Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ભાજપના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કર ફરાર

પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના સ્કેમમાં કેન્દ્રની ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન  અને ગુજરાતના બનાસકાંઠાના સાંસદ હરિ ચૌધરીનું નામ સામે આવ્યું ત્યારે CBIના અધિકારીએ વિપુલ ઠક્કર નામના દલાલનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ ઠક્કર દર અઠવાડિયએ વિદેશ જતો હતો. તે વિદેશ જતો ત્યારે ત્યાં શું કરતો હતો તે અંગે ગુજરાત સરકારે આજ સુધી તપાસ કરી નથી. મુખ્ય ...

હરી ચૌધરી પાસેથી ગૃહ મંત્રાલય કેમ લઈ લેવામાં આવ્યું હતું ?

હરિ ચૌધરીની પાસે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો હવાલો હતો. તેનું ગૃહ વિભાગ આંચકી લઈને તેમને ખાણ રાજ્ય પ્રધાન અને કોલસા રાજ્ય પ્રધાન બનાવી દેવાયા હતા. તેમની પાસેથી ગૃહ ખાતું આંચકી લાવાનું ત્યારે જાહેર થયેલું કોઈ કારણ ન હતું. પણ હવે લાંચ કાંડ બનતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, હરી ચૌધરીનું ખાતું કેમ બદલી કાઢવામાં આવ્યું હતું. વડાપ્રધાનને હરી ચૌધરીને બદલીને ક...

બનાસકાંઠામાં નેતાઓ ખતમ થયા અને ભ્રષ્ટાચાર વધ્યો

બનાસકાંઠા ભાજપના ભ્રષ્ટાચારનો ગઢ બની ગયો છે. કેન્દ્ર સરકારને કોલસા રાજ્ય પ્રધાન અને બનાસકાંઠા ભાજપના નેતા હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. તે અગાઉ અહીં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના મંત્રી શંકર ચૌધરી સામે પણ રૂ.2000 કરોડના ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે હરી ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચ લેવામાં આવી હોવાનો આરો...

નર્મદા નહેરનું અંડરગ્રાઉન્ડ કરવામાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠામાં 2017માં આવેલા પુરથી તૂટી પડેલી નહેર બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. સમી તાલુકાની ગાજદીનપુરા માઇનોર 2 કેનાલમાં અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનમાં તૂટેલી પાઈપો નાખવામાં આવી રહી છે. ગયા વર્ષે આવેલાં ભારે પૂરના કારણે પાઈપલાઈન સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી. તેથી કેનાલને અન્ડરગ્રાઉન્ડ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લા એક વર્ષથી આ કેનાલનું કામ ચાલુ...

અલ્પેશ ખોડાજી ઠાકોરનો અધુરો ઘડો છલકાયો

અલ્પેશ ઠાકોરના પિતાને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી ગડગડીયુ પકડાવી દીધા બાદ હવે તેમને કોંગ્રેસના નવા માળખામાં ક્યાંય સ્થાન ન આપીને પિતા ખોડાજી અને પુત્ર અલ્પેશને તેનું મૂળ સ્થાન બતાવી દીધું છે. કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. તત્કાલીન અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી કોંગ્રેસ સા...

સાયકલ ખરીદી કૌભાંડનો અહેવાલ દબાવી દેવાયો

10 માર્ચ 2018માં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલની ખરીદીમાં કરોડોનું કૌભાંડ જાહેર થયું ત્યારે તેની તપાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરવાનો આદેશ આપી તેનો અહેવાલ માંગ્યો હતો. તે અહેવાલ હજુ સુધી જાહેર કર્યો નથી. જેમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી હતી. સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નથી, છતાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તપાસ પૂર...

10 લાખ બેકાર થયા, ભાજપની રૂપાણી સરકારની નિષ્ફળ કાપડ નીતિ 

રૂપિયાનું ધોવાણ, નોટબંધી, ઈ-વે બિલ અને GST બાદ ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ઉત્પાદકો અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. સુરત, અમદાવાદ અને બીજા કાપડ ઉત્પાદક મથકો ઈદ અને દિવાળીના સમયે પણ મંદીમાં ધકેલાયેલા રહ્યાં હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલાં 6 લાખ કામદારોએ નોકરી ગુમાવવી પડી છે. આ વ્યવસાય સાથે જોડાયેલાં બીજા વ્હાઈટ કોલર જોબ ધરાવતાં...

કરોડોના સસ્તા અનાજના રેશન કૌભાંડની તપાસ કરો

અમરેલીમાં સસ્તા અનાજ આપવા માટે બોગસ રેશનકાર્ડ બનાવાયા હતા. જેમાં ખાંભા તાલુકાની 38 રેશનીંગની દુકાનમાંથી 5 દુકાનોમાં જ તપાસ થઈ હતી. કરોડો રૂપિયાની ગોલમાલ પકડાયેલી હોય એવી બાકીની 33 દુકાનોમાં તપાસ કરવામાં આવી નથી. જેની તપાસ કરવાની માંગણી માહિતી અધિકાર માટે કામ કરતાં લોકો દ્વારા કરવામાં આવી છે. મહિલાઓનાં નામે ચાલતી દુકાનોનાં બદલે અન્‍ય લોકો વહીવટ ક...

LRD પહેલા MPHW કૌભાંડ થયું, પુરાવા છતાં સરકારના કોઈ પગલાં નહીં

આરોગ્ય સાથે અડપલાં – ખાસ અહેવાલ 2012થી 2018 સુધી રાજ્યમાં ફીમેલ હેલ્થ વર્કરની 3828 અને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની 2330 ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી. આ જગ્યાઓ મોટો ભાગે બોગસ ડીગ્રી સર્ટીફિકેટના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ કરીને ભરી દેવામાં આવ્યા હોવાનું 33 જિલ્લાઓમાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે અંગે 8 જિલ્લા પંચાયતમાં તપાસ કરવામાં આવી...

ગુજરાત સરહદ પર રાજસ્થાનમાં ભાજપે 60 ટકા બેઠકો જીતી

સીસ્ટર સ્ટેટ ગુજ-રાજ – ખાસ અહેવાલ (દિલીપ પટેલ) રાજસ્થાનના ગુજરાત સરહદ પર પક્ષ વિભાજન રાજસ્થાન વિધાસભાના 199 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો ગુજરાતની સરહદ પરના પાંચ જિલ્લા જાલૌર, સિરોહી, ઉદયપુર, ડુંગરપુર, બંસવાડાની 25 વિધાનસભા બેઠક પર ભાજપ 15 બેઠક જીત્યો છે અને કોંગ્રેસ 7 બેઠક પર જીતી છે, જ્યારે BTP અને 2 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા છે. આમ ગુજરાતની...

5 રાજ્યોના પરિણામ પછી ભાજપથી કોંગ્રેસને લોકસભાની બેઠકો વધુ મળી શકે છે

પ્રજામત – ખાસ અહેવાલ – દિલીપ પટેલ પાંચ રાજ્યોની ચૂંટણી પછી, ગુજરાતમાં લોકસભા બેઠકમાં પરિવર્તન થઈ શકે, જનાધાર ઘટ્યો ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો, જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ મગફળી કૌભાંડ અને તળ...

ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી 

દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...

પતંગો પર લોકસભા ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન છવાઇ

ચૂંટણીમાં કયા પક્ષનો પતંગ ચગશે કે કપાઈ જશે તે કહેવું વહેલું છે. પણ પતંગની દોર GSTએ ગયા વર્ષે કાપી લીધા બાદ આ વર્ષે પણ ભાવ વધારો નડી રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવતા તેની અસર પતંગ બજાર થઈ રહી છે. ઉત્તરાયણ પર્વ ઉત્સવ મનાવવા માટે અમદાવાદની પતંગો પર સરદારનું પુતળું, લોકસભા, બુલેટ ટ્રેન વિષય પર પતંગ તૈયાર થઈ રહ્યાં છે. તેથી 14 જાન્યુઆરીએ આકાશમાં આવા પતંગ ...

કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી

નાનાને સજા, મોટાને મજા – ખાસ અહેવાલ ભાજપ સરકારનું ફરી એક જમીન કૌભાંડ રૂપાણીએ મંજૂર કર્યું છે. રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના 19 ગામના લોકોની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની 10 હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી ...

ગ્લોબલ વોર્મિગ – કેરી વહેલી કેમ આવવા લાગી છે ?

ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ગ્લોબર વોર્મિંગની સીધી અસર હવે ફળોનો રાજા કેરી પર પડવા લાગી છે. છેલ્લા 10 વર્ષથી શિયાળામાં કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે.  જુનાગઢ શહેર કેરી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં 1 ડિસેમ્બર 2018થી કેસર કેરી ભર શિયાળે આવી છે. આંબામાં ભરપુર દેખાઈ રહી છે. જૂનાગઢ શહેરના સી એન આઈ ચર્ચમાં વાવેલા આંબામાં મોર અને કેરી આ...