[:gj]3 મહિનામાં 2.32 લાખ ટન અનાજ ભરી શકાય એવા 1.6 લાખ ખેતરમાં ગોડાઉન બનાવવા મંજૂરી[:]

[:gj]એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.

૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂ. 30 અને કિસાન પરિવહન યોજનામાં ખેડૂતને રૂ.75 હજાર સુધી આપે છે.

1.16 લાખ ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ 8400 ખેડુતોને કિસાન પરિવહન યોજના સાથે રૂ.400 કરોડના લાભ આપેલા છે.

આગામી 3 મહિનામાં 1.16 લાખ ખેતરમાં બનેલા ગોડાઉનમાં 2.32 લાખ ટન અનાજની સંગ્રહ શક્તિ ઊભી થશે.

અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી.

સમયસર ખાતર અને 8થી 10 કલાક વીજળી મળે છે. આવનારા દિવસોમાં દિનકર યોજનાથી દિવસે વીજળી આપવાની નેમ તેમણે દર્શાવી હતી.

વિજયભાઇ રૂપાણીએ ‘હર ખેત કો પાની હર હાથ કો કામ’ની વિભાવના સાકાર કરતાં સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં ‘સૌની’ યોજના દ્વારા નર્મદા જળ અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના દ્વારા સૂકી ધરાને પાણ હરિયાળી બનાવી વિપૂલ પાક લઇ ખેડૂતને દાડમ-બટાકા જેવી ખેતીથી ડોલર રળતો કરવાની પણ મનસા વ્યકત કરી હતી.

શિયાળુ અને ઉનાળુ પાકનું વિક્રમસર્જક ઉત્પાદન કરીને ગુજરાતને કૃષિક્રાંતિનું પણ રોલ મોડેલ બનાવે. તેમ મુખ્યમંત્રી શ્વિજય રૂપાણીએ જણાવ્યું હતું.[:]