Admin
અક્ષરધામના હુમલાનો આરોપી ફારૂક શેખ વિદેશથી પરત આવતા ઝડપી લીધો
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરમાં 25મી સપ્ટેમ્બર 2002માં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર ત્રાકવાદીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. અબ્દૂલ રશીદ અજમેરી સાઉદી અરેબિયાના રિયાધથી પરત ફરતો હતો. ક્રાઈમબ્રાન્ચે પકડી લીધો છે. હથિયારો સાથે ઘુસેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 32 લોકોના મોત થયાં હતાં. જ્યારે 79 લો...
ભ્રષ્ટાચાર તો દૂર કરો, ધારાસભ્યોએ મોદીને લખ્યો પત્ર
પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર..... નરેન્દ્રભાઈ મોદી,
માનનીય પ્રધાનમંત્રી શ્રી,
નવી દિલ્હી.
ભારત સરકાર. 2014 માં લોકસભા ની ચૂંટણી જીતવા માટે આપે આપના ભાષણો માં ભ્રષ્ટાચાર દૂર કરવાના ખોખલા વચનો આપ્યા હતા. એટલું જ નહીં આપે ઍમ પણ કહ્યુ હતુ કે હુ આ દેશ નો પ્રધાન મંત્રી નહીં બલકે ચોકીદાર બનીને સેવા કરીશ.આપના આ ખોખલા વચનો આજે આપને એટલાં માટે યાદ કરા...
ગીરનારના અપંગ બાળક વિશ્વાએ ગોલ્ડ મેડલ લાવી બતાવ્યો
જુનાગઢનો અપંગ બાળક વિશ્વએ જ્યારે જીત મેળવી ત્યારે તેનું પરફોર્મન્સ જોઇ સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ કોઇ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે દરેકે ઉભા થઇ તેનો ઉત્સાહ વધાર્યો હતો. દૃઢ નિશ્ચય અને અથાગ મહેનત કરવાનો જોશ હોય તો એક હાથે પણ ગોલ્ડ મેડલ મેળવી શકાય તે વાત આ બાળકે સાબિત કરી કંઈ કેટલાંય બાળકોને સાચી દિશા ચીંધી છે. જુનાગઢના...
દૂધસાગર ડેરીની હાલત ખરાબ
શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. એશિયાની બીજા નંબરની મહેસાણા દૂધસાગર ડેરીની સ્થિતિ બહુ જ કપરી બની છે. વર્ષ 1960મા ફક્ત રૂપિયા 5,200થી દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી અને ફક્ત અગિયાર મંડળીઓ સાથે ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. માનસિંહભાઈ ચૌધરી દ્વારા દૂધસાગર ડેરીની સ્થાપના કરવા...
ગાંધીનગરમાં આદિવાસી દલીત રેલી, આંદોલન શરું
પાટગરન ગાંધીનગરમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજના ખેડૂતોનું વિશાળ સંમેલન યોજીને ગુજરાતમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજે સરકારે સામે મોરચો માંડ્યો છે. જંગલ, જમીન, સાથણી, કબજા હક, સરકારી પડતર અને ટોચ મર્યાદા, સ્મશાન અને શરત ભંગ સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે. તેમજ વિકાસના નામે તેમની મહામુલી જમીન છી...
છ દિવસમાં પાચ પર હુંમલો કરી એક મહિલાનો શિકાર કરતો દીપડો
દાહોદના ધાનપુરમાં નાવભક્ષી દિપડાએ મહિલા ઉપર હુમલો કરીને તેનું મોત નિપજાવતા લોકોમાં ભય ફેલાયો છે. આ માનવભક્ષી દિપડાએ છ દિવસમાં પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી માનવભક્ષી દિપડાએ ખેતરમાં છુપાઈને કામ કરતા શ્રમજીવીઓ ઉપર હુમલો કરે છે. આ આ દિપડાને ભગાડ્યો હતો. આ બનાવને પગલે ભાણપુર અને તેના આસપાસના વિસ્તારના ...
ગુજરાતમાં 5000થી વધું લોકો આત્મવિલોપર કરવા તૈયાર
ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે સમસ્યાથી ઘેરાયેલાં મેગાસિટી અમદાવાદમાં એક વર્ષમાં કલેકટર સમક્ષ 409 લોકોએ આત્મવિલોપન કરવાની મંજૂરી માંગી છે. સમગ્ર ગુજરાતમાં 5000થી વધું લોકોએ રૂપીણી સરકાર સામે આત્મવિલોપન કરવા તૈયાર થયા છે. છેલ્લા કેટલાક સમયથી આત્મવિલોપનની ધમકીઓમાં વધારો થયો છે. જેના પરિણામે અમદાવાદ કલેકટર કચેરીમાં ગત ડિસેમ્બર મહિનામાં સ્પેશિયલ સે...
ગુજરાતમાં IOCL, BPCL, HPCLના 4450 નવા પેટ્રોલ પંપ શરું થશે
ગુજરાત, દમણ, દીવ, દાદરાનગર હવેવલીમાં ઓઇલ કંપનીઓ તેમના નવા 4,450 પેટ્રોલ પંપ ખોલવાની છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા ગુજરાતમાં કુલ 4,450 નવા પેટ્રોલ પંપ ખોલી રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરી રહી છે. ઇન્ડિયન ઓઇલ કૉર્પોરે...
જાફરાબાદમાં ભાજપે કોંગ્રેસ સાથે કરેલી સમજૂતી તોડી
વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તાર અમરેલીના જાફરાબાદમાં કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના સભ્યોએ ભાજપ સાથે મળીને કારોબારી ચેરમેનને હટાવ્યા છે. જાફરાબાદ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 8 કોંગ્રેસ અને 8 ભાજપ ઉપર વિજય થયો હતો. બન્ને રાજકીય પક્ષોએ સાથે મળીને અઢી-અઢી વર્ષનું શાસન કરવાનું નક્કી કર્યું હતું. પહેલા ભાજપના ...
ગાંધીનગરમમાં સિેહ લવાયા
ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોને સિંહદર્શન કરવા માટે સાસણગીર સુધી લાંબા નહીં થયું પડે. આગામી દિવસોમાં ગાંધીનગરના ઈન્દ્રોડા ખાતે સિંહદર્શનની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં હજારો પ્રવાસીઓ આવે છે પહેલા અહીં સાવજ હતો. જો કે, તેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. પરંતુ હવે ઈન્દ્રોડામાં લાયન સફારી બનાવવાનું આયોજન કરવામાં આવ્ય...
ઉમેદવાર 10 હજારથી વધુ દાન કે દેવુ રોકડમાં નહીં લઈ શકે
ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, એ જાણવાના ઈરાદાથી ઈલેક્શન કમિશને કેશ ટ્રાંઝેક્શનમાં વધુ કડકાઈથી વર્તવાનુ શરૂ કર્યુ છે. ઉમેદવાર પ્રચાર માટે રોજ 10 હજાર રૂપિયાથી વધુ કેશની લેવડ-દેવડ નહીં કરી શકશે. તેનાથી વધુ રકમની લેવડ-દેવડ માટે ઉમેદવારે અથવા પાર્ટીએ ક્રોસ ચેક, ડ્રાફ્ટ, NEFT અથવા RTGSનો ઉપયોગ કરવા માટે કહ્યુ છે. 5 રાજ્યોમાં યોજાનાર...
વાવ તાલુકાના સરહદી તાલુકાના ગામોમાં પાણી પહોંચતું નથી
વાવ તાલુકાના સરહદી છેવાડા પર આવેલા બાલુંત્રી પંથકના કારેલી, ગામડી, ચંદનગઢ અને બાલુંત્રી ગામને ગડસીસર માઈનોરમાંથી નીકળતી કેનાલનું પાણી છેલ્લા ૧ વર્ષથી પહોંચતુ નથી. જે સંદર્ભે ખેડૂતોએ વારંવાર નર્મદા કેનાલના અધિકારીઓને જાણ કરવા છતાં આ ચાર ગામો સુધી કેનાલનું પાણી ન પહોંચતા ગતરોજ આ ચારે ગામના ખેડૂતોએ બાલુંત્રી પંથકની ખાલી કેનાલો ઉપર ચડી હલ્લા બોલ કરી મી...
સંસ્કાર ધામના અનંત યુનિવર્સિટી સાથેના સોદા પર વ્યંગ કરતાં શંકરસિંહ
લેખક - રાજેશ ઠાકર શંકરસિંહજી વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમ ની સફળતાએ બાપુની રાજકીય અસરકારકતા પર પ્રશ્નચિન્હ મુકનારાઓ ને વિમાસણમાં મુકી દીધા.એકલપંડે હજારો ની જનમેદની એકત્ર કરી શકવા જેટલી લોકચાહના અને રાજકીય નફા-નુક્શાન ની પરવા કર્યા સિવાય બાપુની એક હાકલે હાજર થઈ જનાર સાથીઓ અને સમર્થકો જેવી મુડી કદાચ ગુજરાતના રાજકારણમાં શંકરસિંહજી સિવાય કોઈ રાજનેતા...
હિમાલયના આક્રમક પહાડી ઘેટાં: આર્ગેલી
ઘેટાબકરા આખા વિશ્વમાં જોવા મળતો સામાન્ય પાલતુ પ્રાણી છે. પરંતુ વિવિધ પ્રદેશમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના ઘેટા બકરા જોવા મળે. હિમાલયના પહાડી પ્રદેશમાં* સૌથી કદાવર ઘેટા જોવા મળે. સાત ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા આ ઘેટા હિમાલયમાં ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ વસે છે. તેના ૨૦ ઇંચ લાંબા ગોળાકાર શિંગડા તેની વિશેષતા છે. હિમાલય, તિબેટ, નેપાળ, કઝાકિસ્તાનના પર્વતીય વ...
રાણા બોરડી ગામમાં ૧૫ વર્ષથી ચૂંટણી ન થઈ અને પાણી મફત અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલીકાઓ જ્યાં પીવાનું પાણી પૂરું નથી પાડતું ત્યાં પણ ટેક્સ વસૂલે છે તેમાં બંધારણીય રીતે વોટર ટેક્સ વસૂલી લે છે કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેથી ઉલટું ચિત્ર પોરબંદરના રાણાબોરડી ગામનું છે. અહીં દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી અપાય છે અને તે પણ વિનામૂલ્યે..!! બીજા શબ્દોમાં કહીએ તો પૈસાનો ય પાણીવેરો ઉઘરાવાતો નથી. સૌરાષ્ટ્...

English