ રજનીશને એક સિંહ ઢુવામાં ખેંચી ગયો હતો, બાદમાં ત્યાં હાજર અન્ય એક સિંહ એટલે ગૌરવ અને ગૌતમ (સિંહની જોડી) ઉપરાંત બે સિંહણ પણ હાજર હતી.
તેણે પણ રજનીશના શરીર ઉપર ડેરો જમાવ્યો હતો. વનવિભાગ એમ જ કહે છે કે બે સિંહની જોડીએ રજનીશે શિકાર કર્યો હતો, પરંતુ શિકાર બાદ બે સિંહણ પણ ત્યાં જ હતી. તો વનવિભાગે બે સિંહને જ કેમ પકડીને સજા કરી છે? બાકીની બે સિંહણે જો માનવ રક્ત ચાખ્યું હશે તો હવે ત્યાં સિંહ દર્શન કરવું પર્યટકો માટે અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે કેટલું સલામત બની રહેશે? કમાણી માટે વનવિભાગની બેદરકારી સામે ન આવે તે માટે ઉચ્ચ અધિકારીઓ આ વાત જાહેર નથી કરતા કે બનાવ સમયે કેટલા સિંહો હાજર હતા.
જો જાહેર કરે તો મોટા ભાગના જનાવરને કેદ કરીને પૂરવા પડે અને તેમ કરવામાં આવે તો દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે પર્યટકોનો ધસારો ઓછો થઈ જાય તેમ છે! પરંતુ, નાના કર્મચારીઓના ભોગે આ કેટલું સલામત છે, તેવા સવાલો વન વર્તુળો તેમ જ વન્ય જીવ પ્રેમીઓમાં ઊભા થઈ રહ્યા છે.
દેવળિયા પાર્કનો ઈતિહાસ
આપને જણાવી દઈએ કે, ૧૬ ઓક્ટોબર ૧૯૮૭થી દેવળીયા પાર્કની શરૂઆત થઈ હતી. હુસેનભાઇ નાઈ, ચંપકભાઈ ત્રિવેદી, બાદ સ્વ.ખીમજીભાઈ બેલા વગેરેએ દેવળીયા પાર્કનું વ્યવસ્થાપન કરેલું. તે સમયે સિંહ એકને એક જગ્યાએ બેસી ન રહે, લટાર મારે, પાણી પીવા જાય, તડકો લાગે ત્યારે છાંયડે જઈ બેસે અથવા તો આજુબાજુ નજીકમાં હરે ફરે તે રીતે તેમને મુક્ત રીતે વિહરવા દેવાતા, અને સિંહોને કોઈ પણ પ્રકારની કનડગત ન થાય તેની પુરતી તકેદારી રખાતી હતી. પરંતુ જે આશય સાથે દેવળિયા પાર્ક શરૂ કરાયો હતો તે આશય આજે મરી પરવાર્યો હોય એવું લાગી રહ્યું છે. આ અંગે મનીષ વૈદ્ય કહે છે કે, રાજ્ય સરકાર અને વન વિભાગ વધુ આવક કરવાનાં ઈરાદે વધુને વધુ પ્રવાસીઓને દેવળિયા પાર્કમાં જવા દે છે. ત્યારે કાયદા મુજબ વન્ય જીવને કોઈ તકલીફ ન થાય અને તેમને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય તે જોવાની જવાબદારી વન વિભાગની હોવા છતાં દેવળિયા પાર્કની મુલાકાતે આવનારા પ્રવાસીઓ વગર રોકટોકે ત્યાં વિહરતાં સાવજોને પરેશાન કરે છે. આટલું ઓછું હોય એમ અલગ અલગ અવાજો કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનું પણ ધ્યાને આવ્યું છે.
ગીરનાં જંગલોનાં ભૂતપૂર્વ કર્મચારીઓનો આરોપ
સિંહે સ્થળાંતર કર્યું હોય તો તે અંગેની જાણ (વાયરલેસ મેસેજ દ્વારા) તત્કાળ કરી અપાતી એટલે પ્રવાસીઓની બસ સ્થળાંતર વાળી જગ્યાએ આવી જતી, અને એ બસ તથા વાહનોને દૂર રાખવામાં આવતા જેથી સિંહોને ખલેલ પરેશાની ન થાય. હવે એવું ધ્યાન નથી રખાતું તેમ જૂના ફોરેસ્ટ કર્મચારીઓનું કહેવુ છે.
ક્યારે જાગશે રાજ્ય સરકાર અને વન વિભાગ
ગીરનાં જંગલોમાં જે રીતે વનરાજો હિંસક બનીને માણસો પર હુમલા કરી રહ્યાં છે તેને જોતાં હવે રાજ્ય સરકારે અને વન વિભાગે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી ઉઠવા પામી છે. હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર અને વન વિભાગ આ મામલે હજુ સિંહો દ્વારા વધુ લોકો પર હિંસક હુમલાની રાહ જોશે કે પછી ત્વરિત કોઈ કાર્યવાહી કરશે.
0000000000000000
સિંહોનું રક્ષણ કરવા નવો પ્લાન તૈયાર
November 27, 2018
ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના તાજેતરના મૃત્યુ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારે દુર્લભ જંગલી સિંહોની જાળવણી માટેના પ્રયત્નોને આગળ ધપાવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલયે રૂ. 100 કરોડના ખર્ચ માટે દુર્લભ ઉપજાતિઓના સંરક્ષણ માટેની દરખાસ્ત પર કામ શરૂ કર્યું છે જેમાં સિંહની નવી જગ્યામાં પરિવહનનો સમાવેશ થાય છે.
કેન્દ્રએ વાઘ અને અન્ય જાતિઓના સંરક્ષણ કાર્યક્રમો સાથે ગુજરાતના સિંહોના સંરક્ષણ માટે વિશેષ સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કેન્દ્રની દરખાસ્તમાં એશિયાટિક સિંહો માટે રેડિયો ટેગિંગ અને અમરેલી નજીક ગીર અભ્યારણ્યથી બરડા સુધીના વિસ્તારમાં સિંહોનું સ્થળાંતર કરવાની યોજના છે. ગુજરાતનાં વન્ય (વન્યજીવન)ના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર અક્ષય સક્સેનાએ જણાવ્યું હતું કે, ‘કેન્દ્રએ નવા સંરક્ષણ કાર્યક્રમ માટે અમારો અભિપ્રાય માગ્યો છે જેમાં સિંહ અને ગીર ઇકોલોજીની દેખરેખનો સમાવેશ થાય છે.’
ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રૂ. 351 કરોડના વિશિષ્ટ પેકેજની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં રૂ. 50 કરોડનો ખાસ હોસ્પિટલ અને સિંહ માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાની સ્થાપનાનો સમાવેશ થાય છે. સરકારે ડ્રૉન અને સીસીટીવી કેમેરા નેટવર્કનો ઉપયોગ કરીને રાત્રે ગીર જંગલમાં વ્યાપક દેખરેખ રાખવાની યોજના બનાવી છે. આ દેખરેખમાં માત્ર સિંહોનો સમાવેશ નથી, પરંતુ અન્ય જંગલી પ્રાણીઓ પણ છે.
વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ વન્યજીવન અભ્યારણ્ય હેઠળ બિન જંગલના ઉપયોગ માટે જમીનને રૂપાંતરિત કરવા અને હાલના ધોરીમાર્ગોને વિસ્તૃત કરવા, વીજળી રેખાઓ અને ઓપ્ટિકલ ફાઈબર કેબલોને મૂકવા માટેના રાષ્ટ્રીય ઉદ્યાનો માટે પણ ચર્ચા કરવામાં આવી છે. ટૂંકા ગાળાના 23 સિંહોના તાજેતરમાં થયેલા મૃત્યુ સમગ્ર દેશ માટે આઘાતજનક છે, જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસનો સમાવેશ થતો હતો અને દાવો કરાયો હતો કે આમાંના ઘણા મૃત્યુ પાછળનું કારણ આ વાયરસ છે. 1994માં, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો ફેલાવો થયો હતો જે જંગલી શ્વાનમાંથી ફેલાય છે. તાઝાનિયાના સેરેનગેટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ વાયરસે સિંહની વસતીને લગભગ અડધી કરી નાખી હતી.
સિંહોના મોત માટે લોકો જવાબદાર હોય એવું વન વિભાગનું વર્તન
November 14, 2018
ધારીના શેમરડી ચેકપોસ્ટ વન વિસ્તારમાં 27 સિંહોના મૃત્યુ થયા છે. સિંહોના મૃત્યુ માટે વન વિભાગ જ જવાબદાર હોવા છતાં કોઈ તપાસ નહીં કરીને કોઈને જવાબદારી નક્કી કરવામાં આવી નથી. સિંહોની વસ્તી વચ્ચે છેલ્લા 50 વર્ષથી અહીંના લોકો રહે છે. તેથી સિંહ સાથે લાગણી, સહિષ્ણુતા ધરાવે છે. પણ વન વિભાગ જે રીતે કામ કરી રહ્યું છે તેના પરથી એવું લાગે છે કે સિંહના મોત માટે લોકો જવાબદાર છે વન વિભાગ નહીં.
પણ વન વિભાગના અધિકારીઓની સૂચનાથી મરેલાં પશુઓ સિંહોને આપવામાં આવતાં હતા. જેથી આવી ઘટનાઓ બની છે. મારણ કરેલા કે મરી ગયેલા પશુઓને વન વિભાગના જ વાહનો દ્વારા ભરીને વન સિંહોને ખોરાક તરીકે આપવામાં આવતો રહ્યો છે. મરેલા પશુ સિંહોને આપવાના કારણે મોત થયા હોવાનું અનુભવી લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યાં છે. વન પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપો હોવાથી તેઓ વન અધિકારીઓની મદદ મેળવવા માટે કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાનું લોકો માની રહ્યાં છે.
વાસી ખોરાકથી સિંહોના મૃત્યું થયેલા છે કે નહીં તેની તપાસ હજુ સુધી કરવામાં આવી નથી કે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકો સિંહોનું જતન કરે છે અને વન વિભાગ નિષ્કાળ રાખે છે. તેથી સિંહોના મૃત્યું થાય છે. તમામ સિંહોના મૃત્યુ માટે તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. સામાન્ય પ્રજાની માલીકીની જમીન, ખેતર કે જાહેર રસ્તા, જાહેર સ્થળોએ પસાર થતાં સિંહો માટે વન વિભાગ લોકોને દંડે છે. પણ તેઓની ભૂલ થઈ છે તેનો કોઈ દંડ સરકાર કરતી ન હોવાથી વન પ્રધાન પોતે જવાબદાર બની રહ્યાં છે.
બિનખેતીની અરજીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લાવિકાસ અધિકારીની કક્ષાએથી ફકત વન વિભાગના એન.ઓ.સી. નહી મળવાના કારણે છેલ્લાં ત્રણ વર્ષથી પડતર છે. સરકાર દ્વારા પડતર રાખવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આંબરડી સફારી પાર્કમાં ઓછી ગ્રાંટ આપવામાં આવે છે. જે આપવામાં આવે છે તે વાપરવામાં આવતી નથી. તેથી સફારી પાર્કમાં બેસવા, રહેવા માટેની, ચા-નાસ્તાની સુવિધા, છાપા માટે શેડ, નાસ્તા માટે કેન્ટીન, પીવાના પાણીની સુવિદ્યા, શૌચાલય જેવી સામાન્ય સુવિદ્યાઓ પણ ઉપલબ્ધ નથી. વન વિભાગને સફારી પાર્ક વિકસાવવામાં સહેજ પણ રસ નથી.
આંબરડી સફારી પાર્કનું લોકેશન કુદરતી સૌદર્યથી છવાયેલું છે. નજીક ખોડીયાર ડેમ છે. ટેકરીઓ છે છતાં પાર્કની સંભાળ કોઈ લેતુ ન હોવાથી પાર્ક બંધ કરવો પડે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે.
બિન અધિકૃત (લાયસન્સ વગરના તમામ આહારગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ બંધ કરવા માટેની બેઠક યોજી મામલતદાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે છે. જેમાં ધારી ગામની રેસ્ટોરન્ટ, આહારગૃહો, ગેસ્ટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલો છે. વન વિભાગ એવું માની રહ્યો છે કે 28 સિંહના મોત માટે આ ઉદ્યોગ જવાબદાર છે. પોતે નહીં.
000000000000
7 વર્ષમાં 412 સિંહના મોત થયા છે, આ વર્ષે 100થી વધું મોતની શક્યતા
October 26, 2018
ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો હતો. 2016માં 104 અને 2017માં 80 સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું હતું. આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે તેવા હતા તેમ છતાં ભાજપ સરકારે કોઈ પગલાં લીધા ન હતા. એશિયામાં એક માત્ર પશ્ચિમ ભારતનું સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે ગીર જંગલમાં હવે સિંહનું રહેઠાણ બચ્યું છે. ગુજરાતે સિંહને સાચવીને બચાવ્યા છે. સિંહોની સંખ્યા સતત વધતી જાય છે, જંગલ એરિયા ઘટી રહ્યો છે એટલે સિંહ જંલમાંથી બહાર રેવન્યુ વિસ્તારમાં નીકળી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં 184 સિંહનાં મોત થયાં તેમાં 32 મોત અકુદરતી થયાં હતા. આ વર્ષે રોગચાળાથી વધારે મોત થયા છે. તેથી 100થી વધું સિંહના મોત 2018માં થઈ શકે છે.
રેવન્યુ વિસ્તારમાં એક વાર નીકળી ગયેલો સિંહ ફરી જંગલમાં જતો નથી તે સતત સંઘર્ષ કરતો રહે છે અને મોતને ભેટે છે. મજબૂત સિંહો નબળા સિંહને બહાર ધકેલતા રહે છે. સિંહ ખોરાકની શોધમાં રેવન્યુ એરિયામાં છેક સોસાયટીઓ સુધી આવી જાય છે. ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે.
1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.
1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. સિંહની વસતી જૂનાગઢ 268, ગીર સોમનાથ 44, અમરેલી 174 અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ છે.
કયા વર્ષોમાં કેટલા સિંહનાં મોત થયાં?
વર્ષ મોત
2009-10 45
2010-11 44
2011-12 37
2012-13 48
2014-15 54
2016-00 104
2017-00 80
કૂલ 412
https://allgujaratnews.in/gj/7-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-412-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%a5%e0%aa%af%e0%aa%be-%e0%aa%9b%e0%ab%87/
00000000000000
સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર
October 26, 2018
23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રધાંજલી આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઈકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો અને લોકો તથા હોટેલ માલિકો પરેશાન થશે.
બંધની સજા
તાજેતરમાં મરેલાં 23 સિંહોના મોતની તપાસ થાય ને જવાબ દાર વનવિભાગ ના અધિકારી ઓ સામે કડક પગલાં લેવા માટે વિજય રૂપાણી સરકાર પર દબાણ લાવવા માટે ધારી શહેર અને આસપાસના ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. 23 સિંહો ને શ્રદ્ધાંજલિ અપાય એ માટે ગામ બંધ રાખ્યું પણ એનું પરિણામ સરકારને વનવિભાગ દ્વારા ઇકો જોન ને કડક બનાવવામાં આવ્યું છે.
મકાન પણ નહીં બને
ધારીની આસપાસ ખેડૂતો હવે તેના જ ખેતરમાં કોઈ બીજું કામ નહીં કરી શકે. રહેવા માટે મકાન પણ નહીં બનાવી શકે. વળી, ચાલતી હોટેલ કે રેસ્ટોરેન્ટને બંધ કરી દેવી પડશે. સોમવારથી અહીં કેટલી હોટેલો છે તે અંગે સરવે શરૂ કરવામાં આવ્યો છે.
ભાજપે એકતા યાત્રા અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા એલાન આપ્યું
આ બાબતને ધ્યાનમાં લઈને 22 ઓક્ટોબર 2018ના રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ એવા તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ધારીના લોકો એકતા આત્રાનો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું હતું. ભાજપ પણ એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું જાહેર કરાયું છે. જો ઈકોસેન્ટેસીટ ઝોન વધું કડક કરાશે તો ભાજપના આગેવાનો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.
આંબરડી સફારી પાર્ક જ્યારથી શરૂ થયો છે તે બદનામ થાય અને તેનું વ્યવસ્થા તંત્ર પડી ભાંગે તે માટે અહીંના ખાનગી સફારી પાર્ક ધરાવતાં વગદાર લોકો પ્રયાસો કરી રહ્યાં છે.
ઈકો સેન્સેટીવ ઝોન ઘટાડો
હવે અહીંના લોકો માંગણી કરી રહ્યાં છે કે ઈકોસેન્સેટીવ ઝોન હઠાવો. તમે સિંહને સાચવી શકતાં નથી તે તમારી નિષ્ફળતાં છે તેમાં અમારો શું વાંક એવું વન વિભાગને સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. ઈકો સેન્સેટીવ ઝોનના કાયદો અન હદ ઓછી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોર્ટમાં પડકારવામાં આવશે.
9 ઓક્ટોબર 2018માં ધારીએ બંધ પાડ્યો હતો.
ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં વાઇરસ, ઈન્ફેકશનથી 23 સિંહને યોગીજી ચોક ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ધારીએ સજ્જડ બંધ પાળ્યો હતો. સિંહો માટે બંધ પાળવાની અપીલ કરનાર બજરંગ ગૃપને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે મંગળવારે ગામ બંધનું એલાન આપ્યું હતું. જેને હીરા ઉદ્યોગ મંડળ, કટલેરી મંડળ, કાપડ મંડળ, માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હતો તેથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો.
સિંહનું બેસણું
વન વિભાગ પાસે સિંહોના મૃતાત્માને અંજલિ આપવા માટે ઉપવાસ કરવાની મંજૂરી વન અને પોલીસ વિભાગ પાસે માંગવામાં આવી હતી પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી વન વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા હતાં. સિંહના મોતને સાચો ન્યાય મળે એવી ભાવના લોકોની હતી. મૃતક વનરાજાનું બેસણું વિસાવદર બસ મથકે સવારે 10થી બપોરે 2 સુધી યોજવાનું નક્કી કર્યું હતું પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી.
સિંહને પરિવાર માને છે
પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે. ગીરના લોકો સિંહને પોતાના પરિવારના સભ્ય માને છે. પોતાના કુટુંબના સભ્યો એવા સિંહના મોત થતાં તેઓને આઘાત લાગ્યો હતો અને વન વિભાગ વિરૃદ્ધ બંધ પાળ્યો હતો.
સિંહ પ્રેમ
બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના મોત એક સાથે કયારેય થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે.
હજુ પણ મોતનો છાયો
બીજા ત્રણ સિંહ બાળના મોત થતાં હજુ પણ સિંહો પર મોતનો ખતરો મંડરાઇ રહયો છે. 3૦ જેટલા સિંહોને રેસ્કયુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા, તેથી તેની ચિંતા પણ ધારીના લોકોને હતી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે. બંધ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરાયો હતો.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b3/
000000000000000
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b3/
ગીર અંદર અને બહાર સિંહનો શિકાર કેવો છે
October 26, 2018
ગીર અભયારણ્યમાં સિંહ કુટંબ દ્વારા પાલતું પશુધનનાં શિકારના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે. પરંતુ ગીરની બહાર વસતા સિંહની વસ્તી વધી છે. ગીરના જંગલની આસપાસ વર્ષ 2005 થી 200 9 દરમિયાન 1, 675 પશુધનનું મારણ કર્યું હતું. સેટેલાઇટ વિસ્તારોમાં વાર્ષિક 696 પશુઓના શિકાર થયા હતા.
સિંહો દ્વારા માર્યા ગયેલા પશુધનની સંપૂર્ણ સંખ્યામાં વધારો હોવા છતાં, સંરક્ષિત વિસ્તારની સીમાઓની અંદર માર્યા ગયેલા પશુધનનો પ્રમાણ 1970 ના દાયકામાં 3.0% થી ઘટીને માત્ર 1.1% થયો છે (દર વર્ષે 264 પ્રાણીઓ)
અભયારણ્યમાં પશુધન પર પ્રયાણ સતત ઘટી ગયું છે પરંતુ ઉપગ્રહ વિસ્તારોમાં વધારો થયો છે અને ત્યાં સિંહની સંખ્યા વધી રહી છે. ગીર જંગલની આસપાસ અને આસપાસ, સિંહોએ વર્ષ 1986 અને 2001ની વચ્ચે સરેરાશ 1,675 પશુધન અને વર્ષ 2005 અને 2009 માં 2020 પશુઓનો શિકાર કર્યો હતો. (દૂરના વિસ્તારોમાં વધારાના 669 વર્ષમાં) વચ્ચે વાર્ષિક ધોરણે માર્યા ગયા. સંરક્ષિત વિસ્તારની સીમાઓની અંદરના હત્યાના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે ( હાલમાં વર્ષે ફક્ત 264 પાલતુ પ્રાણીઓનો શિકાર ).
મૂળમાં 129 નેસેસમાં 52 નેસી અસ્તિત્વમાં છે અને બાકીના નેસીના પરિવારો ગીરની બહાર તેમના પશુધન સાથે સ્થાયી થયા છે. જેમાં સારા એવા પશુ રહે છે.
પાલતુ પશુ જેમાં ગાય અને ભેંસનો સમાવેશ થાય છે તે ગીર અભયારણ્યની અંદર કેટલાં છે તે પણ શિકારનો ભોગ બનતાં હોય છે. જેમાં વર્ષ 1970માં 24,300, 2000માં 16,600, 1988માં 12,500, 2010માં 23,000 અને 1995માં 13,100 પશુ હતા. ત્યાર પછી પશુની વિગતો ઓછી જાહેર કરવામાં આવી છે. નેશમાં પશુ ઘટી રહ્યાં છે. પાલતું પશુંનું માંસ 6.82 મીલીયન કિલો હોવાનો અંદાજ છે.
ટપકીલું હરણ એ સિંહ માટેનો પ્રિય ખોરાક છે જેની વસતી 1874માં 4,600 હતા જે 2010માં 52,500 હતા.
1990 સુધી ગીર જંગલની બહાર એક પણ સિંહ નિકળતાં ન હતા. વસતી વધતાં 2010માં 411 સિંહ હતા જેમાં 306 સિંહ જંગલની અંદર હતા. 23 ગીરનાર-દરિયાકાંઢે, 9 જુનાગઢ દરિયાકાંઠે, 12 અમરેલી દરિયાકાંઠે, 51 સિંહ મીતીયાળા, લીલીયા, જેસરમાં હતા.
2014 પછી સિંહની જાળવણી માટે જે નાણાં સરકાર આપતી હતી તેમાં 70 ટકાનો કાપ મબકવામાં આવ્યો છે. રૂ.10.28 કરોડનું બજેટ હતું તે ઘટીને હવે રૂ.4.5 કરોડ થઈ ગયું છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%80%e0%aa%b0-%e0%aa%85%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b6/
રેલ્વેના કારણે 12 સિંહાનો મોત છતાં કોઈ પગલાં નહીં
October 26, 2018
રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષમાં 12થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વન વિભાગ તેને ગંભીર લેતા તૈયાર નથી. જેમાં મોટાભાગનાં સિંહોના મોત સુરેન્દ્રનગર – પીપાવાવ રેલ્વે ટ્રેક ઉપર થયલાં છે. છતાં રેલ્વેનાં ડ્રાઈવર કે રેલ્વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુલા વિસ્તારમાં પીપાવાવ ચાર માર્ગીય હાઈવે બનતાં ડુંગર નજીક રોડ પર સિંહનાં અકસ્માતમાં પીપાવાવમાં શતેલાં મોત અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી
ખેડૂતોનાં ખેતરમાં કંઈક કારણસર જો સિંહનું મૃત્યુ થાય તો વનવિભાગ ખેડૂતની પાછળ પડી જાય છે. જયારે ખાનગી કંપનીની રેલ્વે અને રોડ અકસ્માતમાં કોઈ સિંહનું મોત થાય છે તો તેની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
લાયન નેચર ફાઉડેશન દ્વારા ખાંભાની લોકમાન્ય તીલક-શાળામાં દોઢ માસના સમય ગાળામાં એશિયાની આન-બાન અને શાન તેમજ ગુજરાતની ઓળાણ અને ગીરનું ઘરેણું એવા કૂલ 24 સિંહના મોત કમોત થતાં ખઆંભાની શાળામાં સિંહોને ફુલોની શ્રઘ્ધાજંલિ આપી હતા.
એક તરફ વન વિભાગ સિંહોની સુરક્ષા અંગે પગલાં લેવાતાં હોવાનું કહે છે, પણ બીજી બાજું હવે સિંહો ગામની અંદર આવે છે અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને પીપાવાવ બંદર પર સિંહો જઈ ચઢે છે.
રાજુલાનાં દરિયાકાંઠે આવેલા પિપાવાવ પોર્ટ પર એકી સાથે પાંચ સિંહો જઈ ચઢ્યા હતા. ત્યારે બધઆને ફફડાટ ફેલાયો હતો.
દલખાણીયા રેન્જમાં 23 સિંહોના થયેલા મોત બાદ સિંહ પ્રેમીઓ દ્વારા સાસણ ખાતે શ્રઘ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હવન તથા મુસ્લિમ વિધિ માટે કુરાનની આયાતનો કાર્યક્રમ રાખવા માટે અગાઉથી જાણ કરી હતી, તેમ છતાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવાનો ઈન્કાર વન વિભાગે કર્યો હતો.
વન વિભાગે પોતાની નિષ્ફળતા છુપાવવા રાતોરાત મંડપ કઢાવી નાખતા આયોજક દ્વારા સિંહના ફોટા સાથે વિસાવદરના ધારાસભ્યની આગેવાનીમાં રામ ધૂન સાથે રેલી કાઢી જાહેર રોડ ઉપર સાસણ વન વિભાગની દિવાલ નજીક સિંહનો ફોટો રાખી મંત્રોચ્ચાર સાથે કુરાનની આયાત પઢી સિંહોના આત્માની શાંતિ માટે અને સુરક્ષા માટે કાર્યક્રમ કરવામાં આવેલો હતો.
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b5%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%ab%87-12-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae/
સિંહના રક્ષણ માટે રૂ.40 કરોડ ખર્ચાયા તો મોત કેમ ?
October 26, 2018
સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-1972ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવા માં આવે તો એની માટે કડક માં કડક પગલા લેવા જોઈએ જેની સામે સરકારે વારંવાર ઘટનાઓ બની હોવા છત્તા ગંભીરતા દાખવી નથી. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યાં, બોધપાઠ લઈ સિંહોનાં સંવર્ધન માટે કશુ જ કર્યું નથી. જેના કારણે 23 સિંહોના મોત થયા છે ત્યારે ગુજરાતની શાન સમાં સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર વાસ્તવિક પગલાં લે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે વર્ષ 2007/2008માં ગુજરાતનાં મુખ્યમંત્રીએ સિંહોનાં સંવર્ધન માટે એક 5 વર્ષનો એક્શન પ્લાન સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ કર્યો. જેની માટે 40 કરોડ રૂપિયા ફાળવ્યા. તો સવાલ એ થાય છે, કે આટલા રૂપિયા ખર્ચ્યા તેં છતાં સિંહોના મોત કેમ થયા ?
સુપ્રીમ કોર્ટ દ્રારા 15 એપ્રિલ 2013નાં રોજ ચુકાદો આપવા આવ્યો કે સિંહને બીજુ ઘર આપવું. જેમા જંગલમાં રહેતાં લોકોને જંગલ બહાર મૂકવા અને જંગલને સિંહો માટે તૈયાર કરવું, એને ખોરાક મળી રહે માટે વ્યવસ્થા કરવી. જ્યારે રાજ્ય સરકારે માત્ર ને માત્ર કાગળ પર જ કામ કર્યું. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બરડો ડુંગર સિંહો માટે અનુકુળ છે. તો પછી અત્યાર સુધી બરડા ડુંગરમાં સિંહોને સ્થાયી કેમ ન કર્યા ?
ડો. દિવ્યભાનુ સિંહ ચાવડાનાં સંશોધનને સુપ્રીમ કોર્ટે નોંધમાં લીધુ છે. જેમાં કહેવા માં આવ્યુ છે કે, જો આફ્રિકાનાં સેરેનગટી જેવી સિંહોની મરવાની ઘટના બને તો એશિયાટીક સિંહ લુપ્ત થઈ જાય અને રોગ ચારો ફાટી નીકળે તો, લુપ્ત થઈ જાય. તો ગુજરાત સરકારે સુપ્રીમ ની આ નોંધ પર આજ સુધી કોઈ પગલાં કેમ ન લીધાં? કેમ રોગચાળા સામે કોઈ વ્યવસ્થા ન ઊભી કરી ?
લિઓજિન પ્રોજેક્ટ 2009-2010માં અમલમાં મુક્યો કરોડો રૂપિયા ફ્ળવ્યા. તેં છતાં સિંહનાં રોગ રોકવા માટે રસી નહોતી. CAGનાં અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, કે લિઓજિન પ્રોજેક્ટ મંદ ગતિ એ ચાલી રહ્યો છે. છેલ્લે જ્યારે pccf દ્રારા રિપોર્ટ જારી કાર્યો ત્યારે 32 સિંહ જે જામવાળામાં રાખવામાં આવ્યાં છે તેં સંપુર્ણ સ્વસ્થ છે. તો પછી એમને રસી શા કરણથી મુકવા માં આવી ? એશિયાટીક સિંહ માટે ઊભા થયેલ પડકારમાં સિંહોને બચાવવા રાજ્ય સરકાર નિષ્ણાંતોના માર્ગદર્શનથી પગલાં ભરે.
0000000000000000
સિંહના મોતમાં અનુત્તર રહસ્ય કાયમ ધરબાઈ જશે
October 26, 2018
લીલીયા બૃહદ ગીરમાં સિંહ કુટુંબના સભ્યો કાયમી વસવાટ કરે છે. તેના ફેલાતા વાઈરસ રોકવા બૃહદગીરમાં સિંહોની તપાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા પર્યાવરણ નિષ્ણાંતે માંગણી કરી છે. 20 વર્ષથી કામ કરતા મહેન્દ્રભાઈ ખુમાણે માંગણી કરી છે કે, ગીરમાં લેબોરેટરી સ્થાપિત કરવી હવે જરૂરી બની ગયું છે. 2007માં જાહેર કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી થાય તો શું કરી શકાય. ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા, શરદી, ભૂખ ન લાગવી, રોગ પ્રતિકારક શકિત ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજજ લેબ હોવી જોઈએ તે નથી. પરીણામે સમયસર નિદાનો થતાં નથી. યોગ્ય દેખરેખ રખાતી નથી અને તેના કારણે એકીસાથે મોટી સંખ્યામાં સિંહોના મૃત્યું થયા છે.
સિંહ શોના માંસ પણ જવાબદાર
ગેરદેસર સિંહ દર્શનનો કરોડો રૂપિયાનો વન વિભાગના કેટલાંક અધિકારીઓ દ્વારા વ્યવસાય ચાલે છે. સિંહ દર્શન માટે અપાતાં માંસ વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન કરી દેવામાં આવે છે. જેથી સિંહને નજીકથી જોઈ શકાય. તેની સાથે ફોટો પાડી શકાય. તે માટે રૂ.5થી 10 હજાર લેવામાં આવે છે. હમણાથી સિંહોને રજાંડતા અને મુરઘી બતાવી પરેશાન કરતાં વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગના સત્તાધિશોના કાળા કરતૂત બહાર આવ્યા હતા.
રાજય સરકારના વન વિભાગ દ્વારા સમયસર પગલાં લઈ પરિસ્થિતીની સમીક્ષા સતત કરાતી હોય તો મોટી સંખ્યામાં એકીસાથે સિંહના મૃત્યું થયા ન હોત અને સિંહ બચી શક્યા હોત. સમગ્ર બનાવ અંગે વન વિભાગની બેદરકારીની તપાસ કરીને હવે આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાંતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી જોઈએ અને બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે.
મારણના નમૂના કેમ ન મોકલાયા
મોટાભાગના સિંહોના મૃતદેહો મારણ નાખેલ અને મારણ કરેલા પશુઓની બાજુમાંથી જ મળી આવ્યા હતા. તેમ છતાં એકેય મારણનો નમૂનો એફએસએલ કે પુના ખાતેના લેબમાં મોકલાવેલ નથી. અને આટલા બધા સિંહો રહસ્મય રીતે મોતને ભેટયા છે છતાં હજુ સુધી આ બાબતે એકપણ એફઆઈઆર નોંધવામાં આવેલા નથી. આ બાબત જ ઘોરબેદરકારી દર્શાવે છે. મારણને સગેવગે કરી નાખેલા છે. તેથી સાચું કારણ બહાર આવી શકતું નથી. વનવિભાગ ઈનફાઈટ અને વારયસ હોવાનું જણાવે છે. એક જ ગૃપના બીજા સિંહો તો તંદુરસ્ત છે, તેને વાયરસ કેમ લાગુ પાડ્યો નથી. મારણ ખાદ્યા પછી જ વાયરસ કેમ આવ્યો ? પુરાવાનો શા માટે નાશ કરવામાં આવ્યો ? આવા અનેક પ્રકારના સવાલો ગીર પંથકના પ્રજાજનો અને પ્રકૃતિપ્રેમીઓમાં ઉભા થઈ રહૃાાં છે.
આફ્રિકામાં એક હજાર મરી ગયા હતા, અહીં કુતરા જ નથી
આફ્રિકાના ટાન્ઝાનીયામાં 1994માં આવો વાયરસ જોવા મળ્યો હતો. તે વખતે 1000 જેટલા સિંહોના મોત થયા હતા. તે વાયરસ જંગલી કૂતરામાંથી આવ્યો હતો એવું કહેવાય રહ્યું છે. પરંતુ કરમદડી રાઉન્ડમાં જે સિંહો મૃત્યુ પામ્યા છે. ત્યાં કોઈપણ પ્રકારના જંગલી કૂતરા રહેતા નથી. જે જગ્યાએ સિંહો વધુ મૃત્યુ પામ્યા છે ત્યાં જ વનવિભાગ ઘ્વારા બહારથી વાહનમાં ભરી ભરીને મારણ લઈને નાખતા હતા. તેની તપાસ કરવામ4 આવી નથી. અહીંના આરએફઓ આવું કરવા સંમતિ આપતાં હતા તો કેમ તે અંગે કઈ થયું નથી. સચિવાલયમાંથી વન અધિકારીઓ અહીં સિંહ જોવા માટે વરધી આપતાં હતા ત્યારે કેમ આવું મારણ આપીને સિંહને નજીક રાખવામાં આવતાં હતા.
ઝેર હોઈ શકે
સમગ્ર તપાસને વાયરસના એક જ એન્ગલથી જોવામાં આવી રહી છે. સિંહના કારણે વન અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે અણબનાવો બનેલાં છે. કોઈએ તેનો બદલો લેવા માટે ન જોઈ શકાય એવા ઝેરનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. એક સિંહના મોમાંખી ફીણ નિકળતું હતું. તે શું ઝેર હતું કે કેમ તેની તપાસ થવી જોઈએ. જેમાં ભીનું સંકેલવા કે તપાસને ગેરમાર્ગે દોરવા માટે કામ થયું હોવાનું અંદરથી વિગતો બહાર આવી રહી છે. પોતાની નિષ્ફળતા અને પાપ છુપાવવા ખાસ અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીના એક ખાસ મળતીયા ઉચ્ચ અધિકારીને બોલાવી એનીમલ કેર સેન્ટરમાં મોનીટરીંગમાં રાખવામાં આવેલું છે. જે શાકાસ્પદ છે. સ્થાનિક અધિકારીને કોઈપણ પ્રકારના છાંટા ન ઉડે તેવા ભરપુર પ્રયાસો થઈ રહ્યાં છે. આવું કરવા પાછળ લાયન શો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો સાચી તપાસ કરવી હોય તો સીબીઆઈને તપાસ સોંપી દેવી જોઈએ એવું સ્થાનિક લોકો માની રહ્યાં છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%b9/
સિંહના જ્યાં મોત થયા છે તે અધિકારી વાળાનો વાળ વાંકો ન થયો
October 26, 2018
તેમ છતાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં છેલ્લા એક મહિનામાં 23 સિંહોનાં મૃત્યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે. ત્યારે દલખાણીયા રેન્જનાં રેન્જ ફોરેસ્ટ અધિકારી –આર.એફ.ઓ. બી. બી. વાળા ફોરેસ્ટરની લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને આઈ.એફ.ઓ.ની જગ્યાએ નિયુક્ત કરીને સરકારે જવાબદારી સોંપી છે. વાળા માટે એવું કહેવાય છે કે જ્યાં આર.એફ.ઓ.ની જગાયા ખાલી હોય ત્યાં જ તે નોકરી કરે છે. તેઓ જંગલ ખાતાના અધિકારીઓના માનિતા છે. આગાઉ પણ ખાંભા તુલસીશામ રેન્જમાં ઈન્ચાર્જ આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યાં તેઓ વિવાદમાં રહ્યા હતા.
બી. બી. વાળા જંગલમાં કાયમ બંદૂક લઈને જ રખડતાં રહે છે. બંદૂક સાથેના તેઓ ફોટો પણ સોશિયલ મિડિયામાં મૂકે છે. મોંઘી કાર પણ ધરાવે છે. તેઓ ક્રિકેટનો શોખ ધરાવે છે. ચાલુ નોકરીએ પણ ક્રિકેટ રમી શકે છે.
તેમના વિસ્તારમાં સિંહને જાળવવાની પ્રથમ જવાબદારી વાળાની છે. સિંહના મૃત્યું થાય તો તેમની પ્રથમ જવાબદારી બને છે. વન વિસ્તારમાં ગેરકાયદેસર લાયન-શો બંધ કરાવવામાં વનમંત્રી વસાવા સદંતર નિષ્ફળ નિવડયા છે અને ગેરકાયદેસર લાયન-શોનાં કારણે જ સિંહોનાં મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે.
સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે. વનકર્મીઓ અનેઅધિકારીઓને તગડો પગાર, તમામ સુખ-સુવિધા પાછળ જનતાનાં પરસેવાનાં પૈસા ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ સિંહોની સુરક્ષા ન થાય તો તમામ અધિકારીઓની જવાબદારી નકકી કરીને તેની સામે પગલાં ભરવાના બદલે તેમનો વાળ વાંકો થતો નથી. સરકારની રાજરમત લોકો જોઈ રહ્યાં છે. કોઈકની તો જવાબદારી નકકી કરીને પગલાં ભરવા પડે તેમ છે. અહીં સિંહ મોત શરૂં થયા ત્યારે વન વિભાગના અધિકારીઓને ખબર ન હતી. સ્થાનિક લોકોએ તેની જાણ કરી હતી. પ્રથમ બે સિંહના મોત થયા ત્યારે સ્થાનિક લોકોએ જાણ કરી અને કહ્યું હતું કે શિકારનું મારણ ખાધા પછી સિંહ બિમાર પડી ગયા છે અને મરી ગયા છે. છતાં તે અંગે વાળી કે ગીરના કોઈ અધિકારીઓએ તે વાતને ગંભીર લીધી ન હતી.
ધ માર્ચ ઓફ ધ એશિયાટીક લાયન
The March of Asiatic Lionવર્ષો સુધી સંરક્ષણના પ્રયાસો કર્યા બાદ આખરે તે રંગ લાવ્યા અને નામશેષ થવાને આરે આવીને ઉભેલી સિંહોની વસતી ગીરમાં વધી. આડેધડ શિકાર થવાને લીધે “ગીરનો સિંહ”ની સમગ્ર પ્રજાતિ વિલુપ્ત થવાના આરે આવીને ઉભી હતી. વિન્ટર બ્લિથ(1950)એ તેના દસ્તાવેજોમાં નોંધ્યું હતું કે છેલ્લે કાઠીયાવાડની બહાર મુક્તપણે વિચરતા સિંહને સને 1884માં જોવામાં આવ્યો હતો. અને ત્યાર બાદથી જ સિંહોની વસતી કાઠીયાવાડ/સૌરાષ્ટ્ર પુરતી સિમિત રહી જવા પામી છે. 1880-1936નો સમયગાળો એશિયાઇ સિંહોની સમગ્ર પ્રજાતિ માટે અફડાતફડીનો રહ્યો હતો. માત્ર 20મી સદીમાં જ રાજા રજવાડા, નવાબો અને વાઇસરોયો જેવા રાજવી શિકારીઓથી સિંહોની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ કરવાનું ધ્યાનમાં આવ્યું. 1913માં નવાબ અને સરકારને વાસ્તવિકતાનું ભાન થયું કે 20થી વધુ વનરાજો(સિંહો) બચ્યાં નથી ત્યારે સિંહોનો બેકાબૂ બનેલો શિકાર પ્રતિબંધિત જાહેર કરાયો અને ત્યારથી જ સિંહોની પ્રજાતિના સંરક્ષણનો પ્રારંભ થયો. આ પ્રયાસોના પરિણામે 1917માં સિંહો પુનઃ મતિયાળા વન વિસ્તારમાં વિચરતાં જોવા મળ્યાં. તેની સાથે સાથે 1936માં કરવામાં આવેલી વસતી ગણતરી પ્રમાણે સિંહોની વસતી કુલ 287 નોંધાઇ, જે ઘણા જ રાહતના સમાચાર હતાં. આઝાદી બાદ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ઘણા મહત્વના પગલાં ભર્યાં અને 18-09-1965ના રોજ ગીરને “અભ્યારણ્ય” તરીકે ઘોષિત કર્યો. ત્યારથી જ ધીમેધીમે સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે.
સિંહ પુનઃપ્રાપ્તિ: વૈશ્વિક સફળતાની વાર્તા બની બદનામ યાત્રા
સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની વસતીમાં વધારો નોંધાયો છે. મે, 2015 દરમિયાન યોજાયેલી વસતી ગણતરીમાં એશિયાઈ સિંહોની સંખ્યા 523 (ગત પાંચ વર્ષની સરખામણીમાં 27%નો વધારો) નોંધાયો છે. વળી, વર્ષ 2010માં આઇયુસીએન(IUCN) દ્વારા એશિયાઈ સિંહોની પ્રજાતિને જેના અસ્તિત્વ ઉપર અતિગંભીર જોખમ હોય તેવી પ્રજાતિઓની યાદીમાંથી દુર કરી, તેમાં સુધારો કરી એશિયાઈ સિંહોને જેના અસ્તિત્વ ઉપર હજુંપણ ભય તોળાઈ રહ્યો હોય તેવી પ્રજાતિની યાદીમાં સ્થાન અપાયું છે. જોકે, આ પ્રગતિનો પથ સિંહો અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ (GFD) માટે સાવ સરળ તો નથી જ રહ્યો.
સિંહોને બચાવવામાં હેંમશા સ્થાનિક લોકોએ મોટો ભાગ ભજવ્યો છે. તેમ છતાં વન વિભાગ તેની સત્તાવાર વેબસાઈટ પર લખે છે કે, વિવિધ સંશોધનકારો તેમજ વન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અભ્યારણ્ય વિસ્તારમાં માલધારીઓની વસાહતો અને તેમના પશુધન, દુકાળ સહિતની કુદરતી આપત્તિઓની ગીરના સસ્તન પ્રાણીઓ ઉપર થતી અવળી અસરો, સિંહોનો શિકાર કરવાના અને ઝેર આપવાના અમુક કેસો અને અન્ય વ્યાપારિક તેમજ માનવીય ઉપસ્થિતિને લીધે સર્જાતી સમસ્યાઓની અસર હંમેશા સિંહોની વસતી ઉપર થતી રહી છે.
જ્યાં નામશેષ થયા ત્યાં ફરી વસતિ વધી
અવિરત પ્રયાસોનો લાભ લઇને સિંહો હવે જોખમની બહાર આવી ગયાં છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઇ ગયાં હતાં તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃસ્થાપિત કરી છે. અગાઉ ગીર સંરક્ષિત વિસ્તાર 1883.04 ચોરસ કિમીમાં ફેલાયેલો હતો જેની સરખામણીમાં અત્યારે વર્ષ 2015ની ગણતરી પ્રમાણે સૌરાષ્ટ્રના 20,000 ચોરસ કિમી જમીન વિસ્તાર એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિ તરીકે આવરી લેવાયો છે. એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિએ એવી ભૂમિ છે કે જ્યાં સિંહોને અનુકૂળ વધારાના આશ્રયસ્થાનો-વસાહતોનો વિકાસ કરવામાં આવ્યો છે. અગાઉ ન હોય તેટલો મોટો ભૂ-વિસ્તાર હવે સિંહોનું આશ્રયસ્થાન બન્યો છે. એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિમાં સિંહોનું સઘન રક્ષણ તથા સંરક્ષણ કરવા માટે માનવ બળ અને માળખાકીય સુવિધાઓ વધુ સૃદ્રઢ કરવામાં આવી છે.
મેઈક ઈન ઈન્ડિયા લોગો પણ મોતની કોઈની જવાબદારી નહીં
આંતરરાષ્ટ્રિય મંચ ઉપર “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં પણ હવે એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે. બરડામાં સિંહ વસાવીને સાવચેતીપૂર્વક લેવામાં આવતા સંરક્ષણના આવા પગલાં સિંહોની વસતી નામશેષ થવાના જોખમને પણ નાબૂદ કરશે જ તદ્દઉપરાંત સિંહોને તેમના જૂના અને સુરક્ષિત આશ્રયસ્થાનમાં પુનઃવસાવી શકાશે. નવા જનીન વંશનું નિર્માણ કરવાના ઉદ્દેશથી બે નર સિંહો અને સિંહણોને બરડા અભ્યારણ્યમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ સ્થળે ભવિષ્યમાં સિંહોની વસતીને ધ્યાનમાં રાખીને શિકાર આધારીત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન કેન્દ્રો પણ વિકસાવવામાં આવ્યા છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%a5%e0%aa%af%e0%aa%be-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%a4%e0%ab%87/
સિંહનોની બીજી તપાસ કરી પણ દલખાણીયામાં શું થયું તે જાહેર કરાતું નથી
October 26, 2018
કુલ 64 ટીમો બનાવીને સમગ્ર ગીર વિસ્તારની ચકાસણી કરવાનું આયોજન હાથ ધરેલું છે. પણ જ્યાં સિંહ ટપોટપ મરી રહ્યાં છે તે દલખાણીયા વીડીમાં 22માંથી બચી ગયેલાં 9 સિંહનું આરોગ્ય કેવું છે તે અંગે વન વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. આ કામગીરી તા. ર4/9/18 થી શરૂ કરવામાં આવેલ જે આજરોજ બપોરે 1ર.00 વાગ્યા સુધીમાં વન વિભાગની 10ર ટીમનાં કુલ 399 કર્મચારી (ફો.ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર) ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં આવતા નેશનલ પાર્ક, સેન્ચુચરીના સંલગ્ન વિસ્તાર પૈકી આશરે 785 ચો.કિ.મી. વિસ્તારની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જેમાં 490 ચો.કિ.મી. રક્ષિત વિસ્તાર અને 295 ચો.કિ.મી. ગીર બહારનો વિસ્તાર સામેલ છે.
આ ચકાસણી દરમ્યાન 164 સિંહો જોવા મળેલ છે. જે પૈકી ફકત 4 સિંહોમાં સામાન્ય ઈજા જોવા મળેલ. જયારે 1 સિંહણ કમજોર તેમજ અન્ય 1 સિંહણ વધુ બિમાર હાલતમાં જોવા મળેલ. જયારે બાકીનાં 1પ8 સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં જોવા મળેલ છે.
દલખાણીયા રેંજનાં સરસીયા વીડી વિસ્તારનાં સિંહોની નિરીક્ષણ અને પકડવાની કામગીરી ગતીમાં છે, બાદ તેઓની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે.
0000000000000000
માજી ફોરેસ્ટર સિંહ માટે મદદ કરવા ગયા તો અધિકારીએ ભગાડી મૂક્યા, ગાંધીનગર રજૂઆત
October 26, 2018
ધારી નજીક એક સાથે 13 સિંહોના મોત થતાં લોકો તથા ગીરમાં ફરજ બજાવતા નિવૃત વનકર્મીઓ પણ ભારે દુઃખી છે. જંગલમાં પોતાના અનુભવના આધારે અનેક સિંહનું રેસ્કયુ કરી બચાવનારમાજી ફોરેસ્ટર આર.એલ. દવે દહેરાદુનથી આવેલી વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટની ટીમને મળવા ધારી કેસરી સદન ખાતે ગયા હતા. પરંતુ ત્યાં દહેરાદુનની ટીમને બદલે ધારી ડીએફઓ પી. પુરષોતમ હાજર હોય અહીં શું લેવા આવ્યા છો ? અહીં કોઈને પ્રવેશ કરવા દેવા ઈન્કાર કરીને તેમને ત્યાંથી ભગાડી દેવાયા હતા. તુમાખીભર્યા શબ્દોનો ઉપયોગ કરી ભારે અપમાનજનક વર્તન કર્યું હતું. જે અંગે માજી ફોરેસ્ટરે અગ્ર સચિવ નવ અને પર્યાવરણ, અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. તથા આગામી દિવસોમાં નિવૃત ફોરેસ્ટરો તથા આરએફઓનું સંગઠન ગાંધીનગર રૂબરૂ પણ આ અંગેની ફરિયાદ કરશે તથા આઈએફએસ લોબીની તુમાખી સામે લડતના મંડાણ કરશે તેવું તમામે એક સાથે જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ધારી ડીએફઓ પોતાનો વિવેક ગુમાવી ચૂકયા હોવાનું લોકો, નિવૃત વનકર્મીઓ તથા મીડિયા કર્મીઓ કહી રહૃાા છે. આમ અંદરની વાત બહાર આવી ન જાય તે માટે બિનગુજરાતી લોકો અનુભવિ લોકોને સિંહને બચાવવા માટે કંઈ કરવા દેવા તૈયાર નથી. તેઓ એટલું પણ સમજતા નથી કે સિંહને ગીર અને ઘારીના લોકોએ બચાવ્યા છે. વન અધિકારીઓના કારણે તો સિંહ મરી રહ્યાં છે.
000000000000
સિંહોનાં મોત ઈનફાઈટથી નહિ પણ વાયરસના કારણે જ થયાં હોવાનો મત
October 17, 2018
ભારત દેશનું ગૌરવ અને એશિયાઈ સિંહો પર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તેમ 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. વનવિભાગના અધિકારીઓએ દાવો કર્યો આ સિંહોનાં મોતનું કારણ ઇન્ફાઇટ છે પરંતુ વાત સાંભળી તમને નવાઈ લાગશે શું એટલી બધી સંખ્યામાં મોતનું કારણ ઇન્ફાઇટ હોય ખરા પરંતુ આ વાતને લઇ અમરેલી જૂનાગઢ ગાંધીનગર સુધી વનવિભાગ ગૂંચવાયું છે ત્યારે અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમી અને ગ્રીન બ્રાન્ડ એમ્બેસેડર સહીત સિંહોના નિષ્ણાતો અને સિંહ પ્રેમીઓ ની સાથે વાતચીત કરી. શંકાસ્પદ સિંહોના મોત મામલે મોટાભાગના લોકોએ સિંહો સહિત વન્યપ્રાણીમાં વાયરસની શંકા દર્શાવી અને સ્થાનિક વનવિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સિંહ ભારત દેશ ગુજરાત સૌરાષ્ટ્રનું ઘરેણું અને ગૌરવ કહેવાય છે, પરંતુ સિંહોની માઠી દશા બેસી છે અને વનવિભાગ અને રાજ્યસરકાર મસમોટા દાવા ઓ કરે છે અને સિંહોને બચાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. આ વાત છે અમરેલી જિલ્લાની અહીં આવેલ ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં એક સાથે 11 દિવસમાં 11 સિંહના મોત સાથે રાજુલા રેન્જના ભેરાઈમાં સિંહણનું શંકાસ્પદ મોત આમ 12 સિંહોનાં મોતથી સમગ્ર અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ ગાંધીનગર જૂનાગઢ વનવિભાગની ઉચ્ચ અધિકારીની ટીમો અહીં પહોંચી ધારી વનવિભાગની ઓફિસ ખાતે બેઠક કરી સ્થળનું નિરીક્ષણ કર્યું અને સિંહોના મોતથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો. ત્યારબાદ બીજા દિવસે દિલ્હીની કેન્દ્રીય અલગ અલગ ટીમો આવી સાથે પી.સી.સી.એફ સહીતના ઉચ્ચ અધિકારીઓ આવ્યા તપાસ કરી પી.એમ બાદ સેમપલની ચકાસણી કરવાનો દાવો કર્યો અને આ પ્રકારની ગંભીર ઘટના બની તેમ છતાં સ્થાનિક બીટ ગાર્ડથી લઈને આરએફઓ, ડીએફઓ, સી.સી.એફ., એ.સી.એફ. સહીતના વનવિભાગના અધિકારીઓએ 3 દિવસ સુધી પોતાના સરકારી નંબર સ્વિચ ઓફ કરી દેવાની ફરજ પડી અને ત્યારબાદ તારીખ 23ના રોજ બપોરે જૂનાગઢમાં વનવિભાગના અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ બોલાવી દાવો કર્યો કે અહીં કુદરતી બીમારી અથવા તો ઇન્ફાઇટના કારણે સિંહોના મૃત્યુ થયા છે. જો કે ઈન્ફાઇટનું કારણ વનવિભાગે જાહેર કરતા અહીં ઉડી ને આંખે વળગે તેવી વાત એ છે શા માટે ગાંધીનગર દિલ્હી વનવિભાગની ટીમને ધારી પંથકમાં દોડી આવવાની જરૂર પડી? શા માટે વનવિભાગને મીડિયાથી દૂર ભાગવાની જરૂર પડી? શા માટે વેટેનેરી ડોક્ટરો મીડિયા સાથે સીધી વાત નથી કરતા? આવા અનેક સવાલો વનવિભાગ સામે ઉઠી રહ્યાં છે.
અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમી પ્રકૃતિ પ્રેમી લાઈન ફાઉન્ડેશન સહીત વનવિભાગ અને સિંહો સાથે સંકળાયેલા લોકોની સાથે વાત કરી સિંહોના મોત પાછળનું કારણ શું અને હવે સિંહો માટે શું કરવું જોઈએ સહિતની સિંહોની સલામતી અને સુરક્ષા જાળવવા માટે શું શું પગલાં લેવા જોઈએ તે જાણવા માટેનો પ્રયાસ કર્યો.
ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ માં 11 સિંહોના મોતની ઘટનાને સૌ કોઈએ દુઃખદ ગણાવી. સિંહો સહિત વન્યપ્રાણીમાં કોઈ વાયરસ અથવા તો કોઈ ગંભીર પ્રકારનો વાયરસ હોવાની આશંકા દર્શાવી રહ્યાં છે. અને ઈન્ફાઇટની ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે. ઇન્ફાઇટની ઘટના ક્યારે બને સિંહોના ગ્રુપ ખૂંખાર હોય અને ખૂબ ઓછા પ્રમાણમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. મોટાભાગે વનવિભાગ સિંહોના મોતમાં ઈન્ફાઇટનું કારણ આગળ ધરી મામલો છૂપાવે છે. જયારે જયારે સિંહોના મોત અને સિંહોની પજવણી કરતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે વનવિભાગ તેમની જવાબદારી નિભાવવાના બદલે જવાબદારીમાંથી છટકવાનું પસંદ કરતા વધારે જોવા મળે છે.
સિંહો અને વન્યપ્રાણીમાં ગંભીર પ્રકારનો વાયરસ છેલ્લા 1 માસથી આવ્યો હોવાની આશંકા જોવા મળી રહી છે. પ્રથમ રાજુલા શહેરમાં આવેલ કુંભનાથ મંદિર પર આવેલ ધાર પર બીમાર દીપડો જોવા મળતાં રાજુલા વનવિભાગે જન્માષ્ટમીના તહેવારમાં સાતમની રાતે દીપડો પાંજરે પૂરી બાબરકોટ નર્સરી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો. ત્યાં વેટેનરી ડોક્ટર સારવાર કરી રહ્યાં હતા અને દીપડાને પ્રથમ હોમીટ થયું અને મોંમાંથી ફીણ નીકળી દીપડાનું મોત થયું ત્યાર બાદ વનવિભાગે દીપડો બીમારીના કારણે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે રાજુલાના ભેરાઇના ખારામાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો અને અમરેલી ડીસીએફ પ્રિયન્કા ગેહલોત સહીતના વનવિભાગના અધિકારીઓનો કાફલો પહોંચ્યો. ઘટના સ્થળે અને સિંહણના મોંમાંથી ફીણ નીકળ્યા હતા. જેથી મીડિયાકર્મીઓ સ્પોટ પર કવરેજ કરવા પહોંચ્યાં, પરંતુ સ્થાનિક અધિકારીઓએ મામલો દબાવી ખાનગી રીતે મૃતદેહનો કબ્જો મેળવી લીધો. તેનું કારણ હજુ સુધી વનવિભાગે જાહેર નથી કર્યું. ત્યારબાદ 2 દિવસ પછી ધારીના દલખાણીયા રેન્જમાં 11 દિવસમાં 11 સિંહના મોત થયાનું બહાર આવ્યું. તેમાં પણ પ્રથમ સિંહોને મોઢામાંથી ફીણ નીકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વાત ધારી વનવિભાગ સ્વીકારવા અને આ અંગે મીડિયા સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી.
અમરેલી જિલ્લામાં સિંહોના વસવાટ પર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ લીલીયા રેન્જ, સાવરકુંડલા ખાંભા રાજુલા જાફરાબાદ પીપાવાવ સહિત અનેક વિસ્તારમાં સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ છે. ત્યારે વનવિભાગ ખાનગી રહે તપાસ તો કરી રહ્યું છે, પરંતુ જો વધુ ઇન્ફેક્શનના કારણે મોટાભાગના સિંહોમાં આ પ્રકારનો વાયરસ લાગી આવશે તો અમરેલી જિલ્લામાં રહેલા સિંહોની સંખ્યામાં ખુબ મોટો ઘટાડો આવે તેવી એક શક્યતા છે. જોકે હાલમાં વનવિભાગે આદેશ આપ્યા છે તે મુજબ તમામ સિંહોનું રેસ્ક્યુ કરી ચકાસવામાં આવશે તો કયા પ્રકારનો વાયરસ અને કેવી રીતે થાય છે સિંહોના મોત તેનું કારણ બહાર આવે તેમ છે. પરંતુ વનવિભાગના દાવા સામે મોટાભાગના લોકોએ વાયરસની શંકા દર્શાવી છે. ત્યારે હવે જોવાનું એ છે શું વનવિભાગ અને રાજ્ય સરકાર સિંહોને બચાવવા કોઈ ખાસ એક્સન પ્લાન ઘડશે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશે.
000000000000
11 સિંહોનાં મોતમાં દાળમાં કંઈક કાળું, કેન્દ્ર સરકારનાં વન વિભાગની ટીમની તપાસ
October 17, 2018
રાજ્યમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જ અને જસાધાર રેન્જમાં થયેલાં 11 સિંહોનાં મોતનાં મામલો ગંભીર હોવાનું બહાર આવ્યું છે. Khabarchhe.comએ એકસાથે 11 સિંહોનાં મોતનાં મામલે રાજ્ય સરકાર ઢાંક પિંછોડો કરી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને આજે અનુમોદન મળ્યું છે. 11 સિંહોનાં મોતનાં મામલે કેન્દ્રનાં વન વિભાગે ગંભીરતાપૂર્વક લીધો છે અને આજે સવારે જ કેન્દ્રીય ટીમ ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગ જ્યાં સિંહોનાં મોત થયાં હતાં તે વિસ્તારની મુલાકાત લઈને સ્થળ તપાસ કરી ગઈ હોવાનાં અહેવાલ સાંપડ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગાંધીનગર વન વિભાગનાં PCCF અને દિલ્હીની કેન્દ્રીય ટીમ ગૂપચૂપ રીતે આ વિસ્તારમાં પહોંચી હતી અને જે સ્થળે સિંહોનાં મોત થયાં હતાં તે સ્થળની જાત માહિતી મેળવી હતી, ઉપરાંત સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મામલે પણ પૂછપરછ કરી હતી.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતનાં ગૌરવસમા એશિયાટિક લાયનનાં મોતનો મામલાની ગૂંજ દિલ્હીનાં દરબાર સુધી પહોંચી છે. એક પછી એક 11 સિંહોનાં મોતનાં અહેવાલ આવતાં જ દિલ્હીની વન વિભાગની ટીમ ગુજરાત આવી પહોંચી હતી. અને જ્યાં સિંહોનાં મોત નિપજ્યાં છે તે સ્થળની મુલાકાત લીધી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં સિંહોનાં મોતનાં મામલે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી કેન્દ્ર સરકારનાં વન વિભાગની ટીમ ગુજરાત આવી હતી અને ઘટનાસ્થળ ઉપરાંત રાજ્ય વન વિભાગનાં સ્થાનિક અધિકારીઓ તેમ જ કર્મચારીઓની પૂછપરછ પણ કરી હતી. આ ટીમમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટીનાં પ્રતિનિધિ ઉપરાંત જોઈન્ટ ડાયરેક્ટર વાઈલ્ડ લાઈફનાં એઆઈજી પણ હતાં. કેન્દ્રીય વન વિભાગની ટીમ દ્વારા ઝીણવટપૂર્વની તપાસ કર્યાં બાદ વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા હતાં. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 11 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટિંગ આપ્યું છે, પણ હકીકતમાં આ સિંહોનાં મોત વાઈરસને કારણે થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 2 નર સિંહનાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.
0000000000000
23 સિંહોનાં મોતની માર્ગદર્શિકા વડી અદાલતે જાહેર કરી હાઈકોર્ટે જારી કરી
October 17, 2018
ગીરનાં જંગલોમાં છેલ્લાં એક મહિના દરમિયાન 23 સિંહોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને ત્રણ મુદ્દાઓ પર ધ્યાન આપવાનો નિર્દેશ કરાયો છે, જેમાં ઈલેક્ટ્રિક ફેન્સિંગ, ખુલ્લાં કૂવાઓ અને વાઈરસ ઈન્ફેક્શન જેવા મામલે સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લઈને તેનો ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે દર પંદર દિવસે સ્થાનિક જિલ્લા કલેક્ટરે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ કર્યો છે. સાથે સાથે રાજ્ય સરકારને પણ 15મી જાન્યુઆરી 2019 સુધીમાં વિસ્તૃત રિપોર્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગીરની પૂર્વમાં આવેલી દલખાણિયા રેન્જમાં સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનાં ગૌરવ સમાન સાવજોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. આ સિંહોનાં મોત મામલે થયેલી અરજી સંદર્ભે બુધવારે ગુજરાત હાઈકોર્ટે એક નિર્દેશિકા જારી કરી છે. જેમાં સિંહોનાં અકાળે થઈ રહેલાં મોત અંગે હાઈકોર્ટ ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે ત્રણ મુખ્ય મુદ્દાઓને લઈને એક નિર્દેશિકા પણ જારી કરી હતી. જે અનુસાર સિંહોમાં વાઈરસ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર નિષ્ણાતોનાં મત મુજબ જરૂરી પગલાં લે એવો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. કેમ કે, જે સિંહોનાં મોત થયાં છે તેમાં મુખ્યત્વે કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ જોવા મળ્યો હતો. આ વાઈરસ કેવી રીતે ફેલાયો અને તેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. એક પછી એક 23 સિંહોનાં થયેલાં મોત મામલે પણ રાજ્ય સરકારે યોગ્ય પગલાં ન લીધાં હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત ગીરનાં જંગલોમાં આવેલાં ખેતરોમાં જે ખુલ્લાં કૂવાઓ છે તે મામલે પણ રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લેવાનું સૂચન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે રાજ્ય સરકારે આ વિસ્તારમાં આવેલાં ખુલ્લાં કૂવાઓ મામલે જે તે ખેતર માલિકોને સબસિડી આપવાની જોગવાઈ કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં ઊભાં પાકને નુકસાન ન થાય તે માટે ખેતર માલિકો દ્વારા ઈલેક્ટ્રિક ફેન્સિંગ પણ કરવામાં આવતી હોય છે જેનાં કારણે ખેતર પર આવી ચડેલાં સિંહનું કરંટ લાગવાથી મોત થાય છે. જે મામલે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યાં હતાં અને આ મામલે પણ રાજ્ય સરકારે યોગ્ય ઉકેલ લાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો છે કે, વાઘનાં જતન માટે મોટી રકમ આપવામાં આવે છે જ્યારે એશિયાટિક સિંહોનાં જતન માટે માત્ર રૂપિયા 95 હજાર જ કેમ આપવામાં આવે છે. આ મામલે પણ કેન્દ્ર સરકારને ખુલાસો કરવાં હાઈકોર્ટે જણાવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટે જારી કરેલી નિર્દેશિકા બાદ હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે જે ત્રણ મુદ્દાઓ ટાંકવામાં આવ્યાં છે તે મામલે સ્થાનિક જિલ્લા કલેક્ટરે દર પંદર દિવસે પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો રહેશે. ઉપરાંત રાજ્ય સરકારે પણ આ ત્રણ મુદ્દે શું પગલાં લીધાં તે મામલે 15મી જાન્યુઆરી 2019 સુધીમાં એક વિસ્તૃત રિપોર્ટ હાઈકોર્ટને સોંપવાનો પણ નિર્દેશ કરાયો છે. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 16મી જાન્યુઆરી 2019 સુધી મુલતવી રાખી છે.
અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં માત્ર ગણતરીનાં દિવસોમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત મામલે પ્રાણીવિદ્દો સહિત ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ સંદર્ભે થયેલી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેની સુનાવણીનાં ભાગરૂપે હાઈકોર્ટે ત્રણ મુખ્ય મુદ્દા સાથે એક નિર્દેશિકા જારી કરી રાજ્ય સરકારને એ દિશામાં પગલાં લેવાનો નિર્દેશ કર્યો છે.
000000000000000
સિંહોનું ચાર મહિનાનું વેકેશન પૂર્ણ, આજથી શરૂ થયું જંગલ સફારી
October 16, 2018
ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં વતન ગીરનાં જંગલોમાં આજથી ફરી પ્રવાસીઓની અવરજવર ફરી શરૂ થશે. સિંહોનાં ચાર મહિનાનાં વેકેશન બાદ વન વિભાગ દ્વારા આજથી ફરી જંગલનાં દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્લાં મૂકવામાં આવશે. સાથે સાથે પ્રતિ વર્ષ પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલાં વધારાને જોતાં ગુજરાત સરકારે પરમીટમાં પણ વધારો કર્યો છે.
15મી જૂનથી 16 ઓક્ટોબર સુધી ચાર મહિના દરમિયાન સિંહોનો સંવનનકાળ હોવાનાં કારણે વન વિભાગ દ્વારા ગીરનાં જંગલમાં પ્રવાસીઓનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હોય છે. આ પ્રતિબંધ પાછળનું કારણ સિંહોનાં સંવનન દરમિયાન કોઈ જાતની ખલેલ ન પડે તે હોવાનું વન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું. સિંહોનાં ચાર મહિનાનાં વેકેશન બાદ મંગળવારથી ફરી ગીરનાં જંગલમાં પ્રવાસીઓનો ધમધમાટ વધી જશે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી દિવસની 90 પરમિટ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગીરનાં જંગલમાં પ્રવાસન વિભાગ દ્વારા કરાયેલાં પ્રચારને લઈને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકારે આ વર્ષથી પ્રતિદિન 150 પરમિટ આપવાનો નિર્ણય કર્યો છે. આમ દિવસની 60 પરમિટનો વધારો કર્યો હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગીરનાં જંગલોમાં પ્રવાસીઓને સિંહ જોવા માટે જિપ્સી દ્વારા લઈ જવામાં આવે છે. જેમાં ગાઈડ પણ હોય છે. પરંતુ સિંહોને જોવા માટે પ્રવાસીઓએ અગાઉથી પરમિટ કઢાવવાની રહેશે અને તે પણ ઓનલાઈન જ કઢાવવાની હોય છે. અને આ પરમિટ માટે કુલ રૂપિયા 2700 જેટલું પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાનું હોય છે. આ રકમમાં પરમિટ પેટે રૂપિયા 800, જિપ્સીનાં રૂપિયા 1500 અને ગાઈડનાં રૂપિયા 400 વસૂલવામાં આવે છે. ખાસ વાત એ છે કે, પ્રવાસીઓને વનવિભાગ દ્વારા જિપ્સીમાં જ સિંહ દર્શન માટે જવાનું હોય છે, ખાનગી વાહનોને મંજૂરી આપવામાં આવતી નથી. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા દેવળિયા પાર્કમાં પણ સિંહ દર્શન માટે ખાસ જિપ્સીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિપ્સીમાં લોખંડનાં પિંજરા લગાવેલાં હશે. જેથી સિંહ દર્શન સમયે જો કોઈ સિંહ હુમલો કરે તો પ્રવાસીઓને નુકસાન ન થાય. દેવળિયા પાર્કમાં અત્યાર સુધી વન વિભાગની બસ દ્વારા જ સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, પરંતુ આ વર્ષથી પહેલીવાર લોખંડનાં પિંજરાવાળી 70 જિપ્સી દ્વારા દેવળિયા જંગલ સફારીની મુલાકાત લઈ શકાશે. અને આ વખતે દેવળિયા પાર્કની ખાસિયત એ છે કે પ્રથમવાર 25 જેટલી મહિલા ગાઈડની પણ નિમણૂંક કરવામાં આવી છે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારી નિયમ ઉપરાંત કેટલાંક અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવામાં આવે છે અને તે માટે રાતનો સમય વધારે પસંદ કરવામાં આવે છે. કેમ કે, રાતનાં સમયે સિંહ સામાન્ય રીતે શિકાર કે પાણી પીવા માટે જંગલમાં ટહેલતાં હોય છે અને આ વાતનો લાભ કેટલાંક લાંચિયા અધિકારીઓ ઉઠાવતાં હોય છે. અને એવું કહેવાય છે કે આવા ગેરકાયદેસર સિંહ દર્શન સમયે જે મારણ આપવામાં આવે છે તેનાં દ્વારા વાઈરસ ફેલાતો હોય છે જેનાં કારણે સપ્ટેમ્બર મહિનામાં ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. આ તમામ સિંહો પૈકી મોટાભાગનાં સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઘટના બાદ હવે સિંહોનું વેકેશન પૂર્ણ થતાં જ ફરી ગીરની જંગલ સફારીની ટૂર આજથી શરૂ થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, સોમવારે પણ ગીરનાં સિંહોનાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને એક રિટ પિટીશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કરેલાં સોગંદનામાં બાદ બુધવારે હાઈકોર્ટ દ્વારા સિંહો માટે નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવે એવી શક્યતા રહેલી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર અને વન વિભાગ તાજેતરમાં બનેલી ઘટના બાદ ગંભીર થઈ છે કે નહિ.
00000000000000
21 સિંહોનાં થયાં મોત, સાવજને બચાવવા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવાશે
October 16, 2018
ગુજરાતનાં ગૌરવ સમાન અને રાજ્યની શાન ગણાતાં એશિયાટિક સિંહોનાં માથે મોટી ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં 16 દિવસમાં કુલ 21 સિંહોનાં મોત થયાં હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા સબ સલામતનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. એક બાજુ એક પછી એક સિંહોનાં મોત થઈ રહ્યાં છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા માત્ર તપાસનું એક ડિંડક કરીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ સિંહોનાં મોત માટે ભેદી વાઈરસ જ જવાબદાર છે તેમ છતાં પણ રાજ્યનું વન વિભાગ હજુ તે માનવા તૈયાર નથી.
દરમિયાનમાં વન વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગિર(પુર્વ) વિસ્તારમાં આવેલ દલખાણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં 12મીથી 19મી સપ્ટેમ્બરનાં સમયગાળા દરમ્યાન કુલ 11 સિંહોનાં મૃત્યુ નિપજ્યાં હતા, જે પૈકી સાત સિંહોનું મૃત શરીર જંગલમાંથી મળ્યાં હતાં, જ્યારે ચાર સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. આ સિંહોનાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મુજબ સિંહોનાં મૃત્યુના કારણોમાં ઈન્ફાઇટીંગથી થતી ઈજા રેસપીરેટરી અને હિપેટીક ફેલ્યોર વગેરે પ્રમુખ કારણો દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, તે વિસ્તારમાં રહેઠાણ ધરાવતા અન્ય તમામ સિંહોનું આરોગ્ય ચકાસવાનાં હેતુસર તે વિસ્તારનાં સિંહોને રેસ્ક્યુ કરી જશાધાર રેસ્કયુ સેન્ટર ઉપર લાવી તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. તમામ સિંહોનાં જુદા-જૂદા સેમ્પલો લઇ તેને નેશનલ ઇન્સ્ટીટ્યુટ વાયરોલોજી (એન.આઇવી) પૂના, વેટરનરી કોલેજ જૂનાગઢ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને મોકલવામાં આવ્યાં છે. જેથી આ સિંહોનાં મૃત્યુ સાથે સંકળાયેલ તમામ બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી સિંહોનાં લાંબાગાળાનાં સંરક્ષણ માટે ત્વરીત પગલા લઇ શકાય.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે 24મી સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમ્યાન ૫૫૦ કર્મચારીઓની 140 જેટલી ટીમોએ આશરે 3000 ચોરસ કીલોમિટર વિસ્તારમાં ઈજાગ્રીસ્ત અને બિમાર સિંહોને શોધવા સિંહોનું સ્ક્રીનીંગ કર્યું છે. છેલ્લી સિંહોની વસ્તીગણતરીને ધ્યાને લેતા સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આશરે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાંથી માત્ર 9 બિમાર સિંહ જોવા મળ્યાં છે, જે પૈકી 4ને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. અને પાંચને રેસક્યુ સેન્ટર પર સારવાર માટે લાવવામાં આવ્યાં છે. દરમિયાનમાં ગીરમાં અન્ય કોઇ સ્થળે આવી બાબત નોંધાઈ નહિ હોવાનું મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
દરમિયાનમાં 20મીથી 30મી સપ્ટેમ્બર સુધી દલખાણિયા રેન્જનાં વનવિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને લાવેલાં કુલ 10 સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. ઈજા પામલાં રેસ્ક્યુ કરેલ તમામ સિંહોનાં લોહીના નમુના અને મૃત્યુ પામેલાં સિંહોનાં ટીસ્યુનાં નમુના નેશનલ ઈન્સટીટ્યુટ ઓફ વાયરોલોજી(એન.આઇ.વી.) પૂના તરફથી મળેલાં અહેવાલ મુજબ ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે ૬ કેસોમાં વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલ અહેવાલ પ્રમાણે T I C K Sથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફે્કશન જોવા મળેલ છે. આ તમામ ઈન્ફેક્શન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પૂરતું મર્યાદિત જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
વન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે સરસીયા નજીક આવેલાં સેમરડી વિસ્તારમાં કાયમી નિવાસ કરતા તમામ સિંહોને રેસ્કયુ કરીને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવવામાં આવ્યાં છે. તેમજ તેમને આઇસોલેટ કરવા( એકાંતમાં રાખવા), ઈન્સ્યુલેટ કરવા(બિમારીથી રક્ષણ આપવા) તેમજ તેમના ઉપર આવી કોઇ બિમારીની અસર થઈ છે કે કેમ તેનું અવલોકન કરવા તેમજ જરૂર જણાય તે કિસ્સામાં સારવાર કરવાનાં હેતુસર રેસ્ક્યુ સેન્ટરમાં અવલોકન હેઠળ રાખવામાં આવ્યાં છે. સેમડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલાં 31 સિંહોમાં પ્રથમ દ્રષ્ટીએ બીમારીનું કોઇ પ્રમાણ જોવા મળ્યું નથી અને તમામ સિંહો હાલમાં સ્વસ્થ હોવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાતોની સેવા મળી રહે તે હેતુથી ઈન્ડિયન વેટરનરી રિચર્સ ઈન્સટીટ્યુટ (IVRI) બરેલી ઉત્તર પ્રદેશનાં ત્રણ નિષ્ણાતો, દિલ્હી ઝૂનાં પાંચ નિષ્ણાંતો અને લાયન સફારી ઈટાવા ઉત્તર પ્રદેશનાં બે નીષ્ણાતોની સેવાઓ પણ સિંહની સારવાર માટે લેવામાં આવી રહી હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું છે. આ તમામ ટીમોનાં નિષ્ણાતો સિંહોનું અવલોકન અને સકાચણી રિપોર્ટ અને દસ્તાવેજોનું અવલોકન તેમજ લોહીનો નમુનો કીડની અને લીવર ફંક્શન વગેરેનું પરીક્ષણ કર્યા બાદ આપવામાં આવેલી સલાહ મુજબ આગળનાં તમામ પગલાઓ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ભરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાવચેતીનાં પગલારૂપે અમેરિકાથી પણ અમુક દવાઓ (VACCINE) મંગાવવામાં આવી રહી છે જેથી આગોતરા સાવચેતીના પગલાઓ સત્વરે ભરી શકાય.
https://allgujaratnews.in/gj/21-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%a5%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b5%e0%aa%9c%e0%aa%a8%e0%ab%87/
મળેલી કેબિનેટ બેઠકને લંબાવવામાં આવી છે. અને રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, એજેન્ડા પ્રમાણે કેબિનેટ બેઠકમાં સિંહોનાં મોત મામલે ચર્ચા થવાની જ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં સિંહોનાં મોત મામલે થયેલી પિટીશન અને તેનાં આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી નોટિસનાં કારણે બેઠક લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સમગ્ર એશિયામાં અને દેશમાં માત્ર ગીરનાં જંગલોમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોનાં જતનમાં રાજ્ય સરકાર ક્યાંક ઉણી ઉતરી હોય એવું ફલિત થઈ રહ્યું છે. છેલ્લાં 20 દિવસમાં ગીરનાં પૂર્વમાં આવેલાં ધારીનાં દલખાણિયા અને જશાધાર રેન્જમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં મોત નિપજ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા આ મામલે લીપાંપોથી કરાઈ રહી હોવાનો આરોપ સિંહ પ્રેમી પ્રાણી વિદ્દો દ્વારા કરવામાં આવ્યાં છે. સિંહોનાં મોત મામલે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા સતત એક જ રટણ કરાતું હતું કે, આ સિંહોનાં મોત ઈનફાઈટનાં કારણે થયાં છે, જ્યારે પ્રાણી વિદ્દો અને સ્થાનિક લોકોનાં મતે આ સિંહોનાં મોત વાઈરસનાં કારણે થયાં છે. જોકે, આ મામલે સરકાર અને વન વિભાગે સતત આ મામલે ઢાંક પિંછોડો કરવાનો પ્રયાસ તો કર્યો પણ છેવટે વન વિભાગે સ્વીકાર કરવું પડ્યું કે, મૃત્યુ પામેલાં સિંહો પૈકી 5 સિંહોનાં મોત વાઈરસનાં કારણે થયાં છે. જોકે આ વાત પણ પ્રાણી વિદ્દોનાં ગળે ઉતરતી નહોતી. દરમિયાનમાં મંગળવારે મોડી સાંજે વધુ બે સિંહોનાં મોત થતાં રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી હતી. અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હંમેશની માફક એક જ વાતનો પૂનરોચ્ચાર કર્યો હતો કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે અને તમામ મૃત્યુ પામેલાં સિંહોનાં વિવિધ સેમ્પલ વિવિધ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ આ મામલે કસૂરવાર હશે તો ચોક્કસ પગલાં ભરાશે. આટલું ઓછું હોય એમ મોડી સાંજે ગીરનાં જંગલમાં સાવજોની સારવાર માટે તૈયાર કરાયેલાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહોની સંખ્યા વધી જવાનાં કારણે તે હાઉસફૂલ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સેન્ટરમાં કુલ 27 સિંહ સારવાર માટે લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સેન્ટરમાં દિલ્હીનાં 2 નિષ્ણાતોની ટીમ પણ ખડે પગે હોવાનું સૂત્રોએ કહ્યું હતું. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જામવાળા એનિમલ કેર સેન્ટર હાઉસફૂલ થઈ જવાનાં કારણે હવે જે સિંહોને સારવાર માટે લાવવામાં આવશે તેમને સાસણ લઈ જવામાં આવશે.
પરંતુ, પ્રાણી વિદ્દો દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક પિટીશન કરવામાં આવી હતી અને સિંહોનાં મોતની બાબતને ગંભીર ગણીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવીને આકરી ટિકા કરી હતી. સાથે સાથે નોટિસ પણ ઈશ્યુ કરી સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર સિંહોનાં થઈ રહેલાં મોતની તપાસ કરવા કેટલી ગંભીર છે અને બાકી રહેલાં સિંહોનાં બચાવ માટે સરકારે કેવાં પગલાં લીધાં છે તેની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં વનમંત્રી દ્વારા પણ શનિવારે જે રેન્જમાં સિંહોનાં મોત થયાં છે તે સ્થળની મુલાકાત લઈને માત્રને માત્ર વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કામની પ્રશંસાનાં પૂલ જ બાંધ્યા હતાં. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.
0000000000000000
સિંહોનાં મોતને ઈનફાઈટનું નામ આપી ઢાંકપિંછોડો કરવાનો પ્રયાસનો આક્ષેપ
October 16, 2018
ગીરનાં જંગલોમાં એક મહિનાનાં ટૂંકા ગાળામાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ મામલે ગંભીર નોંધ લઈને રાજ્ય સરકાર અને વન વિભાગની આકટી ટિકા કરી છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સિંહોનાં મોત મામલે સવાલો ઉઠાવ્યાં છે.
ગીરનાં એશિયાટિક સિંહોનાં થઈ રહેલાં ટપોટપ મોતનાં મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે સાથે એવો આક્ષેપ પણ કર્યો છે કે માનવસર્જિત આ ઘટનામાં ગુજરાતનાં ગૌરવ અને ઓળખ સમાન સિંહો ગુમાવવા પડે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અને એક મહિનામાં 23 સિંહોનાં મોતને ઈનફાઈટનાં કારણે મોતમાં ખપાવીને રાજ્યનું વન વિભાગ ઢાંકપિંછોડો કરવાનો જે પ્રયાસ કરી રહી છે તે અયોગ્ય છે.
પોતાનાં બે પાનાંનાં પત્રોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઈએ એ થઈ નથી, કેમ કે જુદા-જુદા પ્રકારનાં વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, કેનાઈન ડિસ્ટેમ્પર, ઈમ્યુનો ડિફેશચ્નીશ વગેરેથી સિંહ-સિંહણની શ્વાસનળી-ફેફસાં અને લિવરને નુકસાન થતું હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવાયાં નથી.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સિંહોનાં મૃત્યુ કુદરતી પ્રક્રિયા સિવાય ન થાય તે માટે લગભગ વર્ષ 2007માં સિંહો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી આવે તો શું કરવું? પરંતુ તેમ છતાં આજદિન સુધી સિંહોને ડાયેરિયા, તાવ, લોહીવાળા ઝાડા થાય, શરદી, ભૂખ ન લાગવી કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધૂનિક ટેક્નોલોજી અને અને સાધનોથી સજ્જ લેબ હોવી જોઈએ તે નથી. પરિણામે સમયસર નિદાનો થતાં નહિ હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
તેમણે પોતાનાં પત્રમાં એવું પણ કહ્યું છે કે, બિનકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે, જેમાં વન વિભાગ ખૂદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતાં માંસાહાર વખતે તેમાં રસાયણો નાંખીને સિંહોને અર્ધબેભાન અવસ્થામાં આવે તેવું કરવામાં આવે છે તેનાં કારણે સિંહ દર્શન નજીકથી કરી શકાય અને તેના માટે વ્યક્તિઓનાં ગ્રૂપદીઠ રૂપિયા પાંચથી દસ હજાર જેવી રકમ લેવામાં આવતી હોવાનો પણ આરોપ મૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં સિંહોને રંજાડતાં અને મરઘી બતાવી પરેશાન કરતાં વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગનાં સત્તાધીશો હરકતમાં આવ્યાં હતાં.
તેમણે મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં સિંહોનાં અકુદરતી મૃત્યુ બાબતે, વન વિભાગની બેદરકારી બાબતે તેમ જ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવી જવાબદાર વન અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા લખાયેલાં આ પત્ર બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકાર કેવાં પગલાં ભરે છે કે માત્ર રાજકીય રોટલો શેકવાનાં આશયે આ પત્ર લખાયો હોય એવું નિવેદન આપે છે એ જોવું રહ્યું.
000000000000
ગીરમાં મૃત સિંહોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને વન વિભાગે મંજૂરી ન આપી
October 16, 2018
ગીર જંગલનાં પૂર્વ વિસ્તારમાં આવેલાં દલખાણિયા રેન્જમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત મામલે ભારે હંગામો મચેલો છે. એક બાજુ રાજ્યનાં વન વિભાગ દ્વારા સિંહોની કાળજી બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે સાથે સિંહોનાં થયેલાં મોતને પહેલાં ઈનફાઈટમાં ખપાવી દઈને વન અધિકારીઓ અને કર્મચારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સિંહોનાં થઈ રહેલાં મોત અંગે દેશની સર્વોચ્ચ અદાલત તેમ જ રાજ્યની હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારની આકરી ટીકા કરીને સિંહોનાં જતન માટે કેવા પ્રકારનાં પગલાં લીધાં છે તેની વિગતો રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે.
ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં થઈ રહેલાં મોતથી સિંહ પ્રેમીઓ તેમ જ ગુજરાતનાં લોકોમાં પણ રોષ ભભૂકી ઊઠ્યો છે. કેમ કે, એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનાં ગીરમાં જ જોવા મળે છે ત્યારે આવા દૂર્લભ એવા સાવજની સાચવણીમાં વન વિભાગ અને રાજ્ય સરકાર ઉણી ઉતરી છે. ગીરનાં જંગલોમાં છેલ્લાં કેટલાંક સમયથી સાવજની ડણક ઓછી થઈ રહી છે. છેલ્લાં એક મહિનાનાં ટૂંકા ગાળામાં જ 23 જેટલાં ડાલામથ્થાનાં મોત થતાં પર્યાવરણવિદ્દો અને પ્રાણી વિદ્દો ચિંતિત થઈ ગયાં છે. અને સરકારને આ સિંહોનાં થઈ રહેલાં મોતનું ચોક્કસ કારણ શોધીને પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાતનાં ઘરેણાં સમાન સિંહોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તમામ કોમનાં લોકો ભેગા થઈને સર્વધર્મ પ્રાર્થના પણ યોજવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વન વિભાગે આ કાર્યક્રમને મંજૂરી ન આપતાં પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
છેલ્લા એક માસ દરમિયાન ગીર પૂવઁ વિસ્તારમા 23 સિહોના મૃત્યુ થયેલા છે.આ સિંહોને શ્ર્ધ્ધાંજલી આપવા માટે તેમજ બચી ગયેલા સિહોની સુરક્ષા માટે તેમ જ વનવિભાગને સદ્બુદ્ધિ સાથે શકિત આપે તેવા ઉદેશથી એશિયાટિક સિંહોની જન્મભૂમિ એવા સાસણ ગીર ખાતે પર્યાવરણ બચાવ સમિતિના નેજા હેઠળ સર્વ ધર્મની ધાર્મિક વિધિ સાથે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેની સ્થાનિક વનવિભાગને જાણ થતા આ કાર્યક્રમની મંજૂરી ના આપતાં સિહપ્રેમઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને થોડા સમય સિંહ પ્રેમીઓ અને વનવિભાગ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં વનમંત્રી દ્વારા પણ શનિવારે જે રેન્જમાં સિંહોનાં મોત થયાં છે તે સ્થળની મુલાકાત લઈને માત્રને માત્ર વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કામની પ્રશંસાનાં પૂલ જ બાંધ્યા હતાં. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.
વનરાજ પર વજ્રઘાતઃ બરડાના ડૂંગરમાં સિંહનો વસવાટ મોતનું કારણ બનશે
October 16, 2018
વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક લાયન એટલે કે સિંહ ભલે જંગલનો રાજા હોય પણ વન વિભાગના અધિકારીઓ માત્ર તેને પ્રવાસીઓને આકર્ષવાનું સાધન જ ગણે છે. જેના કારણે ચાલતી વિવિધ પ્રવૃતિઓ સિંહ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે. લોકો સિંહના દર્શન માટે આતૂર હોય અને આ લોક અપેક્ષાનો લાભ લેવા માટે થતી બધી જ પ્રવૃત્તિ સિંહના અસ્તિત્વ ઉપર ખતરા સમાન છે. બરડાનાં ડૂંગરમાં સિંહોનો વસવાટ મોતનું કારણ જ બનશે. ઉપરાંત દલખાણિયા રેન્જમાં જે કંઈ બની રહ્યું છે તેની પાછળ પાયાના કર્મચારીઓની અનદેખી અને ઉચ્ચ અધિકારીઓનો ઈગો જવાબદાર છે.
બેબેસીયા પ્રોટોઝોઆ અને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નામના જે રોગને સિંહના સામુહિક મોત માટે જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે, તે માત્ર લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવાની વાત છે. આ ઘટના પાછળ વન વિભાગના અધિકારીઓનો ખોટો આત્મવિશ્વાસ જવાબદાર છે અને જો એવું ન હોત તો જયારે સિંહના સામુહિક મોતની ઘટના બહાર આવી, ત્યારે જ ખોટી થિયરીઓ રજૂ કરવાના બદલે સાચી દિશામાં કામ કર્યું હોત તો 23 સિંહના મોત થયા તેમાંથી કેટલાકને બચાવી શકાયા હોત.
અમરેલી જિલ્લાના ધારી જંગલ વિસ્તારમાં આવેલ દલખાણીયા રેન્જમાં સિંહના સામુહિક મોત પછી પણ સિંહના મોતની ઘટના બનતી રહી. લગભગ આખો એક સિંહ પરિવાર મોતને ભેટ્યો છે. ત્યારે આ ઘટના પાછળનું સાચું કારણ ક્યારેય બહાર નહીં આવે તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે. પણ આ ઘટનાએ વનવિભાગના અધિકારીઓની નીતિરીતિ સામે અનેક સવાલ ઉભા કર્યા છે ત્યારે વન વિભાગના નિવૃત અધિકારી કે આર વઘાસીયા કહે છે કે ખરેખર જે કર્મચારીઓ જંગલમાં રહીને જીવસૃષ્ટિનું સતત અવલોકન કરતાં હોય છે, તેની ભૂમિકા આ સમયે ખૂબ જ મહત્વની બની શકે છે. પણ અધિકારીઓ પોતાની ઈગો ન ઘવાય તે માટે નાના-નાના કર્મચારીઓની સાથે જાહેરમાં તો ઠીક ખાનગીમાં પણ ચર્ચા કરતા નથી. જે ગીર જંગલ અને સિંહ માટે મોટો ખતરા સમાન છે.
એક તરફ ગીરમાં સિંહ રોગચાળાથી સલામત નથી તેવી વાતો વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બરડાના ડૂંગરમાં સિંહનો વસવાટ થાય તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વઘાસિયા કહે છે આ અંગે 20 વર્ષથી પ્રયત્નો ચાલે છે અને તેમાં વન વિભાગના અધિકારીઓ સફળ થયા નથી, છતાં જો બરડાના જંગલ વિસ્તરમાં સિંહનું નવું ઘર બનાવના પ્રયત્નો થાય તો એ કાર્યવાહી સિંહને મોતના મુખમાં ધકેલવા જેવી હશે. કારણ કે બરડાના જંગલમાં ભૌગોલિક સ્થિતિ જ એવી નથી કે ત્યાં સિંહ લાંબો સમય જીવી શકે. સાથે સાથે પથરાળ વિસ્તાર હોવાનાં કારણે આવા વિસ્તારમાં સિંહો ચાલી ન શકે અને તેનાં પગ છોલાઈ જાય તેને કારણે પણ સિંહોને આ વિસ્તારમાં જીવવું દુષ્કર બની જાય.
સિંહમાં આવેલી આ પ્રાણઘાતક બીમારી સામે તબીબી રક્ષણ મળી રહે તેવા પ્રયત્નો થઈ રહયાં છે. ત્યારે એક સવાલ એ પણ ઉઠ્યો છે કે જે વેટરનરી તબીબો સિંહની સારવાર કરે છે તેને વાઈલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓના શરીર અને તાસીરનું જ્ઞાન છે ખરું ? અને બીજો સવાલ એ છે કે વનવિભાગ આ મહત્વની જવાબદારી નિભાવતા તબીબોને ફિક્સ પગારમાં નોકરી કરાવે છે. આથી બીજી તક મળે ત્યારે આ તબીબ અન્ય જગ્યાએ જતા રહે છે. જેનાથી અનુભવી તબીબોની ખોટ સતત વર્તાઈ રહી છે. ત્યારે સિંહના સામુહિક મોત પછી એક વાત તો સ્પષ્ટ છે કે ગીરનું ઘરેણું જેને સમજવામાં આવે છે તે સિંહ માત્ર પ્રદર્શનું સાધન નથી પણ જંગલના પ્રાણ છે અને તેને ટકાવી રાખવા હોય તો સાચી દિશામાં કામ થશે ખરું?
0000000000
સિંહોનાં મોત મામલે ઢાંક પિંછોડો, ઈનફાઈટિંગને કારણે થયા વાઈરસથી નહીં
October 16, 2018
છેલ્લાં 11 દિવસમાં 11 સિંહોનાં મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને આ તમામ સિંહોનાં મોત અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીર જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જમાં થયા હોવાનું ખૂલતાં નિંભર તંત્ર સફાળું જાગ્યું હતું અને આ મોતનાં કારણો શોધવા માટે ગીરનાં જંગલો ખૂંદવાનું શરૂ કર્યું હતું. જોકે, આ બાબતે પણ રાજ્ય સરકારનાં વન વિભાગ દ્વારા ઢાંક પિંછોડો કરવામાં આવી રહ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કેમ કે, સરકારે સિંહોની ઈનફાઈટિંગનું કારણ આગળ ધર્યું છે. જોકે, સિંહોનાં મૃતદેહ જોતાં એવું લાગી રહ્યું છે કે, સિંહોની ઈનફાઈટિંગ આ મોત માટે જવાબદાર નથી, પરંતુ વાઈરસ ફેલાવાનાં કારણે મોત થયાં છે. કેમ કે, સિંહોનાં મોંઢામાંથી ફીણ નીકળેલાં જોવા મળ્યાં છે, જ્યારે ઈનફાઈટિંગ હોય તો તેનાં શરીર પર ઈજાનાં નિશાન હોવા જોઈએ જે જોવા મળતાં નથી. ત્યારે સરકારનાં વનવિભાગની કામગીરી ઉપર અનેક સવાલ પ્રાણીવિદ્દો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
પ્રાથમિક તપાસનાં અંતે આજે બપોરે રાજ્યનાં અગ્ર મુખ્ય વનસંરક્ષક જી. કે. સિન્હાએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે, 11 સિંહોનાં મોત થયાં છે અને તે કોઈ વાઈરસને કારણે નહિ પરંતુ, ક્ષેત્ર અધિકાર માટેની લડાઈ એટલે કે સિંહોની ઈનફાઈટીંગનાં કારણે મોત થયાં છે. અને જે 11 સિંહોનાં મોત થયાં છે તે માત્ર દલખાણિયા રેન્જમાં જ નહિ પરંતુ અન્ય જસાધાર રેન્જમાં પણ મોત થયાં છે. તેમણે એવું કહ્યું કે, 9 સિંહોનાં મોત દલખાણિયા રેન્જ તેમ જ બે સિંહોનાં મોત જસાધાર રેન્જમાં થયાં છે.
આ સમગ્ર ઘટના અંગે જે અખબારી યાદી આપવામાં આવી તેમાં પણ મોટો વિવાદ ઊભો થયો છે. કેમ કે, આ અખબારી યાદીમાં એવું જણાવ્યું છે કે, 2 સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાનાં બાકી છે, જ્યારે અગ્ર મુખ્ય વનસંરક્ષક સિન્હાનાં મતે ત્રણ સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાનાં બાકી છે. આ બતાવે છે કે, સિંહોનાં મોત મામલે રાજ્ય સરકારનાં વન વિભાગ દ્વારા કંઈક છૂપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
તો બીજી બાજુ ભરૂચ આવેલાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહોનાં મોત મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સિંહોનાં મોત બાબતે તપાસ ચાલી રહી છે અને જે સત્ય હશે તે ઉજાગર કરવામાં આવશે અને જો આ સિંહોનાં મોત કુદરતી નહિ પરંતુ અકુદરતી રીતે થયાં હશે તો સિંહોનાં મોત મામલે જે કોઈ જવાબદાર હશે તેમની સામે આકરાં પગલાં ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા 48 કલાકથી વધુ સમય દરમિયાન 3 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 12 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટ અને ફેફાસમાં સંક્રમણ જણાવ્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 2 નર સિંહનાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.
0000000000000
23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ નવી ગાઈડલાઈન બનાવશે
October 16, 2018
ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં સિંહોનાં એક પછી એક એમ કુલ થયેલાં 23 મોતનાં મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશનમાં રાજ્ય સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે. અને 500 જેટલાં સિંહોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 31 જેટલાં સિંહોને અસર હતી તેમને અલગથી રાખવામાં આવ્યાં છે. જોકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરે એવી શક્યતાઓ છે.
ગુજરાતમાં એક પછી એક એમ 23 સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટ ગંભીર છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનામાં ગીરનાં પૂર્વ ભાગમાં આવેલી દલખાણિયા રેન્જમાં કુલ 23 જેટલા સિંહોના મોત થયા હતા. આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને સાથે સાથે પ્રાણીવિદ્દોમાં પણ સિંહોનાં થયેલાં મોત મામલે ભારે નારાજગી જોવા મળી છે. બુધવારે હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવા આદેશ અપાઈ શકે છે. તો ગેરકાયદેસર વીજ કરંટ બંધ કરવા આદેશ અપાશે. ઉપરાંત રસ્તા પર કેમેરા અને સ્પીડ ગન મૂકવાનું સૂચન આપશે. જરૂરી સ્થળોએ ફેન્સિંગ કરવાનું સૂચન પણ અપાઈ શકે છે. આ તમામ સૂચનો હાઈકોર્ટમાં કોર્ટમિત્રો દ્વારા આપવામાં આવ્યાં છે. આ મામલે રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો છે. જેમાં સરકારે જણાવ્યું કે હાલમાં 31 સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે. કુલ 500 જેટલી રસી સિંહોને અપાઈ છે. જ્યારે વધુ 500 રસી મંગાવવામાં આવી છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર સિંહોના મોત મામલે અતિશય ગંભીર છે. સરકારે પોતાનાં સોગંદનામામાં જણાવ્યું હતું કે, 500 જેટલા સિંહોને રસી આપવામાં આવી છે. સિંહોના મોતને અટકાવવા માટે ફેન્સિંગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યાં છે. સરકાર દ્વારા સિંહોના મોતને અટકાવવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં કુલ 23 સિંહોનાં થયેલાં મોત બાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને રાજ્યની હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારે કેવાં પગલાં ભર્યા છે તે મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આ સિંહોનાં મોત બાદ રાજ્ય સરકારનાં વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. દરમિયાનમાં સિંહોનાં મોત અટકાવવા માટે રાજ્ય સરકારે અમેરિકાથી 300 રસી મંગાવી હતી. જે સિંહોને આપવામાં આવી હતી. જોકે, આઈએમસીઆરનાં એક રિપોર્ટમાં સક્કરબાગ ઝૂમાં 27 જેટલાં સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારનાં વન વિભાગે આ રિપોર્ટ હજુ નહિ મળ્યો હોવાની વાત કરીને આ મામલે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
000000000000000
23 પૈકી 21 સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું જાહેર
October 13, 2018
ગીર પૂર્વની દલખાણિયા રેન્જમાં ટપોટપ 23 સિંહોનાં મોત મામલે રાજ્ય સરકારનાં વન વિભાગની બેજવાબદારી બહાર આવી છે. જે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં તે માટે વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, માત્ર 4 સિંહોને જ કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હતાં. પરંતુ પૂના સ્થિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મોકલેલાં સેમ્પલ બાદ આઈસીએમઆરનાં ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે 23 સિંહમાંથી 21 સિંહના વિવિધ નમૂનાઓ ચકાસ્યા બાદ આ સિંહોને સીડીવી હોવાનો ખુલાસો કર્યો છે. આઈસીએમઆરની વેબસાઈટ ઉપર મૂકવામાં અહેવાલ બાબતે સંલગ્ન અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે એવો લૂલો બચાવ કર્યો હતો કે, આ અંગેનો અહેવાલ હજુ અમને મળ્યો નથી.
દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામેલાં સિંહોનો મામલો હજુ ઠંડો પડવાનું નામ નથી લેતો. આઈસીએમઆર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ બાદ પ્રાણી પ્રેમીઓમાં રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પ્રાણીવિદ્દ મનીષ વૈદ્યએ જણાવ્યું કે, રાજ્ય સરકારનું વન વિભાગ સિંહોની કાળજી રાખવામાં નિષ્ફળ રહી છે. અને જેનાં કારણે જ ગુજરાતનું ગૌરવ સમાન ગીરનાં 23 સિંહોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત તેમણે આરોપ મૂક્યો હતો કે, વન વિભાગનાં કેટલાંક અધિકારીઓ ગેરકાયદેસર રીતે લાયન શો યોજતા હોય છે અને સાથે સાથે તેમને જે લાયન શો યોજવામાં આવે છે તેમાં આ પ્રકારનાં ખતરનાક વાયરસ ધરાવતાં મારણ આપવામાં આવતું હોવાની પણ અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ વન વિભાગ અને રાજ્ય સરકાર આ મામલે ઉદાસીન રહી છે.
ચાર દિવસથી આ અહેવાલ આઈસીએમઆરની સત્તાવાર વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે, પણ અમને આવો કોઈ રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી.
તો બીજી બાજુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વાયરોલોજી વિભાગ પૂના દ્વારા 23 સિંહના મોતનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં 21 સિંહ સીડીવી એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાયરસ જોવા મળ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
એક બાજુ રાજ્ય સરકાર સિંહના મોત બાદ કરવામાં આવેલી કાર્યવાહીને પૂરતી ગણાવવામાં આવી રહી છે ત્યારે આઈસીએમઆરનો આ રિપોર્ટ આગામી દિવસોમાં સિંહ પ્રેમીઓની ચિંતામાં વધારો કરે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 સિંહોનાં મોત બાદ રાજ્ય સરકારે અમેરિકાથી ખાસ રસી મંગાવીને ગીરનાં સિંહોને તેમ જ આ વિસ્તારનાં અન્ય પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનો આઈસીએમઆરની વેબસાઈટ પર રિપોર્ટ જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર કેવાં પગલાં લે છે તે જોવું રહ્યું.
000000000000000
સિંહોના મોત માટે રાજકીય નેતાઓની હોટેલ જવાબદાર
October 13, 2018
છેલ્લાં બે વર્ષમાં જ 215 સિંહના મોત ગીરમાં થયા છે. તે માટે હોટેલ જવાબદાર હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જંગલની અંદર 550 હોટેલ ચાલી રહી છે. જેમાં માત્ર 15 હોટેલો પાસે જ પરવાના છે. બાકીની એક પણ હોટેલ પાસે પરવાના નથી. જે સિંહ દર્શન કરાવવા માટે ગંદુ માંસ આપતાં રહ્યાં છે. આ હોટેલમાંથી ઘણી ખરી ભાજપના નેતાઓની છે. પૂર્વ મુખ્ય પ્રધાનના સંબંધી અને ભાજપનો આર્થિક વ્યવહાર સંભાળતા ભાજપના અમદાવાદ ખાતેના એક નેતાની પણ તેમાં હોટેલ છે. જેઓ પોતાનો હોટેલનો ધંધો ચલાવવા માટે સિંહનો ગેરકારદે વેપાર કરી રહ્યાં છે.
વળી જંગલમાં ચંદનના વૃક્ષો પણ છે. સારી લાકડું પણ છે. તેથી જંગલની અંદર માલધારીઓને બહાર કાઢીને આ કિંમતી લાકડું કાપીને બહાર લઈ જવામાં આવ્યું છે. તે સિંહ માટે ખતરો બની ગયો છે. સારા વૃક્ષોનું નિકંદન કોઈ ન જોઈ જાય તે માટે માલધારીઓને બહાર કાઢી મૂકાયા છે અને ધાર્મિક સ્થાનો અંદર આવેલાં છે ત્યાં કોઈને જવાદેવાતાં નથી. આમ સિંહ અને કિંમતા લાકડાના નિકંદન માટે જંગલ વિભાગ પોતે જવાબદાર છે. તેઓ રાજકીય નેતાઓની હોટેલો સાચવી રહ્યાં છે અને અધિકારીઓ તેમને સાચવી લે છે. આમ સિંહના મોત માટે આવી હોટેલ વધું જવાબદાર છે. 21 સિંહોના મોત પાછળ વનવિભાગની બેદરકારી છે. એવું આસપાસના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં 215 સિંહોના આપમૃત્યુ થયા છે, તેનું કારણ ફક્ત વન તંત્રની બેદરકારી છે.
0000000000000000
એક જ સિંહ કુટુંબમાં 8ના મોત, શિકાર કર્યા પછી જ કેમ બની ગંભીર ઘટના ?
September 24, 2018
ધારી નજીક સરસીયા પૂર્વ-પશ્ચિમ વીડીમાં બે દિવસથી અંદર 2 સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ 1 સિંહબાળ અને સિંહણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ 5 દિવસ અગાઉ 3 સિંહબાળના ઈનફાઈટમાં મોત થયા હતા. આમ 8 સિંહના મોત અહીં જ થયા છે.
સરસીયા વીડીમાં 15થી ર0 સિંહોનું આખું કુટંબ વસવાટ કરે છે. આમ એક સિંહ કુટંબના 8 સિંહના મોત થવાનું કારણ જે કોઈ બીમાર પ્રાણીનો શિકાર કરીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરાતાં મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જંગલ અથવા રેવન્યુ વિસ્તારમાં આવું કોઈ ઈન્ફેક્શન ધરાવતું પ્રાણી આરોગતા પ્રથમ સિંહબાળ, સિંહણના સારવારમાં મોત નિપજયા બાદ ર સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળ્યા હતા. જેનું પીએમ કરતા ફેફસામાં ઈન્ફેકશન અથવા બીમારીનાં કારણે મોત થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. આ તમામ સિંહોના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા હતા. જે આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
સિંહનું મોત થાય છે ત્યારે તેના મોં માંથી ફીણ નિકળે છે. જે ગંભીર સ્થિતી બતાવે છે.
ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્યુ વિસ્તારમાં પણ 1 સિંહણ મળી કુલ 12 સિંહોના મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ધારી ડીએફઓ પી. પુરષોતમનું માનવું છે કે, સરસીયા વીડીમાં અલગ-અલગ સ્થળેથી અલગ-અલગ કારણોસર 8 સિંહોના મોત થાય છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
છેલ્લે મળતાં અહેવાલો મુજબ ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્યુ વિસ્તારમાં પણ 1 સિંહણ મળી કુલ 12 સિંહોના મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.
000000000000
સિંહનું 14 સભ્યોનું કુટુંબ સાવરકુંડલામાં દેખાયું
September 15, 2018
સિંહોના ટોળા ન હોય એવી કહેવત હવે સુધારવી પડે તેમ છે. કારણ કે સાવરકુંડલાના આંબરડી એક સાથે 14 સિંહનું કુટુંબ ટોળામાં દેખાયું છે. ગીરના જંગલની બહાર સિંહ નિકળવા લાગ્યા છે ત્યારથી તેઓ ટોળામાં ફરી રહ્યાં છે. 1968માં ગીરમાં 177 સિંહો હતા. 2015માં તે વધીને 523 થયા હતા. હવે તે 600ની આસપાસ થઈ ગયા છે. તેમાંથી આશરે 200થી 300 સિંહ ગીર સેન્ચ્યુરી બહાર લોકોની વચ્ચે મહેસૂલી વિસ્તારમાં રહેવા લાગ્યા છે.
આંબરડી ગામે બીડમાં આવેલ વાડી માલિક કરશનભાઈ ધડુકે વહેલી સવારે ખેતરમાં એકી સાથે 14 સિંહ જોયા હતા. પછી સિંહનું ટોળું જોવા લોકોના ટોળા થયા હતા. 14 સપ્ટેમ્બર 2018ની સાંજે સિંહ ટોળું બહાર નિકળ્યું હતું. જ્યાં વન વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
ગીર અભયારણ્યમાં 300થી વધારે સિંહ નથી. 300થી વધું સિંહ અભયારણ્યમાં રહી શકે તેમ નથી. તેથી સિંહ બહારના વિસ્તારોમાં ટોળામાં નિકળી રહ્યાં છે. 300 સિંહો ગીર જંગલની બહાર નવા ઘર બનાવીને રહે છે. નિકળે છે. ઈ.સ. 2010માં સિંહોનો વિસ્તાર 10 હજાર ચોરસ કિલોમીટર હતો. ગીર જંગલથી પૂર્વ અને પૂર્વ દિશા તરફના વિસ્તારમાં સિંહોની અવર-જવર વધી છે. ત્યાંથી આગળ વધીને દિશામાં ૫ણ સિંહો વિચરણ કરવા માંડ્યા છે. સિંહોનો આ વિસ્તાર રાજ્યની કૂલ જમીનના 11થી 12 ટકા થઈ જશે.
ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં સિંહો જંગલની બહાર નીકળી રહ્યા હોવાથી જ માનવી સાથેના ઘર્ષણના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. દર પૂનમના દિવસે સિંહોની ગણતરી જંગલખાતા દ્વારા કરવામાં આવે છે. બીટ ગાર્ડ કે રાઉન્ડ ફોરેસ્ટર કાયમી ધોરણે સિંહો ઉ૫ર નજર રાખતા હોય છે. જંગલમાં કે બહાર કોઇ સિંહ એકાદ કિલોમીટર આઘોપાછો થાય તો ૫ણ ખબર ૫ડી જાય, તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવાયેલી છે.
ગીરગઢડામાં 10 સિંહ દેખાયા
10 સપ્ટેમ્બર 2018ના દિવસે ગીરગઢડામાં ભાખા થોરડી રોડ પર 8થી 10 સિંહોનું ટોળુ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં રોડ પર આવી ગયા હતા. મોબાઈલ ફોનમાં તેનું શુટીંગ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા પણ વારંવાર સિંહના ટોળા આ રસ્તા પર જોવા મળ્યા હતા.
22 નવેમ્બર 2013માં અમરેલીના રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે સવારે સિંહનું ટોળું દેખાયું હતું.
31 માર્ચ 2018માં જુનાગઢ આસપાસ 12 સિંહ દેખાયા હતા.
10 જૂલાઈ 2018માં અમરેલીમાં 11 સિંહ દેખાયા હતા.
01 જૂલાઈ 2018ના રોજ ઉનામાં 8 સિંહનું કુટુંબ દેખાયું હતું.
00000000000000
35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં
August 2, 2018
13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી.
વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ગયા હતા. વિસળીયા ગામના માલધારી અતુભાઈ બીજલભાઈ શિયાળે પોતાના બકરા ગામની બહાર નદી કિનારે એક જોક બનાવી રાખ્યા હતા. જોક તોડીને ત્રાટકયા હતા અને જોકમાં રહેલા 6ર બકરામાંથી 35 જેટલા નાના-મોટા બકરાને સિંહોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બકરા અને સિંહો ઉંચા વિસ્તારમાં સાથે ફસાયા હતા અને ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. જેથી બચોલા બકરાઓમાં સિંહોથી ડરી નાશભાગ મચી ગઈ હતી. વરસાદના કારણે બાજુની નદીમાં પુર આવવાથી બકરા પુરમાં તપાયા હતા.
વન વિભાગ ઘ્વારા વહેલીતકે યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરેલ હતી.
અમરેલી એક્સપ્રેસ
રાજુલા વનવિભાગના આરએફઓ રાજલ પાઠકે જણાવ્યું હતું કે, વિસળીયા ગામના માલધારી આતુભાઈ શિયાળના 35 જેટલા બકરાને પ જેટલા સિંહોએ મારી નાખ્યા હતા અને અમોને ઘટનાની જાણ થતાં જ અમારો સ્ટાફ ઘટના સ્થળ પર જવા માટે નદી ક્રોસ કરી સ્થળ તપાસ કરવા ગયેલ હતો અને માલધારી આતુભાઈને વહેલામાં વહેલી તકે વન વિભાગ ઘ્વારા સહાય ચુકવવામાં આવશે. તેમની જાહેરાત છતાં આજ સુધી સહાય આપવામાં આવી નથી.
વન અધિકારી કહે છે કે, માલધારી ઘ્વારા નદીકાંઠે યોગ્ય રક્ષણ આપેલ ન હોવાથી આવી ઘટના બનેલ છે. ફેચિંગ પણ યોગ્ય બનાવેલ ન હતી. આ અગાઉ પણ બે વખત આ જ માલિકનાં બકરાનું થોડા વર્ષો પહેલાં મારણ કરેલ છતાં પણ વાડામાં ફેચિંગ મજબુત કરવામાં આવેલ નથી. ટૂંકમાં સિંહોની વસ્ીતવાળો વિસ્તાર હોય તો સ્થળ બકરાનાં વાડા માટે યોગ્ય ન હતું જેથી કરીને સિંહોને આવો મોકો મળી ગયો હતો
0000000000