Admin
ટામેટા ફેંકી દેતા ગુજરાતના ખેડૂતો
અમદાવાદ : ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતોએ ટામેટાના છોડ પરથી ટામેટા ઉતારવાનું બંધ કરી દીધું છે. ભાવ એટલા નીચે આવી ગયા છે કે ટામેટાને છોડ પરથી ઉતારવા માટેનું ખર્ચ પણ હવે પરવડતુ નથી. એદ દિવસની મજૂરી 200થી 300 રૂપિયા છે. ઉતારવાનો ખર્ચ જ ઘણો મોંઘો પડે છે. તેથી ખેડૂતોએ ખેતરમાં છોડ પરથી મફતમાં ટામેટા આપવાનું શરૂં કર્યું છે. તેઓ ટામેટી કાઢીને ફેંકી દ ઈરહ્...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?
ગાંધીનગર, 16 માર્ચ 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...
કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા
ગાંધીનગર, 16 માર્ચ 2020 ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન લોબીમાં ચર્ચા હતી કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં થોડો છે, ભાજપમાં પણ છે. કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા છે. જામનગરના કાલાવડ ખેત ઉત્પન્ન બજારમાં ખેડૂત વિભાગની એક બેઠક માટે ચૂંટણી થઈ હતી. બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકાર...
6 હજાર કરોડનું ગુજરાત ગ્રીન બજેટ છતાં પ્રદુષણ કેમ ઘટતું નથી?
ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 2020ના વર્ષે બજેટમાં રૂ.1019 કરોડ ઉપરાંત અન્ય 18 જેટલા વિભાગોએ રૂ.4903 કરોડ મળી કુલ રૂ.5,922 કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે. તેમ છતાં હવા, પાણી કે જમીનનું પ્રદુષણ ઘટવાના બદલે વધી રહ્યું છે. ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 912 કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિ...
કચ્છના સફેદ રણ જોવામાં વિદેશના 50 ટકા પ્રવાસીઓ ઘટવાનું શું કારણ ?
છેલ્લા 1 વર્ષમાં કચ્છના રણોત્સવની મુલાકાત લેનારા દેશના પ્રવાસીઓમાં 15% જ્યારે વિદેશના પ્રવાસીઓમાં 50% સુધીનો ઘટાડો થયો છે. 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી આવક નોંધાઇ તે અંગે વિધાનસભામાં કરવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં જણાયું છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 દરમિયાન 5,16,544 જ્યારે 1 જાન...
21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?
ગાંધીનગર, 16 માર્ચ 2020 ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
શાળા-કોલેજો કોરોનાના કારણે બે અઠવાડિયા બંધ
રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે
શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે
સિનેમા ઘરો, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારનો અનુરોધ મુખ્ય સચિવ ...
મધ્ય પ્રદેશમાં સોમવારે શક્તિ પરીક્ષણ, કોણ હારશે કોણ જીતશે ?
સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. આ માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએમ કમલનાથ તેમના નિવાસ સ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. જયપુરથી પરત આવેલા તમામ ધારાસભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો છે. ભાજપ પણ ફ્લોર ટેસ્ટ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. સાંજે ભાજપના નેતાઓ કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરન...
જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે
દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...
અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા ઉપપ્રમુખ તરીકે ધારાસભ્...
અમદાવાદ, 13 માર્ચ 2020 અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય બદરુદ્દીન શેખની અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ ના વરિષ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી તેમજ એહમદ પટેલની ભલામણથી સંગઠન મહાસચિવ ...
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...
જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...
અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી
છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી. ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...

English