Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

હોદ્દો મેળવવા ભાજપમાં જોડાયેલું કોંગ્રેસ જૂથ નારાજ

કોંગ્રેસ માંથી નારાજ થઈને ભાજપમાં ભળી ગયેલા મોટા ભાગના ધારાસભ્ય છેલ્લા કેટલાક દિવસથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. એક સમયે આજ નેતાઓને ભાજપ એ પોતાના પક્ષમાં સમાવેશ કરતી વેળાએ વિધાનસભાની ટિકિટ આપવાની તેમજ મંત્રી પદ આપવાની લોલીપોપ પકડાવી દીધી હતી. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આ નેતાઓ પૈકી બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળીયા ને BJP એ કરેલું કમિટમ...

૯૮,૮૭૪ ખેડૂતો પાસેથી રૂ. ૯૮૫ કરોડની ૧૯,૭૧,૨૮૩ ક્વિન્ટલ મગફળીની ખરીદી

રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં રાજ્યભરમાં ૯૮,૮૭૪ ખેડૂતો પાસેથી રૂ. ૯૮૫.૬૪ કરોડની કિંમતની ૧૯,૭૧,૨૮૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ...

કડીમાં યોગીનો હઠયોગ, 12 વર્ષથી ઊભા રહે છે

આમ તો કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. તેમ છતાં સંતો મહંતો દેવોની આરાધના હઠ યોગથી કરી જાણે છે. ત્યારે મહેસાણાના કડી તાલુકાના નાના ખોબા જેવડા બાવલું ગામમાં એક યોગીએ હઠયોગ કર્યો છે. અને તે યોગમાં તેઓ પોતાની જિંદગીના 12 વર્ષ અને 9 મહિના 21 દિવસ સુધી સતત ઊભા રહ્યા છે. આ બાપુને તેમના ભક્તો ખડેશ્વરી બાપુ તરીકે ઓળખે છે. આજે આ બાપુ હઠ મૂકીને...

લીમડાના ઝાડમાંથી નીકળી રહ્યો છે ધૂમાડો

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ કે જ્યાં એક લીમડાના ઝાડમાંથી બે દિવસથી સતત ધૂમાડો નીકળી રહ્યો છે અને જેને નિહાળવા લોકોના ટોળાં ઉમટી રહ્યાં છે. પાલીતાણાના તાલુકાના નાનીમાળ ગામમાં દુધાળા રોડ પર લવિંગ્યા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડમાંથી છેલ્લા બે દિવસથી સતત ભારે માત્રામાં ધૂમાડો નીકળી રહ્યો છે. પ્રથમ તો અહીંના સ્થાનિકોને એમ લાગ્યું ક...

ભાજપના 12 નેતાને હવે કોઈ પૂછતું નથી

ગુજરાત ભાજપના વિસરાતા જતા ચહેરા કે જેમનો એક સમયે ડંકો વાગતો હતો. કેશુભાઈ પટેલની સરકારમાં લાઇમલાઇટમાં આવેલા 12 ચહેરા કે જેઓ આજે પણ ચૂંટણી લડવા બેતાબ છે. પાર્ટી ટિકિટ આપે તો તેઓ અવશ્ય ચૂંટણી લડી શકે છે. કેટલાક ચહેરા હાલમાં ભાજપમાં ફેંકાઇ ગયા છે તો કેટલાક ચહેરા ખુદ અલિપ્ત થયા છે. આ છે ભાજપની ગઇકાલ. મહેન્દ્ર ત્રિવેદી એક સમયે સૂર્ય મધ્યાહને તપતો હ...

15 કોર્પોરેટરો ઉપવાસ પર એકાએક કેમ ઉતરી ગયા ?

ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે. અમરેલી પાલિકામા...

ડેરીઓના બેવડા માપદંડો, ફેટના ભાવો કરાયો ઘટાડો

પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો વર્તમાન સમયમાં ડેરીઓના બેવડા માપદંડને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ ભારત દેશના ખેડૂતોની ખેતીની આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવું મુશ્કેલ બનતું હોય છે, જેના કારણે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે. ખેડૂતો પશુપાલન કરી દૂધ એકત્રિત કરે છે અને આ દૂધ ડેરીમા...

૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર

સરકારે કોમન GDCR, ‘રેરા’ નિયમો સરળીકરણ, GST, ઓનલાઇન NA, પાર્કિંગ, માર્જિન અને FSIની કોમન ફેસેલીટીઝ પર GDCRમાં ઝોક આપ્યો છે. રાજ્યમાં પ૦ ટકા શહેરી વસ્તી શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ વિકાસ માટે આ સરકારે ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ પ્લાનમાં પારદર્શીતા સાથે ર૦૧૮ના એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર કરી છે.  આ વર્ષ દરમ્યાન ૧૦ શહેરોનો ડેવલપમેન્ટ ...

સમી તાલુકામાં શૌચાલય કૌભાંડ

પાટણ જિલ્લાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભલે રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો હોય. પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનવવામાં આવેલાં શૌચાલયોમાં મસમોટા કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમી તાલુકાના બે ગામોમાં શૌચાલય બનાવવાના નામે સરકારી અધિકારીઓથી લઈ કર્મચારીઓ અને સરપંચ તલાટીઓની મિલિભગતનું કૌભાંડ સામે આવ્યું છે. અને માત્ર કાગળ પર કામ બતાવીને રૂપિયા 90.96 લા...

પેપર લીકમાં નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી

રાજ્યમાં ૯૭૧૩ લોકરક્ષક ફિક્સ પગારની ભરતી પ્રક્રિયા માટે યોજાયેલ પરીક્ષામાં ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ-મળતિયા-અગ્રણીઓએ પેપર ફોડીને ગુજરાત નવ લાખ યુવાનો અને તેમના નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને ભવિષ્ય સાથે ચેડા કાર્ય છે. ગુજરાતના લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં આવેલા યુવાનોને ન્યાય મળે, આર્થિક વળતર મળે અને સમગ્ર કૌ...

લોકરક્ષક દળ પેપર લીકનો રેલો ભાજપનાં નેતા સુધી પહોંચ્યો

એલઆરડી પરીક્ષાનું પેપર લીક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરેક ક્ષણે નવા ખુલાસા થઈ રહ્યા હે ત્યારે પેપર કાંડમાં પાંચ આરોપી તો પ્યાદા છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર કાંડમાં મુખ્ય માથું હજુ પોલીસ પહોંચ બહાર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં ભાજપના બે કાર્યકરની સંડોવણી ખુલીને સામિ આવી હતી. તો આજે હવે ત્રીજા એક નેતાનું નામ...

ભાજપની આબરૂના ધજાગરા, વાલજી ટાપરીયાએ દારૂ પીને કરી ધમાલ

ગુજરાત ભાજપ પોતાનાં નેતાઓ અને કાર્યકરોને કારણે છેલ્લાં કેટલાંક સમયથી ભારે પરેશાની અને શરમમાં મૂકાઈ રહી છે. ભાજપનાં કેટલાંક નેતાઓ ધાકધમકી આપવાનાં કેસમાં સંડોવાયેલાં છે, અને કેટલાંક નેતાઓ અને કાર્યકરો તાજેતરમાં રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષાનાં પેપર લીક મામલામાં પણ નામ ખૂલતાં પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવાની મથામણ કરી રહી છે. ત્યાં ભાજપનાં કચ્છના...

ભાજપ સરકાર બેરોજગાર યુવાનોનો રાજકીય ઉપયોગ કરે છે.: પરેશ ધાણાની

ચર્ચાસ્પદ પેપરલીક મામલે રાજકીય સકરૂપ ધારણ કર્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષી નેતા પરેશ ધણાની એ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના રાજીનામાં ની માંગ કરી હતી. પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં પરેશ ધણાની એ જણાવ્યું હતું કે ભાજપ ના શાસન માં ચૂંટણી ઓ નજીક આવે ત્યારે યુવાનો ને નોકરી આપવા માત્ર તાયફાઓ થાય છે. ભૂતકાળ...

પાલીતાણા-જેસર રોડમાં ભારે ભ્રષ્ટાચાર, રોડનું કામ શરૂ થયું ત્યાં જ તૂટી...

ઘણા લાંબા સમયની માંગણી બાદ પાલીતાણા—જેસર રોડની કામગીરી શરૂ થતા લોકોમાં આનંદ ફેલાયો હતો, પરંતુ લોકોનો આ આનંદ ચાર દિન કી ચાંદનીની માફક જ રહ્યો. હજુ આ રોડ એક તરફથી બની અને આગળ વધી રહ્યો છે તો પાછળથી આ રોડ તુટવા લાગતા અને કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેમ જણાતા આ વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોડના કામમાં કામ કરતા કોન્ટ્રકટ...

હવે ખરા અર્થમાં ભણશે ગુજરાત

રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ સહિતના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર માટે હંમેશા ફારસરૂપ સાબિત થયા છે. આવા કાર્યક્રમો સામે રાજ્ય સરકારની ભારે ટીકા થઇ રહી છે. પરંતુ રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન શિક્ષણથી વંચિત બાળકો માટે થઈ રહ્યું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પહેલા શિક્ષણ વંચિત બાળકોનો સર્વે થાય પછી છૂટી ગયેલું શિક્ષણ...