ગાંધીનગર, 17 મે 20201
વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે.
ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભારે મોટી નિકાસ ચીનમાં થઈ હતી. ચીનમાં વધુ વરસાદ થવાથી મગફળીનો પાક નિષ્ફળ રહ્યો હતો. ગુજરાતથી મગફળી ચીનના વેપારીઓ લઈ ગયા હતા. તેથી વેપારીઓ અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. આ વર્ષે ભારત બહારના દેશોમાં 12થી 14 લાખ ટન મગફળીનું વાવેતર વધશે.
આ ચોમાસામાં ગુજરાતના ખેડૂતોએ વિશ્વને ધ્યાનમાં રાખીને મગફળીની ખેતી કરવા માટે તૈયારી શરૂ કરી છે. આ દેશના હવામાન અને વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે તેની ગણતરી કરીને મગફળીનું વાવેતર કરે તો ખેતી ફાયદાકારક રહશે. અમેરિકાના ખેતી વાડી વિભાગે ઉપગ્રહની મદદથી તૈયાર કરેલી વિગતો અહીં આપવામાં આવી છે.
ચીનમાં દનિયામાં સૌથી વધું 175 લાખ ટન મગફળી 2020-21માં ચીનમાં પાકી હતી. ભારતમાં 60 લાખ ટન થઈ હતી.
ગુજરાતમાં હવે જૂનમાં મગફળીનું વાવેતર થશે. ચીનમાં મોટું વાવેતર આ વર્ષે ચાલું થઈ ગયું છે. અમેરીકાના ખેતીવાડી ખાતાની ગણતરી પ્રમાણે આ વર્ષે ચીનમાં 185 લાખ ટન મગફળી પેદા થઈ શકે છે. જે ગયા વર્ષ કરતાં વધું હશે. અર્જેન્ટિનાની મગફળી માર્ચ 2021માં તૈયાર થઈ છે. સેનેગલમાં મગફળીનું વાવેતર પુરું થયું છે જ્યાં વાવેતર વધ્યું છે. બ્રાજીલમાં મગફળી તૈયાર થઈ ગઈ છે. અમેરિકામાં 50 ટકા જેવું મગફળીનું વાવેતર પૂરું થઈ ગયું છે.
અમેરિકામાં ચાલુ વર્ષે 1.25 લાખ ટન મગફળી વધું પેદા થઈ શકે છે. ગયા વર્ષે 27.75 લાખ લાખ ટન ઉત્પાદન હતું. બ્રાઝીલમાં 7 લાખ ટન ઉત્પાદન વધીને 7.50 લાખ ટન થઈ શકે છે.
2021માં વિશ્વનું મગફળી ઉત્પાદન: 49,171 (1000 મેટ્રિક ટન) થાય એવી ધારણા છે.
વિશ્વ ઉત્પાદન (%) ઉત્પાદનનો ક્રમ દેશ ટકાવારી
(1000 એમટી) પાક ઉત્પાદન
ચીનમાં વિશ્વના 37 ટકા 18200000 મેટ્રિક ટન મગફળી પાકે છે. તેના અલગ અલગ વિસ્તારોમાં કેટલાં ટકા મગફળી થશે તેની વિગતો
હેનન 25%
શેન્ડોંગ 21%
હેબેઇ 7%
લાયોનીંગ 6%
અનહુઇ 5%
ભારતમાં વિશ્વની 12 ટકા 6000000 મેટ્રીક ટન મગફળી પાકશે. રાજ્ય પ્રમાણે દેશની કેટલા ટકા મગફળી પાકે છે તેની વિગતો
ગુજરાત 37%
તમિલનાડુ 14%
આંધ્રપ્રદેશ 12%
કર્ણાટક 8%
રાજસ્થાન 7%
નાઇજીરીયામાં વિશ્વની 4400000 મેટ્રિક ટન, 9 ટકા મગફળી પાકશે.
ઉત્તરપશ્ચિમ 39%
ઉત્તર-કેન્દ્રિય 29%
ઇશાન 29%
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વિશ્વની 2867000 મેટ્રિક ટન, 6 ટકા મગફળી પાકશે.
જ્યોર્જિયા 44%
ફ્લોરિડા 15%
અલાબામા 12%
ટેક્સાસ 12%
ઉત્તર કેરોલિના 6%
સુદાનમાં 2500000 મેટ્રિક ટન એટલે કે 5 ટકા મગફળી પાકશે.
કોર્ડોફન 31%
બ્લુ નાઇલ 24%
ડેરફુર 22%
કસાલા 8%
ઉત્તરી 8%