Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

દારૂબંધીના કડક અમલ માટે મુખ્યમંત્રી એ DGPને કર્યા કડક આદેશ.

રાજ્યમાં 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ ના જ થવી જોઈએ તેવા કડક આદેશ રાજય પોલીસ વડાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપ્યા છે. દારૂ બંધીનાં કડક અમલ માટે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ગૃહ વિભાગની બેઠકમાં કડક આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 31મી ડિસેમ્બર અને નાતાલ પર્વ દરમ્યાન દારૂ ની યોજાતિ પાર્ટીઓ પર પોલીસ દ્વારા હવે ચાંપતી નજર...

કુંવરજીભાઇ બાવળીયાને કુલ મત ૯૦૨૬૨ સાથે ૧૯૯૭૯ મતોની મળેલી લીડ

૭૨-જસદણ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૮ રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠક ઉપર કુલ ૦૮ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં હતાં. જેમની મતગણના થતા ભારતીય જનતા પક્ષના શ્રી કુંવરજીભાઇ બાવળીયાને ૯૦૨૬૨ મતો મળતા ૧૯૯૭૯ મતોની સરસાઈથી વિજેતા થયા હતા. ૭૨-જસદણ બેઠકના કુલ. ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧૬૫૩૨૫ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરતાં હરીફ ઉમેદવારોને નીચે મુજબ મત મળતા ક્ર...

અમદાવાદની દૂધેશ્વર વોટરવર્ક્સની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ તૂટ્યો

કરવેરા ભરતા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર અને અક્ષમ્ય બેદરકારી બહાર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની અક્ષમ્ય બેદરકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એકબાજુ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને ઉત્સવો ઉજવી વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે. પરંતુ બીજી બાજુ નાગરિકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. બીજીબાજુ કોર્પોરેશનના અધિકારીઓ કેવી...

ભારત 2022માં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરશે અને ગુજરાત સ્પ્રિન્ટ ટુ 202...

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગતરાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2022 સુધીનો ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરવા માટે ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન ‘ડિસ્કવરીંગ ગુજરાત’ થીમ પર ઉદ્દઘાટન સત્ર સાથે બે કલાકનું સત્ર યોજાશે ગુજરાતના ઈતિહાસ, ઔદ્યોગિક પરિવર્તન અને વાયબ્રન્ટ ...

ઉંચા અવાજે વાત કરતા એક વ્યક્તિ પર કયા સાંસદ ભડક્યા

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા છેલ્લાં કેટલાંક સમયથી પોતાનાં નિવેદનોનાં મામલે ચર્ચામાં રહ્યાં છે. અગાઉ તેમણે દારૂ પીવા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તો આજે તેઓ ફરી એક વાર સુર્ખિયોમાં જોવા મળ્યાં છે. આજે તેઓ લોકરક્ષક દળનાં એક ઉમેદવાર ઉપર ભડકી ઉઠ્યાં હતાં. સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડામાં હતાં ત્યારે કેટલાંક લોકોએ તેમને રોકીને તેમનાં પ્રશ્નોની ઝડી ...

ગુજરાત યુનિવર્સિટીમાં મીડિયા સાથે પોલીસ અને સિક્યોરિટી સ્ટાફની ગૂંડાગર...

ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI યુનિવર્સિટી હોસ્ટેલ મામલે રજૂઆત કરવા ગઈ હતી. આ રજૂઆતના કવરેજ માટે વિવિધ ન્યૂઝ ચેનલો તેમ જ અખબારી માધ્યમોનાં પત્રકારો પણ પહોંચ્યા હતાં. આ રજૂઆત મામલે જ્યારે મીડિયાકર્મીઓ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પં...

સફેદ દૂધનો કાળો કકળાટ, ડેરીઓના બેવડા માપદંડો, ફેટના ભાવો કરાયો ઘટાડો

છેલ્લા ઘણા સમયથી ડેરીઓ દ્વારા ફેટના ભાવોમાં વારંવાર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેને લઇ અત્યારે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ ગયો છે. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક તરફ ડેરી દ્વારા ખેડૂતોને ફેટના ઓછા ભાવ આપવ...

દિલ થી દિલ સુધી , અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ

- ભરત પંડયા અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું, તા.૨૧ ડિસેમ્બર વહેલી સવારે ૦૪.૦૦ વાગે ડો.તેજસ પટેલની ઊર્જા, કાર્યક્ષમતા અને સ્નેહશક્તિની અનુભૂતિ દ્વારા પરીણામલક્ષી હાર્ટસર્જરી પછી હું સંપૂર્ણ સ્વસ્થ થયો. પદ્મશ્રી ડો.તેજસ પટેલ અને સમગ્ર ટીમનો મ...

કુંવરજી બાવળિયા પુનઃ 3 જાન્યુઆરીએ શપથ લેશે

ભાજપના વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયા પેટાચૂંટણીનો જંગ જીત્યા બાદ વિધિવત રીતે તેઓ તારીખ 3 જાન્યુઆરીએ ફરીથી શપથ લેશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને તાત્કાલિક મંત્રીપદ મેળવનાર કુંવરજી બાવળીયા ઉપર ફરીથી જસદણની જનતા એ વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાવ્યો છે. ત્યારે તેઓ પોતાનું મંત્રીપદ યથાવત રાખવા વિધાનસભ...

થોળ તળાવમાં ફ્લેમિંગો અને ગુલાબી પેણનું આકર્ષણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતુ કડીનું થોળ તળાવ છેલ્લા બે માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઊભરાઈ રહ્યું છે. સાત કિમીની ત્રિજ્યામાં ફેલાયેલુ આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતું રહ્યું છે. નવેમ્બર મહિનાથી આ તળાવ ખાતે ઉમટી પડતા વિદેશી પક્ષી...

આણંદમાં પશુઓની ફિઝિયોથેરપી લેબ શરું

અકસ્માત હોય કે અન્ય તકલીફોમાં મનુષ્ય માટે ફાયદાકારક પુરવાર થઈ રહેલી ફિઝિયોથેરપીની સારવાર હવે પશુઓ અને પ્રાણીઓ માટે પણ અસરકારક નીવડી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરપી લેબ ફોર એનિમલ શરૂ કરવામાં આવી છે. જ્યાં ઘોડા, શ્વાન અને ગાય, ભેંસને ફિઝિયોથેરપીની અપાયેલી સારવારમાં સારું પરિણામ મળ્યું છે. પશુઓ અને પ્રાણીઓની સાર...

બુલેટટ્રેન માટે જમીનના 4 ગણા ભાવ અપાશે

સામાન્ય માનવીને પોતાના કોઇ પણ કામ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે, કામમાં વિલંબ ન થાય તેવા સંવેદનાસ્પર્શી ભાવથી આ સરકારે ભ્રષ્ટાચાર રહિત પારદર્શી વ્યવસ્થાઓ ગોઠવી છે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું. અમદાવાદમાં ઓનલાઇન બિનખેતી NA હુકમોનું વિતરણ તેમજ વિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે રાજ્યમાં ગત લાભપંચમી તા.૧ર નવેમ્...

રાતના શૈક્ષણિક પ્રવાસ નહીં થઈ શકે

રાત્રે શાળાના પ્રવાસે જતી એસ.ટી બસો અને ખાનગી બસોના વધતા જતા અકસ્માતને પગલે રાજ્ય સરકારે રાત્રી પ્રવાસ ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવસેને દિવસે પ્રવાસે જતી બસોના અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અને આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં તે માટે સરકારે રાત્રિના 11થી સવારના 6વાગ્યા ...

ખેડૂતો માટે રાજ્ય સરકારની ઇનપુટ સહાયની મુદત 14 જાન્યુઆરી સુધી લંબાવી 

રાજ્ય સરકાર તરફથી ખેતી ના ખર્ચ માટે આપવામાં આવતી ઇનપુટ સહાય ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે હજુ પણ વંચિત રહેલા ખેડૂતો રાજ્ય સરકારની ઇનપુટ સહાયનો લાભ મેળવી શકે તેવો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી 96 તાલુકાઓમાં ખેતી માટે ખર્ચ કર્યું હતું અન...

૧ વર્ષમાં ૧ લાખ યુવાનોને ભ્રષ્ટાચાર રહિત નોકરી આપી

ગુજરાતે દેશભરમાં સૌથી વધુ રોજગારી ઘરઆંગણે યુવાધનને આપી છે. અન્ય રાજ્યોના યુવાઓ પણ રોજગાર મેળવવા ગુજરાત આવે છે. એટલું જ નહિ, ગયા ૧ વર્ષમાં ૧ લાખ યુવાનોને પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત પધ્ધતિ એ સરકારી સેવામાં જોડાવાના અવસર આપ્યા છે. ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને પપ ટકા વસ્તી ૧૮ થી ૪૦ વર્ષની વયની છે. ભારત સરકારની એપ્રેન્ટીસશીપ યોજનામાં કુલ સાડા...