અમિત શાહનો ખાસ મહેન્દ્ર, બનાવટી CBI ઓફિસર તરીકે પકડાયો

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી મુંબઈ જઈને નકલી CBI બની તોડ કરતો હતો. અમદાવાદમાં અનેક લોકોનું ચીટિંગ કરી ફરાર થયેલો આરોપી મહેન્દ્ર ચોપડા છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈમાં નકલી CBI આઇનું કાર્ડ બનાવી પોતાની ઓળખાણ લોકોને CBI ઓફિસર હોવાની આપતો હતો. મુંબઈ ખાતે નકલી CBI બનીને તોડ કરવા જતા ત્યાં અસલી મુંબઈ CBIની આવી પોહચી હતી. મુંબઈની CBI ટિમ દ્વારા આરોપી મહેન્દ્ર ચોપડાની નકલી CBIનું કાર્ડ બનાવીને નકલી CBI ઓફિસર બની ચીટિંગ કરતા હોવાનો ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી. મુંબઈ CBIની ટિમ દ્વારા આરોપીની વધુ તપાસ કરતા જાણવા મળેલ હતું કે, તે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ ચીટિંગના કેસમાં ફરાર છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનને જાણ હતા હિસ્ટ્રીચીટર મહેન્દ્ર ચોપડાને ટ્રાન્સફર વોરંટના આધારે પકડી લાવ્યા છે.

જાણવા જોગ વાત એ છે કે, આરોપી મહેન્દ્ર ચોપડાના સીધા સારા સબંધ અમિત શાહ સાથે હોવાનું લોકોને જણાવતો હતો. તેના ફોટો અમિત શાહ સાથેના હોવાના કારણે તે લોકોને બતાવીને તે અવારનવાર જુદા જુદા લોકો સાથે છેતરપિંડી અને ચીટિંગ કરતો હતો. તેમજ 13 હજાર 800 કરોડનું કૌભાંડી ચીટર મહેશ શાહનો અંગત મિત્ર મહેન્દ્ર ચોપડા છે. અગાઉ મહેન્દ્ર ચોપડાના નિવાસ સ્થાને IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બિલ્ટી કૌભાંડ અને બિલ્ડર લોબીના બ્લેક મની વ્હાઇટ કરી આપવાનું કામ કરતા IT વિભાગે આ મામલે મહેન્દ્ર ચોપડાના ના ત્યાં રેડ કરેલ હતી. પેનલ્ટીના ભાગ રૂપે IT વિભાગમાં 77 કરોડ રૂપિયા ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેના કારણોસર તે ગુજરાત માંથી ફરાર થઇ મુંબઈ ભાગી ગયેલ હતો.