ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ગુજરાત વિધાનસભામાં કબૂલે છે કે, રાજ્યમાં 2 વર્ષમાં 56 બાયોગેસ પ્લાન્ટ માંડ સ્થપાયા છે. તેનો સીધો મતલબ કે હાલના ગોબર પ્લાંટની ટેકનોલોજી સાવ નિષ્ફળ છે. શરૂઆતમાં ગુજરાતમાં ઘણાં ગોબર ગેસ પ્લાંટ સ્થપાયા હતા. હવે કોઈ પશુ પાલક ગોરબ ગેસ પ્લાંટ સ્થાપવા રાજી નથી. ગુજરાતમાં ગોબર ગેસ યોજના નિષ્ફળ નિવડી છે. તેની ટેકનિકલ ખામીના કારણે હવે પશુપાલકો ગોબર ગેસનો પ્લાન્ટ નાંખવા ઈચ્છતા નથી.
જ્યારથી ગુજરાત ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ આ યોજના આવી છે ત્યારે 2016-17માં 35 બાયોગેસ પ્લાન્ટ તથા 2017-18માં 30 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા. હવે કોઈ આવી જૂની ટેકનોલોજીના પ્લાન્ટ નાંખવા તૈયાર નથી. રાજ્ય સરકાર દ્વારા બીનનફાકીય સંસ્થાઓને 75% અને નફાકીય સંસ્થાઓને 50% સબસીડી આપે છે. છતાં આવી હાલત છે. કારણ કે તેનું ખર્ચ રૂ.50 હજાર એક કુટુંબનું આવે છે. તેમાં અનેક ટેકનિકલ અગવડતા છે. દેશમાં અંદાજે પાંચ લાખ અને ગુજરાતમાં 4 હજાર જેટલાં કુટુંબ પાસે ગોબરગેસ પ્લાન્ટ વપરાશમાં છે.
છાણનું વેચાણ
હવે નવી જર્મન ટેકનોલોજીના સસ્તા અને સરળ ગોબર ગેસ પ્લાંટ આવી ગયા છે. ગુજરાતમાં આવા 500 પ્લાંટ નંખાયા છે. જે આણંદમાં બે ગામમાં છે. તે સફળ થયા છે. દરેક પશુ પાલક પોતાનો આગવો ગોબર પ્લાંટ નાંખી શકે છે. તે પણ થોડા રૂપિયામાં. તે ખરેખર તો ગોબર ગેસ પ્લાંટ નહીં પણ મની પ્લાંટ છે. કારણ કે નવી ડિઝાઈનના પ્લાંટ ટકાઉ છે અને સસ્તા પડે છે. તે કમાણીનું સાધન બની શકે એવી અફલાતૂન યોજના એનડીડીબીએ બનાવી છે. જેમાં મહિલાઓની સમૂળગી ક્રાંતિ થવાની છે. કારણ કે ગેસ મફત પડશે. ગામડામાં દરેકના ઘરે મફતમાં રાંધવાનું થશે. વળી ગેસ બની ગયા પછી તેની છાણ રબડી નિકળશે એનડીડીબી ખરીદી કરી લેશે. જેનો એક લિટરનો ભાવ મહિલાઓને ચૂકવવામાં આવશે.
મિલ્કમેન ઓફ ઇન્ડિયા, મુઠ્ઠી ઊંચેરા માણસ ડો.વર્ગીસ કુરિયને 9 સપ્ટેમ્બર 2012ના દિવસે વિદાય લીધી તેના 8 વર્ષ પછી આ એક નવી ક્રાંતિ થઈ રહી છે.
અમૂલ છાણના ધંધામાં
કુરીયન પોતે અત્યંત વ્યસ્ત રહેતા અનેક યોજનાઓ તેઓ સતત કરતાં રહેતા હતા. તેમણે ગૌરવપૂર્ણ જિંદગી વિતાવી હતી. તેઓ માનતા હતા કે, વિકાસના સાધનો લોકોના હાથમાં આપવાથી જ વિકાસ થાય છે. તેમણે મહિલાઓને દૂધમાં નવી યોજના આપી. હવે તે યોજના માત્ર મહિલાઓ જ ચલાવે એવી યોજના એનડીડીબી અને અમૂલ બનાવી રહ્યું છે. અમૂલની પ્રોડકટસ જેમ કે દૂધ, ચીઝ, મિલ્ક પાવડર, કંડેસ મિલ્ક વગેરેથી ભારતની એકેએક વ્યક્તિ જોડાયેલી છે. હવે કુરીયનની આ વૈશ્વિક સંસ્થા અમૂલ છાણના ધંધામાં પડીને વિશ્વને નવો રાહ બતાવવા માટે આખો પ્લાન તૈયાર થઈ ગયો છે.
શું છે પ્લાન ?
(વધું આવતા અંકે)