Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બાળકીને બચાવવા અણદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

વેન્ટીલેટર ઉપર સારવાર લેતી કિશોરી માટે એસ.જી.હાઇવે ઉપરના શેલ્બીથી ઝાયડસ હોસ્પિટલના રૂટને ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઇશાન ટાવરમાં ધૂમાડાથી ગુંગળાઇને શાહ દૃંપતિનું મોત નીપજયું હતું જયારે તેમની વૃધ્ધ માતા અને બે પુત્રીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાનમાં શહેરની શેલ્બી હોસ્પિટલમાં મૃતક અચલભાઇની પુત્ર...

સરકારી શાળામાં ક્લાસ-1ના અધિકારીનો પુત્ર કરે છે અભ્યાસ

દેશભરમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને ખાનગી શાળાઓ લાખોની ફી વસુલ કરે છે. અને આજના સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે ત્યારે સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરે છે, ત્યારે રાજકોટનાં એક કલાસ-1 અધિકારી એવું માને છે કે, સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારૂં છે તે માટે પોતાનાં પુત્રને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. ...

સરકાર સામે આંગણવાડી કાર્યકરોના ગંભીર આક્ષેપો

આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે સરકાર સામે એક પછી એક નવા નવા પડકારો ઊભા થઈ રહ્યાં છે. ત્યારે હવે પોતાની પડતર માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ડીસા શહેરના સાંઈબાબા મંદિરમાં એકત્રિત થઈને સરકાર સામે નારેબાજી કરી રહેલી આ મહિલાઓ છે આંગણવાડી કાર્યકર મહિલાઓ. આ મહિલાઓ અત્યારે ઉગ્ર રોષમાં જોવા મળી રહી છે અને તેમના...

રાષ્ટ્રીય મિલ્ક ડે, દૂધસાગર ડેરીની હાલ કપરી સ્થિતિમાં

સમગ્ર ભારતમાં ગુજરાતે શ્વેતક્રાંતિ સર્જી હતી અને તેના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયન હતા. આથી શ્વેતક્રાંતિના પિતા ગણાતા ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. શ્વેતક્રાંતિ સર્જવામાં સિંહફાળો આપનારી મહેસાણા દુધસાગર ડેરી એશિયાની બીજા નંબરની ડેરી માનવામાં આવે છે. જોકે ભારતમાં શ્વેતક્રાંતિ સર્જનાર ગુજરાતમાં દૂધન...

નેપાળ પોલીસના સંકલન થી મહા ઠગ વિનય શાહની ધરપકડ શક્ય બની

ગુજરાતમાં ચર્ચાસ્પદ ઠગાઈ કેસમાં નેપાળ પોલીસ દ્વારા વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક હરેશ દુધાતએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં નાણા રોકીને ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમના મહાઠગ વિનય શાહ ને નેપાળથી પકડી પાડવામાં આવ્યો છે.તો બીજી તરફ સીઆઇડી ક્રાઇમે કરેલી તપાસમાં વિનય શાહ નેપાળ હોવાની આશંકાના પગલે...

સુરેન્દ્રનગરની સબજેલનાં કેદીએ કોની ખોલી પોલ

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો. આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહોતુ. જોકે કેદીએ કેટલાક ચોંકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણા...

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ, ગીર સોમનાથમાં ભંગાણનાં એ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ સંગઠન માટેની યાદી જાહેર કર્યાંનાં થોડાં દિવસો બાદ જ કોંગ્રેસ સંગઠનમાં તડાં પડ્યાં હોવાનું બહાર આવ્યું છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ ગોંડલ કોંગ્રેસ સંગઠનનાં બે નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની શ્યાહી સૂકાઈ નથી ત્યાં ગીર સોમનાથ પંથકનાં સામાજિક કાર્...

લોકસભાની ચૂંટણી આવતાં ભાજપે અયોધ્યા ઉપાડ્યું : પરેશ ધાનાણી

અયોધ્યા મંદિર અને રામ ચંદ્ર ભગવાન ઉપર ભાજપ રાજકીય રોટલા શેકી રહ્યું છે 1980 થી ચાલુ વર્ષ સુધીના ઇતિહાસમાં ભાજપે રામ નો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશભાઇ ધાનાણીએ કરે છે આ અંગે વધુ માહિતી આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અયોધ્યા ના રામલ્લા મંદિરના દરવાજા સ્વ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ખોલાવ્ય...

મોરબીમાં 12 ગામના ખેડૂતોની લડાઈ, છેલ્લા 9 દિવસથી ઉપવાસ

મોરબીના માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાના મામલે લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં સરકારે કેનાલમાં અપૂરતું પાણી છોડતા ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખાખરેચી નજીક માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. 9 દિવસના ઉપવાસ બાદ પણ પાણી નહિ મળતા ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. અને રવિપાકની સિઝનમાં વહેલી ત...

જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લાં કેટલાંક સમયથી જાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે. લાંબા સમયથી પડતર પ્રદેશ કોંગ્રેસનું માળખું જાહેર કરતાં પણ આંખે પાણી આવી ગયાં હતાં. જેમ તેમ પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું તો હવે રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યાં છે. એક બાજુ જસદણની પેટાચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગ...

ગોંડલનાં માર્કેટ આગમાં મરચાં ભરેલી બોરીઓ બળીને થઈ ખાખ

ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે. એકબાજુ તેમનાં પાક વિમાની રકમને મામલે કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ખેડૂતોનાં દેવા માફી મામલે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ ઉકેલ આવ્યો નથી. આટલું ઓછું હોય એમ મગફળીનાં ગોડાઉનમાં પણ વર્ષની શરૂઆતમાં આગ લાગવાનાં બનાવો બન્યાં હતાં. ત્યારે આજે ગોંડલ APMC માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલાં મરચાની બોરીઓમાં ...

હિંમતનગરમાં યોજાઈ અનોખી સ્પર્ધા, ઘોડા-ઘોડીની નૃત્ય યોજાઈ સ્પર્ધા

આમ તો અત્યાર સુધી તમે ડાન્સરોની સ્પર્ધા જોઇ હશે કે જે મ્યુઝીક સાથે કેટવોક અને સુંદર શરીરના લટકા ઝટકા કરીને મન મોહી લેતી હશે. પરંતુ સાબરકાંઠામાં અનોખી સ્પર્ધા યોજાઇ હતી. જેમા મ્યુઝીકના તાલે ઘોડા ઘોડી પગના તાલ મીલાવીને અને શરીરના લટકાથી જોનારાઓનું મન મોહી લે છે. રેમ્પ ઉપર કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી મોડેલો અને ડાન્સરોના લટકા ઝટકા જોઇને મન મોહીત થઇ જતુ...

રાજપૂત સમાજે અનામત ક્વોટા માટે OBC પંચ સમક્ષ માંગ કરી

ગાંધીનગર ખાતે કાર્યરત અન્ય પછાત વર્ગો માટે ના ઓબીસી પંચ સમક્ષ ગુજરાતના સમગ્ર રાજપૂત ગરાસિયા સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા પંચના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ OBC અનામત કવોટા ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજપુત ગરાસદાર જ્ઞાતિના સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરીને 50 ટકા સિવાયનો અલગથી ઓબીસી અનામત કોટા ફાળવવા સમાજના વિવિધ સગઠનોએ આજે લેખિત રજૂઆત...

પાસ પાસે પાટીદાર સમાજની વસ્તી – વ્યવસાયની માહિતી માગતું OBC પંચ&...

પાટીદાર અનામત ના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા એક સપ્તાહ પહેલા OBC પંચ સમક્ષ પાટીદાર સમાજ નો સર્વે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેની વિશેષ ચર્ચા કરવા માટે  આજે  પંચ દ્વારા બોલાવવામાં આવતા પાસના 5 કન્વીનરોની એક ટીમ સુજ્ઞાબેન ભટ્ટ દ્વારા ને મળવા આવ્યા હતા  પંચ ના અધ્યક્ષ સાથે થયેલી મુલાકાત અંગે પાસ પ્રવક્તા મનોજ પનારાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણા...

પાઠ્યપુસ્તક મંડળ ના છબરડા નો લૂલો બચાવ

ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન ના પુસ્તક માં નવ રચિત જિલ્લાઓ ના નકશા નહિ દર્શાવવાના મામલે રાજ્ય ના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગ ના અધિકારીઓ નો ખુલાસો માંગ્યો છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપવામાં આવતી ટેક્સ બુક માં ક્ષતિઓ અને છબરડાઓ રહેવાના બનાવો છાશવારે બનતા હોય છે. તાજેતરમાં ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ...