Admin
વાઈબ્રન્ટ સમીટ અને મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે કામ અપાયું
વાઈબ્રન્ટ સમીટ , મહત્વકાંક્ષી પ્રોજેકટ, અને મહેસુલી બાબતોના મુદ્દે તમામ કલેક્ટરોને કોંફરન્સમાં અપાયું હોમવર્ક
આજે મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ જિલ્લાકલેકટરો ની બેઠક મળી હતી.
જેમાં રાજ્ય ના વહીવટી પ્રશ્નો / મહેસુલ ને લગતી બાબતો અને અછત ગ્રસ્ત વિસ્તારો ની કામગીરી સંદર્ભે બેઠક માં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત
રાજ...
સરકારી હોસ્પિટલો પૂછે છે સવાલઃ નીતિનભાઈ, પ્રદિપસિંહ અમારા પર ભરોસો નહિ...
એકબાજુ રાજ્ય સરકાર લોકોનાં આરોગ્યની સુખાકારી માટે સરકાર હસ્તકની હોસ્પિટલોમાં અદ્યતન સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને આ હોસ્પિટલોમાં પ્રજા સારવાર કરાવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તો બીજી બાજુ રાજ્યનાં જ મંત્રીઓ અને અધિકારીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવાનાં બદલે ખાનગી હોસ્પિટલોનો સહારો લે છે ત્યારે, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભા...
સરકારને એક વેધક સવાલ, સિંહો કેમ બની રહ્યાં છે હિંસક
ગીરનાં જંગલોમાં વસતાં ડાલામથ્થાંઓ આજકાલ હિંસક બની ગયાં છે. વનરાજ કેમ હિંસક બન્યાં તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે. સિંહ પ્રેમીઓ રાજ્યનાં વન વિભાગ ઉપર અને રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યાં છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા આ મામલે કોઈ ફોડ પાડવામાં નથી આવતો. સિંહ હિંસક બન્યાંનો બનાવ છેલ્લાં અઠવાડિયામાં બે વખત બન્યાં હોવાનું બહાર આવ્યું છે. જેમ...
પાટણમાં ગાબડાં પૂરવા માટે જગતનાં તાતનો અપના હાથ જગન્નાનથનો નારો
એકબાજુ રાજ્યનાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં. ખેડૂતોને દેવામાફી, પાકવિમા તેમ જ આ વર્ષે રાજ્યમાં થયેલાં અપૂરતાં વરસાદનાં પગલે આર્થિક ભીંસની સાથે સાથે સિંચાઈનાં પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાનાં વારાહીની સરકારપુરા ડિસ્ટ્રિક્ટની કેનાલમાં થોડાં ...
સોમનાથ ટ્રસ્ટની કિંમતી જમીન પર ભૂમાફીયાઓનો કબ્જો કરવાનો પ્રયાસ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ બાર જયોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની હજ્જારો વિઘા જમીનો આવેલી છે. જેમાં ભીડીયામાં કોઈ ભૂમાફીયાઓ દ્વારા આ પડતર જમીન પર કબ્જો કરવાના ઈરાદા સાથે ચૂનાથી પ્લોટો પણ પાડવામાં આવ્યા હતા. જેની જાણ સોમનાથ ટ્રસ્ટને થતાં તાત્કાલિક ધોરણે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ આ જગ્યા પર દોડી આવ્યા હતા અને આ કબ્જો કરનાર શખ્સો...
નિરમા અને રસના બ્રાંડના પ્રચારકોને મોતનું ગ્રહણ
ggn team | May 15, 2012, 12:00 AM IST Print this storyEmail this story
સમગ્ર દેશમાં ઘેરઘેર જાણીતી બનેલી ગુજરાતની બ્રાન્ડો "નિરમા"અને "રસના"ને જાહેરાતના માધ્યમ થકી ગુંજતી કરનાર કલાકાર એવા પ્રચારકોને જાણેકે મોતનું ગ્રહણ લાગી ગયું હોય એવી છાપ ઉપસી રહી છે.વર્ષો પહેલા જયારે નિરમા કંપની પા પા ડગલી માંડતી હતી. આ સમયે "દુધસી સફેદી નિરમા સે આયે" શબ્દોને દે...
ગુજરાતમાં RSSસક્રિય થયું, કચ્છમાં દરેક ગામમાં શાખા
ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતાં સંઘ સક્રિય થયું હોવાનું રાજકીય નિ...
ગાંધીનગર મેયરની ચૂંટણીમાં BJP-કોંગ્રેસના સભ્યોએ કરી છુટા હાથની મારામાર...
05 November 2018 00:00
લોકશાહીને લાંછનરૂપ અને કલંકિત એવી ઘટના આજે ગાંધીનગરની સામાન્યસભામાં બની હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણીપૂર્વે BJP-કોંગ્રેસના બાહુબલી કોર્પોરેટરોએ સભ્યો છુટાહાથની મારામારી કરતા સામન્યસભા રક્તરંજિત બની હતી. ધનતેરસે મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રા...
મોદીનું સંસ્કાર ધામ અંબાણીને વેચી માર્યુ
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ હાલમાંજ યોજાઈ ગયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા "ભાજપે સંસ્કાર પણ રીલાયન્સ ને વેચી માર્યા" એવું નિવેદન કરી નરેન્દ્રભાઈ ની વેપારી માનસિકતા કઈ હદે જઈ શકે તે તરફ અંગુલીનિર્દેશ કર્યો. સંઘના ત્રુષીતુલ્ય ગણાતા પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર ની યાદમાં બનેલ લક્ષ્મણ જ્ઞાનપીઠ ટ્રસ્ટ નું ગોધાવી ખાતે આવેલ એકરોમા ફેલાય...
ગુજરાતથી દારૂ મધ્યપ્રદેશની ચૂંટણીમાં પહોંચે છે
1960થી દારૂબંધી છે છતાં પડોશી રાજ્યો કરતા વધુ દારૂનું વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. તમામ દારૂ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવે છે. 28મી નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી દારૂ મધ્ય પ્રદેશ જઈ રહ્યો છે. તેવો પત્ર મધ્ય પ્રદેશના અધિકારીઓએ ગુજરાતના મુખ્ય સચિવને લખ્યો છે. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં દારૂની ...
મહેસાણામાં વિમાન લપસ્યું અને દિવાલ સાથે અથડાયું
મહેસાણામાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાની માહિતી પ્રાપ્ત થઇ છે. મહેસાણા એરપોર્ટના રનવે પરથી વિમાન લપસ્યું હતું અને એરપોર્ટની દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના પર ઢાંકપિછોડો કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોઈ જાનહાનિ થઇ છે કે નહીં અને કયા કારણોસર આ દુર્ઘટના થઇ છે તેની માહિતી મળી શકી નથી. જોકે એમ કહેવામાં આવી ર...
ધોલેરામાં 20 કંપીનીઓ સૂર્ય ઉર્જા માટે તૈયાર
ધોલેરા સોલર પાર્ક પ્રોજેક્ટ માટે 1000 મેગાવોટ વીજ ઉત્પાદન માટે EOI (ઇરાદા પત્રો)મગાવવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે (GUVNL)એ બહાર પાડેલા ટેન્ડર માટે 20થી વધુ કંપનીઓએ EOI ફાઇલ કર્યા છે. ટૂંક સમયમાં આ અંગે બિડિંગની પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અગાઉ ધોલેરામાં માળખાગત સુવિધા સ્થાપી રહી છે, તેવા સંજો...
મગફળી ખરીદીમાં અધિકારી અને ખેડૂત વચ્ચે મારામારી
પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ખેડૂત જયેશભાઈ વિરસંગભાઈ ચૌધરીનું સેમ્પલ રિજેક્ટ થતા હોબાળો થતા ખરીદી અટકી ગઈ હતી. આ પગલે સેમ્પલ લેનાર અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં સેમ્પલ અધિકારીએ ખેડૂત દ્વારા પોલીસની હાજરીમાં માર માર્યાના આક્ષેપ કર્યા હતા.પોલીસ બોલાવવાની ફરજ પડી હત...
NCP જસદણમાં ચૂંટણી નહીં લડે
NCP જસદણની ચૂંટણી નહીં લડે આ અંગેની જાહેરાત NCPના નેતા જયંત બોસ્કી દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જયંત બોસ્કીની આ જાહેરાતના કારણે જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. નેશનલ લેવલ પણ કોંગ્રેસ અને NCPનું ગઠબંધન હોવાના કારણે આ નિર્ણય લેવ...
ભાજપની રાષ્ટ્રીય મહિલા પાંખનું ગુજરાતમાં અધિવેશન
રાષ્ટ્રીય ભાજપની મહિલાઓ માટે ગુજરાતમાંથી માર્ગદર્શન લઈને દેશભરની ભાજપની મહિલા કાર્યકરો લોકસભાની ચૂંટણીની તૈયારી કરશે. ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન 22 અને 23 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચે તે માટે ભાજપે પહેલાં મહિલાઓને તૈયાર કરવાનું નક્કી કર્યું છે, ત્યારબાદ યુવાનોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. અ...

English