ભીલ અને કોળીનું લશ્કર બનાવી મરાઠાઓ ગુજરાત પર ત્રાટક્યા હતા

An army of Bhils and Kolis made the Marathas struck Gujarat

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 3

ગુજરાત પર 5 વખથ વારંવાર હુમલા

ગુજરાતમાં મુઘલ સત્તાનાં મુખ્ય કેન્દ્ર સુરત તથા અમદાવાદ હતાં, આથી એના પર હુમલાઓ કરીને ગુજરાતની મુઘલ સત્તાને નિર્બળ બનાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ સ્થાપવાનું મરાઠાઓએ વિચાર્યું હતું. આ માટે પિલાજીએ સુરતથી આશરે ૫૦ કિ . મી . દૂર આવેલા સોનગઢને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એણે ભીલો અને કોળીઓનું લશ્કર તૈયાર કર્યું તથા સુરત મહાલના ‘ અઠ્ઠાવીશ પરગણાં’ નામે ઓળખાતા પ્રદેશ પર સતત પાંચ વર્ષ (૧૭૧૯ થી ૧૭૨૩) સુધી હુમલા કર્યા હતું. પરિણામે સુરત મહાલનું મુઘલતંત્ર ખોરવા ગયું હતું. મરાઠાઓએ આ પગરણાંમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  તરીકે ખંડણીની મોટી રકમ ઉઘરાવી હતી. કંથાજી કેદમ તથા એના સાવકા પુત્ર કૃષ્ણાજીએ પંચમહાલમાં ગોધરા , દાહોદ વગેરે પર હુમલા કર્યા તથા ચાંપાનેર અને પાવાગઢ કબજે કર્યા હતા. જે આશરે ૧૭૫૦ સધી એણે પોતાના હસ્તક રાખ્યો હતો. એ પછી ચાંપાનેર તથા પાવાગઢ સહિત પંચમહાલ સિંધિયાએ કબજે કર્યું દામાજીએ ૧૭૩૪માં વડોદરા તાબે કર્યું હતું. આમ અઢારમી સદીના મધ્યભાગ સુધીમાં દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ઘણાંખરાં પ્રદેશો પર મરાઠી વર્ચસ સ્થાપ્યું હતું. પરંતુ મરાઠાઓના હુમલાના સતત ભયને લીધે ત્યાંનું રાજ્યતંત્ર અસ્થિર અને નિબળું બન્યું હતું.

હમીદખાનને મરાઠાઓને મદદ કરી

ઔરંગઝેબના મૃત્યુ બાદ ગુજરાતની સૂબેદારી મેળવવા મુઘલ સરદારો વચ્ચે તીવ્ર કરીફાઈ થઈ હતી. હૈદરાબાદનો નિઝામ સમસ્ત ગુજરાત પર કાબૂ મેળવવા આતુર હતો, જ્યારે ગજરાતનો મુઘલ સૂબો સુજાતખાન પોતાનું સ્થાન ટકાવી રાખવા માગતો હતો. બંને પક્ષોને આ માટે મરાઠાઓની સહાયની જરૂર હતી. કંથાજી તથા પિલાજીએ આ પરિસ્થિતિનો લાભ લીધો હતો. કંથાજી કંદમે નિઝામના કાકા હમીદખાનને એ મરાઠાઓને નિશ્ચિત રકમ આપે તથા મહી નદીના ઉત્તરના પ્રદેશોમાંથી મરાઠાઓને ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવવાનો હક આપે એ શરતે મદદ કરવાનું સ્વિકાર્યું બતું. આની પાછળનો કંથાજીનો આશય મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના પ્રદેશો પર મરાઠી વર્ચસ સ્થાપવાનો હતો. હમીદખાને આ શરતોનો સ્વીકાર કરતાં કંથાજીએ ૧૫, ૦૦૦ ઘોડેસવારોનું દળ હમીદખાનની સહાયે મોકલ્યું હતું. જેની મદદથી હમીદખાને સુજાતખાનને પરાજ્ય આપીને અમદાવાદનો કબજો લીધો  (1724) લીધો હતો.  કંથાજીના નેતૃત્વ તળે મરાઠાઓ પ્રથમ વાર અમદાવાદમાં પ્રવેશ્યા હતા. હમીદખાન મરાઠાઓને નિશ્ચિત કરેલી રકમ આપી શક્યો નહિ, આથી એણે શહેર લૂંટીને એ રકમ વસૂલ કરવાની મરાઠાઓને છૂટ આપી. પરિણામે મરાઠાઓએ અમદાવાદ લૂંટીને નક્કી કરેલી રકમ તથા ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ વસૂલ કરી હતી.

(ક્રમશઃ) – 4

નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.