કમાલની શોધः ચણાની નવી જાત ગુજરાતમાં ખેતીની ક્રાંતિ લાવશે

Amazing, discovery of new varieties of gram will revolutionize agriculture

મશીન યુગમાં ચણાના છોડ ઉંચા થવા લાગ્યા

દિલીપ પટેલ

અમદાવાદ, 20 જૂલાઈ 2025
ચણાનું ઝાડ ન હોય નીચો છોડ હોય. પણ હવે નીચા છોડ ઉંચા કરવા માટે શોધ થઈ છે. ઉંચા છોડ અને મજબૂત થડના ચણાની માંગ એટલા માટે વધી રહી છે કારણ કે મશીનથી તેની લલણી થાય છે. મજૂરીનું ખર્ચ ઘટાડવા માટે ખેડૂતો હવે હાર્વેસ્ટરથી તેની લલણી કરવાનું પસંદ કરી રહ્યાં છે.
કમાલની શોધ
જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ આવતાં શિયાળામાં કમાલ કરવાના છે. કારણ કે બે નવી જાતના ચણાની શોધ કરી છે અને ખેડૂતોને તેનું વાવેતર કરીને હાલની 5 જાતો કરતાં 12 ટકાથી 75 ટકા વધારે ઉત્પાદન મેળવી શકશે. વળી તેમાં પોષક તત્વો છે. વળી છોડ ઉંચા હોવાથી તેની લલણી સીધા હાર્વેસ્ટરથી થઈ શકશે. તેથી મજૂરી બચશે. ઉત્પાદન વધશે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધનના ડાયરેક્ટર ડો. એ જી પાનસુરીયા 9428241838 એ જણાવ્યું હતું કે, આ જાતનું હજુ પણ અમે સંશોધન કરી રહ્યા છીએ જેની કેન્દ્રીય મંજૂરી પણ મેળવવામાં આવશે.
વિજ્ઞાની રાકેશ જાવિયા 9427725505 એ જણાવ્યું હતું કે, નવી જાત ઉત્તમ છે. જેની શોધ પાછળ ઘણો સમય પસાર કરવો પડ્યો છે. જે ખેડૂતોને ઘણી ફાયદાકારક બની રહેશે.
ગુજરાત ચણા 8 (જીજી 8 : સોરઠ વિક્રમ)
ગુજરાતમાં પિયત અને બિપિયત ખેતીમાં ગુજરાત ચણા 8 (જીજી 9: સોરઠ વિક્રમ) જાતની શોધ કરીને તેનું વાવેત૨ ક૨વા ખેડૂતોને ભલામણ ક૨વામાં આવી છે. આ જાતના છોડ ઊંચા અને સીધા હોવાથી ખેત મશીન – હાર્વેસ્ટર – થી કાપણી ક૨વા માટે અનુકુળ છે.
આ જાતમા પિયત ખેતીમાં 2814 કિ.ગ્રા. એક હેક્ટરે ચણા પાકે છે. બિનસિંચાઈ ખેતરોમાં 2017 કિલો હેક્ટરે પાકે છે. જે 5 જાતોની સરખામણીએ 12 ટકાથી 75 ટકા સુધી વધારે ઉત્પાદન આપે છે. આમ ચણાના ખેતરો માટે આ મોટી ક્રાંતિ સાબિત થઈ શકે તેમ છે.
ખુબી
આ જાતના દાણા મધ્યમ કદના અને કથ્થાઈ રંગના છે. આ જાત સુકારા અને સ્ટન્ટ રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. તેમજ પોપટા કોરી ખાનાર ઈયળથી ઓછું નુકસાન જોવા મળેલું છે. આ જાતમાં અંકુશ જાતોની સરખામણીમાં વધુ લોહ તત્વ જોવા મળેલું છે.
5 જાતોથી વધારે ઉત્પાદન
ગુજરાતના ખેડૂતો હાલ ચણાની 5 અંકુશ જાતો વાવે છે તેના કરતાં 12થી 75 ટકા કરતાં વધારે ઉત્પાદન આપતી હોવાથી ગુજરાતની ચણાની ખેતીમાં મોટી ક્રાંતિ લાવી શકે એવી ક્ષમતા ધરાવે છે.
પિયત ખેતરોનું ઉત્પાદન
1 – દાહોદ પીળાથી 25.3 ટકા વધારે ઉત્પાદન આપે છે.
2 – ગુજરાત ચણા 1 જાતથી 26.3 ટકા વધારે ઉત્પાદન આપે છે.
3 – ગુજરાત ચણા 5 જાત કરતાં 12.8 ટકા વધારે ઉત્પાદન આપે છે.
4 – એન.બી.ઈ.જી 47 જાત કરતાં 75 ટકા વધારે ઉત્પાદન આપે છે.
5 – જે.જી. 24 ક૨તા 34.8 ટકા વધુ ઉત્પાદન આપે છે.
બિનપિયત ઉત્પાદન
બિનપિયત ખેતરોમાં ગુજરાત ચણા 8 જાત 2017 કિ.ગ્રા. હેક્ટરે ઉત્પાદન આપે છે.
હાલમાં ખેડૂતો અંકુશ જાતો વાવે છે તેની સામે 12 ટકાથી 30 ટકા વધારે ઉત્પાદન આપી છે.
1 – ગુજરાત ચણા 1 સામે 25.5 ટકા વધારે પાકે છે.
2 – ગુજરાત ચણા 2 કરતાં 30.4 ટકા વધારે પેદા થાય છે.
3 – ગુજરાત જૂનાગઢ ચણા 3 જાત કરતાં 16.9 ટકા વધારે ઉતારો આવે છે.
4 – ગુજરાત જૂનાગઢ ચણા 6 કરતાં 11.9 ટકા વધારે દાણા મળે છે.
5 – જેજી 24 ક૨તા 24.5 ટકા વધુ પાક આપે છે.


નવી શોધથી કયા વિસ્તારને સૌથી મોટો ફાયદો
નવી જાતોથી જ્યાં સૌથી વધારે ચણાનો પાક લેવાય છે તે, જામનગર જિલ્લો 85 હજાર હેક્ટર અને અમરેલી જિલ્લો 83 હજાર હેક્ટર વાવેતરથી સૌથી મોટો ફાયદો થઈ શકે તેમ છે. ઉત્પાદનમાં આ બન્ને જિલ્લાનો હિસ્સો આખા ગુજરાતમાં 25 ટકા છે.
તેની સામે બિનપિયત જિલ્લામાં બોટાદ અને પોરબંદર આવે છે. બોટાદમાં ભાલ પ્રદેશના ભાલિયા અને ઘેડના ઘેડીયા ચણા વખણાય છે. અહીં સારી ઉત્પાદકતા મળી રહી છે. પાટણ જિલ્લામાં સૌથી વધારે વાવેતર ચણાનું થાય છે. અમદાવાદ જિલ્લામાં બીજા નંબરનો પાક ચણા છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો બીજા નંબરનો પાક ચણા છે.
ચણાની ખેતી
ગુજરાતમાં 8 લાખ 55 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર થાય છે. 15 લાખ 51 હજાર ટન ચણા ખેડૂતો પકવે છે. હેક્ટરે સરેરાશ ઉત્પાદન 1841.27 કિલોની છે. બિન પિયતમાં 2017 અને પિયત ચણામાં 2814 કિલોનું હેક્ટરે નવી જાતો ઉત્પાદન આપે છે. તેનો સીધો મતલબ એ થયો કે, ચણાનું નવું બિયારણ શોધાયું તેનાથી હાલની સરેરાશ ઉત્પાદકતામાં 25 ટકાથી 50 ટકાનો વધારો થઈ શકે છે.
જો તમામ ખેડૂતો આ નવી જાતોનું વાવેતર કરે તો ઉત્પાદનમાં જંગી વધારો થઈ શકે છે. જો આમ થાય તો ચણનું ઉત્પાદન 8 લાખ ટનથી 4 લાખ ટન ચણા વધારે પાકી શકે.
10 વર્ષ પહેલાં 2011-12માં હેક્ટરે ચણાનું ઉત્પાદન માંડ 1139 કિલોનું હતું. નવા બિયારણો આવતાં તે વધીને 1800 કિલો આસપાસ પહોંચી પહોંચી ગયું હતું. હવે નવી શોધથી તે વધીને 2200 કિલો સુધી પહોંચી જશે.

કઠોળમાં અવ્વલ ચણા
ગુજરાતમાં ત્રણયે ઋતુમાં થઈને કુલ 13 લાખ 50 હજાર હેક્ટરમાં 20 લાખ ટન કુલ કઠોળ પેદા થાય છે. તેનો સીધો મતલબ એ થયો કે, તમામ કઠોળ કરતાં ચણાનો પાક 8.55 લાખ હેક્ટર અને અન્ય કઠોળ 5 લાખ હેક્ટર વાવેતર થાય છે. ચણા 15.51 લાખ ટન અને અન્ય કઠોળ 5 લાખ ટન પાકે છે. ગુજરાતમાં કુલ કઠોળમાં ચણાનો હિસ્સો 75 ટકા છે. ગુજરાતના લોકો ચણાની વાનગીઓ સૌથી વધારે ખાતા હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.
ચણાની ખેતી માટે વૈજ્ઞાનિક ભલામણ
ખેડૂતો ચોમાસાની વાવણી કરીને તુરંત શિયાળુ પાક માટે તૈયારી કરતાં હોય છે. જેમાં ચણાના પાક માટે તૈયારી વહેલી શરૂ કરવી પડે છે. ઠંડી અને સૂકા વાતાવણ, પાણીની ખેંચ, ઓછી માવજત, ઓછી મહેનત અને ઓછી મજૂરીએ થતો પાક ચણા છે.
ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ અને ઠંડીના દિવસો બીજા રાજ્યો કરતાં ઓછા છે. ગુજરાતમાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જાય છે. પણ ઠંડીના વિસ્તારો ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં લાંબો સમય પછી પાકે છે તેથી ગુજરાતના ખેડૂતો તેમની સામે ટક્કર લઈ રહ્યાં છે.
ચણાની જાતો
GG 8 ચણાનું વાવેતર આ શિયાળામાં લોકપ્રિય થશે.
ગુજરાત ચણા – 7
દેશી જાતમાં ગુજરાત ચણા 7 જાત 2021ની શોધાયેલી છે. 95 દિવસે 1859 કિલો હેક્ટરે ઉત્પાદન આપે છે. બાદામી 100 દાણાનું વજન 26.1 ગ્રામ છે.
ગુજરાત-03 જાત ખેતરોમાં વવાય છે.
ભારતમાં કાબુલી અને દેશી ચણા એવી બે જાત છે. કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડે છે. ગુજરાતમાં તેનુ ધાર્યુ ઉત્પાદન મળતુ નથી. ગુજરાતમાં દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે.
ગુજરાત ચણા-1
દેશી ચણાની ગુજરાત માટે ઘણી જાતો બહાર પાડવામાં આવી છે. ગુજરાત ચણા-1 જાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે છે. પિયત અને બિનપિયત બન્ને માટે છે. જૂની જાતો દાહોદ પીળા અને આઇ.સી.સી.સી. 4 કરતાં તેનો ઉતારો 25 ટકા વધુ આવે છે. પિયતમાં 2200 કિલોગ્રામ પ્રતિ હેકટરે સુધી મળે છે. બિનપિયતમાં હેકટરે 1200 કિલોગ્રામ સુધી ઉતારો મળે છે.
ગુજરાત ચણા- 2
ગુજરાત ચણા – 2 જાત બિન પિયત જાત છે. અમદાવાદના ભાલ અને જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તાર માટે અનુકૂળ છે. 95 દિવસ સુધીમાં પાકે છે. ચણા ચાફા જાતના ચણા કરતા અઢીથી ત્રણ ગણા મોટા છે. ઉત્પાદન હેકટરે 1200 કિલોગ્રામ સુધી આવે છે. સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ભાલમાં લોકપ્રિય છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા, વડોદરામાં પણ તેનુ વાવેતર કરવામાં આવે છે. ખેડામાં ડોલરચણા અને ભાલમાં બુટ ભવાની તરીકે જાણીતી છે. દાણા મોટા હોવાથી કાચા જીંજરા માટે વધારે અનુકૂળ છે. પંચમહાલ જીલ્લામાં ખેડૂતો વાવતા થયા છે.
જબલપુર
જબલપુરની ઓલ ઈન્ડિયા ચણા ઈન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ હેઠળ જવાહર ચણા 24 જાત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે. ઓછા ખર્ચે સારી ઉપજ આપે છે. ઠંડીના પ્રદેશો માટેની આ જાત 115 દિવસે પાકે છે. છોડનું થડ પણ મજબૂત છે.
આબોહવા
હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે 20થી 30 ડીગ્રી સે.ગ્રે. ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. પાક ઉતારતાં પહેલાં પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન ઘટી જાય છે.

જમીન
ભેજસંગ્રહ, કાળી, મધ્યમ કાળી, કાંપવાળી જમીનમાં ચણા સારા થાય છે. ગોરાડું, રેતાળ જમીનમાં થાય છે.

ચોમાસા પછી ખેતરમાં ભરાયેલા પાણી સુકાય પછી ચણાની વાવણી કરવામાં આવે છે. બીજ 10થી 15 સે.મી. ઉંડે ભેજમાં વાવવામાં આવે છે. ડાંગરનો પાક લીધા પછી ખેતરમાં ભેજ સંગ્રહાયેલો હોય, તેનાથી ચણા પકી શકે છે.

પિયત વિસ્તારોમાં હેકટરે 10 ટન છાણિયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવામાં આવે છે.
વાવણી
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયે ખેતરોનો અભ્યાસ કરીને નક્કી કર્યું છે કે ચણાની વાવણી ક્યારે કરવી. બીજને ફુગનાશક દવા, રાઇઝોબિયમ કલ્ચરનો પટ અપાય છે. રોગ સામે રક્ષણ માટે એક કિલોગ્રામ બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા અથવા ટ્રાયકોડર્મા બિયારણને દવાનો પટ અપાય છે. આ દવાથી સુકારા જેવા બીજજન્ય રોગો સામે રક્ષણ મળે છે.
15મી ઓકટોબર થી 15 નવેમ્બર દરમ્યાન ઠંડીની શરુઆાત થયે વાવવામાં આવે છે. બિનપિયત વિસ્તારમાં ગુજરાત ચણા- 2 ની વાવણી જમીનમાં ભેજ હોય તેના આધારે વાવણી કરાય છે.
બે ચાસ વચ્ચે 30થી 45 સે.મી. ના અંતરે હેકટરે 60 કિલોગ્રામ બી વાવવા. મોટા ચણા 75થી 80 કિલો વવાય છે.
વાવણી વખતે એક હપ્તો ખાતર, પાયાના ખાતર તરીકે હેકટરે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં આપવામાં આવે છે. પાયામાં હેકટરે 87 કિલોગ્રામ ડીએપી સાથે 10 કિલોગ્રામ યુરિયા ખાતર આપવું.
નાઈટ્રોડનની ફેક્ટરી
ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણું 21 દિવસમાં શરુ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઇટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરુર નથી. વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડ મોટા થાય છે અને તેથી ફૂલો મોડાં બેસે છે.

માત્ર 3 પાણીનો પાક
વાવણી પછી પાણી આપ્યા પછી ડાળી ફૂટે ત્યારે એટલે કે 20 દિવસ પછી બીજુ પાણી અપાય છે. ત્રીજુ પાણી 40થી 45 દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી 60થી 70 દિવસે પોપટા બેસતી વખતે અપાય છે. ડાળી ફૂટ, ફૂલ અને પોપટાની ત્રણ કટોકટીની અવસ્થાને પિયતની ખાસ જરૂરિયાત રહે છે.
પોપટા કોરી ખાનારી લીલી ઇયળને મારવા જંતુનાશક આપવા.
સુકારો
છોડ ઉભા સુકાય છે. થડ ચીરતા ઉભી કાળી-કથ્થાઇ લીટીઓ જોવા મળે છે. બીજને ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી સુકારા રોગની તીવ્રતા ઘટે છે. એક જગ્યાએ દર વર્ષે ચણા ન વાવવા.
વાયરસ
વિષાણુ રોગ મોલો નામની જીવાતથી થાય છે. રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન તાંબાવરણા અને જાડા થઇ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારા રોગનો ભોગ બની જાય છે.
દેશી પદ્ધતિ
આ પદ્ધતિ કૃષિ વિજ્ઞાનીઓએ આપી નથી પણ ઘણાં ખેડૂતો અપનાવે છે.
ફાલ આવે તે પહેલાં ગોળ, દૂધ, ગૌ મૂત્રનું પાણી બનાવી છાંટવાથી ઉત્પાદન વધી શકે છે. બીજને બીજામૃતનો પટ આપવામાં આવે છે. 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં આપવામાં આવે છે. મલ્ચીંગ કરાય છે. મહિનામાં એકવાર જમીન ઉપર 200 લિટર જીવામૃત એક એકર દીઠ છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવામાં આવે છે.
000000000000000000000000
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કઠોળ સંશોધન મથકના ચણા સંશોધન વૈજ્ઞાનિક ડો. રાકેશ જાવિયાએ જણાવ્યું હતું કે, કાબુલી ચણાની બે જાતો બાદ ગુજરાતમાં કાબુલી ચણા કાબુલી ચણાની ખેતી શક્ય બની છે.
ગુજરાત કાબુલી ચણા 2 (જીકેજી 2: સોરઠ કાબુલી 2) નામની નવી હાઈબ્રિડ જાત શોધવામાં કૃષિ વિજ્ઞાનીઓને સફળતા મળી છે.
વહેલી પાકતી કાબુલી ચણાની જાત ગુજરાત કાબુલી ચણા 2 (જીકેજી 2: સો૨ઠ કાબુલી 2) જાત છે.
2117 કિલો હેક્ટરે કાબુલી મોટા ચણાના દાણાનું ઉત્પાદન મળેલું છે.
અંકુશ જાતો કરતાં
1 – કે.એ.કે. 2 કરતાં 29.1 ટકા વધારે ઉત્પાદન આપે છે.
2 – જે.જી.કે. 1 કરતાં 16.5 ટકા વધું ચાણા મળે છે.
3 – પી.જી. 0517 જાત કરતાં 24.8 ટકા વધારે ચણાનો ઉતારો મળ્યો છે.
ગુજરાત કાબુલી ચણા 2 નવી જાતના દાણા મોટા છે. 100 દાણાનું વજન 35.8 ગ્રામ સરેરાશ મળે છે.
ગુજરાત કાબુલી ચણા 2 જાત સુકારા અને સ્ટન્ટના રોગ સામે પ્રતિકા૨કતા ધરાવે છે. પોપટા કોરી ખાના૨ ઇયળથી ઓછું નુકસાન જોવા મળેલ છે.
ગુજરાત કાબુલી ચણા 2 જાત અંકુશ જાતો ક૨તા વધુ 67.45 ટકા દાળ બની શકે છે. લોહ તત્વ 63.58 પીપીએમ છે. જસત તત્વ 38.68 પીપીએમ છે.
ચણા વિજ્ઞાનીની ભલામણ
કાબુલી ચણાની નવી જાત
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કઠોળ સંશોધન મથકના ચણા સંશોધન વૈજ્ઞાનિક ડો. રાકેશ જાવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાબુલી ચણાનું વાવેતર ખુબ જ નહિવત વિસ્તારમાં થતુ હતું, પરંતુ ખેડુતોને સારા ભાવ મળવાથી કાબુલી ચણાનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. સામાન્ય રીતે કાબુલી ચણાના પાકને લાંબાગાળાનો શિયાળો તેમજ વધુ ઠંડીની જરૂરીયાત રહે છે, જેથી મોટા દાણાવાળી કાબુલી જાતોમાં દાણાનું વજન અને કદ સારૂ મળી રહે. હાલ ગુજરાતમાં કાબુલી ચણાની બે જાતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે.
ગુજરાત કાબુલી ચણા – 1
ગુજરાત કાબુલી ચણા – 1 પિયત તેમજ બિનપિયત વિસ્તાર માટે વર્ષ 2021માં બહાર પાડવામાં આવેલી હતી. બિનપિયત 1200થી 1400 કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે. પિયત વિસ્તારમાં 2000થી 2500 કિ.ગ્રા. પ્રતિ હેકટર દાણાનું ઉત્પાદન આપે છે. દાણા અતિ મોટા કદના અને સફેદ રંગના છે. આ જાત સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમજ આ જાતમાં પોપટા કોરી ખાનાર ઈયળથી ઓછુ નુકશાન જોવા મળેલું છે.
ગુજરાત કાબુલી ચણા – 2
ગુજરાત કાબુલી ચણા – 2 જાતના છોડ ઉભડા (ઈરેકટ) પ્રકારના છે. પિયત ખેતી માટે વર્ષ 2023માં બહાર પાડવામાં આવેલી હવે ખેડૂતોને વાવવા ભલામણ કરી છે. 2100થી 2500 કિ.ગ્રા. પ્રતિ હેકટર દાણાનું ઉત્પાદન મળે છે. દાણા મોટા કદના કદના અને સફેદ રંગના છે. આ જાત સુકારા અને સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. પોપટા કોરી ખાનાર ઈયળથી ઓછું નુકસાન જોવા મળેલું છે.
કાબુલી ચણાની ખેતીની રીત
ચણા વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કાબુલી ચણાના વાવેતર માટેની ખેતી પધ્ધતિ દેશી ચણા જેવી જ છે, પરંતુ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.
કાબુલી ચણાની મોટા દાણાવાળી જાતોનો બીજ દર 120થી 140 કિલો પ્રતિ હેકટર રાખવું. મધ્યમ દાણાવાળી જાતોનો બીજ દર 100થી 125 કિલો પ્રતિ હેકટર મુજબ રાખવો જોઈએ જેથી પ્રતિ હેકટર છોડની સંખ્યા જાળવી શકાય.
હમેંશા વાવેતર કરતા પહેલા બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત માટે વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષાણ માટે 1 કિલો બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ 1 ગ્રામ અને થાયરમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી 4 ગ્રામ અને વાયટાવેક્ષ 1 ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષાણ મળે છે. જો બીયારણને જંતુનાશકનો પટ પણ આપવાનો હોય તો પ્રથમ ફુગનાશક દવા લગાવો પછી જંતુનાશક દવા લગાવ્યા બાદ છેલ્લે રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.
જે જમીનમાં સુકારો આવતો હોય ત્યાં કાબુલી ચણાનું વાવેતર ટાળવુ જોઈએ.
કાબુલી ચણાનું વાવેતર હમેંશા સમયસર કરવું જોઈએ. મોડુ વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવતા ઉપર માઠી અસર પડવાની શકયતા વધુ રહે છે.
તાપમાનમાં ફેરફાર થવો અથવા ફુલ આવવા અને દાણા ભરાવાના તબ્બકે તાપમાનમાં વધારો થવાથી ઉત્પાદનમાં માઠી અસર પડે છે.