Friday, August 14, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

જૂની વાતો નવી બનાવી અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી

ગુજરાતના અંદાજપત્રમાં જે જોગવાઈઓ કરી છે તે રાજ્ય સરકારે અગાઉ કાર્યક્રમોમાં જાહેર કરી છે. આમ જૂની વાતો નવી બનાવીને પીરસવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરાયું હતું. 2019-20ના રૂ.12241.40 કરોડનું પુરાંત બજેટ રજુ કર્યું હતું. મહેસૂલી આવક 154884.70 કરોડ, મહેસૂલી ખર્ચ 145022.40 કરોડ મહેસૂલી હિસાબ પર પુરાંત 9862.30 કરોડ છે. ...

બે વર્ષમાં 194 વખત નર્મદાની નબળી નહેર તૂટી, ભ્રષ્ટાચાર જવાબદાર

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે વર્ષમાં નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્નનો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા. તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે. નહેર તૂટવાના વિચિત્ર કારણો આપ્યા હતા. ખેડૂતો ...

ગાંધીનગરમાં સિરિયલ કિલર કિન્નર નિક્ળ્યો તેના ઘરેથી સ્ટકુટર કબજે કર્યું...

ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં એક પછી એક ત્રણ ખુન કરનાર હત્યારો ઓળખાયો છે. પોલીસે તેનું સ્કેચ જાહેર કર્યું હતું. હવે સીસીટીવી કેમેરામાં એક ચાની લારી પાસે જોવા મળ્યો છે. ગાંધીનગર પોલીસે શોધી અને ઓળખી કાઢ્યો છે. જો કે કિલરના ઘર સુધી પહોંચેલી પોલીસે હત્યા વખતે કીલર જે સ્કૂટરનો ઉપયોગ કરતો હતો તે કબજે લીધું છે, પણ હત્યારો પોતાના ઘરે ઘણા દિવસથી આવ્યો નથ...

બેનરમાં અમદાવાદના મેયરને ગધેડાના ફોટા પર બેસાડી દીધા

અમદાવાદમાં વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શર્ટ પણ કાઢી નાંખ્યા હતા. મહાનગરપાલિકાની અંદર વિરોધ કર્યા પછી કોંગ્રેસના સભ્યોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર બેનરો લગાડ્યા અને આ બેનરોમાં ગધેડાના ફોટા પર અમદાવાદનાં મેયર લખીને મેયરનો વિરોધ કર્યો હતો. ભાજપ વિરોધ પક્ષમાં હયો ત્યારે ઘ...

નશીલું બ્રાઉન સુગર લઈને ભાજપના નેતા ભાનુળાળીની હત્યા કરી હતી

બ્રાઉન સુગરનો નશો કરીને પછી જ ભાજપના નેતા ભાનુશાળીની ચાલુ ટ્રેમાં હત્યા કરી હતી. નશાની કીક વાગતાં જ કોઈ પણ માણસમાં હિંમત આવી જાય છે. આવું જ ભાનુશાળીની હત્યામાં થયું હોવાનું બહાર આવ્યું છે. બે શાર્પ શૂટરોએ ભચાઉ સ્ટેશન ઉપર બ્રાઉન સુગરનો નશો કર્યો હતો અને ત્યાર બાદ ભાનુશાળીને ગોળી મારી હતી. પોલીસ તપાસમાં આ હકીકત બહાર આવી છે. આ ઉપરાંત હત્યા કરવા આવેલા ...

ફાટકમુકત ગુજરાત માટે મહાનગરો, ગામો, શહેરોમાં ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આગામી નાણાંકીય વર્ષ માટેના આજે નાયબ મુખ્યમંત્રી – નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા બજેટ – લેખાનુદાનને છેવાડાના માનવીની ચિંતા સાથે તમામ વર્ગોને આવરી લેતું આધુનિક ગુજરાત, સુવિધાસભર-વ્યવસ્થાયુકત ભાવિ ગુજરાતના નિર્માણની દિશા તય કરનારૂં વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે. બજેટમાં વિધવા માતા-બહેનોને પેન્શ...

ખેડૂતોને બે હેક્ટર માટે પ્રતિ હેક્ટરદીઠ રૂ.૬૮૦૦ ક્રોપ ઇનપુટ સબસીડી ચૂક...

૨૦૧૮માં અનિયમિત અને ઓછો વરસાદ ધરાવતા ૫૧ તાલુકાઓને કેન્દ્ર સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને અછતની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા પશુધારક દીઠ મહત્તમ પાંચ પશુઓની મર્યાદામાં ઘાસ કાર્ડ ઉપર પ્રતિ દિન રૂ.૨ પ્રતિ કિલોના રાહતદરે એકી સાથે એક અઠવાડિયા માટે ઘાસચારા વિતરણ કરવામાં આવી રહેલો છ...

રાજ્યમાં 30 લાખ કામ પડતર હોવાનો અંદાજ, અધિકારીઓ કામ કરતાં નથી

4 જિલ્લાઓમાં 360537 અરજીઓ લોકોના પ્રશ્નો માટે આવી હતી. તેનો મતલબ કે દરેક જિલ્લામાં 1 લાખ લોક પ્રશ્નો પડતર રહે છે. જેનો નિકાલ અધિકારીઓ કરતાં નથી. આવા 30 લાખથી વધું કામો આ રીતે પ્રજાના અટવાઈ પડતાં હોવાનો અંદાર લગાવી શકાય તેમ છે. વિધાનસભામાં 4 જિલ્લાની આપવામાં આવેલી વિગતો પરથી આ ફલિત થાય છે. ૨૦૧૮ દરમિયાન અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૨ સેવાસે...

12 સંસ્થાઓને બાયોઈન્ફરેમેટિક્સ લેબ માટે 1.80 કરોડ અપાયા

રાજ્યમાં બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારના બાયોટેક્નોલોજી મિશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ કુલ રૂ.૧.૧૮ કરોડના ખર્ચે રાજ્યની ૧૨ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને બાયોઇન્ફોર્મેટિક્સ લેબની રચના માટે સહાય આપવામાં આવી છે વિધાનસભા ગૃહમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, મજુરા ધારાસભ્ય હર્ષ સંઘવ...

ચાર જિલ્લામાં પોલીસને રહેવા માટે મકાનો તૈયાર

અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭૯.૬૩ કરોડના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના  લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્રારા જણાવાયું હતું. વિધાનસભા ગૃહમાં આજે અસારવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ...

લઘુમતીઓની 11.5% વસ્તી માટે માત્ર રૂ.5.51 કરોડની ફાળવણી

ગુજરાતના રાજ્યના 2019-20ના બજેટને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સૂચિત બજેટ 1.92 લાખ કરોડ છે જેમાં ગુજરાત રાજ્યના 11.5% લઘુમતી માટે અલ્પ સંખ્યક નાણાં ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે 1 લાખ, મલ્ટી સેકટરલ ડેવલોપમેન્ટ પ્લાન (MSDP) માં રાજ્ય ના 4 કરોડ અને કુલ 5.૫૧ કરોડ અને અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ માટે રાજ્યના 1.૫૦ કરોડ ની...

બાબરાનાં મોટા દેવળીયામાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયેલ હોય પાણી ભરવા માટે ઉપયોગ લઈ શકાય તેમ ન હોવાથી હાલ તો તે શોભના ગાઠિયા સમાન બની ગયેલ છે. ત્યારે આ બાબત ની જાણ મોટા દેવળીયા ગામના જાગૃત યુવા આગેવાન વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા ને થતાં તેમણે આ અંગે તપાસ  આદરતા પાણીની ટાંકીનું કામ નબળી ગુણવત...

ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુ...

રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આ...

અમદાવાદની આબાદ ડેરીના 1200 કરોડોના જમીન કૌભાંડમાં 10 વર્ષથી તપાસ નહીં

એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુન...