રાજ્યમાં ઓછા વેતનથી કામ કરતી આંગણવાડી કાર્યકર મહિલા, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે. પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. વેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા જાહેર કરે છે. શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઓનલાઇન ભરતીની પ્રક્રિયા થઈ રહી છે. છેવાડાના ગામોમાં ગ્રામ પંચાયત ખાતેથી VCEના સહયોગથી બહેનો ફોર્મ ભરાવી શકશે. દખળ વગર ભરતી કરવા માટે આ પોર્ટલ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં 3155 આંગણવાડી કાર્યકરો અને 4005 તેડાગર બહેનો મળી કુલ 7160 જગ્યાઓની ભરતી આગામી છ માસમાં ઓનલાઇન પોર્ટલ દ્વારા થનાર છે. હાલમાં રાજ્યમાં 53029 આંગણવાડીઓ કાર્યરત છે. જે પૈકી 51229 આંગણવાડી કાર્યકર અને 51229 તેડાગર બહેનો ફરજ બજાવે છે. જ્યારે મીની આંગણવાડીઓમાં 1800 કાર્યકર બહેનો ફરજો બજાવે છે.
આઇ.સી.ડી.એસ.ના નિયામક અશોક શર્માએ જણાવ્યું હતું કે કુલ 1 લાખ ચાર હજાર માનદ સેવકોની જગ્યાઓ પૈકી 97098 જગ્યાઓ ભરેલી છે. આગામી છ માસમાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા ઝડપભેર હાથ ધરી તમામ જિલ્લાઓમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 45 દિવસમાં ભરતી પ્રક્રિયાની સાઇકલ પૂર્ણ કરવાનું આયોજન છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગીકરવામાં આવી હતી જે પૈકી 111 આંગણવાડી કાર્યકર અને 131 તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.