Admin
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર
દેશમાં સરેરાશ ૧૩.૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી
સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેવા એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન
રીપોર્ટ (ASER) કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા પોલ ખોલી નાંખી છે. ત્યારે,
વાઈબ્રન્ટ-ગતિશીલ-પ્રગતિશીલ ગુજરાત દે...
ગોવા, નાથદ્વારા, હરિદ્વાર માટે એસટીની 30 બસ શરૂ થઈ
ગુજરાત એસ.ટી. નિગમની ઓફિશિયલ ઈ બુકિંગ સાઈટ તેમજ મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી
ટિકિટ બુકિંગ પર ૪ થી ૬ ટકાના ડિસ્કાઉન્ટ અપાશે. પ્રીમિયમ બસ અને એ.સી. તથા વોલ્વો બસના બુકિંગમાં ૬ ટકા તેમજ નોન પ્રીમિયમ બસ ગુર્જર નગરી એક્સપ્રેસ કે સાદી સ્લીપર બસના ભાડામાં ૪ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
૧ લાખથી વધુ યુવાઓને રોજગારની તકો મળી છે અને આ કંડકટરની ભરતી માટે પણ ૧....
રાજ્ય સરકારની વાઈબ્રન્ટ સમિટ ફ્લોપ શો
ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર દ્વારા 9મી વાઇબ્રન્ટ સમિટ આયોજિત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ખરા અર્થમાં સફળ નહીં થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા મથામણ કરતા રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર , ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો ( index B) ના વહીવટી...
ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફ...
રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી ...
પોરબંદરથી અમદાવાદ સુધી 150 યુવાનો એક મહિનો પદયાત્રા કરશે
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગુજરાત વિદ્યાપીઠ અને ભારત સરકારના ઉપક્રમે તારીખ ૨૯મી જાન્યુઆરી-૨૦૧૯થી પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધી ગાંધી જીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે એમ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની યાદીમાં જણાવાયું છે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના એન.એન.એસ કાર્યાલય ડાયરેક્ટર ઓફ એન.એસ.એસ. ભારત
સરકારના સ...
યોગી સરકારના પ્રધાને રૂપાણીનું રાજીનામું માંગ્યું પણ કેમ ન આપ્યું
ગુજરાતમાં ઉત્તરભારતીઓ કે હિન્દી ભાષીઓ પર સતત હુમલા થયા હતા. તેમને ગુજરાતમાં તેમને અસલામતી લાગતા 1 લાખ લોકો ઉત્તરભારતીઓ ગુજરાત છોડી પોતાના વતન ચાલ્યા ગયા હતા. ત્યારે તેને લઈને ઉત્તરપ્રદેશના ભાજપ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભર એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ માંગ્યું હતું. પણ રૂપાણીએ આજ સુધી રાજીનમું આપ્યું નથી કે તેમણે ઓમપ્રકાશને કોઈ...
ભાવનગરમાં કોંગ્રેસની ભવાઈ, શક્તિસિંહ શરણાઈ વગાડે છે
ભાજપની કોંગ્રેસ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોતાના જિલ્લા પણ સાચવી શકતા નથી. આવા 7 જિલ્લામાંથી એક ભાવનગર પણ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર જિલ્લા પંચાયત, ભાવનગર જિલ્લાની વિધાનસભા જીતવા માટે પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલ સદંતર નિષ્ફળ ગયા છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાવનગરના બે ધારાસભ્યોને હરાવવા માટે કામ કરવા માટ...
કોંગ્રેસના ધારાસભ્યનું જમીન કૌભાંડ, પક્ષનું મૌન, સરકાર ચૂપ, ધાખામાં ધો...
બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન ...
6 રાજકીય પક્ષોને અજાણ્યા માણસો પૈસા કેમ આપી જાય છે
અર્થ - અનર્થ ખાસ અહેવાલ – દિલીપ પટેલ 2004-05 થી 2017-18 સુધીમાં 4 વર્ષમાં રૂ.8721.14 કરોડ દેશના 6 રાષ્ટ્રીય પક્ષ દ્વારા મેળવવામાં આવ્યા હતા. દેશના પક્ષોની કૂલ આવકમાંથી 80 ટકા આવક એવી છે કે જે કોણે આપી તે પક્ષને પણ ખબર નથી. ખરબ તો છે પણ તે જાહેર કરતાં નથી. 2017-18માં ભાજપને જે આવક થઈ હતી તેમાં 553.38 કરોડ રૂપિયા કોણ આપી ગયું તે કોઈને ખબર નથી. ...
ભાજપના નેતા દારુ પિતા પકડાયા પણ પક્ષમાંથી સસ્પેન્ડ ન કરાયા
અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા દારુની મહેફિલમાંથી પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં તેમની સામે પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરોડામાં ભાજપ ATVT મહામંત્રી પણ પકડાયા હતા. રેલ્વે કર્મચારીના પુત્રના લગ્ન હતા ત્યારે આ પાર્ટી જામી હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાન...
રૂ.639 કરોડના આવાસ યોજનાના વડોદરામાં કૌભાંડ પર લીપણ
રાજીવ આવાસ યોજ (RAY)ના , BSUP, અને મુખ્યમંત્રી ગૃહયોજના (MGY) અતર્ગત કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni Pvt.Ltd) દ્વારા કરેલા કામોમાં મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો જેમાં RAY માં રૂ.235 કરોડ અને BSUPની આવાસોમાં રૂ.249 કરોડ અને MGY માં રૂ.155.76ના કામો મળીને કૂલ રૂ. 639.76 કરોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે અંગે પગલાં લેવા માટે કોંગ્રેસના કોર્પ...
દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાશે
રાજય સરકારે નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી
શકાય તે માટે એપ્લીકેશન તૈયાર...
1.11 લાખ કરોડના એમઓયુમાં 400 કંપનીઓના કામ શરૂ થશે
વાયબ્રન્ટ સમિટની સફળ ફલશ્રુતિ રૂપે જે એમ.ઓ.યુ. થયા છે તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો આ
નાણાંકીય વર્ષ તા. ૩૧ માર્ચ-ર૦૧૯ એ પૂર્ણ થાય તે પહેલાં ખાતમૂર્હત, ઉદઘાટન કે કાર્યારંભના સ્તરે
પહોંચી જવાના છે. ૪૬૪ કંપનીઓ દ્વારા આવા ઉદઘાટનો, ખાતમૂર્હત કે કાર્યારંભ થઇ જશે.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ પૂર્ણ થવાના માત્ર બે દિવસમાં આ અંગેનું આયોજન હાથ ધરી છે. 135 વ...
હિંસા ફેલાવતી પબજી રમત પર બાન મૂકવા કેન્દ્રને રજૂઆત
ઈન્ટરનેટનની બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર ન થાય તે માટે રાજય સરકારે ‘પબજી રમત’ પર રોક લગાવવા અંગે કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોમાં ‘પબજી રમત’ અંગે સજાગતા તથા બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે જે તે શાળા દ્વારા જરૂરી કાર્યવાહી થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીને તેમના હસ્...
કોંગ્રેસને હરાવનાર 50 નેતાઓ સામે અમિત ચાવડાએ પગલાં કેમ ન લીધા
ગુજરાત રાજ્ય વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા કોંગ્રેસના 50 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમના કારણે કોંગ્રેસે 15 બેઠકો ગુમાવી હતી. જો તેમણે પક્ષ વિરોધી કામ કર્યું ન હોત તો કોંગ્રેસને 77ના બદલે 92થી વધું બેઠકો મળતી હતી અને કોંગ્રેસ સરકાર બનાવતી હતી. તેથી તેમની સામે પગલાં ભરવા માટે ફેબ્રુઆરી 2018માં નોટ...

English