Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

વાયબ્રન્ટ ગુજરાતમાં 85 લાખ કરોડમાંથી 11 લાખ કરોડનું જ મૂડી રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનું ઉદ્ધાટન કરશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયું થયા છે જ્યારે એક્ચુઅલ રોકાણનો સ્પષ્ટ આંકડો જાહેર કરવાનું સરકાર ટાળે છે. સરકારનો રોકાણના આંકડાઓને ગુપ્ત રાખવાનો પ્રયાસ 1.વાઇબ્રન્ટ સમિટમાં હવે રોકાણના આંકડા અને વિકાસના વ...

ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ મેડલ

ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ  રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર કરેલ છે. વિશિષ્ટ સેવા પોલીસ મેડલ અ.નં નામ હોદ્દો હાલની નિમણૂંક્નું સ્થળ ૧ શ્રી ગુલાબભાઇ છનાભાઇ પટેલ એ.એસ.આઈ એસ.સી.એસ.ટી સેલ ,પો.અધિ સુરત ગ્રામ્યની કચેરી, સુરત ૨ શ...

કસાવા કંદમૂળની ખેતી ગુજરાતમાં થઈ શકે

કસાવા (ટેપિઓકા )ની ખેતી દ્વારા વિશ્વના રાષ્ટ્રોએ BIO FUELનો ઉપયોગ વધુને વધુ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ઇથેનોલ (પેટ્રોલનો પર્યાય)નો સ્રોત તેવા કસાવા (ટેપિઓકા)ની ખેતી છે એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર NGO દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખેડૂતોને કસાવા (ટેપિઓકા)ની ખેતી વિશે માહિતી અપાઈ રહી છે સાથોસાથ તેના ઔધોગિક ઉત્પાદન માટે ના પ્રયાસ થઈ રહ...

ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ

વિશ્વમાં આજે હેપીનેસ ઇન્‍ડેક્ષની ચર્ચા છે ત્‍યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્‍તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે. રા...

વિશ્વમાં લાંબા વાળ રાખનાર નીલાંશી ગુજરાતના મોડાસાની

બધા લોકોને કોઈને કોઈ અનોખી કુદરતી બક્ષીસ મળેલી હોય છે જરુર હોય છે ફક્ત તેને ઓળખવાની. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલને પણ લાંબા વાળની કુદરતી બક્ષીસ છે. અથાગ મહેનત કરીને સાચવેલા વાળને લઈને તેણે 'ગિનિસ બુક ઓફ રેકોર્ડ' માં સ્થાન મેળવ્યુ હતુ. તેણે ગુજરાતની સાથે સાથે દેશનુ નામ પણ રોશન કર્યુ છે. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલ ધોરણ 11 માં અભ્યાસ ક...

ગુજરાત ભાજપનો રાષ્ટ્રવાદ નહીં વંશવાદ જૂઓ, કેવો છે

વંશાવલી – દિલીપ પટેલ – વિશ્લેષણ પતિ, પત્ની અને વો માટે ભાજપનું રાજકારણ તો છે જ પણ ભાઈ, ભાંડુ, ભગિની, ભરથાર માટે ભાજપ વંશવાદ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની જેવા છે. ભાજપમાં ક્યાંય તુષ્ટિકરણ, પરિવારવાદ કે વંશવાદ નથી, માત્ર રાષ્ટ્રવાદ છે, એવું નેતાઓ કહે છે. પણ ગુજરાતમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, ધારાસભા અને ...

ગુજરાતના MLAની સંપત્તિ વધી, સુપ્રિમ કોર્ટે કહ્યું પણ કમાણી જાહેર ન કરી...

દેશની સર્વોચ્ચ અદાલતે 17 ફેબ્રુઆરી 2018માં રાજનેતાઓને આદેશ આપ્યો હતો કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ પોતાની અને પરિવારની આવક કે સંપત્તિ કયા રસ્તે આવી છે તેનો સ્ત્રોત જણાવવો પડશે. લોક પ્રહરી નામની સંસ્થાએ કરેલી અરજી બાદ આ ફેંસલો આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારો સોગંદનામામાં પોતાની અને પરિવારની જે સંપત્તિનો ઉલ્લેખ કરે છે તે ચૂંટણી જીત...

ભાજપના નેતાઓના ઘરકંકાસ વધી રહ્યા છે, મોરબી ભાજપના નેતાની આત્મહત્યા

મોરબી શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના 30 વર્ષના મંત્રી પ્રકાશ દિનેશ ચાવડાએ 24 જાન્યુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા સસરા પ્રવિણ સારેસાના ઘરે આવીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ભાજપના પરિવાર અને સબંધીઓએ ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારી સિવિલ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. પછી, પ્રકાશની પત્ની શિતલ, સાસુ નિર્મળા અ...

ધારાસભાના ઉમેદવારોની સંપત્તિની આવકવેરા વિભાગે તપાસ ન કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા, તેને એક વર્ષ પૂરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ સોગંદનામા પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંગે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર...

ફટાકડા ગન માટે પાસના ગોપીલ ઈટાલીયાની ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાને વિધાનસભા સંકુલમાં જૂતું મારનારા ગોપાલ ઈટાલિયાની પોલીસે ધરપકડ કરી છે. તેઓ સરકારની ભૂલો શોધી કાઢતી વિડિયો બનાવીને વાયરલ કરતાં હતા. જેના લાખો લોકો જોનારો વર્ગ છે. તેમણે એક વિડિયો મૂક્યો હતો કે જેમાં તે પીવીસી પાઈપમાં કાર્બન ભરીને ગન તરીકે ફોડતાં હોય એવો એક વિડિયો તૈયાર કરીને ફેસબુક...

ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફ...

રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં  પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી ...

રીંછ કોરીડોરની ભલામણ પણ અમલ નહીં, હવે સીસીટીવી કેમેરા ગોઠવશે

રીંછ જે જંગલોમાં રહે છે તે ટુકડાઓમાં વહેંચાઈ ગયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઇસરો દ્રારા ત્રણ વર્ષ સંશોધન બાદ સરકારને 16 જૂલાઈ 2018માં અહેવાલ આપ્યો હતો કે ગુજરાતમાં રીંછ માટે 6 ઇકોલોજિકલ કોરીડોર બનાવવામાં આવે તો વસતી વધારીને સલામતી આપી શકાય તેમ છે. જેમાં વડોદરા એક રતન મહાલ અને ઝાંબુઘોડા વચ્ચે 30 કિ.મી. વિસ્તાર રીંછ માટે રસ્તો બન...

થરાદમાં પ્રજાનો થડકાર, પ્રજાસત્તાક નહીં પણ રાજસત્તાક

મુખ્ય પ્રધાન પાલનપુરમાં 26મી જાન્યુઆરી 2019માં રાજ્ય કક્ષાના ધ્વજવંદનમા ભાગ લેવાના છે. ત્યારે પાલનપુર નજીકના થરાદમાં કેવું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે અને પ્રજાસત્તાક દીને ત્યાંની પ્રજા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે જેની ગંભીર વિગતો સમજવા જેવી છે. ગંદુ રાજકારણ બનાસકાંઠા જિલ્લાનાં થરાદ નગરપાલિકામાં અપક્ષ કિંગમેકર બન્યા હતા. અપક્ષના 8...

અલ્પેશ ઠાકોરનો બન્ને પક્ષમાં વિરોધ કેમ થઈ રહ્યો છે

સત્તાની સાઠમારી – દિલીપ પટેલ – વિશ્લેષણ ઠાકોર સમાજના આગેવાનોએ પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે. શંકર ચૌધરી જે રીતે અલ્પેશ ઠાકોરને સામેથી મળવા ગયા હોવાથી અટકળો પણ થઈ રહી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં  જોડાશે. જેનો વિરોધ ભાજપના નેતાઓ કરી રહ્યાં ...

ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ભાજપના નેતા ઉપવાસ કરશે

ગાંધીનગરમાં આવેલી ટીચર યુનિવર્સીટી (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન) છેલ્લા અઠવાડીયાથી કેટલાક દિશાવિહીન યુવાનોના લીધે અજંપા ભરી પરીસ્થિતિ ઉભી થયેલ છે. 500 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર આવ્યા હતા અને વિદ્યાર્થીનઓને ગાળો આપી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બાનમાં લીધા હોય તેવો એક માહોલ ઊભો થયો હતો. આ ઘટના બાદ 25 જાન્યુઆરી 2018માં સવારથી સાંજ સુધી યુ...