અંબાજી, 3 સપ્ટેમ્બર 2020
અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ખોલી દેવાયું હતું. પણ સામાન્ય લોકોને દર્શન કરવા દેવાયા ન હતા. ભક્તો માટે મંદિરના દ્વારા ખોલવા દેવામાં આવ્યા ન હતા. લોકોને તેમને તો માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે. ભાજપે ભગવાન માટે પક્ષપાલ રાખતાં તેનો વિરોધ આમ આદમી પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે.
કોરોનો સંક્રમણના ભયને કારણે હજી ઘણાં મંદિરો ખોલ્યા નથી ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટિલને અંબાજીના દર્શન કરવાના હોવાથી અંબાજી મંદિર વહેલું ખોલી દેવાયું હતું. પહેલા 5 સપ્ટેમેબરે ખોલવાનું હતું. તેના બદલે 3 તારીખથી ખોલી દેવાયું છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ જાહેરાત કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરશે.
બનાસકાંઠાના જિલ્લા મેજિસ્ટ્રેટે 10મી ઓગસ્ટે એક જાહેરનામું બહાર પાડીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 34 હેઠળ જાાહેરનામું બહાર પાડીને ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું કઠિન હોવાનું જણાવીને તેને 24 ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધી અંબાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
આમ આદમી પક્ષનો પાટીલ સામે વિરોધ
આમ આદમી પક્ષે કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપા પ્રમુખ ચંદ્રકાંત પાટીલ મનફાવે ત્યાં રેલી કરે છે. માઇ ભક્તો માટે અંબાજી માતાજીના દર્શન માટે દરવાજા બંધ અને 108 ગુના ધરાવતાં ચંદ્રકાંત પાટીલ માટે જાહેરનામું બદલી રાતો રાત દરવાજા ખોલવામાં આવે છે. વિદ્યાર્થીઓ ભણવા નથી જઇ શકતા, પણ ભાજપની રેલીને મંજૂરી મળે છે. સામાન્ય જનતા માટે ભાજપનો ખેસ એ પાસ બની ગયો છે.
ભાજપનો ખેસ પાસ બની ગયો
આપના નેતા ભેમાભાઈ ચૌધરીએ પાટીલ પર જોરદાર પ્રહાર કર્યા છે. ગુજરાતમાં પાટીલ મનફાવે ત્યાં રેલી કરે છે. વિદ્યાર્થીઓને ભણવા જઇ શકતા નથી પરંતુ ભાજપની રેલીને મંજૂરીઓ આપવામાં આવી રહી છે. ભાજપનો ખેસ પાસ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.
બનાસકાંઠામાં ભાજપનું કોરોના સ્પ્રેડ અભિયાન
બનાસકાંઠામાં દેખાઈ રહ્યુ છે. સૌરાષ્ટ્રની જેમ એકઠી થયેલી ભીડ કોરોના ફેલાવવા માટે ભાજપના અધ્યક્ષ પાટીલ જ ચોક્કસ જવાબદાર છે. સોસીયલ ડિસ્ટન્ટ, માસ્ક, સેનેટાઈજર, દો ગજની દુરીનો અભાવ બાબતે પાટીલ સામે તાત્કાલિક 108મી પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.