Admin
વડોદરા મોટું થશે
વડોદરા મહાનગરપાલિકાના ઠરાવને સ્વીકારીને રાજય સરકાર આસપાસના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે. આઉટગ્રોથ વિસ્તારોને કોર્પોરેશન કે પંચાયત, કોઇના પણ દ્વારા જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી અને લોકોને વિપદા ભોગવવી પડે છે. તૈયાર થયેલા ૮૭૪ મકાનોનું લોકાપર્ણ અને નવા બનનારા
૭૦૮ મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
લાભાર્થીને રૂા. ...
અમદાવાદની મેટ્રો ટ્રેનના 3 કોચ મુન્દ્રા પહોંચ્યા
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. લોકો કાગડોળે મેટ્રો ટ્રેન દોડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે નજીકના જ દિવસોમાં મેટ્રોની ફર્સ્ટ ટ્રાયલ શરૂ થશે. ત્યારે મેટ્રોના ત્રણ કોચ પહેલી જાન્યુઆરી સુધીમાં અમદાવાદ આવી પહોંચશે.
મેટ્રો ટ્રેનને લઈને અમદાવાદીઓમાં ખુબ જ આતુરતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેટ્રોની પ્રથમ ટ્...
ઉજાલા બલ્બ ખરીદ્યા વગર બિલોમાં જોડાઈ બલ્બની રકમ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક યોજનો અમલી બનાવવામાં આવી છે, પરંતુ લોકોના કલ્યાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવેલી આ યોજનાઓ અત્યારે લોકોનું કલ્યાણ કરવાના બદલે લોકોને પરેશાનીમાં મૂકી રહી છે. આવી જ એક ઉજાલા યોજનાને લઈ પણ બનાસકાંઠા જિલ્લાના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
દેશના લોકો ઉર્જાનું મહત્વ સમજતા થાય અને ઉર્જાની વધુને વધુ બચત થાય તે માટે કેન્દ્ર...
દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી
FRIDAY, 2 OCTOBER 2015 કરણ રાજપુત
દેશમાં રૃ.૪ લાખ કરોડનું દૂધના સેક્ટરનું ટર્નઓવર : ૨૦૨૦માં ૨૦૦ મિલીયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે : અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૃ.૨૦ હજાર કરોડે પહોંચ્યું : ૨૦૧૪-૧૫માં ૧૪૮ લાખ લિટર દૂધનું રોજ એકત્રિકરણ કરાયું : નોનસ્ટોપ વિકાસ કરતા સેક્ટરમાં કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા...
પેપર લીક કૌભાંડમાં પ્રિન્ટીંગ પ્રેસ ની માહિતી નહીં આપું
સફળ ઉમેદવારોને અન્યાય થાય નહીં તે માટેજ પરીક્ષા રદ નો નિર્ણય લીધો છે : (IPS) વિકાસ સહાય (ભરતી બોર્ડ ચેરમેન)
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટતા જ રાજ્યનો ગૃહ વિભાગ અને સરકાર પણ દોડતી થઈ ગઈ છે. તો બીજી તરફ આ કૌભાંડમાં ભાજપના નેતાઓ નું નામ ચર્ચા માં આવતા સરકાર અને તેનું વહીવટીતંત્ર લુલા બચાવમાં લાગી ગઈ છે . જોકે સમગ્ર કૌભ...
પેપર લીક મામલે સરકારનો લુલા બચાવ
પોલીસ લપક રક્ષક ભરતી બોર્ડનું પેપર ફૂટી જવાની ઘટના સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બની છે.તો બીજી તરફ ગઈકાલે
પેપર લીકની જાણ થતા જ DGP શિવાનંદ ઝાએ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજી અમદાવાદ તેમજ ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. આજે ચર્ચાસ્પદ આ ઘટના સંદર્ભે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર સિંહ ચાવડા એ પત્રકાર પરિષદ યોજીને ...
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પોલીસનું મોરલ તોડવા પ્રયાસ
છેલ્લા 13 વર્ષ થી સમગ્ર દેશ અને ગુજરાતનાચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં cbi કોર્ટના આવેલા ચુકાદામાં 22 જેટલા વ્યક્તિઓનો સીબીઆઇ કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં દેશવિરોધી તત્વો દ્વારા રાજકીય વલણ અપનાવવામાં આવ્યું હતું જેના કારણે દેશ અને...
રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ
નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફ...
કડી વિસ્તારમાં કાળીયારની સંખ્યામાં થઇ રહ્યો છે ઘટાડો
કડી તાલુકો કાળિયારની ભૂમિ તરીકે ઓળખાય છે. કણજરી બાવલુ અને થોળની આસપાસના ખેતરો ચંચળ, શરમાળ અને ખૂબ જ મનોહકરૂપ ધરાવતા કાળિયારથી ઊભરાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૦ની વસતી ગણતરીમાં આ વિસ્તારમાં ૧૩૨૦ કાળીયાર નોંધાયા હતા. ત્યારે હાલ કાળિયારની સંખ્યામાં ઘટાડો થયો છે. કડી અને અમદાવાદના સીમાડાના ખેતરોમાં જોવા મળતા કાળિયારના વસવાટનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકલ્યો છે. ...
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મતક્ષેત્રમાં જ શિક્ષણની ફરિયાદો
રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ભાજપ સરકાર પ્રયત્નશીલ રહી છે તો બીજી તરફ સરકારનું શિક્ષણ વિભાગ છાશવારે બેદરકારી કરવા માટે જાણીતું થઈ ગયું છે પરિણામે વિભાગની ઘોર બેદરકારી નો ભોગ રાજ્ય સરકાર બનતી હોય છે આવી જ એક ઘટના આજે બની હતી
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈ જન્મતિથિ નિ...
રાજકોટને મળી 750 બેડની AIIMS હોસ્પિટલ
ગુજરાતમાં ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેર...
બેન્કો બંધ, 30 બેન્કોના 10 લાખ કર્મચારી હડતાળ પર
સમગ્ર દેશની 21 સરકારી બેન્કો અને 9 જૂની ખાનગી બેન્કોના 10 લાખ કર્મચારીઓ આજે હડતાળ પર છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયનના આહ્વાન બાદ બેંક કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેમાં કર્મચારીઓના 4 અને અધિકારીઓના 5 યૂનિયન સામેલ થયા છે. સરકારી બેન્કોના મર્જરના વિરોધમાં અને વેતન વધારાની માંગને લઈને કર્મચારીઓએ હડતાળનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે એ...
પ્રવાસીઓને આકર્ષતું કચ્છ મ્યુઝિયમ, આવે છે દર વર્ષે લાખો સહેલાણીઓ
કચ્છના ભુજ ખાતે આવેલું ગુજરાતનું પ્રથમ અને સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક માહિતી સંગ્રહ કરવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમમાં કચ્છની કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવીને રખાયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યાં છે.
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે...
ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, મુખ્ચ પ્રધાન સામે...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બો...
સતના પારખા કરવા મહિલાને 3વાર ગરમ તેલમાં હાથ બોળાવ્યા
સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ બાળક મળ ન કરતું હોવાથી તેના પેટે ડામ દીધાની ઘટના હજુ તાજી છે. ત્યારે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે એક મહિલાના સતના પારખા કરવામાં આવ્યા હતા. આ માટે એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વખત ...

English