Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગાંધીજીને નામે સરકારમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની રૂપાણી સરકારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું તે માટે સમગ્ર રાજ્યમાં ગાંધીજીની સાથે સરકારની પ્રસિદ્ધિ માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા અનેક જગ્યાએ કૌભાંડો થયા હતા જેમાં ગાંધીજીના નામે ગાંધીજીની ૧૫૦મી જયંતી ના નામે લગાવવામાં આવ્યા હતા જેમાં 25000 55000 બિલ બનાવાયું હતું ખેતી અને ગાંધીજીને નામે પણ આ સરકારમા...

પેપરકાંડથી ગુજરાત સરકારની આબરૂનું ધોવાણ

રાજયભરનાં 8.76 લાખ બેકાર ઉમેદવારો લોકરક્ષક દળની ભરતીનું પેપર આપે તે પહેલા જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવી પડી હતી. પરીક્ષા રદ કરાતા તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. રાજયમાં લાખો બેરોજગારો નોકરી માટે આમ તેમ રઝળી રહ્યા છે. ત્યારે બેરોજગારીનો મુદો રાજયસરકાર માટે ગળાનું હાડકુ બને તે પહેલા જ રાજયસરકારે આગોતરૂ આયોજન કરી લીધું છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છ...

બનાસકાંઠામાં હીરા ઉદ્યોગ મૃતઃપ્રાય

ભારતમાં ખેતી બાદ સહુથી વધુ રોજગારી આપતો કોઈ વ્યયસાય હોય તો તે છે હીરા ઉદ્યોગ છે. પરંતુ સરકારની આ ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાએ હીરા ઉદ્યોગને મૃતઃપ્રાય અવસ્થામાં છે. જેને લઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો સરકાર સામે સહાયની માંગ કરી રહ્યા છે. દેશમાં અતિવૃષ્ટિ આવે કે દુષ્કાળ આવે ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપતી હોય છે અને ખેડૂતોને દેવા માફ કરવા ઉપરાં...

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધના પરિણામોથી પ્રદેશ કાર્યાલય બન્યા...

રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસનો વિજય થતા તેની સીધી અસર પ્રદેશ કાર્યાલય કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  આવી રહેલી લોક સભા પૂર્વે સત્તાની સેમિફાઇનલમાં ભાજપનો પરાસ્ત થતા સ્વર્ણિમ સંકુલ સૂમસામ ભાસતું હતું .તો બીજી તરફ પ્રદેશ કાર્યાલય ઉપર મીડિયા જોઈ દોડાદોડી કરતા પ્રવક્તાઓ...

સાબરકાંઠામાં જમીન માપણીમાં ક્ષતિઓથી ખેડૂત પરેશાન

રાજ્ય સરકારે ખેડૂતોની જમીનની ભૂગર્ભ સેટેલાઈટ સર્વે કરી ડિજિટલ કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતોએ સર્વે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માંગણી કરેલી હોવા છતાં હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઈટ સર્વે હા...

મહેસાણા પાંચ વર્ષમાં 11603 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી

શિક્ષણ ક્ષેત્રે ઘણાં લાંબા સમયથી વાલીઓ જાણે હરીફાઈમાં ઉતર્યા હોય એ પ્રકારે મોંઘીદાટ અને જાણીતી શાળાઓમાં પોતાના બાળકોને એડમિશન લે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી મહેસાણા જિલ્લામાં વાલીઓની માનસિકતામાં જાણે કોઈ ફેરફાર થયો હોય તેવું લાગી રહ્યું છે. હા ચોક્કસ આપને જાણીને નવાઈ લાગશે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં નબળા બાળકો આજે સરકારી શાળામાં સારો અભ્યાસ કરી ...

બોટાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, કોઈ બેઠક બોલાવાતી નથી

બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા સત્તા પક્ષ ભાજપ સામે રામધૂન બોલાવી નોંધાવ્યો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના આંતરિક જૂથવાદના કારણે વિકાસના કામો ન થતા હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યો સામે ભાજપ 27 સભ્યો સાથે સત્તા પર છે, ત્યારે 6 મહિના પહેલાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના નવા પ્ર...

બનાસકાંઠામાં શાકભાજીના ભાવો ઘટતા ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ ન મળવાના કારણે શાકભાજી કચરામાં ફેંકી દેવાનો વારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાય તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરી રહ્યા છે, પરંત...

ડુંગળીના ભાવો ગગડ્યા, ડુંગળી 60 થી 150 રૂપિયે મણના નીચા ભાવે વેચાયા

આ વર્ષે ડુંગળીનો પાક અન્ય રાજ્યોની સરખામણીમાં ભાવનગર જિલ્લામાં ઓછો થયો છે. જેનું કારણ ઓછો વરસાદ અને તડકાના કારણે પાક એક્ષ્પોર્ટ ક્વોલોટીવાળો તૈયાર ન થતા તેમજ આ વર્ષે ડુંગળીના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો ગગડીને રૂપિયા 60 થી 150 પ્રતિ મણ પહોંચી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડમાં દરરોજ સરેરાશ 8 હજ...

મધ્યાહન ભોજનમાં જીવાત

સંધાણાની પ્રાથમિક બ્રાન્ચ શાળામાં બપોરે મધ્યાહન ભોજનમાં બનવેલી ખિચડી બિનઆરોગ્યપ્રદ અને જીવાત વળી નિકળતાં ગ્રામજનો અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ રસોઈ ઘરમાં રાખેલા ઘઉંનો જથ્થો પણ જીવાતવાળો અને બિનઆરોગ્યપ્રદ મળી આવતા ચકચાર મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાં માતર મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે સરકારી પ્રાથમિક ...

 ‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટે ૨૨૫ છોકરીઓને સહાય આપી

‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટ‘ની રૂ. ૮ લાખ ૯૭ હજારની સહાયની રકમના ચેક રાજ્ય સેવાના વર્ગ-૪ કર્મયોગીઓની ૯૩ દિકરીઓને કન્યા શિક્ષણ પ્રોત્સાહન સહાય રૂપે વિતરણ કર્યા હતા. આ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં વર્ગ-૪ના અદના કર્મયોગીઓની ૨૨૫ દિકરીઓને રૂ. ૧૯.૫૭ લાખની સહાય આપવામાં આવી છે. કલમ-૮૦-જી હેઠળ આવકવેરા મુકિત મળવાપાત્ર રહેશે. નિધિ ટ્રસ્ટ‘ની રચના કરીને...

છ લાખ વીજ ગ્રાહકોને એક વખતની સંપૂર્ણ માફી

ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્‍હેણી નીકળતી રકમ માટે રાજય સરકારે રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી યોજના જાહેર કરી છે. રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ મળશે. વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી...

૩,૭૧૦ કરોડના મૂડીરોકાણના પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. કરાયા

સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડ ગુજરાતમાં કુલ રૂ. ૩,૭૧૦ કરોડના મૂડીરોકાણ સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરશે. ગાંધીનગરમાં આ ત્રણેય કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. સાંઘીપુરમ, કચ્છમાં વાર્ષિક ૪ મિલિયન ટન સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધા...

720 કરોડના નવા એસજી હાઈવે પર ટોલ વેરો નહીં હોય

ગાંધીનગર થી સરખેજ જવું હોય તો માત્ર 30 કિલોમીટરનું અંતર કાપતાં એક કલાક લાગે છે પરંતુ હવે એવું નહીં થાય. હાલ ડગલે ને પગલે સ્પીડબ્રેકર અને ટ્રાફિક સિગ્નલ ધરાવતો આ રાજમાર્ગ સુપર ફાસ્ટ હાઇવે બની જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એસજી હાઇવે તરીકે ઓળખાતા આ માર્ગનું એક્સપાન્સન કરવાનું નક્કી કર્યું છે જેનો ખર્ચ 720 કરોડ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ તેના ખર્ચમા...

પાર્કિંગનું સ્થળ હોય તો જ વાહન ખરીદ કરજો…

ગુજરાતના શહેરોમાં બેકાબૂ બનેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી છે. સરકારે પાર્કિંગ પોલિસી જાહેર કરી છે જેમાં નવી ગાડી ખરીદતાં પહેલાં પાર્કિંગ ક્યાં કરવાની છે તેની સાબિતી આપવી પડશે. તમારી સોસાયટીમાં જગ્યા નથી અને ગાડી બહાર પાર્ટ કરવી હશે તો દંડ ભરવો પડશે. ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગના દરો પણ નક્કી કરવામાં આવી રહ્...