Admin
ભાજપમાં જોડાવા કરતા હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ: લલીત
લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ભાજપ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના રાજીનામા અપાવી ભાજપમાં સામેલ કરી તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે, તેવી અટકળોના સમાચાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ પોતાના Facebook અકાઉન્ટ પર લખ્યું છે કે, ખેડુત વિરોધી માનસિકતા ધરાવનાર લોકો સાથે બેસવા કરતા આત્મહત્યા કરી લેવી સારી છ...
15 વર્ષમાં 5000 પોસ્ટમોર્ટમ કરનાર સુરતની મહિલા તબીબ નિશા ચંદ્રા
મૂળ ઝાંરખંડના વતની અને સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. નિશા ચંદ્રાએ MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. સૌ પ્રથમ તેમણે ભરૂચના હાંસોટમાં ડૉકટર તરીકેની સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 2004માં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. જ્યાં તેઓ છેલ્લા દોઢ દાયકાથી પોસ્ટમોર્ટમનું કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે આશરે 5 હજારથી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. ડૉ...
હરણને ખાવા ઘાસ નથી, મરશે ત્યારે વન અધિકારીઓ દોડશે
લીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક...
સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષો સાથે 30 વૃક્ષોની ચોરી
ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્જની કરમદડી રાઉન્ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્યા હતો. ધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી...
સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પક્ષાંતર થશે ? ભાજપમાં ભાડગંજ
સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજય તાલુકા પંચાયતના સદસ્યોમાં ભારે રોષ છે. તેથી કોંગ્રેસના કેટલાંક લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તૈયારી કરી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજયની જિલ્લા પંચાયત અન...
પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર
2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગે...
વિધાનસભાના અધ્યક્ષે ભગવાનને સસ્પેન્ડ કર્યા અને કોર્ટે સજામાં સ્ટે આપ્ય...
વેરાવળ સેશન્સ કોર્ટે કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્ય ભગવાન બારડને મોટી રાહત આપી છે. વેરાવળ સેશન્સ કોર્ટે ભગવાન બારડની સજા પર સ્ટે આપ્યો છે. એટલે કે ભગવાન બારડ હાલમાં ધારાસભ્ય પદે છે. કોર્ટના ચુકાદા કોપી પણ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા. હવે ...
કોંગ્રેસે આત્મવિશ્વાસથી વહેલા ઉમેદવાર જાહેર કરીને મોદીની ભૂમિ પર પડકાર...
લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ બીજા બધા પક્ષો કરતાં ઉમેદવારો પસંદ કરવામાં આગળ છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી તેમાં 15 ઉમેદવારોમાં ગુજરાતના લોકસભા 4 ઉમેદવારોના નામ છે. ગુજરાતના બીજા 22 બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે. જે 12 માર્ચ 2019 પછી જાહેર કરી દેવાશે. આમ કોંગ્રેસ નવી નેતાગીરીમાં આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે જે યોજ...
કુલપતિને ઉથલાવનાર પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો થયો છે. પાટણના ભાજપના આગેવાનો દ્વારા કિરીટ પટેલ પર હુમલો કરાવાયો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થતી હતી. કિરીટ પટેલના સમર્થક અને ભાજપના આગેવાનો વચ્ચે થયેલી મારામારીના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. તેમણે ઉત્તર ગુજરાતના કુલપતિને હમ...
પુરાવા માટે કોંગ્રેસના નેતાને પ્લેન સાથે બાંધીને પાકિસ્તાન મોકલો: ભાજપ...
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 40 CRPFના જવાનો શહીદ થયા હતા. જેને લઇને દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને દેશના લોકો સર્જીકલ સ્ટ્રાઈકની માગણી સરકાર સામે કરી રહ્યા હતા, તેવામાં ભારતની વાયુસેના દ્વારા 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતની એરસ્ટ્રાઈકને લઇને કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા એરસ્ટ્રાઈકના પુરવાઓ મા...
તાપી રિવરફ્રન્ટમાં પાર્કિગ ચાર્જના નામે લૂંટ
શહેરના મેયર ડૉ. જગદીશ પટેલે જેનું ઓપનિંગ કર્યું તે તાપી રિવરફ્રન્ટ પર પરછાઈ એક્ઝીબિટર્સ દ્વારા બનાવવામાં આવેલા સનસિટી ફેન્ટસી પાર્કમાં પાર્કિંગના દરોમાં આડેધડ વસૂલી કરી સહેલાણીઓના ખિસ્સા હળવા કરવામાં આવી રહ્યાં છે. અહીં ટેન્ડરમાં નક્કી કરેલી રકમ કરતા બમણી રકમ પેટા પાર્કિંગ કોન્ટ્રાક્ટર સુમન એન્ટરપ્રાઈઝ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે અને તે માટેના બ...
ગાંજાનું ખેતર પકડાયું
પાટણના પીપલાણા ગામની સીમમાં જીવણજી ઠાકોર નામના ખેડૂતે પોતાના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું હતુ. ઓછી મહેનતે વધારે પૈસાની લાલચમાં જીવણજી ઠાકોરે એરંડાના ખેતરની આડમાં ગાંજા અને અફીણનું વાવેતર કર્યું હતુ. આ વાતની પોલીસના બાતમીદારને જાણ થતા તેણે આ મામલા અંગે પાટણ SOGને જાણ કરી હતી. બાતમીના આધારે SOGએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ખેતરમાં બપોરના સમયે દરો...
માલેતુજાર લોકોના પ્રતિનિધિ ગીરીશ દાણીની મોરારજી બાપુને કેમ જરૂર પડી ?...
મોરારીબાપુ તમારી વ્યાસપીઠને પણ કેમ ગીરીશ દાણીની જરૂર પડે છે? નવજીવનના 100 વર્ષ અને ગાંધીની 150મી જયંતિ નિમિત્તે મોરારીબાપુએ નવજીવનને એક કથા આપવાનું વચન આપ્યુ હતું, નવજીવન ટ્રસ્ટનો હેતુ મોરારીબાપુની રામકથાની માધ્યમથી ગાંધીની વાત લોકો સુધી પહોંચાડવાનો હતો. ગાંધી બહુ દૂરનું વિચારતા હતા. ગાંધીએ ગાંધી આશ્રમથી લઈ ગુજરાત વિધ્યાપીઠ સહિત નવજીવનની પણ સ્થા...
ભાજપના મિડિયા સેલના હર્ષદ પટેલ ટીચર્સ યુનિવર્સિટીના ઉપકુલપતી કેમ બન્યા...
હમણા ભાજપમાં આવેલી નવી પેઢીને કદાચ તલાટી કાકાનું નામ યાદ નહીં હોય. ભાજપનું પ્રદેશ કાર્યાલય પહેલી ખાડીયાના એક નાનકડા ઘરમાં ચાલતુ હતું અને ત્યાર બાદ ભાજપનું પ્રદેશ કાર્યાલય અમદાવાદના ખાનપુરમાં આવ્યુ, ત્યારે મારો પહેલી વખત પરિચય થયો તલાટી કાકા સાથે, જો કે ત્યારે ભાજપની સ્થિતિ સારી નહોતી, જેના કારણે મારા જેવા ગણ્યા ગાઠ્યા પત્રકારો જ ભાજપના પ્રદેશ કાર્ય...
હેડ કોન્સ્ટેબલ શકુંતલા ત્યજાયેલા બાળકની સારી માતા પણ બની
2014ની વાત છે, તે દિવસે હું અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાંથી મારી નોકરી પુરી કરી ઘર તરફ જોઈ રહી હતી. મેં જોયુ તો બસ સ્ટેન્ડ ઉપર લોકોનું ટોળુ ઉભું હતું. એક તરફ કુતુહલ પણ હતું. સાથે પોલીસ તરીકે પણ મારે ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જવાબદારી હતી. હું લોકોનું ટોળુ પાર કરી ત્યાં પહોંચી મેં જોયું તો બસ સ્ટેન્ડ ઉપર એક પ્લાસ્ટીકની થેલી પડી હતી. લોકોની ...

English